Archive for the ‘હાસ્ય રસ’ category

ટીકુનો તરખાટ

March 10th, 2011

 

ટીકુઃ   પાપા આજે શાળામાંથી પર્યટન પર જવાનાં છીએ.

પાપાઃ  બેટા ક્યાં જવાનાં છો?

ટીકુઃ પાપા, ‘સુગર પ્લાન્ટ’માં.

         પણ, મમ્મી તો કહેતી હતી

          ટીંડોળા અને રીંગણા પ્લાન્ટ પર ઉગે——-

કપ રકાબી

February 14th, 2011

   કેવું સુંદર જોડું. કેટલો પ્રેમ ભાવ બંને વચ્ચે. એક વગર બીજુ ખોડું લાગે.

અ બંનેનો સહયોગ હોય અને તેમા જો ઉમેરાય ગરમાગરમ મસાલા વાળી

ચા. બસ પછી તો પુછવું જ શું?

           આ ત્રિવેણી સંગમ જ્યારે જઈ પડે કોઈ ‘ચા’ના રસિયાના હાથમા તો ‘ચુસકી’

સાંભળવાની આવે મઝા.

      આજે કપ રકાબીના દર્શન દુર્લભ છે. તેની જગ્યા લીધી છે ‘વિધુર’ યા ‘વાંઢા’ મગે.

અને અમેરિકામા તો વળી ‘પેપર કપે’. શોધ્ધ ગુજરાતીમા કહું તો કાગળના પ્યાલાએ.

 આ બિચારા કપ અને રકાબીનો વાંક શું હતો? જાણે અસ્તિત્વ તેમનું ભુંસાઈ જવા આવ્યું.

     પ્ણ ના એમ નથી જ્યાં હજુ’ જુનું તે સોનું’ એ ચલણમા છે ત્યાં કપ અને રકાબી હજુ વપરાય

છે. ગુજરાતમા જાવ કપ અને રકાબીના મિલનની ઘંટડી હજુ કાને સંભળાય છે. તેમાંય વળી

અમદાવાદમા જો કોઈ ધંધાના સ્થળે મુલાકાતી આવે તો દુકાનદાર કહેશે ‘એક કપ ચા, બે રકાબી’

તેમાં વળી જો આવનાર મુલાકાતી અણગમતો  હોય તો બે રકાબી વાળી આંગળીઓ એવી રીતે

હલાવે કે એ ચાના દર્શન જ દુર્લભ હોય. તો પછી ન ચા દેખાય કે બે રકાબી તેમેની સાથે આવે.

જાણે એક આદમી તેબની બે પત્નીને લઈને ન આવવાનો હોય. જો કે તે કાયદેસર નથી પણ—

        કપ અને રકાબી ભલે રોજિંદા વપરાશમાંથી વિદાય થયા હોય પણ ‘ફાઈવ સ્ટાર’ હોટલમાં

તેમનું બહુમાન થાય છે.  વેઈટર હાથમાં ટ્રે લઈને આવે, સાથે કપ રકાબી અને ચાની કિટલી

પણ સોહાવે. પછી ભલેને એક કપ ચાનો ‘ઓર્ડર’ કર્યો હોય બે કપ કરતાં વધારે ચા નિકળે.

     એક વખત મીના તેના વેવાઈને ત્યાં ગઈ હતી. જમાઈની મા એ સરસ મઝાના ચાઈનાના

કપ રકાબીમા તેને ચા આપી. હવે મીના બેનને જોઈએ મગ ભરીને ચા. જેમાં લગભગ દોઢથી

બે કપ ચા સમાય. એક તો ચામા ખાંડ ઓછી અને તે પણ કપ ભરીને. કપ છલકાય નહી તેથી

થોડો ઉંડો ભર્યો હોય. મીના બેનની હાલત વિચારી જુઓ. ત્યાર પછી મીના બેને નક્કી કર્યું જ્યારે

વેવાઈને ત્યાંકે કોઈને પણ ત્યાં જઈએ ત્યારે ઘરેથી ચા પીને જ જવું.

