Archive for October, 2010

ગેરહાજરીમા હાજરી વરતાઈ

October 31st, 2010

જન્મ દિવસની ખૂબ  વધાઈ

ગેરહાજરીમા હાજરી વરતાઈ

સદા તમારી ખોટ સઘળે છવાઈ

પ્રભુની કૃપા ચારેકોર છે ફેલાઈ

બાળકોની ચહલપહલમા સંતાઈ

દાદાની નજરની અસર જણાઈ

આનંદના અવધિમા જઈ સમાઈ

૧૬મી વર્ષગાંઠ

October 31st, 2010

      આજે ૧૬મી વર્ષગાંઠ હતી. ઘર ભર્યું ભર્યું હતું. કાકા, કાકી,માસી,

નાના અને મોટા માસા પણ આવ્યા હતા. બે દિવસ પહેલા પાર્ટી

હતી.  રીકેન હાઈસ્કૂલ ગ્રેજ્યુએટ થયો તેની તૈયારી ચાલી રહી હતી.

              મમ્મી, ઘરમા કામ તળે દબાયેલી હતી. અમેરિકની બલિહારી

જુઓ. નોકરી કરો, મહેમાનો સાચવો અને પ્રસંગને પણ માણો. રીકેન

હતો નસિબદાર. સારી કોલેજમા પ્રવેશ મેળવી  ખુશ હતો. પહેલા દસ

નંબરમા આવ્યો હતો. સ્કોલરશીપ પણ મેળવી હતી.

           પાર્ટીને બીજે જ દિવસે તેની વર્ષગાંઠ પણ હતી. મમ્મીને ઓછી

મહેનત પડે તેથી પપ્પાએ બધું બહાર રેસ્ટોરન્ટમાં નક્કી કર્યું હતું. નાનો

ભાઈ તો સરસ ખાવા પીવાનું મળે તેથી ખુશખુશાલ થઈ ફરતો. ઘર ભર્યું

ભર્યું હતું.

  પાર્ટીની મોજ માણી બધા ઘરે આવ્યા. આનંદ મંગલ ભેર પ્રસંગ ઉજવાયો.

બીજા દિવસે મમ્મી નોકરી પર ગઈ. મહેમાનો ઘરે હતા. ધમાલમા સવારે

રીકેન ને જનમદિવસની મુબારક આપવાનું વિસરી ગઈ. પાપા પણ વહેલા

નિકળી ગયા જેથી સાંજના વેળાસર ઘરે અવાય.

      રીકેન અને કેલી રમતા હતા. ટેનીસ રમી આવ્યા. સ્વિમિંગ કરી આવ્યા.

કોઈને યાદ ન રહ્યું આજે રીકેનેની ૧૬મી વર્ષગાંઠ છે.   મમ્મીના ઘરે આવવાના

સમય પહેલાં પાપા અચૂક ફોન કરતા. કહે, અરે આજે શું પ્લાન છે. મમ્મી કહે, રાતના

પિક્ચર જોવા જઈશું, ભેળની તૈયારી રાખી છે. અચાનક પાપા કહે, અરે આજે તો રીકેનની

વર્ષગાંઠ છે.

      મમ્મીના હાલ બૂરા થયા. ઓ બાપ રે હું કેમ ભૂલી ગઈ. મારો દિકરો સવારથી રાહ જોતો

હશે, કેમ મને કોઈએ  ‘વિશ’ ન કર્યું.  હવે મમ્મીને યુક્તિ સુજી, સરસ મજાની કેક લઈને આવી.

ઘરે આવતા મોડું થયુ તેથી પાપા પણ આવી પહોંચ્યા. હેપી બર્થડેનો બલુન ખાસ લેતા આવ્યા.

                 રીકેન જ બારણું ખોલ્યું. જાણી જોઈને ગરાજમાંથી આવવાનું ટાળ્યું. રીકેન તો મમ્મી

અને પાપાને સાથે કેક અને બલુન જોઈને વિસરી ગયો કે સવારથી નિરાશ હતો. મમ્મી કહે

બેટા ‘સરપરાઈઝ’ કેવી લાગી.

