જમણો હાથ May 23, 2007
Posted by pravinash in : ભજનો , trackback ઝાલો જમણો હાથ જો જો છૂટે ના સંગાથ
શ્રીજી હાથમાં લો હાથ
જગને દીધો હાથ છોડ્યો અધવચ્ચે સંગાથ
શ્રીજી હાથમાં લો હાથ
તમ પર છે વિશ્વાસ તેનો કરશો ના કદી ઘાત
શ્રીજી હાથમાં લો હાથ
અનેરો તારો હાથ ઝાલ્યો બન્યો ઘનેરો સંગાથ
શ્રીજી હાથ માં લો હાથ
લાંબી જગની વાટ તેમાં કાંટાની છે વાડ
શ્રીજી હાથમાં લો હાથ
હૈયે મૂકો હાથ શ્વાસે શ્વાસે છે સંગાથ
શ્રીજી હાથ માં લો હાથ
હાથોનો મિલાપ હ્રદયે ના રહ્યો વિલાપ
શ્રીજી હાથ માં લો હાથ


Powered By
Comments»
sundar bhajan !
ગાવાનું મન થઈ જાય તેવું ભજન છે.