       મોંઘવારી સહુને નડે છે. તેમાંય વળી મુંબઈ જેવા પચરંગી શહેરમા. ચા પીવાનો આગ્રહ કરશે

પણ પછી કહેશે અડધો કપ પીશો ને? કપ તો બિચારો આવો પ્રશ્ન સાંભળીને જ ઠરી જાય. જેને આ

સવાલ પૂછવામાં આવ્યો હોય તે તો જડબે સલાક જવાબ આપે ‘ભાઈ પિવડાવવી હોય તો આખો

કપ, નહી તો નથી પીવી! જો લહાવો મળે તો જરૂર જો જો કપ કેટલા બધા નાના થતા જાય છે.

જાણે ડાયેટીંગ ન કરતા હોય ? 

      કાચના સામનનું ( શો કેસ) ગોઠવતાં મને કોઈના ડુસકાં સંભળાયા. જોયું તો મગની હાર પાછળ

ઢગલો વાળી મુકેલા કપ રડતા હતા. રકાબીઓ બિચારી તેમને છાના રહેવા સમજાવી રહી હતી.  એક

રકાબીને મારો હાથ અડકી ગયો  મારા બદનમા કંપન ફેલાઈ ગયું. ધીરે રહીને કપ અને રકાબીને નિરખી

રહી.  જાણે તે અબોલની ભાષા હું સમજી ગઈ હોંઉ તેમ બધાને ત્યાંથી બહાર કાઢ્યા. વર્ષો થયા વાપર્યા

ન હતા તેથી સાબુથી ધોયા અને ‘મગની જે એક હાર હતી તેને બદલે આગળ પાછળ ગોઠવી કપ અને

રકાબી સરસ રીતે ગોઠવ્યા.

         મારા પોતાને માટે ચાંદીની કિટલીમા ચા કાઢી. ટ્રે માં લઈ વરંડામા જઈને બેઠી. બહારનું નૈસર્ગીક

સૌંદર્યનું અવલોકન કરતાં ચા પીવા લાગી. જો કે રકાબીમા ચા રેડીને પીવાની આદત છૂટી ગઈ છે. ત્યાં

અચાનક બાજુવાળા ગોમતી માસી આવી ચડ્યા. ચા નો વિવેક કર્યો. તેમણે હા પાડી. રકાબીમા ચા રેડીને

પીતા હતા તે મધુરો અવાજ મારા કાનને પણ સારો લાગ્યો અને કપ તથા રકાબી બંને ઝુમી ઉઠ્યા.—–

આજની જોક

January 31st, 2011

ટીકલુઃ હેં પાપા તમે ઓફિસથી મોડા આવો પછી થાકી

             નથી જતા ?

પાપાઃ હા બેટા થાકી તો જવાય છે પણ શું કરું, તું કહે.

ટીકલુઃ તમે પણ મમ્મીની જેમ માથુ દુખે છે તેમ કેમ

             નથી કહેતા.

પાપાઃ કારણ હું મમ્મી નથી ,પાપા છું.

મોકો મળ્યો

January 2nd, 2011

ઘણા વર્ષો પછી ભારતમા લગ્ન માણવાનો મોકો

મળ્યો.  અમેરિકાના વસવાટ દરમ્યાન અંહી આવી

શકાતું નહી.  જો કે હવે વાત જુદી છે.

     ટેલિફોન જે ૧૦૦ રૂ. મિનિટ લાગતા હતા તે હવે

૫ પૈસા પણ નથી લાગતા. તે જમાનામા ૧૦૦રૂ ની

કિમત પણ ઘણી હતી.  મારા ‘વરજી’ કાયમ કહે ,

“રડવાના પૈસા” નહી આપુ. ” ફોન મુક્યા પછી તે કરજે.

       હવે વઘાર મૂકીને ફોન મમ્મીને કરવાનો, મમ્મા

‘વઘારમા રાઈ મૂકું કે અજમો’?

