Archive for September, 2009

હસવાની મનાઈ છે

September 29th, 2009

આપણે માનીએ છીએ કે માણસ ઉમરમા વધે ઍટ્લે “ઘરડો” થાય.

મારા મતે તે ધનવાન બને છે.

ચાલો ત્યારે તપાસીએ.

૧.   વાળમ ચાંદી.

૨.   આંખમા મોતી. (મોતિયો)

ક.   કાનમા કુંડળ (સાંભળવાનું મશીન)

૪.   દાંતમાં સોનુ.

૫.   લોહીમા વગર પૈસે ખાંડ

૬.   મૂત્રપીંડમા પથ્થર

૭.   પગમાં પાણી ૯ગંગા જમુનાનુ)

૮.   ચાલમા ઠુમકા

૯.   આખા શરીરમા વગર પૈસે “ફાયરસ્ટોનના ટાયર.

૧૦.   પેટમા કુદરતી ‘ગેસ’.

     હવે કહો કે ગરીબાઈ તમને ક્યાં વરતાય છે.  બુઢાપો તો

જણાતો જ નથી.

હા હા હા  હા હા હા—————

દશેરા

September 28th, 2009

  દશેરાનો શુભ પર્વ દર વરસે આવે.  મંગળતા ફેલાવે.  દિલમા

છૂપાયેલ રાવણના માથા ધીરે ધીરે વધેરાય. તેની જગ્યાએ

મર્યાદા પુરૂષોત્તમ રાજા રામ ના સુંદર ગુણોનો પ્રાદુર્ભાવ

થાય. તો જાણવું કે દશેરાના પર્વની ઉજવણી સાર્થક થઈ.

      દર વર્ષની જેમ દશેરા અવ્યા. જરા શાંતીથી વિચારો

શું આપણા જીવનમા કાંઈ પરિવર્તન જણાય છે. હા, એક

વર્ષનો ઉમ્મરમા વધારો થયો. જીદગીની મઝલ થોડી

ટૂંકી થઈ. બાળકો એક નવા ધોરણમા આવ્યા કે નવિન

બાળનું ઘરમા આગમન થયું.

         દશેરાના શુભ દિવસે દસ વિપુનું દહન કરી શકીએ તો

ભાગ્યશાળી થવાય.

 ૧.  કામઃ ઉપર કાબુ.

૨.   ક્રોધઃ કારણ યા અકારણ તેના પર નિયંત્રણ.

 ૩.  મોહઃ મારું મારુંની  તીવ્ર ભાવના

૪.  માયાઃ જગતની  માયાજાળમા ફસામણી

૫.  લોભઃ લોભને થોભ નથી

 ૬.  અસત્ય  અસ્ત્યોમાંહેથી પ્રભુ પરમ સત્યે તુ લઈજા

૭. અસ્તેયઃ સંજોગો વશાત યા આદતસે મજબૂર (ચોરી)

૮.ઈર્ષ્યાઃ હંમેશા બીજાની અને પારકાના સુખે દુખી થવાની આદત.

૯. દંભઃ જે નથી તેનો દેખાડો. જે છે તેને સંતાડવું.

૧૦. આસક્તિઃ સંસારની, દુન્યવી વસ્તુઓનુમ આકર્ષણ.

        હવે વિચારવું રહ્યું કે  શેનો ત્યાગ દશેરાના દિવસથી

કરી શકાય . વિજયા દશમીના વિજયનો આનંદ ખુલ્લે દિલે

માણી શકાય.

रितिका

September 25th, 2009

 

  जादू भरे नयन और मधुरी मुस्कान

बनाने वालेने मिलाई और हुई पहचान

कैसे बताउं क्यों कैसे मुझे  वो  भाई

“मम्माजी” कहा और मैंने जान लुटाई

प्यारसे मिलना अपना दिल खोलना

चूपकेसे आके मेरे दिलको टटोलना

कितने सालोंकी प्यास एक बेटीका होना

बनी त्रुप्त पाके एक सुहानी  हुई  रैना

भोली भाली चंचल पटर पटर करती

कानोंमे आके मीठे चुटकुले सुनाती

रितिका नाम उसका, दिल्ली धाम उसका

दिल चुराना काम उसका सुहाना अंजाम उसका

  

 

पिछले साल नवरात्रीकी आठम के दिन ये बडी

प्यारी लडकी मुझे मिली थी. मम्माजी कहकर मुझे

प्यार और सम्मान दीया था. बेटी न होनेकी कमी

पूरी की थी.

