Archive for April, 2010

અધિક માસ

April 30th, 2010

   દર ત્રણ વર્ષે આવતો અધિક માસ અડધો પૂરો પણ થઈ ગયો.

    અધિક માસ બાકી છે તો હજુ પણ મોડું નથી થયું.

   શું શું અધિક કરશો?

    ૧. અધિક પ્રભુના ગુણગાન કરતી ભક્તિ.

     ૨. અધિક પ્રભુનું નામ સ્મરણ. (માનસિક)

     ૩. અધિક યોગ્ય વ્યક્તિ યા સંસ્થાને દાન.

    ૪.  અધિક પ્રેમ સર્વે કુટુંબીજનોને સ્વાર્થ યા આસક્તિ વગર.

   ૫.  અધિક સત્કાર્ય.

   ૬.  અધિક મનોવિશ્લેષણ.

   ૭.  અધિક આંતર્મુખતા.

   ૮.  અધિક સત્સંગ.

   ૯.  અધિક    યોગની સાધના.

    નવધા ભક્તિ સમ નવ પગથિયા. માનો ન માનો અધિક

    આત્મ સંતોષ જરૂર પામીશું. બાકી તો કર્મણ્યવાધિકા——

   “ગીતા” માં શ્રીકૃષ્ણ ભગવાને સરસ રીતે સમજાવ્યું છે.

દિશા શૂન્ય

April 29th, 2010

હરએક પગલું ભૂલભરેલું

હરએક કાર્ય ગોટાળો

મુશ્કેલીઓ વધી ગઈ

માર્ગમા ખોટવાયો

જવાબદારીથી ભાગતો

હરપળ ચાલ બદલતો

આગળ વધુ કે અડો રહું

મનહી મન મુંઝાતો

મંઝિલ જેની વાંકીચુકી

ધ્યેયની ખબર નહી

અંધારા ઉલેચવા

માચીસની પેટી નહી

ઋતુ આવે ઋતુ જાયે

ક્યાંય સ્પર્શે નહી

ગગને મીટ માંડી

દિશા શૂન્ય થઈ

ઉનાળાની ગરમીથી બચવા

April 28th, 2010
ઉનાળાની ગરમીથી બચવાનો સરળ પથ.
વિશ્વાસ અને શ્રધ્ધા સાથે અમલમા મૂકશો
તેવી નમ્ર વિનંતિ.
પ્રાણાયામઃ ખાસ કરીને ગરમીમા સહાય રૂપ.
ચન્દ્રનાડી પ્રાણાયામ
૧. કોઈ પણ અનૂકુળ સ્થિતિમા બેસો.
પલાંઠીવાળીને, અર્ધ પદ્માસન, પદ્માસન યા વજ્રાસન
૨.  ૐ સહનાવવતુ શ્લોક બોલો.
૩. આંખ બંધ રાખવાની કોશીશ કરી, શ્વાસ ની આવન
જાવન પર ધ્યાન કેંન્દ્રિત કરો.
૪.જમણા હાથે જમણું નસકોરું બંધ કરી લાંબા શ્વાસ લેવાના
અને છોડવાના.   ૯ વખત. ( ડાબા નસકોરાથી)
શીતલી પ્રાણાયામ
૧. જીભને બંને બાજુથી વાળી નાની  નળી જેવો
આકાર કરવો.
૨. મોઢાથી ઉંડા શ્વાસ લઈ નાકેથી બહાર કાઢવો.
૩. ૯ વખત
શિતકારી પ્રાણાયામ
૧. જીભને આગળથી વાળી ઉપરના તાળવાને
સહારે રાખી ખુલ્લા મોઢે શ્વાસ લેવા.
૨. મોઢું બંધ કરી ઉચ્છવાસ બહાર નાકેથી કાઢવો.
૩. ૯ વખત
સદંતા પ્રાણાયામ
૧. ઉપર અને નીચેના દાંત સાથે રાખી બાજુમાંથી
શ્વાસ લેવો.
૨. મોઢું બંધ કરી નાકેથી ઉચ્છવાસ બહાર કાઢવો.
૩. ૯ વખત.
જો તમારે ચોકઠું, બ્રિજ કે ખોટા દાંત  હોય તો આ સદંતા
પ્રાણાયામ ન કરશો.

