jump to navigation

સફળતા- શંકા January 31, 2007

Posted by pravinash in : ચિંતન લેખ , 1 comment so far

images10.jpgimages1.jpg 

 સફળતા-    સફળતા અથાગ મહેનતનું ફળછે.
    શંકા    -    શંકા અવિશ્વાસનું  ફળ છે
    
      સફળતા-    સફળતા હોય ત્યાં શંકાને  સ્થાન નથી.
    શંકા   -    શંકા હોય ત્યાં સફળતા ઢૂંકતી નથી.

    સફળતા-    સફળતાના પાયા પર રચાયેલ ઈમારત
                       ભવ્ય દીસે છે.
    શંકા    -    શંકાના ખોખલા પાયા પર ચણાયેલ ઈમારત
                       પવનનો ઝોકો પણ સહન કરી શક્તી નથી.

    સફળતા-    સફળતા ખુદ ઓસડ છે.
    શંકા   -     શંકાનું ઓસડ વિશ્વાસછે.

    સફળતા-    સફળતા મેળવ્યા પછી જીરવવી અઘરી છે.
    શંકા   -     શંકા થયા પછી નાબૂદ કરવી નામુમકીન છે.

    સફળતા-    સફળ્તાની ચાવી સમતા, શ્રદ્ધા અને સતત પ્રયત્ન છે.
    શંકા    -    શંકાની જનેતા સ્વમાં રહેલ અવિશ્વાસ.

    સફળતા-    સફળતા હોય ત્યાં સ્વાર્થ ટકી શકે નહીં.
    શંકા    -    શંકા સ્વાર્થનો ગઢ મજબૂત બનાવે.

    સફળતા-    સફળતા જીવનમાં કિરતારનો ખૂબ ખૂબ આભાર.
    શંકા   -     એજ કિરતારની પ્રેમ ભરી સહાય શંકા દૂર કરવામાં.

પસ્તાવો- કલાપી

Posted by pravinash in : ગમતા કાવ્યો , 1 comment so far

images42.jpg

તે હૈયાની ઉપર નબળા હસ્તથી ઘા કર્યો’તો
તેમાં લોહી નિરખી વહતું ક્રૂર હું તો હસ્યો’તો!
એ ના રોયું,તડફડ થયું કાંઈ ના કષ્ટથી એ,
મેં જાણ્યું કે જખમ સહવો રહેલ કરનારને છે!

કિન્તુ નિદ્રા મુજ નયનમાં ત્યારથી કાં ન આવી?
રોતું મારું હ્રદય ગિરિ શા ભાર નીચે દબાઈ!
રે રે! તે ઘા અધિક મુજને મ્રુત્યુથી કાંઈ લાગ્યો,
એ અંગારો મુજ જિગરનાં મૂળને ખાઈ જાતો!

કેવો પાટૉ મલમ લઈને બાંધવા હું ગયો’તો!
તે જોઈને જખમી નયને ધોધ કેવો વહ્યો’તો!
એ અશ્રુ, એ જખમ, મુખ એ, નેત્ર એ, અંગ એ એ
બોલી ઉઠ્યાં પરવશ થયાં હોય સૌ એમ હેતેઃ-

“વ્હાલાં! વ્હાલાં! નવકરીશ રે! કાંઈ મ્હારી દવા તું!
“ઘા સહનારું નવ સહી શકે દર્દ તારી દવાનું !
“ઘા દે બીજો! અગર મરજી હોય તેવું કરી લે!
“તારું તેનો જરૂર જ, સખે પૂર્ણ માલિક તું છે.”

ત્યારે કેવાં હ્રદય ધડક્યાં સાથ સાથે દબાઈ!
વ્યાધિ તેની, મુજ જિગરની પૂર્ણ કેવી ભૂલાઈ!
ઘા રૂઝાયો, સમય બહુ એ ક્રૂર ઘા ને થયો છે,
તોયે તેનું સ્મરણ કરતાં નેત્ર ભીનાં વહે છે!

હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે,
ઓહો! કેવું સ્મરણ મધુરું પાપનું એ ધરે છે!
માફી પામ્યું કુદરત કને એમ માની ગળે છે!

રાજ્યોથી કે જુલમ વતી કે દંડથી ના બને જે
તે પસ્તાવો સહજ વહતાં કાર્ય સાધી શકે છે!
હું પસ્તાયો, પ્રભુ પ્રણયીએ માફી આપી મને છે,
હું પસ્તાયો, મુજ હ્રદયની પૂર્ણ માફી મળી છે.

‘કલાપીનો કેકારવ’માંથી સાભાર

શું થઈ ગયું? January 30, 2007

Posted by pravinash in : કાવ્યો , 1 comment so far

cak9angh.jpg 

  શું થવાનું હતું ને શું થઈ ગયું
          શું કહેવું હતું ને શું કહેવાઈ ગયું
          શું મેળવવું હતું ને શું મળી ગયું
          કેડી પર ચાલવું હતું ને વનમાં જઈ ચડી
          ભોમિયા વિણ ભમવું હતું ભૂલી પડી ગઈ
          ઝરણા જેમ વહેવું હતું વેરાન થઈ ગઈ
          હિમાચ્છાદિત શિખરે થીજવું હતું પિગળી ગઈ
         મહાસાગરે મહાલવું હતું કિનારે પહોંચી ગઈ
         આભલે ઉડવું હતું ધરતી પર પટકાઈ પડી
         ભ્રમરગીત ગાવું હતું ફૂલે બિડાઈ ગઈ
         ગુલાબ થઈ મઘમઘવું હતું વેણીમાં ગુંથાઈ ગઈ
        સાથી સંગે વિહરવું હતું એકલી અટૂલી થઈ ગઈ
         ઈશને પામવો હતો ઈશમય થઈ ગઈ

શામાટે January 29, 2007

Posted by pravinash in : ટુંકી વાર્તા , 1 comment so far

 images46.jpg

        શરણાઈ ના સૂર રેલાઈ રહ્યા હતા. લગ્નની મઝા સહુ પ્રેમે માણી રહ્યા હતા.
   વરરાજાને જોવા સહુ     હરખઘેલાં થઈ ગયા હતા. સ્વભાવિક છે કે વરરાજાને જોવા કન્યાપક્ષવાળા અધીરા    બની ગયા હોય. એમાંય જ્યારે અમેરિકન નબીરો ઘોડે ચડી પરણવા આવ્યો હોય.
     એમ્.બી.એ. ભણેલો  જનક જ્યારે ઝરણાંને પરણ્યો ત્યારે ઘણા તેની અદેખાઈ
     કરી રહ્યા હતા. અમેરિકાનો નાગરિક હોવાથી મહિનામાં તો તે ઝરણાંને લઈ પાછો આવી
     ગયો. તેને ખબર પડતી ન હતી ઝરણાં ખુશ છે કે નહીં. નવી નવેલી દુલ્હન અમેરિકામાં
      ગોઠવાવાનો પ્રયત્ન કરી રહી હતી. જનકની કાકાની દિકરી સાથે ખરીદી કરવા હોંશે હોંશે
      જતી.
      આવ્યાને બે અઠવાડિયા ક્યાં પસાર થઈ ગયા ખબર પણ ન પડી. જનક માબાપનો
     એક્નો એક દિકરો હતો. આવતા અઠવાડિયે ભવ્ય સત્કાર સમારંભ રાખ્વાનું નક્કી થયું.
   જનકની આવક સારી તેમાં વળી માબાપ નો સાથ સરસ મઝાનું ઘર હતું.
     બધુંજ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું હતું. સુંદર આયોજન જોઈને મહેમાનો પણ
     મોઢામાં આંગળા નાખી ગયા. થાક્યા પાક્યા બધા ઘરે આવ્યા. જનક અને ઝરણાં
     રાતે મેરિયાટમાં રોકાયા. સવારનાં પહોરમાં રૂમ સર્વિસવાળાએ દરવાજો ખટ્ખટાવ્યો
     ત્યારે ઝરણાંએ હાથમાં લોહી નિગળતો છરો લઈને દરવાજો ખોલ્યો!
      શામાટે? 