નાનો શો પ્રયાસ

September 23rd, 2009

 

 

ઢુંઢુ તને બહાર ને ભીતર

પામું તને સમક્ષને અંદર

 

નવી મંઝિલ નવી યાત્રા

નથી સાથી નથી તારા

 

લાગણીની હોડીના હલેસા ધબકાર

પામીશ કિનારો ? જીવન ભંગાર

 

ગાઢ જંગલ છે ને હરિયાળી લહેરાય છે

જીવન મંગલ છે ને સુગંધ  ફેલાય  છે

નવરાત્રી — હળવી નજરે

September 21st, 2009

નવરાત્રીનો તહેવાર આવે અને ગરવી ગુજરાતણના પગ ઠુમકા

લગાડે,ગરબાનું સંગીત સુણાય અને માથુ, હાથ, ગરદન,બદન

અને પગ તાલ પુરાવે. નવ રાત્રી અને શરદ પૂર્ણિમા ઘેલા

બનાવવા માટે પૂરતા છે. માતાની સ્તુતિ દિવસભર કરવાની,

રાત્રે આરતી કરી પ્રસાદ ઝાપટવાનો.

    જો કે હવે ગરબા અને તેમાંય રાસ તો દુનિયાભરમા પ્રચલિત

થઈ ગયા છે. તેના મહત્તાથી આપણે સર્વે વિદિત છીએ. રંગબેરંગી

ઝમકદાર ચણિયાચોળીમા નાચતી નાની યા મોટી, કુંવારી કે પરણેલી

ગુજરાતણો ગરબે ઘૂમે ત્યારે ધરા પણ ક્ષણવાર ઘુમવાનું વિસરી જાય.

   હા, જેમના પતિદેવોને રસ હોય તેમેને પણ આનંદ ખોબે ખોબે લુંટવાની

ઘણી મઝા આવે. કિંતુ જેમના પતિદેવો ઔરંગઝેબ હોય. ( સમજી ગયાને ?)

તેમની હાલતનો કદી વિચાર કર્યો છે.  તેઓ મનમા મણ મણની———.

જો કે અમેરીકામા તેવું નથી! હા પત્ની રાતે મોડેથી એકલી ન આવે તેટલે

ગાડી ચાલકની નોકરી મને કે કમને સ્વિકારે અને પછી એકાંત જગ્યા જુએ

સરસ રીતે ગોઠવાઈ જાય અને નસ્કોરા બોલાવી ગરબાના તાલમાં તાલ પુરાવે.

બિચારા પતિદેવો, ગમે તેટલો પ્રયત્ન કરે પણ રસ કેળવી ન શકે તો પછી નાછૂટકે

સજા ભોગવે.  જો કોઈવાર નિંદરરાણી રિસાઈ જાય, ઘરની રાણી રાસ રમે તો પોતે

સિગરેટના ધુંવા ઉડાવે.

        દેખવું નહીને દાઝવું નહી. ઘરવાળી કોની જોડે રાસડા લે છે તેની પરવા નહી.

ઘણા ભાગ્યશાળી પતિઓ પત્ની સાથે પ્રેમથી મઝા લુંટે. કુંવારી કળી જેવી સુંદર

કન્યાના ગરબાની લચક જોતા આંખડી ધરાય નહી. તેમાંય જ્યારે જુવાન છોકરા

અને છોકરીઓ દાંડિયા રાસ લે તે અદભૂત   નજારો આંખડીને ઠારે.

        હજુ તો ઘણા દિવસો બાકી છે. પ્રેમથી નવરાત્રીની મઝા માણો અને અવલોકો.

એક લાલબત્તી ધરવી છે મઝા માણતા માણતા ખોટા કુંડાળા માં પગ ન પડી જાય

તેનું  જુવાનીયાઓ ધ્યાન રાખે. નવરાત્રીની શુભકામના. અંબામા, કાળીમાતા,

બહુચરામાતા, શારદામાતા અને યમુનામહારાણી  સહુના ચરણોમા દંડવત પ્રણામ.