વહેમ

April 26th, 2010
  વહેમ એ એક એવો ભયંકર રોગ છે જેની દવા હજુ સુધી કોઈ
 બનાવવા શક્તિમાન થયું નથી અને થશે એવી કોઈ એંધાણી
જણાતી પણ નથી.
       ઈશ્વર કૃપાએ માતા પિતા વહેમમા બહુ માનતા નહી અને
પતિ  વળી એથી  ચડિયાતો હતો કે પુછવું જ શું? કિંતુ ચારે બાજુ
નજર કરો તો તે ચુંગલમાંથી છૂટવું અશક્યજ લાગે.  નાનપણમાં
જ્યોતિન્દ્ર દવેનો લિખિત એક પાઠ ભણી હતી. બિલાડી આડી ઉતરી
તેથી એક ભાઈ પાંચ મિનિટ પછી નિકળ્યા. પરિણામ બસ ચૂકી ગયા,
તેથી નોકરીની પરિક્ષામા મોડા પહોંચ્યા. જેથી નોકરી હાથ તાળી દઈ
ગઈ. આમા વાંક કોનો બિલાડીનો જ બીજા કોનો.
              આવું છીંક આવે તો અપશુકન થાય. ભાઈ છીંક તો કાંઈ કહીને
આવતી હશે. આજકાલ તો કચરાની એલર્જી એટલી વધી ગઈ છે કે છીંક
આવે તો ડઝનના ભાવમા.
       હા, ચંપલ ઉતાવળમા ઉંધો થઈ જાય તો સીધો કરી લઈએ પણ તેને
કારણે ઝઘડૉ થયો એ ક્યાંનો ન્યાય. સાવરણી ઉભી ન મૂકાય. રાતના
વાસીદુ ન કઢાય. ઘણી વાર તો એમ થાય આખો દિવસ એક ચોપડી
લઈને ફરો જેમા ક્યારે શું થાય અને ક્યારે શું ન થાય એની બધી
માહિતી વિગતવાર હોય.
   “દુખનું ઓસડ દહાડા વહેમનું ઓસડ માળા” કાંઈ ન મળેતો બેસો
ઈશ્વર સમક્ષ  અને ફેરવો માળા. હવે હાથમા ચપ્પુ ન લેવાય,કેમ?
કાતર હાથમા ન અપાય. આ બધા શું ધતિંગ છે. વાત તો ત્યારે
વણસી ગઈ કે એક વાર હોસ્પિટલમા કોઇને મળવા ગઈ હતી.
બાળકને હાથમા લઈ પાછું મુક્યું અને સ્ત્રીના ઓશીકા નીચે મોટો
છુરો. રાતના ભૂત પ્રેત ન સતાવે તેના માટે. મીઠુ હાથમા આપીએ

તો ઝઘડો થાય.

       આપણે ત્યાં લગ્ન વખતે ઘણા કુટુંબોમા જન્માક્ષર મેળવે છે.
   એક બ્રાહ્મણભાઈએ બરાબર જન્માક્ષર તપાસી જોયા. બધાજ
ગ્રહો મળ્યા.સુખી કુટુંબ ખૂબ રંગેચંગે લગન લેવાયા. પાણીની
માફક પૈસા ખર્ચ્યા. નતીજો છ મહિનામા છૂટાછેડાની નોબત
આવી.
            શ્રાધ્ધમા આપણે લગ્ન જેવું પવિત્ર કામ ન કરીએ. મારી
એક સહેલીના પિતાને નછૂટકે કરવા પડ્યા. ગયા અઠવાડિયે તેની
૨૫મી ,રજત જયંતિ ઉજવાઈ.
   આપણા સમાજમા દયનીય હાલતતો છે વિધવાની. જો કે ભલુ
થજો ૨૧મી સદીનું આજના બાળકો અને મોટા ભાગના વડીલો હવે
બદલાયા છે. છતાં પણ યુગો જૂનો આ માનસિક સડો સંપૂર્ણ રીતે
ગયો નથી. એક લગ્નમા હાજરી આપવાની હતી. ખાસ સંબધ એટલે
આગળ બેસવાનું . બ્રાહ્મણભાઈ જેરીતે લગ્નની વિધી અને શ્લોક્નું
ઉચ્ચારણ કરતા હતા તે જોઈ તથા સાંભળીને હું દિંગ થઈ ગઈ.
                આની વિરૂધ્ધમા બીજા એક લગ્નમા જવાનો મોકો મળ્યો.
પુત્રના આગ્રહને માન આપી પિતાની ગેરહાજરી છતાં માતાએ પ્રેમથી
દિકરા, વહુને પરણાવ્યા  અને નવી દુલ્હનને પોંખી ઘરમા કુમકુમના
પગલાં પડાવ્યા.
         આપણે એવું માનવાની જરૂર નથી કે માત્ર આપણેજ વહેમમા માનીએ
છીએ. ના, એ માનવ સહજ નિર્બળતા છે. વહેમને દેશ, કાળ કે પહેરવેશ સાથે
કોઈ મતલબ નથી. આ મનુષ્યનો સહજ સ્વભાવ છે બને ત્યાં સુધી આપણી
રોજીંદી જીંદગીમા ખલેલ ન પહોંચે તે ખ્યાઅ રહે.—-  

ગુજરાતી સાહિત્ય સરિતા

April 25th, 2010

         ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનમા વહી

        વેગ ધર્યો, સરળ અને સહજતાથી વહી રહી

       નિત્ય નવિન રસિક મિત્રોને આકર્ષી રહી

       સરિતા  સાહિત્યની સમૃધ્ધિ ફેલાવી રહી

એક ડગ ધરા પર ૧૫

April 18th, 2010

 

         શાન, ઘરે જઈ રહી હતી. સ્કૂટરની ઝડપ તો સરકારના કાયદા મુજબ

હતી. કિંતુ મગજમા ઉઠેલા વિચારોની ઝડપ પર તેનો કોઈ કાબુ ન હતો.

