સીતા વનમા શામાટે ગઈ? June 13, 2008
Posted by pravinash in : ચિંતન લેખ , add a commentઆ બનેલી ઘટના છે. શબ્દભાર અતિશયોક્તિનો નથી. ૨૦૦૩ની સાલ હતી . મિત્ર મંડળી
જામેલી હતી. વાતમાંથી વાત નિકળતા એક ભાઈને તુકો સુઝ્યો. કહે કે મારા વિચારમા ‘સીતા
વનમા ગઈ કારણ તેને “ત્રણ” સાસુઓ હતી. સીતાને થયું કે ત્રણ ત્રણ સાસુઓ સાથે
રહેવું તેના કરતાં તો ‘વનવાસ અને વલ્કલ સારા
મારા તો કાન સરવા થઈ ગયા. જગજાહેર હતું કે તેમના પત્નીએ સાસુમાને અડધી રાતે ઘરમાંથી કાઢી
મૂક્યા હતા ને”બિચારા” ભાઈ કાંઈ કરી શક્યા ન હતા.
આ મંડળી સાહિત્ય રસિક હતી. મેં એ પડકાર ઉપાડી લીધો અને જાહેર કર્યું કે
આવતા મહિનાની બેઠકમા હું આ વાતનો જવાબ આપીશ.
તો હવે મારી વાત સાંભળો. હું જ્યારે આવેશમા આવી જાંઉ છું ત્યારે હિંદી સરી પડેછે.
कैकेयी के बहकावे में आकर जब राजा दशरथ बोले “रामको वनवास चौदह सालके
लिए और भरतको गादी अयोध्याकी”. पछतावेकी पवित्र गंगामें नहाकर कैकेयी पावन हुई.
मगर तीर कमानसे निकल चूका था. होनी अनहोनी नही होने वाली थी.
अब मेरीभी बात सुनिये.
सास क्या मा नही होती है?
जिसने जनम दिया उसने घरसे बिदा किया.
जान ना पहचान प्यारसे गले लगा लिया.
सास को बहुकी क्या पहचान थी. बेटे ने कहा और वो मान गई.
ये कभी मत भुलना “सास” अपने प्यारसेभी प्यारे पति की ‘मा’ है.
सती सिता के लिए बदनामी वाली बात कर रहेथे वो भाई के मुंह पे ’गोदरेज’का
ताला लग गया.
પુત્ર– પિતા June 6, 2008
Posted by pravinash in : ચિંતન લેખ , 1 comment so far
જગત પિતા વિષે સાંભળ્યું છે.
આપતો સાક્ષાત અનુભવાયા છો.
આજે ગેરહાજરીમા પણ તમે હાજર છો.
નજરોંથી નજર મળેને મુખ પર આનંદ પ્રસરતો હતો.
તમારી આંગળી ઝાલી ચાલ્યો હતો.
તમારા જેવા થવાના સ્વપના સેવ્યા હતા.
મારી કેળવણીમા તમારો ફાળો અતિ મહત્વનો હતો.
મારી શાળાની પ્રગતિથી તમે પોરસાતા હતા.
તમારી સંગે ગોલ્ફ રમવાની મિજલસ માણી હતી.
મારી સ્નાતકની પદવીનો સમારંભ આજે પણ યાદ છે
તમારા ડોક્ટર થવાના સ્વપનાને સાકાર જાણી તમારો હર્ષ——
પાપા, તમારી પુત્રવધુને ભાળી તમારા મુખ પરનો આનંદ—-
બસ પાપા, જ્યાં હો ત્યાંથી આશિર્વાદની ઝડી વરસાવજો.
તમે જ તો મારા જીવનના સુકાની છો. અટવાંઉ તો રાહ દર્શાવજો.
પાપા, તમને કોટિ પ્રણામ .
અંતમા પાપા, આજે હું ત્રણ ‘બાળકોનો’ પાપા છું
સારું— નરસું June 4, 2008
Posted by pravinash in : ચિંતન લેખ , add a comment સારું શું ને નરસુ શું
એ બંનેમાં વચલું શું
સારુ, સારુ ત્યાં સુધી
જ્યાં બને મન માન્યું
સારુ બને નરસુ જ્યારે
જ્યાં અણમાન્યું પિરસ્યું
સારુ નરસુ કશું નથી
સંજોગોનું છે માર્યું
આંખો ખોલે ભ્રમ ભાંગે
વાદળ પ્રેમનું વરસ્યું
સારા નરસાની ઉલઝનમા
અણમોલ જીવન જાયે સરયું
ગોદ દગો May 31, 2008
Posted by pravinash in : ચિંતન લેખ , add a commentદુનિયામા સર્વશ્રેષ્ઠ સ્થળ હોય તો તે માતાની ‘ગોદ’ છે.