             માનો જીવ મહિના પછી કબૂલ કર્યું બેટા પાર્ટી, મહેમાન અને કામની ધમાલમા હું

ભૂલી ગઈ હતી. પણ પછીના નાટકે રંગ રાખ્યો. વહાલો રીકેન માને વળગી પડ્યો.—-

શ્રીજીનું મુખારવિંદ

October 27th, 2010

 

 મનડું મોહ્યું મારું સુંદર શ્રીજીનું મુખારવિંદ

 આંખડી મુંદુ જ્યારે દીસે શ્રીજીનું મુખારવિંદ

ડગલે પગલે સમરું સુંદર શ્રીજીનું મુખારવિંદ

સેવામા મુજને હરદમ દીસે શ્રીજીનું મુખારવિંદ

સાન ભાન હું ભૂલી નિરખી શ્રીજીનું મુખારવિંદ

બંસી અધરોની સમીપે પામે શ્રીજીનું મુખારવિંદ

શરણે શ્રીજીને આવી હોંશે નિરખું મુખારવિંદ

અપનાવે  દાસીને ભવતારે શ્રીજીનું મુખારવિંદ

વિચાર માગી લે તેવી વાત

October 26th, 2010

         આજે શાળાએથી છૂટીને જ્યારે વિવેક ઘરે આવ્યો ત્યારે બાળ

માનસ સમાધાન ઈચ્છતું હતું. પાપાની ઓફિસેથી આવવાની રાહ

જોતો હતો. ત્યાં જમવાનો સમય થયો.

      નસિબ જોગે ડાઈનિંગ ટેબલ એ એક એવું સ્થળ છે જ્યાં અન્ન

દેવ દરેકને સંતોષે અને કોઈને ઉતાવળ ન હોય. અમેરિકામા ખાસ

કારણ કામવાળી બાઈ કે રામો નગારા ન વગાડતો હોય.

           વિવેક કહે પાપા લડાઈ કેવી રીતે શરૂ થાય? પ્રશ્ન સહજ અને

નિર્દોષ હતો. બાળ માનસને અનુરૂપ જવાબ આપવો આવશ્યક સમજી

વિનય બોલ્યો.

   બેટા દાખલા તરીકે આપણે વિચારીએ ‘પહેલું વિશ્વયુધ્ધ ‘ શરૂ થયું તેનું

કારણ હતું જર્મનીએ બેલ્જીયમ ઉપર હુમલો કર્યો.

      અર્યાઃ વિવેકની મમ્મી, વચમા કહે વિનય સાચો જવાબ આપને કે

પાયામાં કોઈનું ‘ખૂન’ થયું હતું.

  વિનય કહે જરાક વાતનો રણકો બદલી, વિવેકે તને પૂછ્યું કે મને ?

તું શું કામ વચ્ચે ટપકી પડી.

ખલાસ—————-

જમવાનું પિરસવાનું છોડી આર્યા રસોડામાં ગઈ. જોરથી

બારણું પછાડી દરવાજો બંધ કર્યો. અને રસોડામાંથી તડાતડ

કાચના વાસ્ણો ફૂટવાનો અવાજ જ્યારે બંધ થયો અને શાંતિ

પ્રવર્તિ ત્યારે વિવેક બાળ સહજ સ્વભાવથી બોલી ઉઠ્યો

પાપાઃ  હું બરાબર સમજી ગયો “લડાઈ યા યુધ્ધ કેવી રીતે

શરુ થાય,”

ચંદ્રકળા

October 24th, 2010

ચંદ્રકળા બનાવવા માટે સામગ્રીઃ

 ૨     કપ મેંદાનો લોટ

 ૨    ચમચી ઘી

 ૧/૨  કપ દૂધ

 ૧    કપ સાકર

 તળવા માટે તેલ યા ઘી

 બદામ પિસ્તાનો ભૂકો

 અટામણ માટે મેંદો

 રીતઃ

   બે કપ લોટમા ૨ ચમચી ઘીનું મોણ નાખી મસળવું.

   દુધ જરાક નવશેકુ ગરમ કરી પરોઠા જેવો લોટ બાંધવો.

    રોટલી જેવડા ગોરણા કરવા

 ૩ ગોરણાની ૩ રોટલી વણવી.

પહેલી રોટલી પર તેલ યા ઘી અને થોડું અટામણ પાથરવું.

 બીજી રોટલી તેની ઉપર મૂકી તેના પર પણ અટામણ અને તેલ યા ઘી ચોપડવુ

  ત્રીજી રોટલી ઉપર પણ તેમજ કરવું.

પછી તેનો વીટો વાળી નાના નાના ગોરણા ચપ્પુથી કાપવા.

 દરેકને પાછા વણવા.

  બધા લોટમાંથી આ પ્રમાણે રોટલીના વીટા કરી વણવું. 

