Archive for May, 2008

ગોદ દગો

May 31st, 2008

             દુનિયામા સર્વશ્રેષ્ઠ  સ્થળ હોય તો તે માતાની ‘ગોદ’ છે.

           એ જ સૃષ્ટિમા જો કોઈ અસહ્ય વર્તન હોય તો તે ‘દગો’ છે.

           ‘ગોદ’ જેવી શિતળતા હિમાલયમા પણ નથી.

           ‘દગા’ જેવું અપકૃત્ય શબ્દકોષમા નથી.  

            ‘ગોદ’મા પરમ શાંતિનો અહેસાસ છે.

            ‘દગો’ કોઈનો સગો નથી.

            ‘ગોદ’ પામનાર તેની ભાવના અને લાગણી જાણે છે.

            ‘દગો’ કરનાર સુખ ચેન ગુમાવે છે.

            ‘ગોદ’નું મહત્વ અને મહત્તા અવર્ણનિય છે.

            ‘દગો’ દેનાર વખાનો માર્યો હોય છે.

            ‘ગોદ’મા આચરેલ ખિલખિલાટ અને ધમપછાડા મધુરા લાગે છે.

            ‘દગો’ કરનારની નિંદ વેરણ થયેલી જણાય છે.
             ‘ગોદ’ દેનારને કદી ‘દગો’ ન દેશો.

             ‘દગો’ દેતા પહેલા લાખ વાર વિચારજો.

             ‘ગોદ’ દેતા જાત કમજાત ન વિચારશો.

અસ્તિત્વ

May 30th, 2008

           મુજમા  છે  એ તુજમા  છે
       તુજમા  છે  એ  મુજમા  છે
       મારા  જીવનના વૃક્ષનું  એ
       બીજ  તારા  અસ્તિત્વમા છે
  
       મા, બાળકને જન્મ આપે છે. જીગરનો એ ટુકડો છે. એ બાળક દિકરો
       હોય કે દિકરી એ મહત્વનું નથી, માતાના ઉદરેથી અવતરી એ સંસારના
       વૃક્ષનુ બીજ મા પરિણમવાનું અતિ સુંદર કાર્ય ચાલુ રાખે છે.
         અસ્તિત્વ  કોનુ  નામ   છે
         નજર્યું  સમક્ષ  સાક્ષાત છે
         પળમા  છે  પળમા ગાયબ
         આંખ મિંચાઈ દિલ ઘાયલ
            અસ્તિત્વ શું છે? આ સૃષ્ટિ મા દરેક વ્યક્તિનું હોવું એનું બીજુ નામ છે
         અસ્તિત્વ. દૃષ્ટિ સમક્ષ એ તરવરાટવાળું જીવન જણાય છે. કિંતુ, કઈ ઘડીએ
         કાળની થાપટ વાગે અને ઘડી પળ પહેલાની વ્યક્તિ ભૂત થઈ ,તસ્વિરમા મઢાઈ
         શાંત જીવન ગુજારે તે કરતા તો હે પ્રભુ આ ઘાયલ દિલને સંભાળી લે.————- 
         

દુઝતો ઘા—–

May 28th, 2008

  
     આજે સવારથી ચેન પડતુ ન હતું. ભગવાનની દયાથી બાળકો તરફની કોઈ

    ફરિયાદ નથી. જુવાનીના ઉમંગથી તરવરાટવાળા, જીવનમા કશું કરી શકવાની

    ધગશથી ભરપૂર, સુંદર પત્ની અને પરિવારમાં સ્થાયી. પ્રભુ  હવે તને કાંઈ પણ

    આપવાની મરજી હોય તો આ બે હાથ જે કોઈને આગળ ધપવામા સહાય કરે. બે કાન
  
   જે કોઈની પણ દુઃખ દર્દ વાળી વાત સાંભળી શકે અને સમજી શકે. મુખડું ખૂલે ત્યારે

    પ્રેમ ભરી વાણી નિસરે. આંખો કુદરતના સૌંદર્યનું પાન કરી શકે, અન્યની અસહાયતા

    નિરખી તેને સહાયભૂત બની શકે.એ જ પ્રાર્થના.

