Archive for January, 2011

આજની જોક

January 31st, 2011

ટીકલુઃ હેં પાપા તમે ઓફિસથી મોડા આવો પછી થાકી

             નથી જતા ?

પાપાઃ હા બેટા થાકી તો જવાય છે પણ શું કરું, તું કહે.

ટીકલુઃ તમે પણ મમ્મીની જેમ માથુ દુખે છે તેમ કેમ

             નથી કહેતા.

પાપાઃ કારણ હું મમ્મી નથી ,પાપા છું.

વાંચો અને વિચારો

January 27th, 2011

વાંચો અને વિચારો

પૈસાવાળાને કહો કફનને ખિસા હોતા નથી.

રાજકરણીઓને કહો ખુરશી છે તેથી તમને માન છે.

ગરીબોને કહો ‘વચને કિં  દરિદ્રતા’

પ્રેમ ભલે આંધળો હોય, પ્રેમીની આંખે નિહાળો.

જીભ અંકુશમા જગત વશમા

મૌનનું સંગીત બધિરને પણ સંભળાય

અભિમાનથી પડતી, અસ્મિતાથી ચડતી

આધેડ ઉંમરે ગાંઠો છોડો નવી વાળો નહી.

સગા પસંદગીથી નહી ઇશ્વર કૃપાથી પ્રાપ્ત થાય છે

“મા” જીવતા જાગતા ઈશ્વરની પ્રતિકૃતિ

૨૬મી જન્યુઆરી

January 25th, 2011

ભારતનો પ્રજાસત્તાક દિવસ, ૨૬મી જન્યુઆરી.  આજકાલ કરતા

૬૨મી વર્ષગાંઠ આવી ગઈ. બાળપણ વિત્યું , જવાની ગઈ અને

પ્રૌઢાવસ્થાને આરે આવીને ઉભા છીએ.

      પ્રગતિ ઘણી કરી. ખૂબ લાંબી મજલ કાપી. છતાંય સામાન્ય

માનવીની હાલત જોતા આંખમા ઝળઝળિયા આવી જાય છે. દરેક

ક્ષેત્રે આપણે લાંબી મઝલ કાપી છે. જેવાકે આધુનિકતા, વિજ્ઞાન,

ખેતીવાડી, નિકાસ, વિ.વિ.

         કિંતુ આપણા દેશમા પ્રસરેલી  લાંચરુશ્વતની બદી જોઈને હૈયે

અરેરાટી વ્યાપી જાય છે. દેશનો વસ્તી વધારો, દેશમા ગરીબોની

કરૂણાજનક  પરિસ્થિતી, સામાન્ય નાગરિકમા, નાગરિકતાનો અભાવ.

      હા, પ્રજાસત્તાક દિવસની ઉજવણી થશે. સારા ભારતમા આજે રજા

હશે. આનંદની હેલીમા લોકો ગાંડા થશે. કિંતુ ‘ખોખલું ‘ તંત્ર જોઈને નિંદ

હરામ થઈ જાય છે. કાંદા ૬૦ રૂ. કિલો. એક લાખ એંસી હજાર પોલિસ

મુંબઈ શહેરમા છે. એક લાખને રહેવા ઘર નથી. આવા સમાચાર વાંચીને

થાય કે પછી એ હવાલદાર પૈસા ન ખાય તો શું ઈમાનદાર હોઈ શકે?

        સારાય દેશમા જગ્યાના ભાવ આસ્માનને છૂએ છે. સરકાર જ્યારે મકાન

બાંધે છે ત્યારે કોના માટે હોય છે અને ખુરશીની શેહમા કોણ ખરીદે છે?  વગર

પરવાનગીએ મોટા મોટા તોતિંગ નજર સમક્ષ દેખાય છે. બસ પૈસા ખવડાવ્યા

નથી અને કામ થાય છે.

    ‘પૈસો ‘ જીવન જરૂરિયાત માટે છે. હવે તો પૈસો છે તો જીવન છે. અબજો રૂ.ના

કૌભાંડો , રોજ નવા પ્રકરણ, ખુલ્લેઆમ લોકોના ખૂન કરી સમાજમા ફરતા વરૂ.

       ૨૬મી જાન્યુ. કશું જ ન બને તો માત્ર થોડો આત્મા ઢંઢોળી અંતરમા નજર

નાખી તેનું વરવું દર્શન કરીએ તો પણ ઘણું છે.   બાળપણમા શાળાનો ગણવેશ

પહેરી, સફેદ બુટ અને મોજા, માથામા સફેદ રીબીન બે ચોટલા વાળી ધ્વજ્વંદન્મા

ભાગ લેવા જતી એ દૃશ્ય આજે પણ નજર સમક્ષ તરવરે છે.

      ૬૨મો પ્રજા સ્ત્તાક દિન સહુને મુબારક.

  દેદી હમે આઝાદી બિના ખડગ બીના ઢાલ

   સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ.