એ જ સૃષ્ટિમા જો કોઈ અસહ્ય વર્તન હોય તો તે ‘દગો’ છે.
‘ગોદ’ જેવી શિતળતા હિમાલયમા પણ નથી.
‘દગા’ જેવું અપકૃત્ય શબ્દકોષમા નથી.
‘ગોદ’મા પરમ શાંતિનો અહેસાસ છે.
‘દગો’ કોઈનો સગો નથી.
‘ગોદ’ પામનાર તેની ભાવના અને લાગણી જાણે છે.
‘દગો’ કરનાર સુખ ચેન ગુમાવે છે.
‘ગોદ’નું મહત્વ અને મહત્તા અવર્ણનિય છે.
‘દગો’ દેનાર વખાનો માર્યો હોય છે.
‘ગોદ’મા આચરેલ ખિલખિલાટ અને ધમપછાડા મધુરા લાગે છે.
‘દગો’ કરનારની નિંદ વેરણ થયેલી જણાય છે.
‘ગોદ’ દેનારને કદી ‘દગો’ ન દેશો.
‘દગો’ દેતા પહેલા લાખ વાર વિચારજો.
‘ગોદ’ દેતા જાત કમજાત ન વિચારશો.
અસ્તિત્વ May 30, 2008
Posted by pravinash in : ચિંતન લેખ , add a comment મુજમા છે એ તુજમા છે
તુજમા છે એ મુજમા છે
મારા જીવનના વૃક્ષનું એ
બીજ તારા અસ્તિત્વમા છે
મા, બાળકને જન્મ આપે છે. જીગરનો એ ટુકડો છે. એ બાળક દિકરો
હોય કે દિકરી એ મહત્વનું નથી, માતાના ઉદરેથી અવતરી એ સંસારના
વૃક્ષનુ બીજ મા પરિણમવાનું અતિ સુંદર કાર્ય ચાલુ રાખે છે.
અસ્તિત્વ કોનુ નામ છે
નજર્યું સમક્ષ સાક્ષાત છે
પળમા છે પળમા ગાયબ
આંખ મિંચાઈ દિલ ઘાયલ
અસ્તિત્વ શું છે? આ સૃષ્ટિ મા દરેક વ્યક્તિનું હોવું એનું બીજુ નામ છે
અસ્તિત્વ. દૃષ્ટિ સમક્ષ એ તરવરાટવાળું જીવન જણાય છે. કિંતુ, કઈ ઘડીએ
કાળની થાપટ વાગે અને ઘડી પળ પહેલાની વ્યક્તિ ભૂત થઈ ,તસ્વિરમા મઢાઈ
શાંત જીવન ગુજારે તે કરતા તો હે પ્રભુ આ ઘાયલ દિલને સંભાળી લે.————-
અસ્તિત્વ
Posted by pravinash in : ચિંતન લેખ , add a comment મુજમા છે એ તુજમા છે
તુજમા છે એ મુજમા છે
મારા જીવનના વૃક્ષનું એ
બીજ તારા અસ્તિત્વમા છે
મા, બાળકને જન્મ આપે છે. જીગરનો એ ટુકડો છે. એ બાળક દિકરો
હોય કે દિકરી એ મહત્વનું નથી, માતાના ઉદરેથી અવતરી એ સંસારના
વૃક્ષનુ બીજ મા પરિણમવાનું અતિ સુંદર કાર્ય ચાલુ રાખે છે.
