Archive for January, 2008

પૂજ્ય બાપુને પ્રણામ

January 29th, 2008

images14.jpg        

             

               ૧૯૪૮, જાન્યુઆરીની  ૩૦મી ને એ ગોજારી  રાત. આજે તો એ વાતને ૬૦
        વર્ષ  પૂરા થયા. આપણા  સહુના લાડલા  બાપુઓ આજે આપણી  વચ્ચે નથી.
     તેમને  ભાવભીની  શ્રધ્ધાંજલિ  અર્પણ  કરતા હ્રદય  દ્રવી  ઉઠે છે. એ કઈ  તાકાત
        હતી  જેણે  તેમને આટલી  બધી  અડગતા  અને કોમળતાનું  પ્રદાન  કર્યું  હતું.

      

                 પૂજ્ય બાપુને પોતાના માર્ગની  સ્પષ્ટ જાણકારી હતી. હા, તેમનો માર્ગ બે ધારી
         તલવાર જેવો હતો એમ તે માનતા હતા. છતાંય એ માર્ગ ઉપર તેમણે આનંદ ભેર
         યાત્રા  ચાલુ  રાખી.પ્રભુ પર દ્રઢ વિશ્વાસ હતો. અન્યાયની એક પણ  ઘડી પ્રત્યે
         તેઓ  આંખ  આડા કાન ન કરતાં. આત્મા  અને મન  વચ્ચે હંમેશ તાણ અનુભવતા
          વિજય  હંમેશ  અંતરાત્માના અવાજનો થતો.
            

                             હંમેશા સત્યના આગ્રહી  બાપુ ‘સત્યમેવ જયતે’ ના પૂજારી, તે ખૉળીને
          જંપતા. પોતાની  નબળાઈઓ પ્રત્યે હંમેશા સજાગ હોવા છતાં સ્ત્યનો આગ્રહ કદી
         ત્યજ્યો ન હતો. યા તો તેના પ્રત્યે અવિશ્વાસ જગાવ્યો ન હ્તો.
              

              પ્રભુમાં શ્રધ્ધાએ તેમની  આગવી પ્રતિભા હતી.મનુષ્ય પર પરમ વિશ્વાસનું કારણ
          પ્રભુમાં  વિશ્વાસ તેમ તે માનતા. તેમના જીવનમાં ઘટેલી સર્વ ઘટનાઓનું  શ્રેય
          ઈશ્વર પરના અચળ વિશ્વાસને કારણે શક્ય બન્યું એમ માનતા.તેમના જીવનમાં કશું
          છૂપાવવાનુમ ન હતું. તેમનુ  જીવન ઉઘાડી કિતાબ જેવું. એ ખૂબ દાદ માગી લે
          તેવી વાત છે. સત્ય અને અહિંસા એ બંનેના ચાહક બાપુ પોતાની ક્ષતિઓથી સંપૂર્ણ
          માહિતગાર હતા અને તે પ્રત્યે હંમેશ સજાગ.
        

                સત્યને કદી અસત્યના આંચળા હેઠળ છૂપાવવાનો પ્રયત્ન તેઓ જાણ્યે અજાણ્યે
         ન કરતાં તેથી તેમને સાચા માર્ગનું જ્ઞાન થતું. આત્માનો અવાજ સુણી વર્તનાર બાપુ
         સત્ય ખાતર કોઈ પણ બલિદાન આપતા વિચાર ન કરતા અને તેના પરિણામને હસતે
         મુખે  આવકારતા. અહિંસાના પ્રખર આગ્રહીને કશી બાંધછોડ માન્ય નહ્તી. જીવનમા
         હાર મળે છતાંય  પ્રભુ પરનો વિશ્વાસ ચલિત ન થતો. તે માનતા કે જગતની કોઈ
         પણ તાકાત સત્યથી ઉપર નથી. અસહકારનું ભગીરથ કાર્ય વિશ્વાસના વહાણે બાપુ
        પાર પાડતા. વિશ્વાસભંગ  તેમને ધરમૂળથી હચમચાવી મૂકતો. છતાંય સત્યના આગ્રહી
        બાપુ પોતાના કાર્યનું ધાર્યુ પરિણામ લાવવા શક્તિમાન બનતા.
                

