Archive for April, 2007

દર્શન્

April 26th, 2007

ages1.jpg

નજર્યું ઠરે જ્યાં મારી
ઝાંખી શ્રીજી તમારી
આ જિંદગી છે સારી
કૃપા શ્રીજીની ન્યારી

સહવાસ તરો લાધ્યો
જિવનમાં રંગ ભાસ્યો
કોઈ દોષ ના સતાવે
મનડાને ના મુંઝાવે

સ્વારથનો રાહ છોડ્યો
પરમાર્થ ને અપનાવ્યો
મારુ તારુ ના લગીરે
અંતરે શ્રીજી પધારે

શ્રધ્ધા છે તુજમા દિલથી
ડોલે ના મુશ્કિલોથી
હવે હાથ થામ્યો તારો
ભવસાગર પાર ઉતારો

સઘળે શ્રીજીના દર્શન
હ્રદયે શ્રીજીનું સ્થાપન
દિનરાત તેનું સુમિરન
શરણે સ્વિકારો ભગવન

શું સારું?

April 25th, 2007

images35.jpg

જેમાં એક પાઈનો પણ ખર્ચ નથી ભક્તિ

જે આપવાથી વધે છે પ્રેમ

જે સાંધી પણ શકે અને વેતરી પણ જીભ

જે ખોવાથી માનવ મૃત સમાન સ્વાભિમાન

જે જિવનમા પ્રાણ રેડે ઉત્સાહ

જે હમેશ વપરાય, કારણ વિના બહાનુ

જે ચેપી રોગ છે નિંદા

જે સાકરથી ગળ્યું લાગે ખુશામદ

જે શબ્દકોષમા ન હોવો જોઈએ અશક્ય

જેના ફળ મીઠાં હોય મહેનત

જેની કોઈ દવા નથી વહેમ

જે સુંદર ઘરેણું છે હાસ્ય

જેનાથી પુરૂષ હાર માને આંસુ

જેને નાથવું મુશ્કેલ મન

જગતનું પ્રથમ ‘કમ્પુટર’ મગજ

જ્યાં હું ત્યાં તું પડછાયો

સદા સતાવતો ભય

જેનાથી શાંતિ પ્રાપ્ત થાય પ્રાર્થના

ચટપટુ

April 24th, 2007

v463bcaiepl2qcar434wncabc1qi5caufywgscaipujy3cakc6lx3ca17xnvscairrc1gcaj47esicaswvakwca1ka1jqcailwbwqca8gdi02ca2o6zxlcazaeo91ca9bq9eqcabrra6qcawl0bkc.jpg

 સામગ્રીઃ     ૧         કચી કેરી
                  ૧/૪     કપ મેથીના કુરિયા
                  ૧          નાની ચમચિ મીઠું
                  ૧          નાની ચમચી લાલ કાશ્મિરી મરચું
                  ૧/૪     નાની ચમચી હળદર
                              હિંગ સ્વાદ પ્રમાણે
                  ૨          ચમચા તેલ
    બનાવવાની રીતઃ
                           કાચી કેરીને ધોઈ તેના ચાર કટકા કરી લેવા.
               વચમાંથી ગોટલી કાઢી નાના નાના એક સરખા
                        કટકા કરી એક નાના વાસણમા ભરવા.
                   ઉપર જણાવેલ બધુ ભેગુ કરવું. તેલને જરા
                         હુંફાળુ કરી હિંગ નાખી મસાલામા નાખવું. બે મિનિટ
                         ઢાંકી.  કાપેલી કેરી તેમાં ઉમેરી હલાવવું.
                નાના કચોળામાં કાઢી રેફ્રિજરેટરમા મૂકવું.
                તેલ ઓછું પણ નાખશો તો  પણ ચાલશે.
                   ફ્રીઝમાં પાંચેક દિવસ પણ રહેશે. વાંધો નહી આવે.
                ખૂબ સ્વાદિષ્ટ લાગશે.        