અસ્તિત્વ કોનુ નામ છે
નજર્યું સમક્ષ સાક્ષાત છે
પળમા છે પળમા ગાયબ
આંખ મિંચાઈ દિલ ઘાયલ
અસ્તિત્વ શું છે? આ સૃષ્ટિ મા દરેક વ્યક્તિનું હોવું એનું બીજુ નામ છે
અસ્તિત્વ. દૃષ્ટિ સમક્ષ એ તરવરાટવાળું જીવન જણાય છે. કિંતુ, કઈ ઘડીએ
કાળની થાપટ વાગે અને ઘડી પળ પહેલાની વ્યક્તિ ભૂત થઈ ,તસ્વિરમા મઢાઈ
શાંત જીવન ગુજારે તે કરતા તો હે પ્રભુ આ ઘાયલ દિલને સંભાળી લે.————-
What is LIFE? May 23, 2008
Posted by pravinash in : ચિંતન લેખ , add a comment जिवनको पाया हे प्रभु बस जिवन जीना सिखलादे
ये जिवन है अणमोल प्रभु बस मोल मुझे बतलादे
જીવન પૂર્ણ થાય છે જ્યારે શ્વાસ થમી જાય છે
આશા, નિરાશામાં પરિણમે છે જ્યારે આત્મવિશ્વાસ ડગે છે.
પ્રેમનો અંત આવે છે, જ્યારે બીજા પ્રત્યે સહાનુભૂતિ ન હોય.
મિત્રતા ખંડિત થાય છે ,જ્યારે ‘વહેંચીને’ખાવાની ભાવના સૂકાય છે.
જીવન શરૂ જન્મ સાથે.
જીવનનો અંત મૃત્યુ ટાણે.
જીવન દરમ્યાનના સંબંધ આપણી જવાબદારી.
જીવનની સિધ્ધિઓ આપણી મૂડી.
આપણો આત્મા, આપણું પુણ્ય.
આપણું મગજ કુદરતની દેણ.
આપણા વિચારો વિભુની કૃપા.
આપણી હસ્તી,સદવિચાર અને ચારિત્ર્ય.
મિત્રો જીવનનું ભાથું.
જીવનના ઘરેણાં,સહનશીલતા અને ધૈર્ય.
જીવનની બગિયાના ફૂલો, “બાળકો”.
જીવન વિનાશક ‘ચીંતા’.
જીવનમા સંતોષ,’કોઈના કામમા આવવું.’
જીવન મૂલ્યહીન, ‘આશા’વિણ.
જીવનમા હાથની શોભા,’દાન’.
નિષ્ફળ જીવન,’સ્વાર્થ યુક્ત’.
જીવનમા આવશ્યક્તા,’ઉત્સુક્તા અને ઉમંગ.’
સુંદર વાર્તાલાપનું વાહન,’પ્રાર્થના.’
‘મુખપર રેલાતું સ્મિત’, સુંદર પરિધાન.
જીવનમા અજોડ અને બેનમૂન સ્થાન,’ ઈશ્વર’.
મારો મનગમતો —— May 20, 2008
Posted by pravinash in : ચિંતન લેખ , add a comment ચાણક્ય, નાનપણથી જ એના બુધ્ધિ ચાતુર્ય પર હું વારી જતી.
ચાણક્ય નિતિ એ ખૂબ મનભાવન વાક્ય હતું.
૧. અતિશય પ્રમાણિકતા સારી નહી.સીધા ઝાડ સહુ પ્રથમ કપાય છે.
સીધા માણસો ચુંગલમા ફસાય છે.
૨.”ગુરૂ મંત્ર” તમારી ખાનગી વાત કોઈને કહેશો નહી.
૩. દરેક મિત્રતામા ઝૂઝ અંશે ‘સ્વાર્થ’છુપાયેલો હોય છે.
મિત્રતા સ્વાર્થ વગર ન હોય એ કડવું સત્ય છે.
૪. કોઈ પણ કાર્ય કરતા પહેલાં ત્રણ સ્વાલ જરૂર પૂછજો.
૧.. હું શામાટે કરુ છું?
૨.. જેપણ પરિણામ આવે યા આવશે મને
૩.. સફળતા મળશે?
જો જવાબ સંતોષ જનક હોય તો જરુર કરજો.
૫. ભય જણાય તો હુમલો કરી નાબૂદ કરો.
૬. ફૂલોની સુગંધ પવનની દિશામાં ફેલાય છે.
૭. પ્રભુ મંદિરમા બિરાજતા નથી. તમારા હ્રદયની
ભાવના જ ભગવાન છે.
૮. માનવ કર્મથી મહાન છે, જન્મથી નહી.
૯. મૂરખ વ્યક્તિ માટે પુસ્તક એટલે આમ્ધળા માટે અરીસો.
૧૦. વિદ્યા,અભ્યાસએ પરમ મિત્ર છે. વિદ્યાવન સર્વત્ર પૂગયતે.
૧૧. ૫ વર્ષ સુધી બાળકને પ્યાર આપો.