       સુંદર પ્રભાત હતું. સૂરજ તેના સાત ઘોડાના રથ પર સવાર થઈ સૃષ્ટિને નિહાળવા

    નિકળી ચૂક્યો હતો. બારીમાં ઉભી હું આ મધુર દૃશ્ય માણી રહી હતી. અચાનક મારી

    જમણી આંખ ફરકી રહી. વહેમમા કદી માનતી નથી. અવિનાશની યાદ આવી અને

     આજે બરાબર તેર વર્ષ અને ત્રણ મહિના થયા હતા.પ્રિતમ નજર સમક્ષ અને દિમાગમા

     વસી ગયો હતો. કેવી રીતે તેને વિસરાય. જેની સંગે જીવનના મધુરા ૩૦ વર્ષ ગાળ્યા

      હોય.

       પ્રાતઃકર્મથી પરવારી હું વાંચવાનું પુસ્તક લઈને બેઠી. એકલારામને રસોઈની

       ચીતા બહુ હોય નહી. શાળામા હવે રજા પડી ગઈ હતી. પુસ્તક હાથમા હતું પણ

       મગજ ઘોડા દોડાવતું હતું. મારે સમય વ્યવસ્થિત રીતે પસાર કરવો છે. વૃધ્ધો

      ના ઘરોમા જઈઅશ તેમની વાતો સાંભળીશ. હોસ્પિટલોમા જઈ દરદીઓની મુલાકાત

      લઈ તેમના પર વહાલ સોયો હાથ પસવારીશ. પ્રવિણા બેસી રહે નહી ચાલે. હવે,

    કાઢ્યા  એટલા નથી કાઢવાના . હર કદમ મૃત્યુ તરફ જઈ રહ્યું છે. ખાત્રી પૂર્વક

      કહું છું બીજી કોઈ દિશા હવે ખુલ્લી નથી. જીવન સફળ કરવાના પ્રયત્ન ચાલુ રાખ.

             વિચારોમા ગરકાવ તન્દ્રા અવસ્થામા સોફા પર બેઠી હતી. ફોનની

      ઘંટી વાગી. કોડલેસ ફોન ચાલતો ન હતો તેથી સોફા પરથી ઉઠ્યા વગર છૂટકો

       ન હતો. હલો, પ્રવિણા તને સમાચાર મળ્યા? કારણ વગર કોઈને ખાસ ફોન

       કરતી નહી તેથી આવે પણ ઓછા. મને નરસિંહ મહેતા ખૂબ ગમે તેથી તેમનું

      પેલું સુંદર ભજન યાદ આવ્યું. ભલુ થયુ ભાંગી ઝંઝાળ ,સુખે ભજશું શ્રી ગોપાળ.

   ફોન ઉપર અવાજ જાણીતો હતો. સ્મિતા, હા બોલ શેના સમાચાર. અરે આપણા

      વર્ગમા વનિતા હતીને તેના પતિ————–. અરે વનિતા, શું કહે છે?

    હમણા બે દિવસ પહેલા તો ‘તાજમા’ જમવા ગઈ ત્યારે મળેલા. બંને જણા કેટલા

      ખુશ ખુશાલ હતા. મારે માટે કેટલો બધો જીવ બાળતા હતા. શું થયું તેમને? અરે

     રાતના વાનખેડેમા ક્રિકેટ મેચ જોઈ રસ્તામા ગઝીબોમા ખાવા ગયા. વનિતા કપડા

      બદલતી હતી અને મહેશ ખાટલા પર આડો પડ્યો. બસ ,તે તો કાયમ માટે સૂઈ

      ગયો. —————

       હજુ તો વાત પૂરી સાંભળુ ત્યાંજ મારા હાથમાંથી ટેલીફોનનું રિસિવર છટકી ગયું.

    હું જમીન પર ફસડાઈ પડી, હે ભગવાન તું મને ક્યારે—————

    આ ઘાને ક્યારે મલમ લગાડીશ કે જેથી રૂઝ આવે——————       

કશીશ

May 26th, 2008

             પ્યારની કશીશ અંતિમ શ્વાસ સુધી.

       પ્યારનો અહેસસ હરપળ ,હરદિન.

       પ્યારની પહેચાન આંખોના ઝરૂખા.

       પ્યારને ખાતર જીંદગી હાજર.

       પ્યાર બે દિલોને જોડતો સેતુ.