ઉનાળાની રજા

April 21st, 2007

images46.jpg

    આપણા દેશમા ઉનાળાની રજાઓ શરૂ થઈ ગઈ. કહેવાય છે કે ગરીબી
     હજુ ઘણી છે. એ વાત હવે માનવામા આવતી નથી. ક્યાંથી આટલા
    બધા ભારતવાસી અમેરિકા ફરવા આવે છે. અરે લગ્નમા કે ફરવા ખાતર
    યા તો બાળકોને રજાઓ માણવા. બસ અમેરિકા ઢુંકડુ લાગે છે.
    મને વિચાર આવ્યો આટલા બધા આવે છે તો ‘એર ઈન્ડિયા’ વાળા
   ને તડાકો પડતો હશે. પણ જાણ્યું કે મોટાભાગના લોકો ‘લુફ્તાન્ઝા’ કે
  ‘ડેલ્ટા’ પસંદ કરતા હોય છે. હૈયા મા ઝીણી ટીસ ઉઠી.
    મને બરાબર યાદ છે ગઈ સાલ હું ભારતથી પાછી ફરી રહી હતી ત્યારે
   શાકાહારી લખાવ્યા છતા મારે માટે કોઈજ સગવડ ન હતી. એમનું ‘સોરી’
  સાંભળવા મારી પાસે કોઈ ‘લોરી’ ન હતી. અને જ્યારે ‘થેંક્યુ’ કહે છે
   ત્યારે કાંઈક ‘ફેંક્યુ’ હોય એવી લાગણી થાય છે.
   ક્યાં ગઈ આપણી સ્વદેશી પ્રત્યેની ભાવના? ‘પરદેશી માલની હોળી’
  બહિષ્કાર માત્ર ઇતિહાસ મા ભરાઈને બેઠા છે.’ હા, હું અમેરિકામા રહુ છું
   એ જેટલું સત્ય છે તેટલું જ  ભરતની પનોતી પુત્રી છું તે પણ સત્ય છે.

જિવન કેવું હતું?

April 18th, 2007

83z8vca0mkb0oca8htxbica8qjfr1caflzg1scaa51gcncaukehjmcakgg6ircag0rjawca2hl12jcaz437nucat9f1lncalmrcvjca6vsuscca3et28icarhgkgdcawfon9fca4hjgb9ca1rqqvq.jpg

જનમ ધરી આ વિશાળ પટ પર
કોઈનું સુખ દુખ પૂછ્યું હતું
દર્દ અને વિયોગ ને ટાણે
કોઈનું આંસુ લુછ્યું હતું
મનવા તારું જિવન કેવું હતું?

સત્ય અને અસત્યની ગુંચમાં
પ્રેમ નું પલ્લું ઝુક્યું હતું
વાણી અને વર્તનના વિલાસે
મૌનનું મંદિર ખુલ્યું હતું
મનવા તારું જિવન કેવું હતુ?

પાપ અને પુણ્યને મારગડે
કેડી તેં કોતરાવી હતી
ભાવ અને ભક્તિમા ભળી
નૈયા તેં ઝુકાવી હતી
મનવા તારું જિવન કેવું હતું?

માન મર્યાદાનો પડદો
નટ બની ચીર્યો હતો
સૃષ્ટિના સમરાંગણમાં તું
સ્વાર્થની બાજી ખેલ્યો હતો
મનવા તારું જિવન કેવું હતું?

કાળજાની કોરમાં કોઈના
દિલની વાતો ભરી હતી
અપંગ બિમારોને ભાળી
નયણે નીર તેં ભર્યું હતું
મનવા તારું જિવન કેવું હતું?

ધૈર્ય અને ધિરજને ધારી
પ્રકાશ તેં ફેલાવ્યો હતો
દિવાદાંડીને આદર્શ માની
લક્ષ્ય તારું તે સાધ્યુ હતું
મનવા તારું જિવન કેવું હતું?