           તેઓ માનતા કે જો સુથાર પોતાના ઓજાર સાથે ઝઘડે તો ધાર્યું પરિણામ કેવી રીતે
         લાવી શકે? આાગેવાની લેવાની પોતાની અશક્તિથી માહિતગાર હતા. અહિંસાના
         આગ્રહી , સત્યના પૂજારી બાપુ પોતાની નબળાઈઓ પ્રત્યે સદા સજાગતા કેળવતા.
     દરેક પ્રાણીમાત્રને આત્મસમ્માન અને સ્વતંત્રતાનો હક્ક છે. સમય અને કાળે આજે
        પૂરવાર કર્યું છે કે પુજ્ય બાપુ તેમના કાર્યમાં સફળ નિવડ્યા.
                                 એવા બાપુને શત શત પ્રણામ.    
  

૨૬ જાન્યુઆરી

January 26th, 2008

images21.jpg 

        આપણા ભારત દેશને  પ્રજાસત્તાક થયે આજે ૫૮ વર્ષ પૂરા થયા. ખૂબ જ  આનંદની

    વાત  છે. ભારત દેશની પ્રગતિથી  દરેક  ભારતિયનુ મસ્તક  આજે ગર્વથી  ઉંચું છે.

   યાદ રહે  ભારતની  પ્રગતિમાં  જેટલો આજના યુગનો  ફાળો છે. તેટલોજ  યા તો
 
     તેનાથી  વધુ  ભારતની આઝાદીમાં  જાન  ગુમવનારનો ફાળો છે.  અરે, ત્યાર

     પછી  પણ  થયેલી  અનેક  લડાઈમાં  જાન  ગુમાવનાર  હર એક શહિદ  જવાનનો
  
      ફાળો છે.  અને આજે  પણ  સરહદની  રક્ષા કરનાર હરએક સિપાહીની  કિંમત

      કમ  નથી. 

        આજના  ૫૯મા  પ્રજાસત્તાક  દિવસે દરેકની  કુરબાની  યાદ કરતા  તેમને

      નમન. ભારતમાતા  હંમેશા   ખુશ રહે  પ્રગતિને પંથે પ્રયાણ  જારી  રહે તેવી

     ઈશ્વરને  પ્રાર્થના.  આપણા દેશની  આધ્યાત્મિકતા  અને  સંસ્કૃતિ જ  આપણને

     ટકાવી રાખશે.  ૧૮૩૫, ૨જી ફેબ્રુઆરી એ લોર્ડ મેકલેઝે  કહ્યું  હતું  કે ‘ જો ભારત

     પર  બ્રિટિશ  હકુમતનો  ઝંડો  ફરકાવવો હશે  તો  ભારતની  જૂની  અભ્યાસની,
 
    પધ્ધતિ  અને  સંસ્કૃતિને  તોડી ફોડી  નાખી  તેની  જગ્યાએ  અંગેજી ભાષા  અને

        પરદેશી  માલ પ્રત્યે પ્રિતી  દાખલ કરવા  પડશે. તેમનો  આત્મવિશ્વાસ  નાબૂદ

        કરો. તો જ  આપણે  ભારત  પર રાજ્ય  કરી  શકીશું.’

         હવે ,  આપણે  આજે  વિચારવું  રહ્યું  આપણને  શું  ખપે.

          જયહિંદ  જયહિંદ  બોલો  સાથ
                
           કંડાર્યો  છે  સમૃધ્ધિનો  પાથ

            ભારતમાતા કી  જય

નાની મોટી વાત

January 25th, 2008

. જીવનમાં  નાની  નાની  મુશ્કેલીઓ  આવે તો

  તેનો જવાબ  ગીતા (ભગવદ ગીતા) માંથી મળી

  રહે છે.

      અને

   જો મોટી  મુશ્કેલીઓ  આવે તો  સીતા પાસે જાવ

એ તો એમ જ થાય

January 21st, 2008

            છોડે    છૂટતું     નથી
            આપોઆપ  છૂટી જાય
            જોડે  જોડાતું    નથી
            સાંધો  રહી     જાય

            વા  વાય ને પાન  ખરે
            વાયરે    ઉડી    જાય
            વા  ખેરવે  વા  ઉડાડે
            વાયરો    વેરી   થાય

            નદી  વેગે   વહે
            ચંચળતા  ઉર  ધરે
            અટકાવી   ના  અટકે
             ઉદધિ  ઉરે    સમાય

