jump to navigation

સારું થયુ ગાંધી September 29, 2007

Posted by pravinash in : ચિંતન લેખ , add a comment

૨જી ઓક્ટોબર, ૨૦૦૭ પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મ
દિવસ. હ્યુસ્ટનમાં તો ખૂબ શાનદાર રીતે ઉજવાય છે.એને
દુનિયાભરમાં ‘શાંતિ દિન’તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
પણ જ્યારે પ્યારા બાપુની વાત નિકળે છે અને લોકોના
મુખ પરના ભાવ પલટાય છે તે જોઈ હ્રદયમાં ચિત્કાર ઉઠે
છે અને મનમા ને મનમા થાય છે “સારું થયું બાપુ તમને
ગોડસેએ ગોળીથી વિંધ્યા”.
આ શબ્દો લખતાં હૈયું છલની થઈ જાય છે. નાનપણથી
પૂજ્ય ગાંધીબાપુની વાત, તેમની જીવન શૈલી, તેમના
સત્યના પ્રયોગો બધુ ખૂબ ગમતું . અરે ભૂતકાળ નથી હજુ
પણ ગમે છે. પણ ૨૧મી સદીના નામ હેઠળ આજે એમની
વાતો પાયા વગરની , વજૂદ વગરની ગણવામાં આવે છે
ત્યારે દુઃખ થાય છે. ‘સત્ય’ ની કોઈ કિંમત નથી. ડગલેને
પગલે ‘અસત્યમેવ જયતે’ જણાય છે. ભૌતિકતાની પાછળ
ભાગતો સમાજ આંધળી દોટ મૂકી રહ્યો છે. દિશા શૂન્ય માનવ
અથડાય છે, પછડાય છે છતાંય પાઠ ભણવામા નાકામ છે.
‘પરદેશી માલની હોળી’ એ શબ્દો હાસ્યાસ્પદ બની ચૂક્યા
છે. ભારતમાં જઈએ અને કહીએ કે હિંદુસ્તાનમાં ઉત્પન્ન થયેલી
વસ્તુ જોઈએ તો લોકો તમને એવી નજરે જુએ કે જાણે તમે ગાંડા
તો નથી ને. માતૃભાષાનો આગ્રહ તમને ગામડિયામા ખપાવવા
પૂરતો છે. દારૂ નથી પીતા તો તમે ૧૭મી સદીના છો.
બાપુ, આ તમારા ભારતમાં અરે ભૂલી આપણા ભારતમાં શું
ચાલી રહ્યું છે. જો તમે વધુ જીવ્યા હોત તો તમારી કેવી અવદશા
કરી હોત. નૌઆખલીના કોમી રમખાણો જોઈ તમે કેટલા અપવાસ
કર્યા હતા. આજે એવી અવદશા છે કે તમારે ગળે ધાનનો કોળિયો
પણ ન ઉતરત.
બાપુ, ભાવનગરમાં ‘ગાંધી સ્મૃતિ’ ના દર્શન કર્યા. કેવું સુંદર
પવિત્ર સ્થળ પણ કવી બિસ્માર હાલત. આ એજ દિવસ છે જ્યારે
થાય છે રામ રાજ્ય ભારતમાં તુલસીદાસના રામાયણમા વાચ્યું હતું.
આજે રાવણ રાજ્ય ભારતમાં અસ્તિત્વમાં છે.

શ્રાદ્ધ September 27, 2007

Posted by pravinash in : ચિંતન લેખ , add a comment

શ્રદ્ધાથી કરવામાં આવે તેને શ્રાધ્ધ કહેવાય. પછી તે અમૂક દિવસોમાં જ
કરવાનું હોય કે અમૂક સમયે તે અગત્યનું નથી.
હિંદુ પંચાંગ અને પરંપરા મુજબ ભાદરવાની પૂનમથી ભાદરવાની અમાસ
એ શ્રાધ્ધના દિવસો ગણવામાં આવે છે. એ દિવસો દરમ્યાન કુટુંબમાંથી
ગુમાવેલ પ્યારી વ્યક્તિઓને યાદ કરી તેમના ગુણોનું ગાન કરીએ છીએ.
રૂઢીચુસ્ત લોકો તેમને ભાવતા ભોજન જમે છે. બ્રાહ્મણોને દાન કરે છે. પીંડ
પૂરે છે. તેઓને તર્પણ કરે છે.
શ્રધ્ધા પૂર્વક વિછડેલાને યાદ કરી . તેઓ જ્યાં પણ હોય ત્યાં
શાંતિથી હોય તેવી પ્રાર્થના. કોઈના પણ વગર દોનિયા અટકી નથી અને
અટકવાની પણ નથી. આજે તમે છો, કાલે આપણે સર્વેએ એજ રસ્તે જવાનું
છે એ યાદ રહે. આ દુનિયામા જન્મ તેનું મૃત્યુ નક્કી છે. આપણે સર્વે આ
ફાની દુનિયાના મુસાફરો છીએ તે યાદ શ્રાધ્ધના દિવસો અપાવે છે..