વંદન તેને

September 18th, 2009

   કોલેજની પદવી પ્રાપ્ત કરી તે ૨૧ વર્ષનો જુવાન “યોગ” વીશે ભણવા

પ્રશાંતિ કુટિરમા આવ્યો હતો.  ભારતમા રહેવું ,ભરતના ભિન્ન ભિન્ન રાજ્યોના

યુવકોનો સંગ માણવો એ એક લહાવો છે.  કુદરતની મહેર વરસી અને તે

લહાવો મેં એક વર્ષ માણ્યો. આજે પણ આંખ બંધ કરું ને હું બેંગ્લોર પહોંચી

જાઉં છું.

           વિરલ તેનું નામ, ગુજરાત તેનું ગામ. માસ્ટર્સ યોગમા ભણી તેને પોતાની

કારકિર્દી બનાવવી હતી. ખુબ જ સોહામણો યુવાન, તેની સાથે વાત કરવાની મને

ખૂબ મજા આવતી. ભણવામા ખૂબ હોંશિયાર હતો. કિંતુ  ગુજરાતમા, ગુજરાતીમા

ભણ્યો હતો તેથી થોડી તકલીફ પડતી હતી. જ્યારે પણ તે ગુમસુમ દેખાય ત્યારે

તેની સાથે વાત કરી તેને હસાવવાનો મારો પ્રયત્ન રહેતો.

       આન્ટી, મારા મમ્મીને  જરા ઠીક નથી. મેં તેને પ્રેમથી પાસે બેસાડ્યો. ખબર

પૂછ્યા. કહે મારા મમ્મી છેલ્લા ૨૦ વર્ષથી નોકરી કરે છે. પપ્પા પણ નાનો ધંધો

કરે છે.  અમે બે ભાઈ છીએ નાનો ભાઈ મારાથી ૪ વર્ષ નાનો છે. આન્ટી ‘હું ક્યારે

ભણી રહીશ જેવો કમાવા માડીશ કે મારી મમ્મીને કહીશ ,’મા હવે તું આરામ કર.’

હું માસ્ટર્સનું ભણ્યો હવે સારા પૈસા કમાઈશ તારે નોકરી કરવાની જરૂર નથી.’ તારો

મોટો દિકરો કમાતો થઈ ગયો છે.

       આ શબ્દો ભારતમા રહેતા ભારતિય યુવાનના જ હોઈ શકે——. મારું  મસ્તક

તેને વંદન કરતું નમી પડ્યું.

યાદ રહે

September 16th, 2009

શિસ્તબધ્ધ જીવન એટલે સફળ જીવન

યાદ રહે કે ફળફળાદિ હંમેશા ખાલી પેટે ખાવા.

પાણી આઠ ગ્લાસ પીવુ જરૂરી નથી.

જમવાની શરૂઆત કંઈક ગળ્યું ખાઈને કરવી.

જેથી બધા સ્વાદના ગ્લાન્ડ સતેજ થાય અને પાચન સારું થાય.

પ્રાણાયામ કરવાથી યાદ શક્તિ વધે છે.

મગજની સમતુલા જળવાય છે.

પેટને સાફ રાખવા નરણે  કોઠે ચાર ગ્લાસ હુંફાળું ગરમ પાણી મીઠુ નાખી પીવું.

પછી સાધરણ આગળ પાછળ વાંકા વળવાની તથા કમર હલાવવાની

હળવી કસરત કરવી. દસ જ મિનિટમા પેટ સાફ થઈ જશે.

જો લોઃહીના દબાણની તકલીફ હોય તો મીઠાને બદલે લીંબુ વપરાય.

કપાલભાંતી કરવાથી મુખ ઉપર તેજ વધે છે.

સરળ ‘ગીતા’

September 13th, 2009

વગર કારણે શામાટે ચીંતા કરે છે ?

તું વિના કારણે કોનાથી ડરે છે ?

      કોણ તને મારી શકે ?

આત્મા જનમ લેતો નથી કે મરતો નથી

 જે કાંઈ બન્યું, બને છે અને બનશે તે

તારા સારા માટે જ હશે.

ભૂતકાળ માટે  કોઈ દુખ લગાડીશ નહી.

ભવિષ્યની ચીંતા કરીશ નહી.