૧૦ વર્ષનો થાય ત્યાં સુધી વઢો.
૧૬ વર્ષનો થાય ત્યારે મિત્ર બને.
પુખ્ત વયનો બાળક તમારિ જીગરી દોસ્ત છે.
એક જીવન સાધક May 14, 2008
Posted by pravinash in : ચિંતન લેખ , add a commentજીવન સાધક એક સામાન્ય નાગરિક છે.
જીવન સાધક સુસંગત થવાનો પ્રયત્ન નથી કરતો.
જીવન સાધક વિરોધાભાસ વચ્ચે જીવે છે.
જીવન સાધક તેને પ્રેમ કરનારાઓ સાથે તેનું જગત વહેંચે છે.
જીવન સાધકની જીવનદૃષ્ટિ મૃદુ અને સંકલ્પવાન છે.
જીવન સાધક જીતે છે ત્યારે ઉત્સવ મનાવે છે.
જીવન સાધક અગત્યના નિર્ણય લેતા પહેલા તેને ચકાસે છે.
જીવન સાધક હારને ખેલદિલીથી અપનાવે છે.
જીવન સાધક એક ચિંતક પણ છે.
જીવન સાધક માન અપમાનથી પર છે.
જીવન સાધકના બખ્તર છે,એકાંત,શંકા અને અનાસક્તિ.
જીવન સાધક અન્યની વેદના સમજી સન્માને છે.
જીવનસાધક સાહસિક અને ચૈતસિક ખોજી છે.
જીવન સાધક આસ્તિક અને હકારાત્મક છે.
જીવન સાધક ધાર્મિક નહી આધ્યાત્મિક છે.
જીવન સાધક આત્મનિરીક્ષક અને પરિક્ષક છે.
જીવન સાધક ભૂલો નમ્ર બની સુધારે છે.
જીવન સાધક ક્ષણમા જીવનાર છે.
જીવન સાધક પરિણામલક્ષી છે.
જીવન સાધક અન્યાય સામે આંખમીંચામણા કરતો નથી.
જીવન સાધક સજાગ છે.
જીવન સાધક બાળક જેમ વર્તે છે.
જીવન સાધક ભરોસા પાત્ર છે.
જીવન સાધક ક્યારેક જલતત્વ જેવો છે.
જીવન સાધક સ્વની મર્યાદા જાણે છે.
જીવન સાધકનો ગુણ ‘હિમ્મત’.
જીવન સાધક ‘અભય’ હોય છે.
સગા-વહાલા May 12, 2008
Posted by pravinash in : ચિંતન લેખ , add a comment આ શબ્દથી સહુ પરિચિત છીએ. હંમેશા સાંભળતા આવ્યા છીએકે
આ દુનિયામા સગા વહાલા નથી અને જે વહાલા હોય છે તે સગા નથી.
કેટલો બધો વિરોધાભાસ છે. કડવું છે છતા પણ સત્ય છે. નહી, નહી તો
૯૯.૯૯ ૦/૦ લોકો આ સાથે સહમત થતા હશે. કિંતુ અંહી એક વસ્તુ
જરૂર કહીશ કે ‘સગા આપણને જન્મતાની સાથે પ્રાપ્ત થતા હોય છે,
જ્યારે વહાલા સંજોગો મેળવી આપે છે.
ઘણીવાર પ્રશ્ન ઉઠે છે આવું કેમ બનતું હશે.આ પરિસ્થિતિ ઘણો
વિચાર તથા મનોમંથન માગી લે છે.ચાલો ત્યારે તેનું વિશ્લેષણ કરી
જોઈએ. સગા સહુ પ્રથમ તો જન્મતાની સાથે સંકળાયેલા હોય છે.
જેમા સહુ પ્રથમ આવે માતા અને પિતા. કોઈ દાવા સાથે નહી કહી
શકે કે મને માતા પિતા ચુંટવાનો અધિકાર છે. માનો યા ન માનો એ
હક્ક માત્ર સર્જનહારનો છે. તેજ પ્રમાણે ભાઈ બહેન, કાકા, મામા,
માસી, ફોઈ, દાદા, દાદી, નાના, નાની વિગેરે. મારી માતા ,
કોલેજ નથી ગઈ કે મારા પિતાજી વકીલ યા ડોક્ટર નથી.કેવી ક્ષુલ્લક
વાત.