       પ્યાર કહ્યા વિના જોયા વિના.

       પ્યારમા બોલ,મોલ, તોલ બેકાર.

       પ્યાર રણનું સુગંધી ગુલાબ.

       પ્યાર પથ્થર ફોડીને પ્રગટ.

       પ્યારમાં સોદો,ભગવાન બચાવ.

       પ્યારમા અવર્ણનીય સ્થિતિ .

       પ્યારની તાકાત અજોડ.

       પ્યાર છે અણમોલ.

       પ્યાર જીવનના મૂળ.
      
       પ્યાર અનુભવ છે.

       પ્યાર અહેસાસ છે.

       પ્યાર જોવો, જાણવો નામુમકીન.

       પ્યાર થઈ જાય છે.

       પ્યાર અપેક્ષાથી પર છે.

       પ્યાર ઈશ્વરથી ખૂબ નજદીક છે.

       પ્યાર તો બસ પ્યાર છે.          

નિવૃત્તિ નિવાસ-૨ પ્રવિણા કડકીયા

May 24th, 2008

 
       
        સુહાની સંધ્યા પૂર બહારમાં ખીલી હતી.સૂરજ ગગનેથી સરકી ધીરે ધીરે   સરકી ક્ષિતિજને આંગણ ઉભો રહી વિચારી રહ્યો હતો કે સૃષ્ટિને અંધકારમા    ગરકાવ કરી હું દુનિયાને બીજે છેડે પહોંચી જાંઉ કે નહી.’ નિવૃત્તિ નિવાસ’
    મંદિરના ઘુમ્મટ ઉપર સોનાનો કળશ ઝગારા મારે તેમ સંધ્યાના રંગોમા  દીસી રહ્યો હતો.અમાસની રાતના કાળા ડિબાંગ ઓછાયા ધરતીને આવરી  લેવા ઉત્સુક થઈ રહ્યા હતા. આગાસીમા ઉભા રહી કુદરત સાથે મૈત્રીના  તારક મંડળ રચવાની આદત પડી ગઈ હતી. આ નાતો ખૂબ ગાઢો બનતો જતો  હતો.દુન્યવી સંબધો ધીરેથી આઘા સરતા જતા હતા. 
          જીવન યાદ અને ફરિયાદ વચ્ચે ઝોલા ખાતુ હતું. યાદ ખાટી હો યા મીઠી   મનમા જ માણવાની આદત હતી.ફરિયાદ કરવાની આદત ધીરે ધીરે ઓસરી ગઈ હતી.વાત ખાનગી રાખજો ફરિયાદ કરવી હોય,પણ કોને?મારી એકલતાનો સાથી હંમેશ હાજરીમા પણ ગેરહાજર જણાતો.કદી હુંકારો પણ ન ભરે.નારાજ પણ  ન થાય. અદૃશ્ય રહીને માર્ગદર્શન પૂરું પાડે.પરિણામે યાદ રહી અને ફરિયાદ ગઈ  યાદ આવતી, સળવળતી, ગલગલીયા કરતી જેમાં હું બેફામ બનૉને મહાલતી. » Read more: નિવૃત્તિ નિવાસ-૨ પ્રવિણા કડકીયા

What is LIFE?

May 23rd, 2008

      जिवनको पाया हे प्रभु बस जिवन जीना सिखलादे
      ये जिवन है अणमोल प्रभु बस मोल मुझे बतलादे
               જીવન પૂર્ણ થાય છે જ્યારે શ્વાસ થમી જાય છે

      આશા, નિરાશામાં પરિણમે છે જ્યારે આત્મવિશ્વાસ ડગે છે.

    પ્રેમનો અંત આવે છે, જ્યારે બીજા પ્રત્યે સહાનુભૂતિ ન હોય.

    મિત્રતા ખંડિત થાય છે ,જ્યારે ‘વહેંચીને’ખાવાની ભાવના સૂકાય છે.

         જીવન શરૂ જન્મ સાથે.

         જીવનનો અંત મૃત્યુ ટાણે.

         જીવન દરમ્યાનના સંબંધ આપણી જવાબદારી.

         જીવનની સિધ્ધિઓ  આપણી મૂડી.

         આપણો  આત્મા, આપણું પુણ્ય.

