વિચાર કરી લે May 25, 2007
Posted by pravinash in : Uncategorized , trackback જિવનભર તેં કરી દોડધામ આખરે શું પામ્યો અંતે
હવે ઠરીને બેસ નિરાંતે વિચાર કરી લે તું આજે
જેને કાજે કરી મથામણ તે તુજને ના યાદ કરે
મોહ માયાથી અળગો થઈ સંસાર સાગરે તું તરજે
કામ કર્યે જા ફળની આશા શા કાજે તું ઉદરે ધરે
ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે ફળની આશા શા કાજે
વણમાગ્યે આ જિવન પામ્યો જેવું વાવે તેવું લણે
કરણી એવી કરતો જાજે જનમ સફળ તારો કરજે
અદભૂત છે જિવન માનવનું પ્રતિભા તારી ના લાજે
સંસાર સાગરે સરતો રહેજે વિચાર કરીલે તું આજે


Powered By
Comments»
અદભૂત છે જિવન માનવનું પ્રતિભા તારી ના લાજે
સંસાર સાગરે સરતો રહેજે વિચાર કરીલે તું આજે…
માનવી.. “માનવી “બને તો સારું !!
એ વિચાર-ધારા યાદ આવી જાય છે
જીવનનું સનાતન સત્ય રજૂ કર્યુ છે તમે..ઘણું ગમ્યુ..