અનેરા

Posted by pravinash in : કાવ્યો , add a comment

images52.jpg

નાના નાના બાળ અમે દીસે નાનેરા
સારા જગથી નોખાં અમે છીએ અનેરા
નાની નાની ખુશીને નાની અમારી માગણી
હૈયે અમારે ભરી છે પ્રેમ અને લાગણી
પ્યારથી કહેશો તો તુમ પર વારી જઈશું
તમને મન દીધું છે દિલડું દઈ દેશું
માલમલીદા મોટરગાડીની અમને ના ખેવના
મુખપર ખીલે હાસ્ય પ્યારની છે ભાવના
સ્વપના અમારા સુંદર કરીશું સાચુકડાં
પૂરાં કરીશું હોલે હોલે અમે બટુકડાં
નિર્દોષ અમારું સ્મિત તેમાં છલકે છે પ્યાર
ધીરે ધીરે થઈશું મોટા વાર ન થાય લગાર
હસતાં રમતાં ભણશું ઉન્નત મસ્તકે જીવશું
નાનેરા ભાઈ નાનેરા અમે દીસે અનેરાં

પૂજ્ય બાપુને સાદર પ્રણામ January 27, 2007

Posted by pravinash in : કાવ્યો , 2 comments

gandhiji.jpg 

ગાંધીબાપુનું પ્યારું નામ માત્ર રટવાથી નહી ચાલે કામ
   ગાંધીબાપુનો સાદ સુણો તેમના આદેશેનું પાલન કરો
                    આ જીવનમાં તેને ઉતારો
               જયહિંદ જયહિંદ પ્રેમે કહો
                હિંદુ હિંદુ એક રહો
   દેશ કાજે કાંઈ કરી છૂટો જીવન સફળ કરવાને ઝૂટો
   સુંદર જીવન મેળ્વ્યું છે આજ ક્યારે કરીશું તેનો ઉધ્ધાર
                 જયહિંદ જયહિંદ પ્રેમે કહો
                 હિંદુ હિંદુ એક રહો
    આઝાદ ભારત છે આપણું આજ આઝાદીની રક્ષાને કાજ
    વિદેશમાં રહીને ભૂલો ન આજ જીવનમાં અગત્ય દેશનું સ્થાન
                જયહિંદ જયહિંદ પ્રેમે કહો
                હિંદુ હિંદુ એક એક અહો
    યુવાનોના પથદર્શક બનો ગરીબીનો પ્રશ્ન સરલ કરો
    લાંચરુશ્વતની બદી દૂર કરો ઉંચનીચનાં ભેદ ભૂલો
                  જયહિંદ જયહિંદ પ્રેમે કહો
                   હિંદુ હિંદુ એક રહો
     સત્ય અહિંસાથી પ્રેરણા ગ્રહો ચારિત્ર્ય સદા ઉજળું સેવો
     કાલે આવ્યા કાલે જઈશું તમામ જગત નિયંતાનો આભાર માનો
                    જયહિંદ જયહિંદ પ્રેમે કહો
                     હિંદુ હિંદુ એક રહો 
  