         આપણું મગજ કુદરતની દેણ.

         આપણા વિચારો વિભુની કૃપા.

         આપણી હસ્તી,સદવિચાર અને ચારિત્ર્ય.

         મિત્રો  જીવનનું ભાથું.

         જીવનના ઘરેણાં,સહનશીલતા અને ધૈર્ય.

         જીવનની બગિયાના ફૂલો, “બાળકો”.

         જીવન વિનાશક ‘ચીંતા’.

         જીવનમા સંતોષ,’કોઈના કામમા આવવું.’

         જીવન મૂલ્યહીન, ‘આશા’વિણ.

         જીવનમા હાથની શોભા,’દાન’.

         નિષ્ફળ જીવન,’સ્વાર્થ યુક્ત’.

         જીવનમા આવશ્યક્તા,’ઉત્સુક્તા અને ઉમંગ.’

         સુંદર વાર્તાલાપનું વાહન,’પ્રાર્થના.’

         ‘મુખપર રેલાતું સ્મિત’, સુંદર પરિધાન.

         જીવનમા અજોડ અને બેનમૂન સ્થાન,’ ઈશ્વર’.

             

      

    

મારો મનગમતો ——

May 20th, 2008

           ચાણક્ય, નાનપણથી જ એના બુધ્ધિ ચાતુર્ય પર હું વારી જતી.
             ચાણક્ય નિતિ એ ખૂબ મનભાવન વાક્ય હતું.
        ૧. અતિશય પ્રમાણિકતા સારી નહી.સીધા ઝાડ સહુ પ્રથમ કપાય છે.
           સીધા માણસો ચુંગલમા ફસાય છે.

         ૨.”ગુરૂ મંત્ર” તમારી ખાનગી વાત કોઈને કહેશો નહી.

         ૩. દરેક મિત્રતામા ઝૂઝ અંશે ‘સ્વાર્થ’છુપાયેલો હોય છે.
           મિત્રતા સ્વાર્થ વગર ન હોય એ કડવું સત્ય છે.

         ૪. કોઈ પણ કાર્ય કરતા પહેલાં ત્રણ સ્વાલ જરૂર પૂછજો.
            ૧.. હું શામાટે કરુ છું?
            ૨.. જેપણ પરિણામ આવે યા આવશે મને
                    ૩.. સફળતા મળશે?
                જો જવાબ સંતોષ જનક હોય તો જરુર કરજો.

         ૫.  ભય જણાય તો હુમલો કરી નાબૂદ કરો.
 
         ૬.  ફૂલોની સુગંધ પવનની દિશામાં ફેલાય છે.

         ૭.  પ્રભુ મંદિરમા બિરાજતા નથી. તમારા હ્રદયની
                     ભાવના જ ભગવાન છે.

         ૮.  માનવ કર્મથી મહાન છે, જન્મથી નહી.

         ૯.  મૂરખ વ્યક્તિ માટે પુસ્તક એટલે આમ્ધળા માટે અરીસો.
         ૧૦.  વિદ્યા,અભ્યાસએ પરમ મિત્ર છે. વિદ્યાવન સર્વત્ર પૂગયતે.

         ૧૧.  ૫  વર્ષ સુધી બાળકને પ્યાર આપો.
              ૧૦  વર્ષનો થાય ત્યાં સુધી વઢો.
              ૧૬   વર્ષનો થાય ત્યારે મિત્ર બને.
                  પુખ્ત વયનો બાળક તમારિ જીગરી દોસ્ત છે.

               
 
 

હસવાની મનાઈ છે

May 18th, 2008
 •          લેખક અને કવિઓનો વાર્તાલાપ ચાલી રહ્યો હતો.
        ખૂબ સુંદર માહોલ હતો.
      
        એક બહુ વિદ્વાન કવિ મિત્રની ઓળખવિધિ ચાલી રહી હતી.
       
        તેમના લંગોટિયા મિત્ર બોલ્યા. ચાલો હવે આપણે સાંભળીશું
           આપણા વિદ્વાન અને અનુભવી લેખક “કામદાર”ની  ઝલક
            ભરી રસમય કવિતાઓ. તેમની શી ઓળખાણ આપું.તેઓ
            કારખાનું છે .’કવિતાનું.’ 