બિરાજે છે September 26, 2007

Posted by pravinash in : ભજનો , add a comment

       મારે  અંતરે  શ્રીજી  બિરાજે  છે
       મુજને જિવનનો રાહ દર્શાવે છે

      મારગમાં આવતા  અંતરાયોને
      શ્રીજી શ્રધ્ધાથી પાર  કરાવે છે

      મનડાને શ્રીજી પ્રેમ મનાવે છે
      તેની   ભ્રમણાઓને  ભાંગે  છે

      જીવન પથને શ્રીજી ઉજાળે છે
      કંટક વીણી ફૂલડા  બિછાવે છે

     દયાનો  સાગર  છલકાવે  છે
     પ્રેમે શ્રીજી  તેને  પખાળે  છે

      કર્મ  નિઃષ્કામ  કરાવે  છે
      વાણીથી શીખ વરસાવે છે

     જીવનની ગહનતા દર્શાવે છે
     શરણે   તેને   સ્વિકારે  છે

લોટરી લાગી ગઈ

Posted by pravinash in : ટુંકી વાર્તા , add a comment

  ડોકટર મહેતા અને રંમણભાઈ શાળા સમયના મિત્ર.આજે તો બંનેના બાળકો  પણ ઘરસંસાર માંડીને સ્થાયી થઈ ગયા હતા. રમણભાઈ ના નસિબે યારી  આપી હતી. છતાંય તેમને લાખોપતી થવાનો અભરખો હતો. સૂરા કે સુંદરી  કોઈ ખરાબ આદત ન હતી. પણ ખરાબ કહો તો ખરાબ અને સારી કહો તો  સારી,લોટરી ખરીદતાં. દર મહિનાની પહેલી તારીખે ૨૦૦ થી ૪૦૦ રૂપિયા  વાપરી નાખતાં. રેણુકાબહેન ઝઘડો અચૂક કરે રમણભાઈ તેમની મનાવી  લેવા માટે પાવરધા થઈ ગયા હતા.
  બાળકો અલગ હતા તેથી ધંધાનો ભાર તેમના માથે હોય તે સ્વાભાભિવક   છે. ધંધો બહોળો હતો તેથી સમેટતા બે પાંચ વર્ષ સહેજે નિકળી જશે એમ તેમને લાગતું. તેના ભારને લઈને રમણભાઈને હ્રદય રોગ નો હુમલો આવી  ગયો. ડોકટર મહેતા દરરોજ સવારે પોતાના દવખાને જતા પહેલાં એક આંટો  આવી જતા. મિત્રને હસાવી સારા મિજાજમાં રાખતા. રેણુકાબહેન  અગ્રહ  પૂર્વક ચાપાણી ને નાસ્તો કરાવીને જ જવા દેતા. તેમના પ્યાર આગળ આ રોજનો ક્રમ થઈ ગયો.
   રમણભાઈને સારું લાગતું હતું. વીસેક દિવસના સંપૂર્ણ આરામ પછી આજે પહેલીવાર બહાર નિકળ્યા. ગાડી સીધી લોટરીવાળા ને ત્યાં જઈને ઊભી રખાવી.  આજની લીધેલી લોટરી હતી પણ પચાસ લાખની. આજે ખુશમિજાજમાં પાંચસો  રૂપિયાનું પાણી કરી નાખ્યું. રેણુકાબહેને નારાજી દર્શાવી લોટરીની ટિકિટૉ તેમની પાસેથી ખુંચવી લીધી. રમણભાઈ કશું બોલ્યા વગર ચૂપચાપ આરામ કરવા જતા
  રહ્યા. હવે સારું લાગતુ હતું તેથી ડોકટર રોજ ન આવતા. લોટરીનું પરિણામ બહાર આવ્યું. રિસાયેલા રમણભાઈ એ એકપણ હરફ તે બાબત માટે ન ઉચ્ચાર્યો. રેણુકાબહેન પણ કાંઈ ન બોલ્યા. સાંજ પછી તેમને દયા આવી ને પરિણામ સાથે ટિકિટ મિલાવી તો આભા થઈ ગયા. ૫૦ લાખનું ઈનામ લાગ્યું હતું. ખરેખર ગભરાઈ ગયા. શું કરવું તેની મુંઝવણ સતાવવા લાગી.તેમને ડોકટર મહેતા યાદ આવી ગયા. ઘરમાં ફોન હતો છતાં બહાર જઈ ને રમણભાઈને ખબર ન પડે તેથી ફોન કર્યો. ડોકટર પણ વાત સાંભળીને ખુશ થયા અને કહે આજે સમય   નથી ‘હું કાલે સવારે વહેલો આવીશ અને વાતનો દોર મારા હાથમાં લઈશ,ભાભી તમે ચીંતા ન કરતાં. એક વાત યાદ રાખજો આ વાત હમણાં કોઈને કરશો નહીં. તમારા બાળકોને પણ નહીં.’
   રેણુકાબહેન સવારની કાગડોળે રાહ જોતા હતા. સવારે ડોકટરને જોઈ રમણભાઈ બોલ્યા,’અલ્યા મહેતા મારી તબિયત સારી છે શું મને પાછો માંદો કરવો છે?.’
 ડોકટર સ્વાભાવિક પણે કહે’મારે રેણુકાબહેનના હાથનો ચા નાસ્તો કરવો હતો તેથી થયું લાવ આંટો મારી આવું. કેમ ખરું ને ભાભી?.’ કહી જોરથી હસી પડ્યા. ચા નાસ્તાને ન્યાય આપી તપાસવાના બહાને બધાને ઓરડાની બહાર કાઢ્યા.
 વાતમાંથી વાત કરતાં કહે અલ્યા’ રમણ તું આ વખતે લોટરી લાવ્યો કે નહીં?
 રમણ કહે ‘તું વાત છોડને યાર તેમાં તો રેણુ મારા પર નારાજ છે.’
ડોકટર કેવી  રીતે વાત કરવી તેની મુંઝવણમાં હતા. અચાનક પૂછી બેઠાં ‘અલ્યા તને ૫૦ લાખની લોટરી લાગે તો તું શું કરીશ.’
   પળનો પણ વિલંબ કર્યા વગર રમણભાઈ બોલી ઉઠયા ‘અડધા તને આપીશ.’
 
ડોકટર મહેતા પથારીમા ફસડાઈ ————–.
 

