Archive for the ‘Uncategorized’ category

યૌવન તું શું ચાહે?

December 4th, 2010

યૌવન તું શું ચાહે ? આજનો યુવાન ગુમરાહ છે કે બેદરકાર!

તેને શું જોઈએ છે. કઈ દિશામાં આંધળી દોટ મૂકે છે. પશ્ચિમની

હવા તેના અંગ અંગમા પ્રસરી છે.  દેખાદેખી અને ધન પાછળ

પાગલ તે શું કરે છે તે પણ વિસારે પાડે છે.

               સવારનો પહોર હતો. સુંદર ઉષાનું સામ્રાજ્ય ફેલાયું હતું.

વહેલી સવારે હંમેશની આદત પ્રમાણે ચાલવા નિકળી હતી. કલકત્તાનું’

‘વિક્ટોરિયા’ માનવ મેદનીથી ઉભરાતું હતું.

                  અમેરિકાના લાંબા વસવાટ પછી પણ  માતૃભૂમિને આંગણે

સવારની આહલાદક હવાની મહેક મનને પ્રફુલ્લિત કરી મૂકે છે.  જો કે

ત્યાંની જીંદગી હવે માફક આવી ગઈ છે. બંને ભૂમિ પ્રત્યે અથાગ પ્રેમ

 છે. ફેફસાંમા મન ભરીને હવા ભરી રહી હતી. અણુ અણુમા તેની

માદકતા  વ્યાપી ગઈ હતી.

     તે ટાંકણે બગીચાના વડના ઝાડ નીચે દસથી બાર જુવાનિયા

કસરત કરી રહ્યા હતા. બે મિનિટ પગ થંભી ગયા અને પ્રસન્ન વદને

નિહાળી રહી. ઇશ્વરનું નામ સ્મરણ કરતાં મારી પ્રવૃત્તિ ચાલુ રાખી.

             આખું વર્તુળ ચાલતા અડધો કલાક લાગે. બગીચાનું સૌંદર્ય

આંખે  ઉડીને વળગે તેટલું મનમોહક છે. સુરજના કિરણો સાથે ગેલ

કરતા ફુલોને જોવાનો અવસર સાંપડ્યો. પગ પાછા તેજ સ્થળે

આવ્યા જ્યાં જુવાન યુવક અને યુવતીઓ કસરત કે યોગ કરી

રહ્યા હતા.

       જે દૃશ્ય જોયું તે આંખો માનવા તૈયાર ન હતી. આંખ ચોળી.

હકિકત તપાસવા ત્યાં નજદિક સરી. માનવામાં નહી આવે, કિંતુ

અતિશયોક્તિ નથી કરતી. “કચરાનો ચારે બાજુ ” ફેલાવો. ખાઈ

ખાઈને કાગળ, ખોખા અને ખાલી બાટલીઓ. શું આ સભ્યતા છે ?

            જે બગીચામા દર પંદર ડગલાં ચાલો તો મોટા મોટા કચરો

નાખવાના પીપડાં જણાય છે. આ વૃંદ અભણ ન હતું . તેમજ ક્યાં

હતા તેનું સંપૂર્ણ ભાન ધરાવતા હતા. શું આવા કૃત્ય માટે પણ આપણી

સરકાર જવાબદાર છે ?

જાણી જો

September 27th, 2010

જીવન ખુશીઓથી છલકાયું

 ખુલ્લે દિલે માણી જો

બાળકની ચહલપહલ ઘરમાં

કાન સરવા કરી તો જો

માતાપિતાની આંખેથી અમીની વર્ષા

તે સાવનમાં નાહી જો

પ્રગતિનાં સોપાન સર કર્યા

શ્વાસ લેવા ખમી તો જો

દોડધમમા જીવન ગુજર્યું

ઘડીભર પોરો ખાઈ જો

વિરામ સ્થળ પર ગાડી આવી

ટૂટીની બુટી નથી જાણી જો

‘યોગ’ ના પ્રયોગ દ્વારા શારિરીક સ્વાસ્થ્ય

September 13th, 2010

     ‘યોગ’  નો અભ્યાસ અને તેનું આચરણ સમજીને કરવામા આવે તો તે ખૂબ

ઉપયોગી પૂરવાર થયેલું છે. તેના નિયમિત આચરણથી તંદુરસ્તી જળવાય છે.