 કડાઈમા તેલ યા ઘી ગરમ મૂકી મધ્યમ આંચે ગુલાબી તળવા

 અડધો કપ પાણીમા ખાંડ નાખી દોઢ તારની ચાસણી કરવી.

  પડવાળી થવાથી ચંદ્રની કળા જેવું રૂપ આવશે.

  દરેક ઉપર નાની ચમચીથી ચાસણી રેડી ગરમ પર જ

  બદામ પિસ્તાનો ભૂકો ભભરાવવો.

  દિવાળીની આ મિઠાઈ દેખાવ તથા સ્વાદમા ખૂબ સુંદર લાગે છે.

  અઠવાડિયા સુધી રહે તો પણ બગડે નહી.

   બનાવો, આનંદથી માણો અને દિવાળી ઉજવો.

હસવાની મનાઈ

October 23rd, 2010

  મોહનઃ  અરે આજે શરદ પૂનમની રાત છે. વળી પાછો શુક્રવાર.

                કાલે નોકરી પર પણ રજા છે.

 મીનાઃ  આવતી કાલે શનિવાર છે અને મહેમાન જમવા આવવાના

              છે. મારે સવારે વહેલા ઉઠી રસોઈ કરવાની છે.

 મોહનઃ અરે,મહેમાનને બહાર જમવા લઈ જઈશું.

 મીનાઃ “થાળી” વાળા જ આવવાના છે તેમને ‘ઉડીપી’મા

               લઈ જઈશું. હાલો ને રમીએ રાસ—-

શરદ પૂર્ણિમા

October 21st, 2010
    શરદ પૂર્ણિમા     દુધ  પૌંઆ

           રાસ  લીલા

              હું    તું

                 ડાંડિયા  રાસ

                      સખી  સાહેલી

                            ભાભી     નણંદ

                                   સાસુ   વહુ

                                      દિયર  ભોજાઈ

    શરદપૂર્ણિમા ને શુભ દિવસેઃ

                                         શરદ અને પૂર્ણિમાના શુભ વિવાહ આજે આસો મહિનાની શરદપૂર્ણિમાની

    રાત્રીએ  નિરધાર્યા છે તો શોભામા  અભિવૃધ્ધિ કરવા જરૂરથી પધારશો.

                                       ‘શરદ ઋતુમા’ ‘પૂર્ણિમા હોટલમા’  , નવદંપતિ રાતના

    બાર વાગે , શરદપૂર્ણિમાની નિતરતી ચાંદની તળે સહુની સંગે દુધ-પૌંઆની

    મોજ માણી   મધુરજની માટે રવાના થશે.

                      શરદે, પૂર્ણિમા માટે નવી નક્કોર ગાડી નોંધાવી હતી જેની ‘ટાટાએ’

    શરદપૂર્ણિમાની રાતે મળે તેવી વ્યવસ્થા કરવામા આવી હતી.

                શરદે આપેલી ‘સરપ્રાઈઝ’ પૂર્ણિમાને આનંદના અવધિમા ડૂબાડી ગઈ.

    શરદ અને પૂર્ણિમા આ વાંચે , વિચારે, વિહરે અને વિના સંકોચે વાણી, વર્તન 

    યા વ્યવહારમાં વિકસાવે.

લગન- લગ્ન

October 20th, 2010

   હમણા, હમણા આ વિષય ખૂબ ચર્ચાનો બની રહ્યો છે.

એક વ્યક્તિને બીજી વ્યક્તિની ‘લગન’ (પ્રેમ) લાગે ત્યારે

પરિણામે છે ‘લગ્ન’.

      જે આવશ્યક અને અનિવાર્ય બંને છે. હા, તેનો અર્થ એ

નથી કે જેણે લગ્ન ન કર્યા હોય તેઓ નિકમ્મા છે. આ તો

સહુની પસંદગીનો પણ સવાલ છે.

     હવે પ્રશ્ન એ થાય છે કે આજનો યુવાન વર્ગ શા કારણે

હિચકિચાય છે?     

૧. મારી સ્વતંત્રતા.

૨. મારા જીંદગીના સ્વપ્નો.

૩. મારી જીંદગીમા કોઈની દખલ.

૪. મારું સ્થાન.

૫. મારા માતા-પિતા.

   હવે જ્યારે એક છોકરો એક છોકરી પ્રત્યે આકર્ષાય ત્યારે જે

વસ્તુ ગૌણ છે તેને શામાટે મહત્વ આપવું.  સમય સમયનું કામ

કરે છે.

