સરલ- ઠોકર વાગે ત્યારે પડી જવામા.
મુશ્કેલ- પડી ગયા પછી હસતાં ઉઠવામા.
સરલ- નોંધપોથીમાં સરનામું દાખલ કરવું.
મુશ્કેલ- કોઈના દિલમા દાખલ થવું.
સરલ- ગેરસમજૂતી ઉભી થવી.
મુશ્કેલ- ઉભી થયેલી ગેરસમજૂતી સુલઝાવવી.
સરલ- વિચાર કર્યા વગર બોલવું.
મુશ્કેલ- વિચારીને મૌનનું ધારણ કરવું.
સરલ- કોઈને માફી માપવી.
મુશ્કેલ- દિલથી માફી આપવી.
સરલ- કોઈના દોષ તરફ આંગળી ચીંધવી.
મુશ્કેલ- કોઈના ગુણની પ્રશંશા કરવી.
સરલ- કોઈને હેરાન કરવું.
મુશ્કેલ- કોઈના પ્રત્યે સહાનુભૂતી દાખવવી.
સરલ- પોતાના વર્તનને સુધારવાનો વિચાર.
મુશ્કેલ- એ વિચારને અમલમાં મુવાનો.
સરલ- કોઈને નીચું દેખાડવું.
મુશ્કેલ- કોઈના પ્રત્યે માન દર્શાવવું.
સરલ- કોઈની ખામી પ્રત્યે અંગુલિનિર્દેશન
મુશ્કેલ- તેના ગુણની પ્રશંશા.
સરલ- કોઈની હાંસી ઉડાવવી.
મુશ્કેલ- પોતાની હાંસી સહન કરવી.
સરલ- આસાન રસ્તા પર ચાલવું.
મુશ્કેલ- વિકટ રસ્તા પર કેડી કંગારવી.
સરલ- રંગીન ચશ્માથી દુનિયા નિહાળવી.
મુશ્કેલ- નરી આંખે દેખાય તેની અવગણના.
સરલ- જિવનમાં સફળતા હાંસલ કરવી.
મુશ્કેલ- એ સમયે સમતાનું ધારણ કરવું.
સરલ- જિવન પ્રેમે જીવવું.
મુશ્કેલ- અંત સમયે ધૈર્ય ધારણ કરવું.