ત્રણ વાત

April 17th, 2007

images53.jpg

                આપણે સૌએ યાદ રાખવા જેવી ત્રણ વાત
 
      હમેશા ત્રણ જણા ને વઁદન કરવા       માતા પિતા અને ગુરુ

      ત્રણ વસ્તુનુ પ્રદર્શન અનાવશ્યક        અઁગ ધન અને ભોજન

       ત્રણ વ્યક્તિઓને સદા મદદ કરવી     દીન હીન અને લાચાર

       ત્રણ વ્યક્તિઓથી ઝઘડો ન કરવો      મૂરખ શરાબી અને પહેલવાન

        ત્રણનુ સદા સન્માન કરવુ              સજ્જન સઁત અને જ્ઞાની

         ત્રણ ઉપર સદા દયા કરવી            બાલક  વૃધ્ધ અને પાગલ

        ત્રણ જણાને કદી કમ ન સમજવા      રોગ શત્રુ અને પ્રતિદ્વદી

        ત્રણ જણા ક્યારે રોકાતા નથી          વખત મૃત્યુ અને ઘરાક

        ત્રણ વસ્તુથી બચવુ                      નીઁદા સ્વપ્રશઁશા અને કુસઁગ

         ત્રણ ઈઁન્દ્રિયોને વશમા રાખવી           મન બુદ્ધિ અને જીભ

         ત્રણ વસ્તુઓને હઁમેશા વધારો           ચરિત્ર  ગૌરવ અને જ્ઞાન

        ત્રણ ગુણનો સદા આગ્રહ રાખો           સત્ય અહિઁસા અને ઈમાનદારી

        ત્રણ દુર્ગુણોથી દૂર ભાગો                      ઈર્ષ્યા ઘૃણા અને અપમાન

        ત્રણ ભાવનાઓને વશમા રાખવી        કામ ક્રોધ અને સ્વાર્થ

        ત્રણ વસ્તુઓ કદી ખોશો નહી             આશા ઉત્સાહ અને વિશ્વાસ

        ત્રણ વાતોથી સઁબઁધ ગાઢ થાય છે       મિત્રતા પ્રેમ અને સનમાન

        ત્રણ ચીજો કદી ન ભુલવી                  દેવુ કર્તવ્ય અને ઉપકાર    

ટોર્ટીલા રોલ

April 13th, 2007

images23.jpg

                                            સામગ્રી:                                       

              ૧       પેકેટ મેઁદાના ટોર્ટિલાનુઁ પેકેટ
               ૧       પિકાનટે સોસ ની બોટલ
               ૧       સાવરક્રિમ નો  ડબ્બો
               ૧       પેકેટ ફ્રોઝન પાલક
                લીલા વાટેલા  મરચા, ટુકડો આદુ, મીઠુ, ઝીણા સમારેલા કાઁદા.
                થોડુ તેલ

             બનાવવાની રીત :      
            પાલકની ભાજીને વાતવરણના ઉષ્ણતામાન પર લાવી , કડાઈમા
            તેલ મુકી પહેલા કાઁદા સાતળી ઉમેરવી. ચડી જવા આવે એટલે તેમા
            આદુ, મરચા વાટેલા ઉમેરી હલાવવુ. ઠઁડુ થાય એટલે સાવર ક્રીમ
             ઉમેરવુઁ.
           ટોર્ટિલા પર પહેલા પિકાનટે સોસ ચોપડવો, ઉપર બીજો ટોર્ટિલા
             મુકી તેના પર પાલકની ભાજીનુ તૈયાર કરેલુ મિશ્રણ પાથરવુ.
           ત્રણેય નો સાથે વીટો વાળવો. આખો વીટો પ્લાસ્ટિકના પડમાઁ વિઁટાળી
              રેફ્રીજરેટરમા મુકવો. બધા વીટા આજ પ્રમાણે તૈયાર કરવા.
           બીજે દિવસે બહાર કાઢી મન પ્રમાણે તેના કટકા કરવા.
           સરસ મઝાની શુશોભિત થાળીમા ગોઠવી મહેમાનોને ખુશ કરવા.
            ખાવામા ખુબ જ સ્વાદિષ્ટ વાનગી છે.               