            આજકાલની બજારમા મળતી દવાઓ જે તરત રોગને દબાવવામા સફળ

છે કિંતુ તેનાથી થતા લાંબા ગાળાના ગેરફાયદાથી સર્વેજણા વિદિત પણ છે.

     મિત્રો જે થોડીઘણી જાણકારી ‘યોગ’ના અભ્યાસ દ્વારા મેળવી છે તે અંહી

પ્રસ્તુત કરીશ. એક વાત કબૂલ કરવી રહી કે એક વર્ષના અભ્યાસ દ્વારા ખૂબ

ફરક મહેસૂસ કર્યો છે.

         જીવનમા શિસ્ત અને સ્વાસ્થ્ય બને પ્રાપ્ત થયા છે. આવા  સુંદર નિર્ણયની

પ્રેરણા કરવા કાજે ઈશ્વરનો જેટલો આભાર માનુ તેટલો ઓછો છે. પરિવારની સંમતિ

અને અનુકૂળતા પણ એટલાજ મહત્વના હતા.

            બસ આટલી પ્રસ્તાવના દ્વારા હવે ઇંતજાર કરજો ,  વધુ આવતી મુલાકાતે.

આજના દિને

September 11th, 2010

જય ગણેશ જય ગણેશ

 

જય ગણેશ દેવા

 

માતા જાકી પાર્વતી

 

પિતા મહાદેવા

 

   ગણેશ ચતુર્થિની શુભકામના

 

  શ્રાવક મિત્ર મંડળને

 

  અંતરથી     આજના શુભ દિને

 

 મિછ્છામી દુક્કડમ

 

 ૯/૧૧ માં જેમણે અમોલ પ્રાણ ગુમાવ્યા

 

તે સહુને સાંત્વના

ખુશી

September 8th, 2010
ખુશી શું બજારમા વેચાતી મળે છે?

 

   શું આપણે ખરેખર ખુશ છીએ?

 

      શું પતિ યા પત્ની એકબીજાને ખુશ રાખી શકે છે?

 

ખુશી એ જીવન પ્રત્યેનો ખુદનો અભિગમ છે.

 

પતિ પત્ની એકબીજાના સાન્નિધ્યમા પ્યારનો અહેસાસ માણે છે.

 

 ખુશી વ્યક્તિ પર નિર્ભર નથી.

 

 ખુશી સંજોગોની ગુલામ નથી.
 
વ્યક્તિ ,સંજોગો, સ્થળ, સમય બધું બદલાય છે.

 

શરત અને અપેક્ષા વગરનો પ્રેમ ખુશી બક્ષે છે.

 

 

ગાયબ

September 4th, 2010

ભોર ભયો ને તિમિર ગાયબ

જ્ઞાન લાધ્યું  અજ્ઞાન ગાયબ

મારગ લાધ્યો ને  કેડી ગાયબ

વિચાર નિર્મળ મુંઝવણ ગાયબ

પ્યાસ બુઝાઈ ને તરસ  ગાયબ

પ્રેમ સાંપડ્યો વલખાં ગાયબ

આંતરડી ઠારી શોક ગાયબ

સાગરે સમાઈ ઉત્કંઠા ગાયબ

મિલન મધુરું વિયોગ ગાયબ

સત્ય લાધ્યું અસત્ય ગાયબ

દર્દ શમ્યું ને પીડા ગાયબ

હાસ્ય રેલાયું દુઃખડા ગાયબ

ખુશી ફેલાણી દિલગિરી ગાયબ

રિમઝિમ વર્ષા ઉદાસી ગાયબ

શાંતિ પ્રસરી અશાંતિ ગાયબ

માયાથી મુક્તિ જગત ગાયબ

પ્રભુની ઝાંખી એષણા ગાયબ

‘નાનો’ બનાવી દીધો !

August 25th, 2010

                  

ચાર કંપનીના પ્રેસિડન્ટ ચંપકભાઈ સભામા બેઠા હતા. કોઈની તાકાત છે

એમની સામે બોલવાની કે નજર ઉઠાવીને વાત કરવાની.

    એકની એક દિકરીની દિકરી આવી.

  નીમાઃ હેં ‘નાના’ તમે મારા માટે ઢીંગલી ભૂલી ગયા.

             હમણાને હમણા મને અપાવો.

 ચંપકભાઈઃ ડ્રાઇવર બેબીને ગાડીમા આયા સાથે લઈ

                    ને અપાવી આવ.