વર્તમાન વહી રહ્યો છે.

તેં શું ગુમાવ્યું કે તું રડે છે ?

તું શું લઈને આવ્યો હતો ?

તેં શું ગુમાવ્યું છે ?

તેં શું પેદા કર્યું કે તને લાગે છે તેં ખોયું?

તું કાંઈ જ લાવ્યો નહતો.

જે પણ છે તે અંહીથી જ મેળવ્યું છે.

જે કાંઈ પણ મેળવ્યું તે ઈશ્વરની ક્રુપાથી

જે કાંઈ પણ અર્પ્યું તેને જ સમર્પ્યું.

તું ખાલી હાથે આવ્યો, ખાલી જવાનો.

આજે જે કાંઈ પણ તારું છે, તે કાલે

કોઈનું હતું. આવતીકાલે બીજાનું હશે.

તેમા તું ભૂલથી મહાલે  આ મારું તેમ માને.

આ મિથ્યા આનંદ જ તારા દુખનું કારણ છે.  

કુદરતનું ચક્ર હંમેશા ફરતું રહે છે.

જેને અંત માને છે તે જીંદગીની શરુઆત છે.

કરોડપતીને રોડપતી બનાવવાની તાકાત તેનામા છે.

તારું,મારું,નાનું મોટુંનો ભેદ મનમાંથી કાઢી નાખ.

સઘળું તારું છે  અને તું સર્વનો છે.

આ પાર્થિવ દેહ તારો નથી,તું દેહનો નથી.

આ શરીર પંચમહાભૂતમાંથી નિર્માણ થયું છે.

અગ્નિ, પાણી, વાયુ, પ્રુથ્વિ અન્ર આકાશ

તે તેમાંજ અંતે મળી જશે.

જેઓ આ સત્યને જાણે છે તેઓ

ભય, દુખ અને ચીંતાથી પર છે.

તું જે પણ કરે તે શ્રધ્ધા અને વિશ્વાસથી કર.

જેનાથી તને શાશ્વત સુખની પ્રાપ્તિ થશે.

ચાલો રસોડામા

September 12th, 2009

          આજે સોનાનો સૂરજ ઉગ્યો હતો. એક તો સૂર્યવંશી મોહિની

સૂરજ બરાબર માથે આવે એ પહેલા ખાટલા પરથી ઉતરી રસોડામાં

પધારી હતી.

                 મમ્મા, હું આજે ચા અને ટોસ્ટ બનાવીને બધાને દિલથી

સવારનો નાસ્તો કરાવીશ. મમ્મીએ ગાલે ચૂંટી ખણી. કોઈ પણ જાતના

વાદવિવાદ કર્યા વગર સંમતિની મહોર મારી દીધી. કહે બેટા તને જ્યાં

પણ સવાલ હોય ત્યાં પૂછજે. હું છાપામા સુડોકુ કરવાનો પ્રયત્ન કરું છું.

           મોહિનીને લાગ્યું શું બધા મને મૂરખ સમજો છો? હું M.B.A. ભણું

છું . શું આટલી સાધારણ વસ્તુ હું નહી બનાવી શકું.

            ચાર જણાની ચા કરવાની હતી. મોટું મસ તપેલું લીધું. ચાર કપ

પાણી મૂક્યું. આદુવાળી ચા ભાવે તેથી મોટામા મોટો કટકો આદુનો લઈ

છીણી વડે છીણી ઉકળતા પાણીમા નાખ્યો. ચમચો ભરીને વાટેલા મરી

નાખ્યા.  ઈલાયચી ન ભાવે તેથી બાકાત રાખી. ખાંડ ગમે, બે બરણીમા

સફેદ પાવડર હતો. (પુછ્યા વગર કરવું હતું ,ચાખવાનું સવારના પહૉરમા 

ન ગમે) ચાર કપ એટલે આઠ ચમચા નાખી. પછી લીધું દુધ. ઓછા દુધની

પપ્પાને નથી ભાવતી તેટલી તેને ખબર હતી.  ત્રણ કપ દુધ  નાખ્યું. બધું

ઉકળી ગયું પછી એક કપમા એક ચમચી ગણીને સાત ચમચ ચાની ભુકી 

નાખી. નાનપણમા ‘Good cup of Tea’ ભણી હતી તે યાદ હતું. ચા નાખીને

ગેસ બંધ કરી દીધો.