    જય હિંદ

ઝુકી ગઈ

January 23rd, 2011

કહેવાય નહી સહેવાય નહી શું વાત થઈ

નજર્યું  મળી ન મળી ત્યાં ઝુકી ગઈ

અંતરમાંથી લાગણીઓ વછુટી રહી

હાથના સ્પર્શે સ્પંદનો માણી રહી

હ્યદયના તેજ ધબકારા સુણી રહી

પગની પાની એકીટશે  નિરખી રહી

ગગનના અગણિત તારા ગણી રહી

સાગરની બુંદોની ભિનાશ માણી રહી

પક્ષીઓનો મધુર કલરવ સુણી રહી

વનરાજીના વૃક્ષોની છાયામા પોઢી ગઈ

મનના અતલ ઉંડાણમા

January 21st, 2011

      ૯૧ વર્ષના મનુભાઈએ  જ્યારે બારીએથી પડતું મેલ્યું ત્યારે દિલમા

 હાહાકાર મચી ગયો.. દસ દિવસના અંદર એવું તો શું બન્યું હશે કે

આવો ગમખ્વાર બનાવ બન્યો.

       ૯૧ વર્ષના મનુભાઈ જીવી જીવીને કેટલું વધારે જીવત ?  હા, મણી

માસીના ગયા પછી એકલતા તેમને ખાઈ જતી હતી. કોઈ શોખ હતા નહી.

બાળકો પાંખ આવતા ઉડી ગયા હતા તેથી ઘરમા રામ એકલા હતા. ખાવા

પીવા માટે ટિફીન બંધાવ્યું હતું.  બાજુવાળી સ્વાતિ સવારે  મસ્ત આદુ

અને મસાલાવાળી ચા પિવડાવતી. બદલામા મનુભાઈ ખૂબ ઘસાતા. જેથી

એમને ચા પીવી અડવી ન લાગે. મનના અતલ ઉંડાણમા  શું ચાલી રહ્યું

હશે. દિકરો વહુ માંડ પાંચ  મિનિટ દૂર રહેતા. સમાચાર સાંભળીને દોડી

આવ્યા.

     લાશ પડી હતી. માથું છુંદાઈ ગયું હતું. સાતમે માળથી પડ્યા હતા.

આંખોને દૃશ્ય જોતા લાજ આવતી હતી. પણ ખેર હવે શું વળવાનું હતું.

નાનકડી સ્નેહા દાદા ની હાલત જોઈ ન શકતા આંખમીંચીને ઉભી હતી.

બાળમાનસની કલ્પના બહારનું આ દૃશ્ય હતું. દાદા તેને ખૂબ જ વહાલા

હતા. કેમ ન હોય ? દાદા પ્યાર આપતા અને રોજ નવી સુંદર વાર્તા અચૂક

કહેતા.

    ધિરજ અને રજની માની ન શક્યા. દરરોજ ચાપીને નાહી ધોઈ સેવા કર્યા

પછી પિતાજી તેમને ઘરે આવતાં. એષા સાથે રમવું, સરસ વાર્તા કહેવી એ

એમનો રોજનો કાર્યક્રમ હતો.  દિકરો વહુ નોકરી કરે તેથી જમવાની પળોજણ

પણ રાખી ન હતી.

       છેલ્લા દસ દિવસથી તેમના મોઢા પરનું નૂર વિદાય લઈ ગયું હતું. દિકરી

પરદેશ અને દિકરો દિલ્હીમા. ધિરજ અને રજની ગામમા અને નજીક હતા. કદી

કોઈની આડે ન આવતા. સ્વમાનભેર જીવન જીવ્યા હતા. મણી માસીના ગયા

પછી એકલતા અનુભવતા હતા.

         જે દિવસે પડતુ મેલ્યું ત્યારે સવારે દિકરી સાથે અમેરિકા વાત પણ કરી

હતી. દિકરી એટલે આંખનો તારો. નાનો દિલ્હીમા સરકારી નોકરી કરતો હતો.

દરરોજની આદત પ્રમાણે નાહી ધોઈને પુજાપાઠ આટોપ્યા . છેલ્લા દસ દિવસથી

સમાચાર પત્રમા રોજ નવા કાંડનો ભાંડો ફૂટવાના સમાચાર વાંચતા અને દુખી

થતા.

ગુજરાત સમાચારના પહેલા પાને તેમના કુલાંગાર નો ફોટો હતો. નીચે લખ્યું

હતું. ૧૬ વર્ષની  “આન્યા” પર થયેલો બળાત્કાર.———-

ઉતરાણ

January 14th, 2011

  અરે આજે ૧૪ મી જાન્યુઆરી, ઉતરાણ છે. હજુ શું  ઉંઘો છો.

ભુલી ગયા આ વખતે ઉતરાણ ૧૫મી એ છે.