  નીમાઃ નાના, ડ્રાઈવર નહી અને આયા પણ નહી.

              તમે જ સાથે ચાલો.

  ચંપકભાઈઃ આખા ગામને ધ્રુજાવતો અને સહુ ઠેકાણે

                      મોટો. દિકરીની દિકરીએ ‘નાનો’ બનાવી દીધો !

વિજય દિવસ

August 23rd, 2010

       હમ હિંદુસ્તાની , ભલેને ધરતીના પેટાળમા હોઈ એ કે ચંદ્ર ઉપર.

આજે છે “વિજય દિવસ”. ભારતમાતાના સુપુત્રો જેમણે દેશ ને મહત્વ

 આપી પોતાના પ્રાણનું બલિદાન આપ્યું.

             હશે એ કોઈનો લાડવાયો  યા કોઈનો પ્રેમાળ પતિ. વહાલી

બહેનીનો ભાઈલો, જે આવતીકાલે રક્ષાબંધનને દિવસે રક્ષાને ચૂમી

પોસ પોસ આંસુડા સારશે. નાના નાના ભુલકાઓનો પિતા.

   આપણી ફરજ બને છે તેમને યાદ કરી તેમના બલિદાનને

બિરદાવવાનું.       

     પ્યારા દેશ બાંધવો, મા ભારતીને તમારા પર ગર્વ છે.

 તમને યાદ કરી અશ્રુના પુષપની અંજલી અર્પણ કરીએ છીએ    

પવિત્ર ઍકાદશી

August 19th, 2010
  આજે શ્રાવણ સુદ એકાદશી જે “પવિત્ર એકાદશી” ના નામે પંકાય છે. પુષ્ટિમાર્ગના
પ્રણેતા શ્રી વલ્લભાચાર્યજી એ આ માર્ગની સ્થાપના કરી. શુધ્ધ અદ્વૈત બ્રહ્મવાદમા
તેમને અખંડ વિશ્વાસ.
      જગત અને આત્મા એ પરમાત્માના અંશ છે. જેમ તણખો અગ્નિમાંથી પ્રગટ
થાય છે તેમ જીવ અને જગત પરમાત્મામાંથી ઉદભવેલ છે.
            શ્રીવલ્લભાચાર્ય જે પૂજ્ય શ્રી મહાપ્રભુજીના નામે ઓળખાય છે તેમણે
પુષ્ટિસંપ્રદાયની સ્થાપના શ્રાવણ, સુદ ૧૧ ના દિવસે કરી જે ‘પવિત્ર એકાદશી’
ના નામે ઓળખાય છે. “બ્રહ્મ સંબંધ” મંત્ર દ્વારા આત્માનો સંબંધ શ્રીનાથજી સાથે
જોડી આપ્યો.
                    ૧૫૪૯, શ્રાવણ સુદ એકાદશી, મધ્યરાત્રી એ શ્રીજીબાવા પ્રગટ થયા.
બ્રહ્મ સંબંધ મંત્રની પવિત્રતા જાળવવા આ મંત્ર હંમેશા સ્નાન કર્યા પછી ચોખ્ખા
કપડા પહેરી જ બોલવો.
            કોઈ પણ જાતની અપેક્ષા વગર શ્રીનાથજીનું શરણ સ્વિકારવું.
           શ્રીનાથજીમા દૃઢ વિશ્વાસ
           શ્રીનાથજીની સેવા બાલ ભાવે કરવી.
          શ્રીમહાપ્રભુજી પ્રત્યે આદર્ભાવ.
           શ્રીમહાપ્રભુજી ગુરૂ તરીકે બિરાજે.
     સાક્ષાત પ્રભુ પ્રગટ થયા દૈવી જીવોના ઉધ્ધાર માટે. એ આ પવિત્ર એકાદશી.

શું કામ ?

August 19th, 2010
  જેને આપણે પ્રેમ કરીએ છીએ તેને સહુથી વધુ દુખ આપીએ છીએ.
જેનાથી મનને આનંદ થાય છે તેનાથી ખૂબ દૂર રહીએ છીએ
જેમના વગર ચાલી શકે તેઓ આજુબાજુ આંટા મારતા હોય છે
જેમના વગર જીવવુ શક્ય નથી છતાં જીવન સરે છે
જીવન વન ગીચ યા પાંખુ, લીલુ યા સુકુ ગહરું છે
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.