            તેમા વળી પાછા ‘વેબ કેમ કેમેરા’. વર્ષગાંઠમા

દિકરીએ શું પહેર્યું છે તે મમ્મી અંહી કેમેરામા જુએ.

              દિકરી જે મોકલાવી છે અમેરિકા! માબાપને

કેટલુમ સુનુ સુનુ લાગે.

             હવે આવીએ પાછા લગ્ન ઉપર. વર્ષો પછી જોયા

તે પરિચિત પણ અપરિચિત. મગજનું કામ શરૂ. માનવામા

નહી આવે એ વખતની યાદ શક્તિને ધન્યવાદ ઘટે. હા,

કદાચ નામ યાદ આવતા સમય લાગે પણ યાદદાસ્ત દગો

ન દે.

     બીજું મોઢાની ભૂગોળ પણ વિચિત્ર લાગે. વાળ જો રંગ્યા  

ન હોય તો ત્રિરંગાની યાદ અપાવે. જો ચોકઠું ન પહેર્યું હોય

તો આખો ને આખો ખટારો નિકળી જાય. જો ચોકઠું હોય તો

અળખણ થાય એટલે મોઢામાં ગરબા ગાય.

         વાળ તો ગણી શકાય તેટલાજ દેખાય. ફાંદ હસે ત્યારે

તેમાં જે સ્પંદનો થાય તેનાથી હસવું ખાળવું મુશ્કેલ.

       સગાવહાલાના આવા હાલ જોઈ મને થઈ આવે એ લોકોનો

મારા માટે શું અભિપ્રાય હશે!

          હા, પણ કુટુંબીજનોને જોઇ આનંદનો અવધિ ઉછળે. તેમના

સુખી પરિવારની વાતો સાંભળવી. પોતાના પરિવારની વાત

જણાવવી. અરસપરસ સરનામાની અને ફોન નંબરની આપલે

કરવી. ફરી મળવાના વાદા કરવા.

    કેટલા પાળવા તેને હરિ ઈચ્છા પર છોડવું. ઘણા વર્ષો પછી

આ અનુભવ માણવા મળ્યો. આનંદનો અવધિ ઉછળ્યો કે પેલી

મિલનની શરણાઈ ગુંજી ઉઠી એ એક અગત્યનો પ્રશ્ન છે.

હસવાની મનાઈ

October 23rd, 2010

  મોહનઃ  અરે આજે શરદ પૂનમની રાત છે. વળી પાછો શુક્રવાર.

                કાલે નોકરી પર પણ રજા છે.

 મીનાઃ  આવતી કાલે શનિવાર છે અને મહેમાન જમવા આવવાના

              છે. મારે સવારે વહેલા ઉઠી રસોઈ કરવાની છે.

 મોહનઃ અરે,મહેમાનને બહાર જમવા લઈ જઈશું.

 મીનાઃ “થાળી” વાળા જ આવવાના છે તેમને ‘ઉડીપી’મા

               લઈ જઈશું. હાલો ને રમીએ રાસ—-

શરદ પૂર્ણિમા

October 21st, 2010
    શરદ પૂર્ણિમા     દુધ  પૌંઆ

           રાસ  લીલા

              હું    તું

                 ડાંડિયા  રાસ

                      સખી  સાહેલી

                            ભાભી     નણંદ

                                   સાસુ   વહુ

                                      દિયર  ભોજાઈ

    શરદપૂર્ણિમા ને શુભ દિવસેઃ

                                         શરદ અને પૂર્ણિમાના શુભ વિવાહ આજે આસો મહિનાની શરદપૂર્ણિમાની

    રાત્રીએ  નિરધાર્યા છે તો શોભામા  અભિવૃધ્ધિ કરવા જરૂરથી પધારશો.

                                       ‘શરદ ઋતુમા’ ‘પૂર્ણિમા હોટલમા’  , નવદંપતિ રાતના

    બાર વાગે , શરદપૂર્ણિમાની નિતરતી ચાંદની તળે સહુની સંગે દુધ-પૌંઆની

    મોજ માણી   મધુરજની માટે રવાના થશે.