ક્ષણ

Posted by pravinash in : કાવ્યો , add a comment

 ક્ષણ  ની કિંમત ને તું  જાણ
    માનવી ના બનીશ અનજાણ

   ક્ષણ  ભરમાં  તારું  ભવિષ્ય
   તારે  હાથે  તું   ફેરવવાનો

  ક્ષણમાં હતો નહતો  થવાનો
  ક્ષણમાં નવલો દેહ ધરવાનો

  ક્ષણની કિંમત  વિમાની  જાણે
  ક્ષણની મહત્તા વિદ્યાર્થિ પહેચાને

  ક્ષણ ક્ષણ નું આ બનેલું જિવન
  ક્ષણ  ભરમાં  પરાસ્ત  થવાનો

  ક્ષણનો દૂર ઉપયોગ કરીશના
  ક્ષણ વેડફાય તેવું જીવીશ ના

  ક્ષણનું મહત્વ જો તું ના સમજે
  રાંડ્યા પછી શું ડહાપણ નીપજે

ત્રીજે માળવાળી બા September 25, 2007

Posted by pravinash in : ટુંકી વાર્તા , add a comment

પારો આજે ખૂબ ખુશ હતી. આમ પણ પારોનો સ્વભાવ ખૂબ સુંદર. જો તમે તેનું મોઢું વિલાયેલું જુઓ તો થશે આજે સૂરજ કઈ દિશામાંથી ઉગ્યો છે? કારણ પણ ખુશ
થવા જેવું જ હતું. એની લાડકી દિકરીને પહેલે ખોળે દિકરો અવતર્યો હતો.. પેંડા બનાવવામાં મશગુલ પારો ગુનગુનાતી હતી. ‘ તમે મારા દેવના દીધેલ છો, આવ્યા
ત્યારે અમર થઈને રહો.’
અમર બોલીને તેને પોતાની ‘અમરતબા જે ત્રીજે માળવાળી બા ‘ તરીકે તે ઓળખતી હતી તે યાદ આવી ગયા. પારો પેંડા વાળતાં વાળતાં ભૂતકાળમાં સરી પડી. અમરતબાને
તે ખૂબ વહાલી હતી. જ્યારે પણ ગામ જવાનું થાય ત્યારે કંઇકને કંઇક તે બહાનું જ શોધતી હોય. દોડીને અમરતબા પાસે પહોંચી જાય. બાના નયનમાંથી નિતરતો પ્રેમ આજે પણ તેની
આંખ સમક્ષ તરવરી ઉઠે. અમરતબા તેના વહાલા પૂજ્ય પિતાજીની દાદીમા થાય. મુંબઈની રીત પ્રમાણે તે ઘર કે જ્યાં અમરતબા રહેતા તે બે માળનું હતું . ભોંયતળીયે મારા દાદીમા રહે,
પહેલે માળે દાદીકાકી રહે અને એકદમ ઉપર બંનેના સાસુમા એટલે મારા અમરતબા.
