Archive for May, 2007

દિલની વાત

May 22nd, 2007

images60.jpg

     મહોબ્બત  શું   માત્ર   દિલની   ધડકનનું   નામ   છે
     અરે દિલ ધડકે યા ન ધડકે એ તો સદા આબાદ છે
  

    કોણ મારું છે અને કોણ તમારું છે
    આ જગે સઘળું અંહી નુ અંહી છે
    જિવ્યા સુધી ભોગવો  આપણું છે
    મર્યા  પછી  ક્યાં શું  ઠેકાણું  છે

  
    લખી લખી કાગળ મોકળ્યો છે
    સરનામું  મંદિરનું   લખ્યું  છે
    સિક્કા સાથે  પાછો આવ્યો છે
    શું ઈશ્વર તેં  ઘર બદલ્યું છે?

   

     મતલબની  આ  દુનિયામાં  તારી  નાવ હંકારી જા
       ભેખડે આથડે  કે  ભૂકંપ તારી  મસ્તીમાં જીવ્યે જા
       યાદ  રહે  દિલ   સાફ રહે નેકી  હરદમ કરતો  જા
      સરતી જતી આજિંદગાની રેતમાં પગલાં પાડતો જા

     

     બેફામ જવાનીમાં બહેકવા દે
      મને  તેની  અડફટે ચડવા દે
      ઉગતી  કુંપળોને  હસવા   દે
      થાપટે ભાનસાન આવવા દે

વેદા

May 20th, 2007

images28.jpg

વેદા રે વેદા તને કોણ રે બોલાવે
આભલે છૂપાઈ તને ઇશારે સતાવે

સુરજના રથે ચડી ગગને ઘુમાવે
વાદળની સહેલ કરાવી ખિલ ખિલ હસાવે

ફુલોનાં રંગ ચોરી ગાલને સજાવે
તારા મઢીને તારી વેણી સજાવે

તારી મોહકતા મારા દિલને લોભાવે
ગાલથી ગાલ મિલાવી વહાલ વરસાવે

શ્વાસે શ્વાસે સ્નેહના તાર સંધાવે
દિલડાની ભાષા નિર્મળ આંખે સમજાવે

આજે પ્યારી વેદા ની પહેલી
વર્ષગાંઠ નિમિત્તે.
પ્રભુનાં ચરણોમાં

કહો જોઈએ

May 19th, 2007

images18.jpg 

રોજ સવારથી સાંજ  સુધી એક જ વાત. કમપ્યુટર દ્વારા જિવન ઘણું
 સરળ થઈ ગયું છે. દુનિયા દિવસે દિવસે નાની થતી જાય છે. અરે
 પણ જો ઈલેક્ટ્રીસિટી ખોરવાઈ જાય તો? યા તો બેટરીથી ચાલતું
 બેટરીનો પાવર ખતમ થઈ જાય તો?
   મને લાગે છે આખી દુનિયાનો કારભાર ખોરંભે ચડી જાય. ત્યારે
 જગત નિયંતા યાદ આવે. જેણે આપણને જન્મ લેતાંની સાથે ‘મગજ’
નામના કમપ્યુટરની  બક્ષીસ વણમાગ્યે આપી છે. નથી તેને જરૂર
 ઈલેકટ્રીસિટીની કે બેટરીની. જે ચોવીસ કલાક અવિરત ચાલ્યા કરે છે.
   તેમાં ગમે તેટલો ‘ડેટા’ ભરી શકાય છે. જૂની યાદો મન ફાવે ત્યારે
  તાજી કરી શકાય છે કે’ડીલીટ’ પણ કરી શકાય છે. કોઈ પણ યાદ
 ‘ઈરેઝ’ કરી ‘રીસાઈકલ’ બિનમાં મૂકી શકાય છે. તેના ‘ઇનપુટ’
 અને ‘આઊટપુટ’ પર સંપુર્ણ કાબૂ આપણાં હાથમાં છે.
   કમપ્યુટરની પ્રગતિ ઉપર ઇતરાતો માનવ ‘જગતના તાત’નો
 આભાર માનવો ન ભૂલે. કે જેને પ્રતાપે, જેના અર્પેલા મગજ દ્વારા
 ‘જ’ તેણે આ કમપ્યુટર બનાવ્યું છે. એ તો એક ‘બુધ્ધુ’ યંત્ર છે.
 તેને ચલાવનાર કુદરતની અર્પેલી મહાન શક્તિ નો પ્રતાપ છે. 
    