ક્ષણ

April 12th, 2007

images6.jpg    

   ક્ષણ  ની કિંમત ને તું  જાણ
    માનવી ના બનીશ અનજાણ

   ક્ષણ  ભરમાં  તારું  ભવિષ્ય
   તારે  હાથે  તું   ફેરવવાનો

  ક્ષણમાં હતો નહતો  થવાનો
  ક્ષણમાં નવલો દેહ ધરવાનો

  ક્ષણની કિંમત  વિમાની  જાણે
  ક્ષણની મહત્તા વિદ્યાર્થિ પહેચાને

  ક્ષણ ક્ષણ નું આ બનેલું જિવન
  ક્ષણ  ભરમાં  પરાસ્ત  થવાનો

  ક્ષણનો દૂર ઉપયોગ કરીશના
  ક્ષણ વેડફાય તેવું જીવીશ ના

  ક્ષણનું મહત્વ જો તું ના સમજે
  રાંડ્યા પછી શું ડહાપણ નીપજે

માનવતા ધબકે છે

April 12th, 2007

images22.jpg 

    ૨૧મી સદી જ્યાં ઉઠે ત્યાંથી માનવી દોડધામ કરતો હોય. છોકરાઓને
     શાળાએ જવાનું, તેમના નાસ્તાની તૈયારી કરવાની. શાળાનું ઘરકામ
     ને બધું લીધું કે નહીં તેની મમ્મીએ તપાસ કરવાની. પપ્પાએ કામધંધે
     વળગવાનું.
      એવી એક સવારે હું નોકરી પર જવા નિકળી. આદત પ્રમાણે સમય
      થાય એટલે ઘરે થી નોકરી ઉપર. સવારે ભગવાનનું નામ લીધું, ચા
      પીધી અને તૈયાર થઈ ને ગાડીમાં બેઠી. ગાડી મને જરાક બરાબર ન
      લાગી.જો  કે નવી છે તેથી કાંઈ વાંધો ન આવે એમ હું માનતી. પણ
      ધારીએ કાંઈ અને થાય કાંઈ.
      ગાડી મને જમણી બાજુ જતી હોય એમ લાગતું. મેં ગાડિ રસ્તા પર
      બાજુ માં ઉભી રાખી, ચેતવણીની લાઈટ ચાલુ કરી. જોઉં છું તો મન
      માનવા તૈયાર ન હતું. ગાડીનું જમણું પૈડું આખું સપાટ. ફોન કરીને
      તાત્કાલીક મદદ મેળવી. પણ તેને આવતાં કલાક સહેજે નિકળી જાય.
    ગાડીમાં બેસી ભગવાનનું નામ લેતી હતી. વીસેક મિનિટ થઈ હશે ત્યાં
      કોઈકે મારી ગાડીનાં કાચ પર ટકોરા દીધાં. મેં કાચ ઉતાર્યો મને કહે
     ‘ madam, vision is not clear, some body will hit
    your car. your flashing lights does not serve the
    purpose. I already put 10 cones all aroud your car
    so passers can get the warnings.’
      હું તો આભીજ થઈ ગઈ. આભાર માન્યો અને પૂછ્યું આ ‘કોન’ પાછા
     કેવી રીતે આપીશ. તો કહે બાજુમાં YMCA છે ત્યાં આપી દેજો. અજાણ્યો
     સફેદ અમેરીકન ન જાન ન પહેચાન. મારી આંખના આંસુ સંતાડવા હું
     કામિયાબ થઈ. હજુ તો આ સદમામાં થી બહાર આવું ત્યાં એક  વીસેક
     વર્ષની છોકરી કાચમાં થી મને પૂછે ‘તમને ફોન જોઈએ છે’, ‘કાંઈ
      મદદની જરૂર છે’. મેં હસતા મોઢે કહ્યું મારિ મદદ હમણાં જ આવી
      પહોંચશે.
      વાચક મિત્રો ‘માનવતા હજુ ધબકે છે’. તમે જરૂરથી મારી સાથે
     સહમત થશો.    

રંગ

April 11th, 2007

images41.jpg

  શા  કાજે  ભર્યા  રંગ  ફૂલોમાં
  શું લાધ્યું ભરી લાગણી હૈયામાં
  
  ભરવાતાં મેઘધનુનાં રંગ જિવનમાં 

   વિસરવાની  કળા ભરવી’તી હૈયામાં

 હર્ષ અને ઉલ્લાસની લાગણી ઉભરાઈ
 શોકને  ગમનું  કાજળ  અંજાયું  નયણે

  ઠાલાં શબ્દોના  સાથિયા  પૂરાયા
  વિચારોના વમળ વિખેરાઈ ગયા 

  સુહાના રંગને  લાગણીના  મંથનમાં
  અણમોલ જિવન વીતી ગયું પલકમાં

  અંતે સત્ય   લાધ્યું   હાથવેંતમાં
  તું હું, હું તું સર્વે રંગના પરિઘમાં

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.