ટીકલુઃ પાપા અંહી લખ્યું છે વાંકા વળીને ચાલજો.
શું અંદર ભગવાનનું મંદિર છે?
પાપાઃ ના, બેટા આ છત જરા નીચી છે. જો
ટટ્ટાર ચાલીશ તો માથું રંગાઈ જશે.
Archive for May, 2007
ધીમેથી હસજો
May 31st, 2007અમે નથી
May 31st, 2007 ખાઈએ તેનું ખોદીએ એવા નગુણા અમે નથી
પરોણાગતી ન કરીએ એવા લુખ્ખા અમે નથી
અમેરીકાના નાગરીક દેશદ્રોહી એવા અમે નથી
તમે પધારો પ્રેમ પામશો જરૂર અમે કમ નથી
“ઉનાળાની રજાઓ ચાલુ થઈ ગઈ આપણા ભારતથી
આવતા મહેમાનોને આવકારવા તૈયાર અમે.”
Realise
May 30th, 2007To realise
The value of a parent Ask an Orphan
To realise
The value of Husband Ask who lost him( Death)
To realise
The value of child Ask who can not conceive.
To realise
The value of Son Ask who has all daughters
To realise
The value of daughter Ask who is craving for one
To realise
The value of job Ask whp is unemployed
To realise
The value of home Ask who is homeless
To realise
The value of family Ask who has no one in the world
To realise
The value of food Ask who is starving
To realise
The value of sports Ask who is handicaped
To realise
The value of education Ask who is illiterate
To realise
The value of wealth Ask who is poor
આગિયાના પેટમાં બત્તી
May 28th, 2007 અરે વિચાર તો કરો!
આગિયાના પેટમાં બત્તી.
ન જોઈએ તેને તેલ કે વાટ.
ન માગે તે વિજળીનો સંગાથ.
હરિ તારી આ કેવી અકળ ગતિ.
ઓ સૃષ્ટિના સરજનહાર!
કેવી રીતે માનીએ તારો ઉપકાર.
કીડીને કણ હાથીને મણ,
દીઠાં તેમાં તારા કામણ.
આની ઉપર એક સરદારજીનો સરસ ટૂચકો રજૂ કરું છું.
એક સરદારજી બગીચામાં ટહેલવા નિકળ્યા હતા. ચોમાસાની
ઋતુ હતી. બગીચામાં ઘણા બધાં મચ્છર હતાં. એમા થોડા આગિયા
ને પણ નિમંત્રણ મળ્યું હતું. સરદારજી મચ્છર મારી મારી ને થાક્યા.
હારી થાકીને ઘર ભેગાં થયાં. રજાનો દિવસ હતો. બપોરે ભરપેટ જમી
લાંબી તાણી. સાંજના બીબીને ખુશ કરવા પાછા બગીચામાં લટાર મારવા
નિકળ્યાં.
મચ્છર પાછાં આવ્યા. તેમાં આગિયા પણ શામિલ હતાં. તેમને જોઈ
સરદારજી ચિલ્લાઈ ઊઠ્યાં’અરે દિનકો ભગાયા તો રાતકો બત્તી લેકે આગયે’.
અહેસાસ છે
May 26th, 2007સગાં વહાલાં કુટુંબ કબીલો બધું અહેસાસ છે
કુદરત તું એક વણ ઉકલ્યો રાઝ છે
રાઝ રાઝ રહે તેમાં જ તેનું ગૌરવ છે
સદીઓથી વણ અટકીવણ ઉકલી તેની સૌરભ છે
તેથીજ તો
ભલેને
ઉંધા ચશ્મા દુનિયા ચડાવે
શાકાજે તું ઉદાસ થાયે
તું બસ તું હસીને જીવ્યે જા
કુદરતથી ખૂબ પ્યાર કીયે જા
તારો વિરામ સ્થળ કરે ઈંતઝાર
સમયે આવશે હૈયે ધિરજ ધાર
વિચાર કરી લે
May 25th, 2007 જિવનભર તેં કરી દોડધામ આખરે શું પામ્યો અંતે
હવે ઠરીને બેસ નિરાંતે વિચાર કરી લે તું આજે
જેને કાજે કરી મથામણ તે તુજને ના યાદ કરે
મોહ માયાથી અળગો થઈ સંસાર સાગરે તું તરજે
કામ કર્યે જા ફળની આશા શા કાજે તું ઉદરે ધરે
ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે ફળની આશા શા કાજે
વણમાગ્યે આ જિવન પામ્યો જેવું વાવે તેવું લણે
કરણી એવી કરતો જાજે જનમ સફળ તારો કરજે
અદભૂત છે જિવન માનવનું પ્રતિભા તારી ના લાજે
સંસાર સાગરે સરતો રહેજે વિચાર કરીલે તું આજે
ધીમેથી હસજો
May 25th, 2007 વરસો વીતી ગયા. પણ જ્યારે એની યાદ આવે છે ત્યારે મુખ પર હાસ્યની
લહેરખી પ્રસરી જાય છે.