૨૬મી જાન્યુઆરી મારો ભારત દેશ January 25, 2007

Posted by pravinash in : કાવ્યો , 2 comments

flag-india1.gif
જ્યાં માનવ જીવન સજી રહ્યું છે
      ભારતમાને ચરણે
  એ  ભારત દેશ છે મારો
  જ્યાં સંસ્ક્રુતિનાં ગાણા ગાતી
      વેદ ઉપનિષદની વાણી
   એ ભારત દેશ છે મારો
  જયાં આશા ઉમંગો ધરતીમાના
       કણ કણમાં પથરાયા
  એ ભારત દેશ છે મારો
  જ્યાં સત્ય અહિંસા કર્મ ભક્તિનાં
       પ્રકાશ છે રેલાયા
   એ ભારત દેશ છે મારો
    જ્યાં નિર્ભયતાની મશાલ દ્વારા
        શ્રધ્ધાના અમ્રૂત  પાયા
    એ ભારત દેશ છે મારો
   જ્યાં સ્વાભિમાનની શક્તિ દ્વારા
      જ્ઞાનની વરસે ધારા
    એ ભારત દેશ છે મારો
   જ્યાં સરળતાનાં આંધણ દ્વારા
       પ્યારનાં પિરસે  ભાણાં
   એ ભારત દેશ છે મારો
       સૌને પ્રજાસત્તાક દિવસની વધાઈ
                જયહિંદ
    

પૂછજે

Posted by pravinash in : કાવ્યો , add a comment

cat-with-flower.jpg 

   સર્જનતાનો  આનંદ કલાકારને તું પૂછજે
           આનંદની મધુરતા પ્રેમેથી  પૂર્ણ  કરજે
           આનંદમય  કર્મ ભક્તિ વગર અધૂરું
           ગોકૂળની કાનલીલા ગોપીઓના પ્રેમે પૂરી
           ભક્તિવગરનું  કર્મ પાણી વિનાની મછલી
           સમન્વય બંનેનો વસંત જાણે  ખીલી
           આનંદ અને પ્રેમ સિક્કાની બે છે બાજુ
           શરીર રૂપી વનનું મધુવનમાં પરિણમવું
           જ્ઞાન સભર ભક્તિ પુલકિત કર્મ દ્વારા
           કર્મ ભક્તિ સોહે જ્ઞાને આનંદના ઊઠે નારા
           સફળતા જીવનમા ત્રિવેણી સંગમ સાધ્યો
           માધુર્યનું પ્રાગટ્ય જીવનનો મર્મ  લાધ્યો
            

મરણ

Posted by pravinash in : કાવ્યો , 2 comments

geometry-of-death.jpg 

તારા આગમનનો ના કોઈ અણસાર
       તને ભેટીને જીવન રિસાય
           તારું આવવું અનિશ્ચિત છે
       આજે કે કાલે સવારે કે સાંજે
       વરસાદ ઠંડી કે બળતે બપોરે
          તારૂં આવવું અનિશ્ચિત છે
       ઉઘાડી બારીએ કે બંધ દરવાજે
       પવન પાલવડે કે વિજળીના વેગે
           તારું આવવું અનિશ્ચિત છે
        તને પામીને મુક્તિ મેળવાય
        સંકલ્પો વિકલ્પો દૂર થાય
           તારું આવવું અનિશ્ચિત છે
        જીવન સંગે નો તારો પરિચય
        મોટા જ્ઞાનીઓથી ના કળાય
            તારું આવવું અનિશ્ચિત છે
         તારા મહિમાની ચર્ચા થાય
         સપ્રેમે જીવનનાં મોલ ભણાય
              તારું આવવું અનિશ્ચિત છે

હુંકાર

Posted by pravinash in : કાવ્યો , add a comment

અહંકાર નો હુંકાર તું મનમાંથી કાઢ
    મનમાંથી કાઢ તારા ચિત્તમાંથી કાઢ
     અહંકારનો વિકાર તારો રૂંધશે વિકાસ
     રૂંધશે વિકાસ તારો કરશે રકાસ          અહંકારનો—-
   અહંકારનાં પ્રકાર અગણિત ચિક્કાર
     બુધ્ધિ પ્રતિભા કાર્યદક્ષતાનો પુકાર       અહંકારનો—–
   દુર્યોધનનો અહંકાર લાવ્યો કૌરવ સંહાર
     રાવણ અહંકાર ધર્યો લંકામાથે ભાર       અહંકારનો—–
   અહંકારનો ઈલાજ સરળ સ્વભાવ
      સરળ સ્વભાવે સોહે પ્રભુનો  સહવાસ    અહંકારનો