             હા તેમા થોડી અતિશયોક્તિ હશે? પણ મારાથી ન રહેવાયું.
     ધીરે રહી ને કહ્યું , હા ‘એટલેજ મને હાથ વણાટનું ખાદી વધુ
        ગમે . જેમા કલા અને વૈવિધ્યતા જણાય.
                

પૂજ્ય બાપુ એક વખત સાંજના સમયે રેંટિયા પર તેમનું
          સૂતર કાંતી રહ્યા હતા. શાંત ચિત્તે કાંતતા તમના મનમા ઘણી
          બધી આંટી ઉકેલાય. ભારત માતાને આઝાદી અપાવવી હતી.
          એવામા બંગાળના સૂબાનો દિકરો મલવા આવ્યો. બાપુ,
      પ્રણામ. થોડીવાર થઈ ,યુવાનથી રહેવાયું નહી. એને એમ કે
          બાપુ તેની સાથે આશ્ચર્ય પામી વાતો એ વળગશે. ધાર્યો પ્રતિકાર
          ન મળતાં ફરીથી કહે , બાપુ, હું બંગાળના સૂબાનો દિકરો.
       બાપુ કહે, મહાદેવ આને ‘બે ખુરશી આપો.’ એ મોટો માણસ
         છે.

        આવી હતી આપણા પૂ. બાપુની મઝાક કરવાની આદત.       

   

એક જીવન સાધક

May 14th, 2008

               જીવન  સાધક એક  સામાન્ય નાગરિક છે.

         જીવન સાધક સુસંગત થવાનો પ્રયત્ન નથી કરતો.

         જીવન સાધક વિરોધાભાસ વચ્ચે જીવે છે.
    
         જીવન સાધક તેને પ્રેમ કરનારાઓ સાથે તેનું જગત વહેંચે છે.

         જીવન સાધકની જીવનદૃષ્ટિ મૃદુ અને સંકલ્પવાન છે.

         જીવન સાધક જીતે છે ત્યારે ઉત્સવ મનાવે છે.

         જીવન સાધક અગત્યના નિર્ણય લેતા પહેલા તેને ચકાસે છે.

         જીવન સાધક હારને ખેલદિલીથી અપનાવે છે.

         જીવન સાધક એક ચિંતક પણ છે.

         જીવન સાધક માન અપમાનથી પર છે.

         જીવન સાધકના બખ્તર છે,એકાંત,શંકા અને અનાસક્તિ.

         જીવન સાધક અન્યની વેદના સમજી સન્માને છે.

         જીવનસાધક સાહસિક અને ચૈતસિક ખોજી છે.

         જીવન સાધક  આસ્તિક અને હકારાત્મક છે.

         જીવન સાધક ધાર્મિક નહી આધ્યાત્મિક છે.

         જીવન સાધક આત્મનિરીક્ષક અને પરિક્ષક છે.

         જીવન સાધક ભૂલો નમ્ર બની સુધારે છે.

         જીવન સાધક ક્ષણમા જીવનાર છે.

         જીવન સાધક પરિણામલક્ષી છે.

         જીવન સાધક અન્યાય સામે આંખમીંચામણા કરતો નથી.

         જીવન સાધક સજાગ છે.

         જીવન સાધક બાળક જેમ વર્તે છે.

         જીવન સાધક ભરોસા પાત્ર છે.

         જીવન સાધક ક્યારેક જલતત્વ જેવો  છે.

         જીવન સાધક સ્વની મર્યાદા જાણે છે.

         જીવન સાધકનો ગુણ ‘હિમ્મત’.

         જીવન સાધક ‘અભય’ હોય છે.                