જ્યારે મુંબઈની ગવર્નમેન્ટ લો કોલેજમાં હું ભણતી હતી. દરરોજ સવારે
૯;૩૫ ની ૧૦૬ નંબરની બસમાં બેસીને કોલેજ જતી હતી. મોટે ભાગે તે
વખતે જે બસનો કંડક્ટર હતો તે દરરોજ જોવા મળતો. તેને કહેવું પણ ન
પડે કે મારે ક્યાં જવું છે. વગર બોલે સ્મિત અને ટિકિટ બંને આપે.
૧૦૬ નંબરની બસ દરરોજ મુંબઈના સ્મશાન પાસેથી પસાર થાય. જેવું
બસનું એ સ્ટોપ આવે એટલે બેવાર ઘંટી વગાડે. મુસાફર ઉતરનાર હોય કે ન
હોય બસ ઉભી રખાવે અને “બુઢ્ઢા ,બુઢ્ઢા ઉતરી જાવ, જવાન, જવાન બેસી
જાવ” કહીને ઘંટી મારી બસ ઉપાડે———-આ તેનો રોજનો ક્રમ હતો.
ધીમેથી હસજો
May 23rd, 2007જમણો હાથ
May 23rd, 2007 ઝાલો જમણો હાથ જો જો છૂટે ના સંગાથ
શ્રીજી હાથમાં લો હાથ
જગને દીધો હાથ છોડ્યો અધવચ્ચે સંગાથ
શ્રીજી હાથમાં લો હાથ
તમ પર છે વિશ્વાસ તેનો કરશો ના કદી ઘાત
શ્રીજી હાથમાં લો હાથ
અનેરો તારો હાથ ઝાલ્યો બન્યો ઘનેરો સંગાથ
શ્રીજી હાથ માં લો હાથ
લાંબી જગની વાટ તેમાં કાંટાની છે વાડ
શ્રીજી હાથમાં લો હાથ
હૈયે મૂકો હાથ શ્વાસે શ્વાસે છે સંગાથ
શ્રીજી હાથ માં લો હાથ
હાથોનો મિલાપ હ્રદયે ના રહ્યો વિલાપ
શ્રીજી હાથ માં લો હાથ
રજાની મજા
May 23rd, 2007 કેવું સુંદર જિવન હતું. એકનો એક દિકરો માતા પિતાની સાથે રહેવું
પરંતુ ધંધામાં પણ સાથે. જાણે ભગવાને ખુશીની વર્ષા ન કરી હોય.
બે બાળકો પણ દાદીમાંની દેખરેખ માં ક્યાંય મોટા થઈ ગયા ખબર
ન પડી. સદાય આનંદ કિલ્લોલથી ઘર ગુંજતું.
શાંતિભાઈ અને સવિતાબેને ગયા જન્મમાં કેટલાય પુણ્ય કર્યા હશે.
દિકરો તો માન્યું કે ડાહ્યો અને લાગણીવાળો હોય પણ તેની વહુ? જિવન
એકધારું વહેતું હતું. સવિતાબેન પાંસઠના થયા, શાંતિભાઈ ને સિત્તેર
પૂરા થયા. એક સુહાની સાંજે દિકરો વહુ બાળકો સાથે નાટક જોવા ગયા
હતા. સવિતા બહેનને થયું આજે સારો સમય છે લાવને મારા મનની વાત
કહું. અરે, સાંભળોછો કે? ચાલોને આપણે બંને જણા ચાર ધામની જાત્રા
કરવા જઈએ? શાંતિભાઈને પણ લાગ્યું હજુ શ્રીજીની દયાથી પગ ચાલે છે
તો ચાલો ને જઈ આવીએ.