ધર્મને નામે વેપાર

May 18th, 2007

images1.jpg

  ધર્મ શું  છે  આ  જિવનમાં  કરી લે તું  વિચાર
   ધર્મ  ધર્મ ને  નામે  આજે  વણસ્યો છે વેપાર
                 માનવ ધર્મને સમજી અપનાવ
 માળા ફેરવી તિલક લગાવ્યું કર્યા ભજન બે ચાર
 વેદ ઉપનિષદ વાંચી સમજી કર્યા શ્લોક  અપાર
                માનવ  ધર્મને સમજી અપનાવ
 ધર્મ ને નામે ધતિંગ ઘણાંને ધુતારાઓ પ્રખ્યાત
 દેશ  વિદેશમાં ફરી  ફરીને  બને તે  માલામાલ
                 માનવ  ધર્મને સમજી અપનાવ
 માનવ વચ્ચે ભેદ ન  સર્જે  ધમે  સદા  આઝાદ
 નાનાં  મોટા  સાચા  ખોટા  અધર્મના   આકાર
                 માનવ ધર્મને સમજી અપનાવ
 જાગૃત પવિત્ર સત્ય સભર પ્રવર્તે ધર્મ નું રાજ
 આસક્તિ ત્યજીદે કર તું  હરદમ  સવળાં  કામ 
                માનવ ધર્મને સમજી અપનાવ
 અહંકાર ત્યાગી દંભ ત્યજી ભરરે નિંદરથી જાગ
 ભજ ગોવિંદમ ભજતું કૃષ્ણ ભજ તું રામનું નામ
                માનવ ધર્મને સમજી અપનાવ    

આ અમેરિકા

May 18th, 2007

images15.jpg

 ખૂબ માણ્યું  આ અમેરિકામાં
     ખૂબ પામી  આ અમેરિકામાં
       ખૂબ ખોયું   આ અમેરિકામાં
         જવાની વિતાવી આ અમેરિકામાં
           જિંદગીની સચ્ચાઈ જાણી આ અમેરિકામાં
             આગવું અસ્તિત્વ જાળવ્યું આ અમેરોકામાં
               પરિવાર વિસ્તર્યો આ અમેરિકામાં
                 મા ભારતને કદી ન વિસરી આ અમેરિકામાં
                    ગુજરાતીનું ગૌરવ જાણ્યું આ અમેરિકામાં
                      મરતાં દમ હિંન્દુસ્તાની રહીશ આ અમેરિકામાં
                        અમેરિકા પ્રત્યે વફાદારી હરપળ આ અમેરિકામાં