         કાચના કબાટમાંથી નવી સરસ કીટલી કાઢી તેમાં ગાળી.  ટેબલ સજાવી

પાંઉને કડક કરવા ટોસ્ટરમાં મૂક્યા. દોડતી જઈ પપ્પાને બોલાવ્યા, મમ્મીને બાજુમા

બેસાડી કહે ચાલો સાથે બેસીને મોજ માણીએ.

     મમ્મી ત્યાંજ હતી. બધા તાલ જોતા મનમા મુસ્કાતી હતી. કિંતુ વહાલસોઈ દિકરીને

નારાજ કરવી ન હતી. કિટલીમાંથી ચા બધાને આપે ત્યાંતો ટોસ્ટરમાંથી ધુમાડા નિકળ્યા.

મોહિની ટોસ્ટરનું સેટિંગ કરવાનું ભૂલી ગઈ હતી. પપ્પા કહે બેટા કાંઈ નહી આપણે ચાની

મોજ માણીએ. ચામાં સાકરને બદલે મીઠું નખાઈ ગયું હતું. વાઘ બકરી ખૂબજ તેજ હોય છે.

રંગ હતો એકદમ કથ્થાઈ. જેવો ચાનો કપ મોહિનીએ મોઢે માંડ્યો કે તેના ચહેરાની સિકલ

ફરી ગઈ. રડું રડું થતું તેનું મુખારવિંદ મમ્મીથી ન જોઈ શકાયું. વહાલ કરી , હાથ પસવારતા

કહે બેટા હું બનાવું તે તું જો. આજે બેસ બીજી વખત તારા હાથની——————

૯ / ૧૧

September 11th, 2009

   આઠ વર્ષ પહેલાનો આ ગોઝારો દિવસ યાદ આવતા આજે પણ રુંવાટા

ઉભા થઈ જાય છે.  ન્યૂયોર્ક માણસો, વાહનવ્યવહાર અને પ્રવ્રુત્તિઓ થી

ધમધમતું શહેર! એમાંય પાછો ‘Twin Tower” નું સ્થળ.  જયાં કિડીયારું 

ઉભરાયું હોય તેવી માનવ તથા વાહનોની અવરજવર.

             સવારનો પહોર હતો.  વ્યવસાયિત માણસો સ્ત્રી, પુરુષ,યુવાન

અને યુવતી નોકરી પર જવા નિકળી ચૂક્યા હતા. હજારો માણસો એ

મકાનોમાં કામ કરતા હતા. સૂરજ કદાચ ન્યૂયોર્કમા વહેલો મોડો ઉગે

કિંતુ આમજનતા સમયસર કામ પર પહોંચી જતી.  એવા સમયે ત્યાં

ગગનેથી પાણીની વર્ષાને બદલે મોતની વર્ષા થઈ. આગના વિકરાળ

ગોળા ગગનેથી વરસ્યા અને આભને ચૂમતા બે તોતિંગ મકાનો પત્તાના

મહેલની માફક ધરાશાયી થયા. નજર  સામે જોયેલું દ્રશ્ય આજે તાદ્રશ્ય

થયું. અંતર એ વિછડેયાલોની યાદમા ઝૂરીને આક્રંદ કરી રહ્યું.

               નાની દિકરીને નવી શાળામાં દાખલ કરવાની હતી તેથી વિક્રમ

નોકરીએ મોડો પહોંચ્યો.  કેવી ભયંકર ઘટના નગ્ન ચક્ષુએ નિહાળી રહ્યો.

મનિષને આજે નોકરી પર બધા માટે ડોનટ લઈને જવાનું હતું. ડંકીન

ડોનટમાંથી બે ડઝન ડોનટ લઈને નોકરીના સ્થળે પહોંચ્યો. ડોનટ

જેના માટે લીધા હતા તે સઘળાં શ્રીજી ચરણ પામી ગયા હતા.

           આજના દિવસે ચીર વિદાય પામેલા સર્વ માનવીઓને યાદ

કરી બે અશ્રુની અંજલી આપવી નચૂકશો તેવી પ્રાર્થના સાથે વિરમું

છું

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.