જિવનમામ તારું કામ શું
કામ ક્યાં અરે નામ શું
તુજ વિણ જિવન વહેવાનુ
કદી નહી અટકવાનું
વનવગડે જઈ ભમવાનું
મનગમતા નગરે ફરવાનુ
જે મળે તેમા મહાલવાનું
મુસિબતોથી નહી ડરવાનું
અપશબ્દોથી નહી વિંધાવાનું
વાવાઝોડાથી નહી મુંઝાવાનું
અભય બનીને ફરવાનું
અપમાને મૌન પાળવાનું
સંજોગો સામે ઝઝુમવાનું
પ્રેમને આધિન થવાનું
તિરસ્કાર પામી મુસ્કુરાવાનું
પ્રયત્નોમાં તત્પર રહેવાનું
કુદરતનું ગાન સુણવાનું
કઠીન પરિસ્થિતી સુલઝાવાનું
જનમ સફળ કરવાનું
કિરતારનું સાંનિધ્ય માણવાનું
મૌનનું સંગીત સુણવાનું
અંતે મૃત્યુને આલિંગવાનું