એક સેકંડ # ૨

May 17th, 2007

  ઍક સેકંડનું મહત્વ જિવનમાં ઓછું ન આંકશો. યાદ રહે એક એક સેકંડના સમુહને
   મિનિટ કહેવામાં આવે છે. જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ એક એક સેકંડથી
   બનતો સમયનો પ્રવાહ બને છે.
   એક સેકંડનો વિલંબ થાયને કેટલો મોટો આગગાડીનો અકસ્માત થાય છે. આપણે
   સહુ પરિચિત છીએ. પૂર ઝડપે ગાડી હાઈવે પર જતી હોય અને એક સેકંડ આંખ
    બંધ થઈ જાય. પરિણામની કલ્પના માત્ર ભયંકર છે. એક સેકંડ મોડા પડવાથી
    કેટલી વાર બસ ગુમાવવી પડી છે.
     ઓપરેશન ટેબલ ઉપર દર્દી સૂતો હોય અને એકજ સેકંડ ડૉક્ટરનું ધ્યાન ચલિત
     થાય ત્યારે કેવું હ્રદય દ્રાવક દ્રશ્ય સરજાતું હોય છે.
     જિવનમાં કશાનું મહત્વ ઓછુ ન હાંકવું.પછી તે એક સેંકડ હોય, એક કણ હોય.
  કે પછી પાણીનુ બિંદુ હોય. પૈસાદારનો નબીરો હોય કે સાધારણ વ્યક્તિ. કોઈ વસ્તુ
  યા વ્યક્તિ નાના નથી. ગમે તેટલો ધનિક કેમ ન હોય. સોના ચાંદીના ફાકા નહી
  મારે. તેને ખાવા માટે દાળ, ભાત, રોટલીને, શાક જ જોઈશે. મોંઘા દામની
  પથારી ઉંઘ ખરીદી નહી શકે. એક સેકંડની મહત્વતા સમજી તેનો આદર કરવો
  અનિવાર્ય છે.

ખબર ન હતી

May 17th, 2007

camxk74x.jpg

     તારી હાજરીમાં દિલને વ્યથાની  ખબર ન હતી
     પૂનમનો ચાંદ  ઉદાસી  લાવશે   ખબર ન હતી
     અમાસની અંધારી રાત ભાવશે  ખબર ન હ્તી
     હોળીનાં  રંગ  વિચિત્ર  ભાસશે     ખબર ન હતી
     કેદારની  ટેકરી  સાદ  સુણશે       ખબર ન હતી
     દિવાળીની રાત્રી યાદો લાવશે  ખબર ન હતી
     બાળકોનો નિર્મળ પ્યાર વહેશે   ખબર ન હતી
     માવડીની ગોદમાં હુંફ  મળશે    ખબર ન હતી
     લખવા બેસતાં કાવ્ય  લખાશે   ખબર ન હતી  

ચતુરાઈ

May 16th, 2007

caojkj9u.jpg

    આજે નાના દિકરાને શાળામાં દાખલ કરવા
     જવાનું નક્કી કર્યું હતું. ગાડીમાં જતાં થયેલો
      વાર્તાલાપ સાંભળો.

   પાપાઃ     આજે નોકરી પરથી વહેલો નિકળ્યો.
          આશા છે રાજનું રજીસ્ટ્રેશન સમયસર
                 થઈ જાય.
   મમ્માઃ      મારે આજે સાંજના નોકરી પર જવું
                  પડશે. રજીસ્ટ્રેશન માટે મેં મારા
                  કામનો સમય બદલાવ્યો.
      શાળામાં બહાર વેઈટિંગ રૂમમાં બેઠા હતા.
   વારો આવ્યો એટલે ઓફિસમાં ગયા. ઈન્ટરવ્યુ
     ચાલુ થયો. શરૂઆતમાં પરિચય વિધિ પતાવ્યો.

    પ્રિન્સિપાલ રાજ તરફ ફરીને બોલ્યા.
   રાજ તે વખતે ચાર વર્ષનો હતો.
          Raj  How are you?
   Raaj I am fine thank you.
   Principal: What does the secretary do?
   Raaj:  Registretion.
  
   Principal, me and my husband were surprised
      how did such a small child use such a big
      word at the right time, pronounce it correctly
      too. Principal was amazed and gave him the
      admission immediately.

         પાછાં જતા ગાડીમા અમે વિચાર કરવા લાગ્યા. અચાનક મારા પતિ
       બોલી ઉઠ્યા આપણી વાત રાજે સાંભળી  તેણે શબ્દ યોગ્ય વખતે વાપર્યો.
       અને અમે બંને રાજની ચતુરાઈ પર ખુશ થઈ ગયા

સરલ-મુશ્કેલ

May 15th, 2007

caqwrlsu.jpg

 સરલ-      ઠોકર વાગે ત્યારે પડી જવામા.
 મુશ્કેલ-      પડી ગયા પછી હસતાં ઉઠવામા.