હવે ઇશ્વર કૃપાએ આપણે જેમને પામ્યા છીએ તેને ખુલ્લે દિલે અપનાવતા
શીખો. જો જીવનમા શાંતિ અને સુમેળ ચાહતા હો તો. જન્મથી મૃત્યુ પર્યંત
તેઓજ તમારી સાથે રહેવાના. ગમે તેટલા હોંશિયાર તમે હો પણ સત્ય તો
આખરે સત્યજ રહેશે. પારકાની મા ગમે તેટલી સારી પણ મારી મા જેટલો
પ્રેમ મની નહી આપી શકે. તેને પણ તેનો પરિવાર છે.
જેમ માતા પિતા અને કુટુંબ આપણા પુણ્યથી મળે છે. તેમ પતિ,પત્ની
અને મિત્રો પસંદગી થી પ્રાપ્ત થતા જણાય છે. એ સત્ય છે કે મિત્રો છૂટાં પડી
શકે. પતિ અને પત્ની જો અનૂકુળ ન આવે તો પરિણામથી સહુ વિદિત છીએ.
કિંતુ કદી સાંભળ્યું કે માતા પિતાએ બાળકને પ્રેમ કરવો છોડી દીધો! હા, તેમાં
મનભેદ યા મતભેદ જરૂર હોઈ શકે. અરે ઘણીવાર વાતાવરણની અસરમા આવી
વિખૂટા પણ થાય. છતાંય પ્રભુ નું બનાવેલ આ હૈયાનું પ્રેમનું ઝરણું વહેતું જ રહે.
તેમાં ભરતી ઓટ આવે યા વિરાનગી. પ્રસંગ આવે એ પાછું ખળખળ વહેવા માંડે.
તેથી જ તો કુદરતની અકળ લીલા કળાતી નથી.
ક્યાંક વાંચ્યું હતું પસંદગીની વસ્તુ માટે પુણ્યથી મળેલ વસ્તુને ઠુકરાવશો
નહી. કેટલું સત્ય આ પાછળ ગર્ભિત છે. યુવાનીમા મદહોશ માનવ ઘણીવાર
આ વાત વિસારે પાડે છે. ખેર, અને જાગે છે ત્યારે કોઈક વાર ખૂબ મોડું થઈ
ગયું હોય છે. જો સમયસર ચેતે તો આપણે સહુ જાણીએ છીએ કે ‘ સુબહ કા
ભૂલા જબ શામકો ઘર આતા હૈ તો ઉસે ભૂલા નહી કહેતે.’
એકબીજાને સમજવામા આપણે કેમ થાપ ખાઈએ છીએ. ઘણીવાર તેમાં
સંજોગો ખૂબ અગત્યનો ભાગ ભજવતા હોય છે. દરેકે દરેક વ્યક્તિ ની પરિસ્થિતિ
અલગ અલગ હોવાને કારણે કોઈ એકજ માર્ગ સાચો ન કહી શકાય. તે છતાંય
દરેક સમસ્યાનો હલ મુમકીન છે. જીવનમા અસંભવ યા અશક્ય બે શબ્દો ને
શબ્દકોષમાંથી ફારગતિ આપવી જોઇએ તેવા મતની હું છું.
વહાલા, બોલતાં મોઢું ભરાઈ જાય અને આંખોમા ચમક પ્રસરી જાય. બેશક
વહાલાના આંચળા નીચે ભેડિયા નથી ને તેની સાવચેતી જરૂરી છે. કોઇ પણ નાની
યા મોટી વ્યક્તિ તેનો શિકાર બની શકે છે. સજાગતા અને વિવેક બુધ્ધિની ખૂબ
આવશ્યક્તાનો ત્યાં ખપ પડે છે. ઘડીના છઠ્ઠા ભાગમાં વહાલા વેરી બની શકે છે.
ત્યારે એવી સ્થિતિનું નિર્માણ થાય છે કે સ્નેહનુ ઝરણું સુકાઈ જાય છે. એવી મૃતઃ
પ્રાય પરિસ્થિતિ સર્જાય છે જે ફરીથી સજીવ થવા શક્તિમાન બનતી નથી . બધા
પ્રયત્નો પોકળ નીવડે છે.
આ ખરેખર વિચાર માગી લે તેવી વાત છે. અણમોલ માનવ જન્મ એળે ન
જાય તેથીજ તો આ પ્રશ્ન વિશે ચિંતન ચાલુ કરીએ——–