શાંતિભાઈએ શોધખોળ ચાલુ કરી. ટિકિટના ભાવ કઢાવ્યા. આધેડ વય
હતી તેથી ત્રીજા વર્ગમાં જવાનો કોઈ સવાલ જ ન હતો. આરામદાયક જાત્રા
કરવાની તમન્ના હતી. આવી મોટી જાત્રા જિવનમાં એક વાર કરવા મળે તો
પણ નસીબ. ખર્ચ થોડો વધારે હતો. પણ તેથી શું. આખી જિંદગી મહેનત
કરીને બે પાંદડે થયા હતા. સંયુક્ત કુંટુંબ હતું તેથી બંનેને ખૂબ ફાયદો પણ
હતો.
બધી તૈયારી થઈ ગઈ. બસ આજે રાત્રે જમવાના મેજ ઉપર વાત છેડવી
એમ નક્કી કર્યું. અરે મોહિતબેટા અને મિતાલી વહુ સાંભળો ‘હું અને તમારા
બા ચાર ધામ જાત્રા કરવા જવા ઈચ્છીએ છીએ.’ મોહિતે મિતાલી સામે જોયું
અને કહે બાપુજી અંદાજે કેટલો ખર્ચ આવશે? શાંતિભાઈ કહે ટિકિટ અને રહેવા
ખાવાનો ખર્ચ એક લાખ અને દસ હજાર અને બીજા દાન ધર્માદાના મળી દોઢ
લાખમાં બધું થઈ જશે. આમ તો આ બહુ મોટી રકમ ન કહેવાય પણ મિતાલીને
આ વર્ષે ઊનાળાની રજાઓમાં બાળકો સાથે દુબાઈ જવું હતું. મોહિત તે જાણતો
હતો. પિતાજીને કહે તમે આવતે વર્ષે જવાનું રાખોતો કેમ? આ વર્ષે ખૂબ ખર્ચો
થયો છે. હમણાં ટેક્સમાં પણ પૈસા ભરવા પડ્યા હતા. સવિતાબહેન ખૂબ સીધા
સાદા હતા. શાંતિભાઈને ન ગમ્યું છતાં કાંઈ પણ બોલ્યા નહી. કહે સારું આવતા
વર્ષે જઈશું. વાત ત્યાં જ ખતમ થઈ ગઈ. બે મહિના પછી.
જૂન મહિનામાં ઊનાળાની રજાઓ પડી મોહિત અને મિતાલી બાળકો સાથે દુબાઈ
ત્રણ અઠવાડિયાની મોજ માણવા ઉપડી ગયા. શાંતિભાઈ તેઓ ગયા ત્યારે તો
કાંઈન બોલ્યા પણ મનમાં ને મનમાં કાંઈક પાકો નિર્ણય કર્યો. આ બાજુ હજુ તો
પેલા લોકો દુબાઈ પહોંચીને પોરો ખાય ત્યાંતો શાંતિભાઈ પોતાનું સુંદર વર્ષો જુનું
ઘર વેચીને સવિતાબેન સાથે પંદર દિવસની અંદર ગામ ભેગા થઈ ગયા. આ શું
થઈ ગયું એ સવિતાબેન વિચારી પણ ન શક્યા. ગામમાં સુંદર મજાનું ત્રણમાળનું
ઘર હતું. રાંધવાવાળી બાઈ રાખી લીધી. કામ કરવા માટેતો ‘મીઠી ‘વર્ષો જૂની તેમની
હતી. ઘર ચાલું જ હતું અવારનવાર શાંતિભાઈ સવિતાબેન સાથે મહિનો માસ રહેતા.
હવે તેમને કમાવા જવાનો પણ શોખ રહ્યો ન હતો. રજાની મજા માની મોહિત અને
મિતાલી પાછા ફર્યા. જુએ છે તો તેમના ઘરમાં કોઈ બીજુ કુટુંબ રહેતું હતું. મોહિત
અવાચક થઈ ગયો. ચારેય જણા ગામ જવા ઉપડ્યા.
શાંતિભાઈએ મોહિત અને મિતાલી માટે ઘર લેવાના પૈસાનો ચેક તૈયાર રાખ્યો હતો.
એક પણ અક્ષર બોલ્યા વગર મોહિતે ચેક લીધો પિતાની આંખમાં આંખ પરોવી તેને
સઘ્ળું સમજાઈ ગયું. મિતાલી આમાનું કશું પણ સમજવા અસમર્થ હતી.