મારે અંતરે શ્રીજી બિરાજે છે
મુજને જિવનનો રાહ દર્શાવે છે
મારગમાં આવતા અંતરાયોને
શ્રીજી શ્રધ્ધાથી પાર કરાવે છે
મનડાને શ્રીજી પ્રેમ મનાવે છે
તેની ભ્રમણાઓને ભાંગે છે
જીવન પથને શ્રીજી ઉજાળે છે
કંટક વીણી ફૂલડા બિછાવે છે
દયાનો સાગર છલકાવે છે
પ્રેમે શ્રીજી તેને પખાળે છે
કર્મ નિઃષ્કામ કરાવે છે
વાણીથી શીખ વરસાવે છે
જીવનની ગહનતા દર્શાવે છે
શરણે તેને સ્વિકારે છે