         ‘જુવાની છે દિવાની’ તેને માણી લો. એક બીજાના પ્રેમને

સહારે ભલભલા તૂફાનનો સામનો કરી શકાય. ધ્યેય પર લક્ષ્ય

અને મંઝિલ પર કદમ.

       સમય સમયનું કામ કરશે. જ્યારે પ્રેમના વૃક્ષના મૂળિયા

વિશ્વાસની જમીન પર ઉંડા ઉતરી ગયા હશે તો કોઈની તાકાત

નથી તે વૃક્ષને હચમચાવી શકે.   

               આદર બંને પક્ષે આવકાર્ય છે. વડીલો બાળકોને સહાય

કરો નહી કે તેમના જીવનમા દખલ. સ્વતંત્રતા આપો. તેમને જીવન

બાગ હરિયાળો કરવા દો. તેમને તમારી ‘અનુભવી વાણી’ દ્વારા અવળા

મારગે ન દોરો.

         પુસ્તકનું જ્ઞાન તેમને જીવન જીવવા માટે સાચે રસ્તે વાળશે. હા,

ભૂલ કરશે ,શું આપણે નહોતી કરી?  એકબીજાને વિશ્વાસે અને સહારે

કેવા તરી ગયા.

          જ્યારે જુવાન આવી ને ‘જેના પ્રત્યે લગન છે તેની સાથે લગ્ન

કરવા કે નહી’ તેવો જટીલ પ્રશ્ન પૂછે છે ત્યારે દિલ દર્દ અનુભવ કરે છે.

                 ‘ હું લગ્ન માટે તૈયાર નથી’ એવું વાક્ય પ્રચલિત છે. શું લાલ, પીળી

કે લીલી લઈટ થવાની હોય?  જ્યાં સુધી ‘છોકરો અને છોકરી’ પરણવા તૈયાર

હોય ત્યાં બીજા કોઈ રોડાં ન નાખવા.

      એક જમાનો હતો તેમની પ્રથમ મુલાકાત ‘લગ્નમંડપ’માં થતી. અરે, આજે

પણ તેવા બે પ્રસંગ સાંભળીને મને મારા કાન પર વિશ્વાસ ન બેઠો.

ખુલ્લા દિલે હસજો

October 19th, 2010

 રમેશઃ        અરે યાર મેં નવું ઘર લીધું. ક્યારે આવે છે?

  દિનેશઃ     સમય મળ્યે જરૂર આવીશ.

  રમેશઃ      ફોન ક્રર્યા વગર આવી ટપક્યો. ચાલ વાંધો નહી.

                  હવે જમીને જજે.

   દિનેશઃ    તને કાંઈ ના પડાય. જમવાના ટેબલ ઉપર.

                   ઘર ખૂબ જ મોંઘુ છે નહી?

 રમેશઃ      હા. યાર.

 દિનેશઃ     જમવામા માત્ર દાળ, રોટલી અને ભાત પિરસાયા.

                યાર, શાક લાવવાના પૈસા તો રાખવા હતા.

તૈયાર નથી

October 18th, 2010

    દશેરા આવ્યા અને ગયા. 

કહેવાય છે રામ સીતાને રાવણ પાસેથી પાછા અયોધ્યા લાવ્યા.

આપણે ‘રામ’ ક્યારે જીવનમાંથી રાવણને મારી ‘સીતા’ પાછી પામીશું ?

મનના મલિન વિચારો, મનસૂબા, તરંગોને વિદાય કરવાનો સમય પાકી ગયો છે.

૬૦ની ઉપર પહોંચેલી કોઈ પણ વ્યક્તિ કાઢ્યા એટલા કાઢવા માટે તૈયાર નથી.   

શરદ પૂર્ણિમા આવશે અને દિવાળી બારણા ખટખટાવી રહી છે. 

હે મન, જાગ્રત થા. સમય ઝૂઝ છે કામ ઘણા આટોપવાના છે.

આળસ ખંખેર અને કામે લાગ. 

 સમય પસાર નથી થતો.

આપણે પસાર થઈ રહ્યા છીએ.

પાછું વળીને નહી આગળ નજર સ્થિર કરી કદમ ઉપાડ.

 મનનો ધર્મ છે ‘ચંચળતા’.

ધૈર્ય, સહનશિલતા, મૌન, વિવેક ,સદભાવનાનું પંચામૃત બનાવ.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.