                      શરદે, પૂર્ણિમા માટે નવી નક્કોર ગાડી નોંધાવી હતી જેની ‘ટાટાએ’

    શરદપૂર્ણિમાની રાતે મળે તેવી વ્યવસ્થા કરવામા આવી હતી.

                શરદે આપેલી ‘સરપ્રાઈઝ’ પૂર્ણિમાને આનંદના અવધિમા ડૂબાડી ગઈ.

    શરદ અને પૂર્ણિમા આ વાંચે , વિચારે, વિહરે અને વિના સંકોચે વાણી, વર્તન 

    યા વ્યવહારમાં વિકસાવે.

ખુલ્લા દિલે હસજો

October 19th, 2010

 રમેશઃ        અરે યાર મેં નવું ઘર લીધું. ક્યારે આવે છે?

  દિનેશઃ     સમય મળ્યે જરૂર આવીશ.

  રમેશઃ      ફોન ક્રર્યા વગર આવી ટપક્યો. ચાલ વાંધો નહી.

                  હવે જમીને જજે.

   દિનેશઃ    તને કાંઈ ના પડાય. જમવાના ટેબલ ઉપર.

                   ઘર ખૂબ જ મોંઘુ છે નહી?

 રમેશઃ      હા. યાર.

 દિનેશઃ     જમવામા માત્ર દાળ, રોટલી અને ભાત પિરસાયા.

                યાર, શાક લાવવાના પૈસા તો રાખવા હતા.

આજે રજા છે

August 21st, 2010

આજે રજા છે, સોફા પર લાંબા ટાંટિયા ફેલાવી સૂતેલો

અમર વિચારી રહ્યો હતો.

ત્યાં અમી આવી અને કાગળ હાથમા થમાવી કહે

૧. મારે આજે વાળ કપાવવાની અપોઇટમેંટ છે.

૨. એના ઉઠે એટલે ડાઈપર બદલી દૂધ અાપજે.

૩. ગાર્બેજ પિકઅપ છે બહાર મૂકજે.

૪. મારી ગાડીમા ગેસ ભરાવી સાફ કરાવજે.

૫. હું તારી ગાડી લઈ જાંઉ છું.

૬. મારા માટે પ્લિઝ, ચા બનાવી રાખજે.

૭. લોન કાપવાવાળાએ ‘એજીંગ’ સરખું નથી કર્યું તે —

 ૮. ૯.—

       અમર આગળ ન વાચી શક્યો. 

‘નો’ ને બદલે ‘છો’

August 17th, 2010
      
Go to fullsize image
     નોકરી વગરનો બેકાર માણસ કરે તો પણ શું કરે. ભગવાનને ફરિયાદ કરી.
હે ભગવાન તું કેટલો દયાળુ છે. તારી સેવાપૂજા હું નિયમિત કરું છું. તું કહે તે ભેટ
ધરીશ. બસ, એક નોકરી આપને.
             ભગવાને વિનંતિ સાંભળી ને બીજે દિવસે છોકરી મળી. બેકાર માણસ કહે મેં
છોકરી નહી નોકરી માગી હતી. હવે તારી પણ ઉમર થઈ છે ભગવાન, તું સાંભળી
શકતો નથી.
    ભગવાન કહે તે મને એસ. એમ. એસ. મોકલ્યો હતો.’ નો’ ને બદલે ‘છો’ ટાઇપ કર્યું હતું.

હસવાની મનાઈ છે

July 6th, 2010

  છગનઃ આજે જુલાઈની ૪થી તારીખ છે. મને આજે આઝાદીનો

                બેવડો આનંદ છે.

  મગનઃ  અલ્યા, એવું કેમ?  આનંદ તો મને પણ થયો છે.

  છગનઃ  અરે આઝાદીને પર્વે ,મારી પત્ની પિયર એના

                 બાપને મળવા ગઈ છે.  

  મગનઃ અહં, તો એમ વાત છે———

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.