ભણવામા મશગુલ રહેતી શાનના વિચારો ડહોળાઈ જતા અને તેને પાછા

ઠેકાણે લાવવા શાનને ખૂબ પ્રયત્ન કરવો પડતો. “શું દિકરી થઈને અવતરવું

એ ગુન્હો છે?” એ સળગતા પ્રશ્નએ તેના મગજમા આકાર લેવા માંડ્યો હતો.

જો કે તે વિચાર સાથે શાન જરા પણ સહમત ન હતી. હા તેની આજુબાજુ

બની રહેલા પ્રસંગો કાંઈ જુદુ જ ચિત્ર ખડું કરતા હતા. સંજોગોની સામે

અટલ ઉભા રહી તેમાંથી માર્ગ કાઢવાની શાનની વિચિક્ષણતા દાદ માગી

લે તેવી રહી છે.

         ઘરનું સુંદર સંસ્કાર ભર્યું વાતાવરણ, માતા,પિતા અને ભાઈલાનો પ્યાર

શાનને દિવસે દિવસે મજબૂત બનાવતા. તેના આત્મવિશ્વાસને પુષ્ટિ મળતી

અને દક્ષતાથી કાર્ય કરી શક્તી.  ૨૧મી સદીની શાન વિચારી રહી હતી કે મારા

ભારત દેશની જે આન બાન હતી તે કઈ રીતે પાછી લાવી શકાય. બહેન, દિકરી

પર થતા અત્યાચાર માટે સહુની આંખો ખોલવાનો નુસ્ખો કયો છે. સ્ત્રી જન્મદાત્રી

તેના પર અત્યાચાર તેનું મન કબૂલ કરવા તૈયાર ન હતું.

         સ્ત્રીને માત્ર ‘ઉપભોગનું’ સાધન ગણનાર વ્યક્તિ પર તેને ઘૃણાને બદલે દયા

આવતી. સ્ત્રી આદર, સમ્માનની હકદાર છે. તેના થકી તો ઘર,સમાજ અને દેશ

ઉજળૉ છે.  સ્ત્રી અને પુરુષ જીવન રથના પૈડાં છે. બંને એક ધરીને વળગી સ્વતંત્ર

રીતે ગોળ ફરી રહ્યા છે. તેમાં કોઈ ઉંચુ નથી કોઈ નીચું નથી. દરેકની કાર્યક્ષમતા

અલગ છે.  બંનેના કામની કોઈ લક્ષમણ રેખા નથી. અરસ પરસ સમજીને, ખભે

ખભા મિલાવીને સંસાર રથ સુગમતા પૂર્વક ચલાવે છે.

       એવું કયું તત્વ છે જે સ્ત્રીમા હોવાને કારણે તેની અવહેલના સમાજ કરે છે.

એને તત્વ કહેવું એના કરતા દ્રષ્ટિ વધારે યોગ્ય શબ્દ છે. પુરૂષનું પુરૂષત્વ હંમેશા

તેની આડે આવ્યું છે. કિંતુ પુરૂષ એ કબૂલ કરવા તૈયાર નથી કે ‘સ્ત્રી’ના સહયોગ વગર

તે અધુરો છે. તેવું સ્ત્રી માટે પણ કહી શકાય. બંને એકબીજાના પૂરક છે. તો પછી આ

સળગતો પ્રશ્ન શામાટે? દહેજ એ એક એવી બલા છે જે સમાજમા કેન્સરની માફક

ફેલાયો છે. જેનો ઉપાય હજુ સુધી પામ્યા નથી. શાનનું મગજ ઘણી વાર બધિર થઈ

જતું. આમતો તે કુમળી કન્યા છે અને તેથીજ તો સમાજનું આવું પાશવી વલણ તેની

સમજમા આવતું નહી. તે વ્યાકુળ થતી ભલું થજો કે તેના વિચારોમાં ન તો મલિનતા

હતી કે ન કોઈ પૂર્વગ્રહ.

       શાન ના માતાપિતા ખૂબ કાળજી પૂર્વક તેનું અવલોકન કરી તેને સહાયરૂપ થતા.

શાન કોઈ પણ સમસ્યાનો પાર ન પામી શકતી ત્યારે વિના સંકોચે તેમની પાસે પહોંચી

શાતા પામતી. વિચારોમા ગુંથાયેલી શાન ક્યારે નિંદ્રા દેવીને શરણે સમર્પિત થઈ તેનો

તેને ખ્યાલ પણ ન રહ્યો. શાનના કમરામા પ્રકાશ જોઈ તેના પિતાએ ડોકિયું કર્યું અને ધીરેથી

સરકી બત્તી બુઝાવી દરવાજો બંધ કર્યો.—–

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.