અમરતબા દેખાવે ખૂબ રૂપાળા, એકદડીના રોજ માથે બેડું મૂકીને વાડીકૂવે પાણી ભરવા જાય. મારી યાદ પ્રમાણે તેઓ ૮૫ થી ૯૦ની ઉમરના હશે. ધીરી પણ સુંદર ચાલ. બેડું તેમણે પકડવું પણ ન પડે. અધ્ધર માથા પર લઈને ચાલે. પાછા બે દાદર પણ ચઢે. ધીરે ધીરે તેમનું કામ કરે. હું જાંઉ ઍટલે કહેશે, પારો બેટા ચવાણું ખાઈશ? એમના ચવાણાની મિઠાશ આજે પણ આ લખતાં હું માણું છું.
મુંબઈથી લાવેલો મેવો તેમને પહોંચાડવાની જવાબદારી મારી. મેવો એટલે ફળફળાદી અને સૂકો મેવો. જેવાંકે બદામ, પીસ્તા, દરાખ, એલચી વિ. લઈને જાઊં એટલે કહેશે તાતી મા આવે ત્યારે અચૂક તે લાવે. પારો બેટા ‘તું દાદીને આપવા આવે અને મારો લાલો લહેરથી આરોગે.’ બેટા પ્રભુ તને ખૂબ ખુશ રાખશે. તું તારી દાદીની, દાદીકાકીની, મારી બધાની ખૂબ લાગણી કરે છે.’
નાની બાળા પારો સમજે બહુ છું પણ પ્રેમથી બધાનાં કામ દોડી દોડીને કરે. આજે મમ્મી બજારમામ્થી કેરી લાવી હતી . ઉનાળાની ઋતુમાં દેશમાં જવાનું થાય એટલે અમરતબાને મઝા પડે. તેમને કેરી ખૂબ ભાવે. મારી મા પણ મોટીબાને કેરી મોકલાવે, દાદીકાકીને અને મારા વહાલા અમરતબાને. મોટીબા ઍટલે મારા દાદીમા અને અમરતબાને ઝાઝી મોકલે. દાદીકાકીને તેમના દિકરા મોકલે તેથી બહુ ન રાખે. આજે કેરી આપવા ગઈ હતી. અમરતબાને પાણી ભરવા જતા જોયા પણ ન હતા. સવારથી થતું હતું કેમ આજે બા કેમ ન દેખાયા. મમ્મીએ સવારથી રોટલી કરવા બેસાડી હતી તેથી કામ પુરું કર્યા વગર ન જવાય.
આજે બા સવારથી ઉઠ્યા ન હતા. ‘બા હું તમને અડકું’? મેં પૂછ્યું . બા મરજાદી હતા. મરજાદી એટલે સેવા કરતા હોય ઠાકોરજીની ત્યારે કોઈને પણ અડકે નહી. બા કહે હાબેટા. મારી આંખમાં ઝળઝળિયા આવી ગયા. બ કહે બેટા, કાલે ઠાકોરજી માટે પેંડા બનાવતી હતી. તમે બધા મુંબઈથી આવો, એટલે મારે મન આનંદ હોય, તેથી ઠાકોરજીને ખૂબ ભાવ્તી સામગ્રી બનાવું . પણ હવે ઉમર થઈ ને કામ કરતા કોઈ વાર દાઝી જવાય.
પારો આજે હરખના પેંડા બનાવતી હતી ને અમરતબા યાદ આવી ગયા.દિકરો આવ્યો હતો, દાદીમા થઈ હતી.