    
            બાળકને   જન્મ  દે
            પ્રાણ   રેડી    ઉછેરે
            પાંખ  આવતા  ઉડે
            જનની  વિસરી  જાય

લક્ષ્મી  સંઘરો  નહી
              ખર્ચે  બમણી  થાય
               કૂવે  પાણી  ઉલેચો
               નવિન  જલે  છલકાય

            બાળકને   જન્મ  દે
            પ્રાણ   રેડી    ઉછેરે
            પાંખ  આવતા  ઉડે
            જનની  વિસરી  જાય
 

 
 

Do not laugh

January 16th, 2008

  

 caan81qj.jpe

           

                અમેરિકામાં  ઘણીવાર  બાથરૂમમાં  પોસ્ટર સરસ  હોય  છે.
     આપણે  બધા  લેવે  લક્કડ અને  દેવે  દક્કડ.

        શાળામાં  બાળકને  માટે  જવાનું  થયું. બાથરૂમમાં
      લખ્યું  હતુ  ૧૦  ૦/૦  આપો.
      મેં  પર્સમાંથી  પેન  કાઢીને  લખ્યું  ‘લો ૨૦ ૦/૦  આપ્યા.’
        વિચાર કરો  વજનના  કાંટા પર  એક  વજનવાળા બહેન  ઉભા  હતા!

કાઈપો છે

January 13th, 2008

images19.jpeઅલ્યા, એ છગન માંજો સૂરતી છે કે પછી સાદો? જોજે અલ્યા ઉતરાણનીમઝા બગડી ન જાય. આખી રાત જાગીને છગન અને મગને માંજો પાયો.

રાતે લગભગ એક ડઝન પતંગને કન્ના બાંધી. સવાર પડીને બેય ગોઠિયા

પાંચમે માળની અગાસી પર જઈ પહોચ્યા. પતંગ અને ફિરકી લઈને ચડ્યા

ટાંકી પર. ત્યાં યાદ અવ્યુ, માએ તલના લાડુ બનાવ્યા હતા લાવવાના

રહી ગયા. મગન, ઉતાવળમા ચંપલ પહેરવા ગયો ત્યા તો એક સીધી

જઈ પહોંચી નીચે ગટરમાં. ધુંધવાતો મગન એક પગમાં ચંપલ પહેરીને

દોડ્યો. ગટરમાં પડેલી ચંપલ માએ ધોવા મોકલ્યો. પછી જૂના ચંપલ

પહેરી બગલમાં તલના લાડુનું પડીકું મારતો અગાસીમાં પહોંચ્યો.

બન્ને ભાઈબંધ તલના લાડુ ઝાપટવા બેઠા. હવે પહેલો પતંગ કોણ

ચગાવે તેની રકઝક ચાલી. નક્કી થયુ ટાંકી પરથી ભૂસકો મારી

કોણ પહેલુ ટાંકી પર ચડે . જુના ચંપલ હતા તેથી ભૂસકો મારતા

ટૂટી ગયા. મગનભાઈ ઢીલાઢસ થઈ ગયા. બડબડતા ફીરકી પકડી

અને છગનનો પતંગ આકાશે લહેરાયો. ત્યાં તો સરકારી તબેલામાંથી

કોઈનો પતંગ અવ્યો ને પેચ લાગી ગયો. મગનને ગુસ્સો હતો દોરાની

ઢીલ મૂકવામાં અલિયાગલિયા કરવા લાગ્યો. ને રકઝકમાં છગનનો

પતંગ કપાઈ ગયો.

હવે વારો આવ્યો મગનનો, એક લાડુ વધારે છગનને આપી ખુશ

કર્યો. હવા ધીમી થઈ ગઈ હતી. ટીચકી મારી ને મગનના હાથ દુખી ગયા

પણ પતંગ ચગવાનું નામ જ લેતો ન હતો. એવામાં કોઈનો પતંગ

કપાઈને આવ્યો તે પકડવા છગન ફીરકી ફેંકીને ભાગ્યો. હવે કરવુ શું.