પતંગ ચગાવવાના રસિયા અંબુભાઈ નોકરી પરથી અડધો

દિવસ રજા લઈ ઘરે માંજો, ફિરકી અને પતંગ નો ઢગલો લઈ

આવી પહોંચ્યા. રસોડામા અંબિકા તલના લાડુ બનાવી રહી

હતી. અંબુભાઈ પતગ ઉડાડે અંબિકા ફિરકી ઝાલે અને અમી

તથા અનુપ સહેલ માણે.

   વહેલી સવારે ઉઠી અંબિકાએ ઉંધિયું બનાવ્યું. પૂરી, જલેબી

બધું સાથે લઈને અગાશી ઉપર પહોંચી ગઈ. અમી અને

અનુપ પણ નાની ફુદડી લઈને આવી પહોંચ્યા.

            અંબુભાઈ તો ઉપરા ઉપરી પતંગ કાપે અને આખું

કુટુંબ મોજ માણે. ખાવાપીવાનો પણ જલસો હતો. એવામા

એક પંખી ઘવાઈને નીચે પડ્યું. અંબિકાએ ફિરકી ફેંકી અને

તરફડાટ કરતાં પંખીની માવજત કરવા લાગી. અંબુભાઈએ

પણ પતંગ ચગાવવાનું બંધ કરી. અંબિકાની મદદે ધાયા.

                  પંખીના મોઢા પરની અહોભાવની ભાવનાએ અંબિકાને

હલાવી મૂકી. ધીરેથી કહે હવે પતંગ ચગાવવાના બંધ. આજના

દિવસે આજુબાજુમા. આડોશપાડોશમા જ્યાં જ્યાં પક્ષીઓને

દુખ પહોંચશે ત્યાં હું પહોંચીશ. આમેય બે બાળકની મા અને

વ્યવસાયે નર્સ.

          બાળકોને ખવડાવી અંબુભાઈને જવાબદારી સોંપી અંબિકા

નિકળી પડી ઘવાયેલ પંખિડાની સારવાર કાજે.  આ વખતની

ઉતરાણ તેણે ખૂબ સુંદર રીતે ઉજવી. મૂક પક્ષીઓની વેદના

તેનાથી સહન ન થઈ

કિરતાર

January 8th, 2011

        ગીર્દીમા ખોવાઈ જવાય. સમુહમા એકલતા અનુભવાય.

         અંતરમા ડૂબકી મરાય. શાંતિના પરવાળા પમાય.

          આત્માના ઓજસ પથરાય, મૌનનું સંગિત સુણાય

          કિરતાર,  લાગે છે ત્યારે તારી ઝલક જણાય

કહેશો ના મુજને ઢ

January 5th, 2011

કહેશો ના મુજને ઢ

હું નથી અ ભ ણ 

મને આવડે છે ક ખ ગ

વતન મારું ક ર મ સ દ

મારું નામ છે મ ગ ન

મારા પિતા છે મ ફ ત

મારો ભાઈલો છ ગ ન

મારી માતા છે  સ ર લ

બહેની કરે મારું જ ત ન

સુંદરીની સાથે કર્યું લ ગ ન

આપ્યું જીવ્યા મર્યાનું વ ચ ન

વેપલા કાજે છોડ્યું વ ત  ન

આવી વસ્યો અ હ મ દ ન ગ ર

માલ સામનની મુજને પ ર ખ

લક્ષ્મીની છોળે બન્યો સ બ ળ

ભલે તબિયત મારી ન ર મ

સદા કરું પ્રભુને ન મ ન

સુતા પહેલામ કરું ભ જ ન

કઠીન રસ્તે કરું સદા ગ મ ન

 પંથનું  અંતિમ ચરણ મ ર ણ

 

 

 

દહેજ

January 4th, 2011

દહેજ સમાજનું દૂષણ

નારી સમાજનું ભૂષણ

કોણ કરે સહુનું પોષણ ?

કોણ કરે બચ્ચાનું રક્ષણ ?

સમાજ કરે તેનું શોષણ

તેના આત્માનું ભક્ષણ

દહેજના વરવા લક્ષણ

પ્રથા મિટાવો તત્ક્ષણ

જગજનની સ્ત્રી આભૂષણ

તારી આંખનો અફિણી

January 3rd, 2011

તારી આંખનો અફિણી તારા બોલનો બંધાણી

તારા રૂપની પૂનમનો પાગલ એકલો

       આ અતિ સુંદર, યાદગાર ગીત ના રચયિતા

 શ્રી દિલિપ ધોળકિયા  આપણી .વચ્ચેથી વિદાય

પામ્યા છે. આ અમર ગીત દ્વારા તેમના જીવનની

સુવાસ સદા મૌજુદ રહેશે.

   એક બચપનની મસ્તી યાદ આવે છે. તે સમયે

અમે ગાતા

  ” તારો બાપ છે બંગાળી તારી મા છે મદ્રાસી

   તારો દિકરો છે થાણાનો પાગલ એકલો”

     પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.