 સરલ-      નોંધપોથીમાં સરનામું દાખલ કરવું.
 મુશ્કેલ-      કોઈના દિલમા દાખલ થવું.

 સરલ-       ગેરસમજૂતી ઉભી થવી.
 મુશ્કેલ-       ઉભી થયેલી ગેરસમજૂતી સુલઝાવવી.

 સરલ-        વિચાર કર્યા વગર બોલવું.
 મુશ્કેલ-        વિચારીને મૌનનું ધારણ કરવું.

 સરલ-         કોઈને માફી માપવી.
 મુશ્કેલ-         દિલથી માફી આપવી.

 સરલ-          કોઈના દોષ તરફ આંગળી ચીંધવી.
 મુશ્કેલ-          કોઈના ગુણની પ્રશંશા કરવી.

 સરલ-           કોઈને હેરાન કરવું.
 મુશ્કેલ-           કોઈના પ્રત્યે સહાનુભૂતી દાખવવી.

 સરલ-           પોતાના વર્તનને સુધારવાનો વિચાર.
 મુશ્કેલ-           એ વિચારને અમલમાં મુવાનો.

 સરલ-           કોઈને નીચું દેખાડવું.
 મુશ્કેલ-           કોઈના પ્રત્યે માન દર્શાવવું.

 સરલ-           કોઈની ખામી પ્રત્યે અંગુલિનિર્દેશન
 મુશ્કેલ-           તેના ગુણની પ્રશંશા.

 સરલ-           કોઈની હાંસી ઉડાવવી.
 મુશ્કેલ-           પોતાની હાંસી સહન કરવી.

 સરલ-           આસાન રસ્તા પર ચાલવું.
 મુશ્કેલ-           વિકટ રસ્તા પર કેડી કંગારવી.
 
  સરલ-           રંગીન ચશ્માથી દુનિયા નિહાળવી.
 મુશ્કેલ-           નરી આંખે દેખાય તેની અવગણના.

 સરલ-            જિવનમાં સફળતા હાંસલ કરવી.
 મુશ્કેલ-            એ સમયે સમતાનું ધારણ કરવું.

 સરલ-            જિવન પ્રેમે જીવવું.
 મુશ્કેલ-           અંત સમયે ધૈર્ય ધારણ કરવું.

દિકરી

May 14th, 2007

images65.jpg

     માતૃદિનની ઉજવણી સરસ રીતે થઈ. બંને બાળકોનો પરિવાર સુહાનો
  જોઈ  અંતર  આનંદે  છલકાઈ  ઉઠ્યું.  માતાની  સુનહરી  સ્મૃતિ દિલમાં
  સળવળાટ   કરતી  ઊભી  થઈ  ગઈ.  માતાને  ક્યારે  વિસારું  છું એજ
  એક  પ્રશ્ન  છે?    દિકરી છું  તેથી  દિકરીના  દિલની  હર  વાતથી,  હર
  ધડકનથી  પરિચિત  છું.  મા  તારી  સાથે  ગાળેલાં  એ  દિવસો  વળી
  વળીને  તારી  યાદ  તાજી  કરાવે  છે.  ‘તું આવી’  બસ  એ  બે શબ્દો
  માં તારું હૈયું આખું ઠલવાઈ  જતું હતું.  તને  મળવા,  તારું  સાંનિધ્ય
  માણવા દર વર્ષે અમેરિકાથી દોડી આવતી હતી.
        મા તું જ્યાં હો ત્યાં, ના, ખબર છે તું તો ઠાકોરજીની સેવામાં છો.
 ખૂબ આનંદથી રહેજે. મારું અસ્તિત્વ એ તો તારી કૃપા નો પ્રસાદ છે.
          તારી  દિકરી   

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.