———-

વિણેલા મોતી

Posted by pravinash in : વિણેલા મોતી , add a comment

અપેક્ષા ઈચ્છાને પોષે છે.

ઈચ્છા અનર્થનું મૂળ છે.

અહં ઈચ્છાનું ઉદભવ સ્થાન છે.

સ્વાર્થ અહંને સીંચે છે.

માનવ જીવન સ્વાર્થના પાયા પર નહીં,

સમતાના નક્કર પાયા પર ઉભેલી હોવૉ જરૂરી છે.

બાળપણ September 24, 2007

Posted by pravinash in : Uncategorized , add a comment

બાળપણાની ગાંડી ઘેલી યાદો

વાવા ગામના રાજાની, રાણીની , દાસીના, વાળ પરના, જંતુના પગ પરની
ચોંટેલી ધુળની વાહ રે વાહ.

‘લીમડી ગામે ગાડી મલી’
બંને બાજુથી વાંચો.

” કલકત્તાવાળા કાંતીકાકાએ કાનપુરવાળા કમળાકાકીને
કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢવા
કાચનું કચોળું કાઢો.”

નવું નવું અંગ્રેજી શીખતાં હતા.

અંગ્રેજી કરો.

ચાલતા ચાલતા નદી આવી.

walking walking comming river.

લડતા લડતા શિવાજી રંગમાં આવી ગયા.

fighting fighting shivaji came in color.

દેશ માટે મરી ફીટો.

country die for.

આવું તો ઘણુ બધું છે. ફરી મળીશું.

બસ ચાલ્યા કરો September 23, 2007

Posted by pravinash in : ચિંતન લેખ , add a comment

બસ ચાલ્યા કરો જીંદગી સફળ કરવી છે ?

રસ્તા સીધા નહીં વાંકાચૂકા હશે!

હર વળાંકે નિષફળતા રાહ જોતી હશે !

ચઢાણ યા ઉતરાણ પાર કરવા પડશે !

અથડામણ થાય ત્યારે મિત્રો મળશે !

દુશમનો લાલબત્તી બતાવતા ઉભા હશે !

સાવધાનીથી પરિવારમાં વર્તવું પડશે !

ત્યારે જીંદગીનું ચિત્ર છેકછાક વગરનું કુદરતી રીતે દોરાશે !

હવે એ સફળ છે કે નિષ્ફળ તે નક્કી કરનાર આપણે કોણ ????????????

હસવાની મનાઈ છે

Posted by pravinash in : હાસ્ય રસ , add a comment

સરદારજીઃ પરીક્ષામાં તૈયારી કરી ન હતી.
હવે શુ? ફળદ્રુપ ભેજું. ખિસામાંથી
સિક્કો કાઢ્યો,માંડ્યા ઉછાળવા.
ચટ પડે તો હા, પટ પડે તો ના.

શિક્ષકઃ ખૂબ હોંશિયાર હતા. સમજી ગયા
કે આમને વતાવવામાં માલ નથી.
બધો તાલ જોઈ રહ્યા.

સરદારજીઃ અડધા કલાકમાં તમાશો પૂરો કર્યો.
ફરી કલાક પછી નાટક શરૂ.

શિક્ષકઃ મનમાં, આ વળી કેમ ચાલુ થયું.
સરદારજીને, તમારું જવાબનું
પેપર મને આપીને જઈ શકો છો.

સરદારજીઃ બસ પંદર મિનિટ, હું જવાબ તપાસી
લંઉ. સિક્કો ઉછાળી જવાબ તપાસતા
હતા.