આખરે મગન આવ્યો. વાયુ દેવેતા ખુશ થયા ને પતંગ હવામા ઝુમવા

લાગ્યો. વળી પાછી મુગભાટમાંથી કોઈની પતંગ ડોકાઈ, મિલન થયું અને

કાઈપો છે ની બૂમ છગન પાડી ઉઠ્યો. બને ભાઈબંધ ખુશ થયા પહેલો

પતંગ કાપ્યો ને ચીચીયારી પાડી રહ્યા. હજુ તો હોશ સંભાળે ત્યાં એક

પતંગે આવીને મગનના પતંગને કાપી નાખ્યો. અરે, માંજો લપેટ,

પતંગતો ગયૉ જલ્દી હાથ ચલાવ. બોલતાં બોલતા મગન દોર ખેંચી

રહ્યો. આમને આમ ક્યાંય જમવા જવાનો સમય થઈ ગયો. માથે ટોપી

હતી પણ સૂરજનો તાપ ખૂબ લાગતો. અલ્યા છગન એક ચંપલ ભીની

થઈ બીજીની પટ્ટી તૂટી ગઈ . આજે મારી પનોતી બેઠી છે.

અગાસી પર પતંગ અને ફિરકી મૂકી બંને દોસ્ત જમવા ગયા.

પાછા આવ્યા ત્યારે ફિરકી ગાયબ અને અડધી પતંગ ફાટેલી. ગલીના

કોઈ મવાલીઓનું કામ. માળાના છોકરાઓની તાકાત ન હતી કે છગન

અને મગનના પતંગ કે ફિરકી ને કોઇ અડકે! હવે શું? હજુ તો રાતે ફાનસ

ચડાવવાનું હતું. બને ભાઈબંધ કોઈ તિકડમ કરવાનો વિચાર કરી રહ્યા.

આભમા બસ પતંગ જ સઘળે લહેરાઈ રહ્યા હતા. કાઈપો છે ની બૂમો

સંભળાતી હતી. બા અને બાપા બધા લાડુ અને ઉંધિયાનુ જમણ અરોગી

ઉંઘતા હતા. ખીસામાંથી પૈસા તફડાવી ભાગ્યા અને સાંજની ફાનસ

ચગાવવાની તૈયારીમાં પડ્યા. ઉતરાણનો આનંદ માણ્યો. મુશકેલીને

ગણકારે તેવા ન હતા. બને લંગોટિયા મિત્રો , કાલે શું થશે એની પરવા

ન કરતા સૂઈ ગયા. ઉંઘમાં પણ કાઈપો છે એ જ ચાલતુ હતુ.————-

Swami Vivekanand

January 11th, 2008

            ca2d41ex.jpe                        

                                   તેમનાં  વિચાર.

  ૧.    જૂના  ધર્મો  કહેતા  કે  ‘ જે ઈશ્વરમાં માને  નહી  તે  નાસ્તિક  છે.’

        નવો  ધર્મ  કહે  છે ઃ જેને પોતાનામાં  શ્રધ્ધા નથી  તે  નાસ્તિક છે.’
  ૨.   ‘બળ’ એ જીવન છે.  ‘નિર્બળતા’ મૃત્યુ  છે. બળ  એ  પરમાનંદ  છે,

        શાશ્વત  અને  અનંત  જીવન છે!  નિર્બળતા  એ  કાયમી  બોજો  અને

             સંતાપ  છે. નિર્બળતા  મૃત્યુ છે. બાળપણથી  જ  બળવાન  અને  ઉપયોગી

            વિચારો  તમારા  મગજમાં  ધારણ  કરો.

  
  ૩.   અસત્ય  કરતાં  સત્ય  અનંતગણું  જોરદાર  છે.  તેવી જ રીતે  ભલાઈનું

           પણ  સમજવું.  જો  તમારામાં  એ બે  હશે તો  કેવળ  તેમના  પ્રભાવથી

           જ  દિશાસૂચન  મળશે.
  ૪ .   જ્યાં  સુધી  લાખો  માણસો  ભૂખ  અને  અજ્ઞાનમાં  સબડે છે,  ત્યાં  સુધી

          તેમને  ભોગે  કેળવાયેલા  અને  તેમના  પ્રત્યે  તદ્દ્ન  દુર્લક્ષ  કરતા  દરેક

          માનવીને  હું  મોટો  દ્રોહી  ગણું  છું.
  ૫.   તમારામાં  રહેલી  દિવ્યતા  પ્રકટ  કરો.  એટલે  તેની  આસપાસ  બધું

          સુંદર  રીતે  ગોઠવાઈ  જશે.         

         

સમય

January 8th, 2008

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.