સગા-વહાલા

May 12th, 2008

      આ શબ્દથી સહુ પરિચિત છીએ. હંમેશા સાંભળતા આવ્યા છીએકે
  આ દુનિયામા સગા વહાલા નથી અને જે વહાલા હોય છે તે સગા નથી.
 કેટલો બધો વિરોધાભાસ છે. કડવું છે છતા પણ સત્ય છે. નહી, નહી તો
  ૯૯.૯૯ ૦/૦ લોકો આ સાથે સહમત થતા હશે. કિંતુ અંહી એક વસ્તુ
  જરૂર કહીશ કે ‘સગા આપણને જન્મતાની સાથે પ્રાપ્ત થતા હોય છે,
 જ્યારે વહાલા સંજોગો મેળવી આપે છે.
      ઘણીવાર પ્રશ્ન ઉઠે છે આવું કેમ બનતું હશે.આ પરિસ્થિતિ ઘણો
   વિચાર તથા મનોમંથન માગી લે છે.ચાલો ત્યારે તેનું વિશ્લેષણ કરી
   જોઈએ. સગા સહુ પ્રથમ તો જન્મતાની સાથે સંકળાયેલા હોય છે.
  જેમા સહુ પ્રથમ આવે માતા અને પિતા. કોઈ દાવા સાથે નહી કહી
   શકે કે મને માતા પિતા ચુંટવાનો અધિકાર છે. માનો યા ન માનો એ
   હક્ક માત્ર સર્જનહારનો છે. તેજ પ્રમાણે ભાઈ બહેન, કાકા, મામા,
  માસી, ફોઈ, દાદા, દાદી, નાના, નાની વિગેરે. મારી માતા ,
  કોલેજ નથી ગઈ કે મારા પિતાજી વકીલ યા ડોક્ટર નથી.કેવી ક્ષુલ્લક
   વાત.
    હવે ઇશ્વર કૃપાએ આપણે જેમને પામ્યા છીએ તેને ખુલ્લે દિલે અપનાવતા
   શીખો. જો જીવનમા શાંતિ અને સુમેળ ચાહતા હો તો. જન્મથી મૃત્યુ પર્યંત
   તેઓજ તમારી સાથે રહેવાના. ગમે તેટલા હોંશિયાર તમે હો પણ સત્ય તો
   આખરે સત્યજ રહેશે. પારકાની મા ગમે તેટલી સારી પણ મારી મા જેટલો
   પ્રેમ મની નહી આપી શકે. તેને પણ તેનો પરિવાર છે.
      જેમ માતા પિતા અને કુટુંબ આપણા પુણ્યથી મળે છે. તેમ પતિ,પત્ની
    અને મિત્રો પસંદગી થી પ્રાપ્ત થતા જણાય છે. એ સત્ય છે કે મિત્રો છૂટાં પડી
   શકે. પતિ અને પત્ની જો અનૂકુળ ન આવે તો પરિણામથી સહુ વિદિત છીએ.
  કિંતુ કદી સાંભળ્યું કે માતા પિતાએ બાળકને પ્રેમ કરવો છોડી દીધો! હા, તેમાં
   મનભેદ યા મતભેદ જરૂર હોઈ શકે. અરે ઘણીવાર વાતાવરણની અસરમા આવી
   વિખૂટા પણ થાય. છતાંય પ્રભુ નું બનાવેલ આ હૈયાનું પ્રેમનું ઝરણું વહેતું જ રહે.
  તેમાં ભરતી ઓટ આવે યા વિરાનગી. પ્રસંગ આવે એ પાછું ખળખળ વહેવા માંડે.
  તેથી જ તો કુદરતની અકળ લીલા કળાતી નથી.
     ક્યાંક વાંચ્યું  હતું પસંદગીની વસ્તુ માટે પુણ્યથી મળેલ વસ્તુને ઠુકરાવશો
   નહી. કેટલું સત્ય આ પાછળ ગર્ભિત છે. યુવાનીમા મદહોશ માનવ ઘણીવાર
   આ વાત વિસારે પાડે છે. ખેર, અને જાગે છે ત્યારે કોઈક વાર ખૂબ મોડું થઈ
   ગયું હોય છે. જો સમયસર ચેતે તો આપણે સહુ જાણીએ છીએ કે ‘ સુબહ  કા
   ભૂલા જબ શામકો ઘર આતા હૈ તો ઉસે ભૂલા નહી કહેતે.’
      એકબીજાને સમજવામા આપણે કેમ થાપ ખાઈએ છીએ. ઘણીવાર તેમાં
   સંજોગો ખૂબ અગત્યનો ભાગ ભજવતા હોય છે. દરેકે દરેક વ્યક્તિ ની પરિસ્થિતિ
   અલગ અલગ હોવાને કારણે કોઈ એકજ માર્ગ સાચો ન કહી શકાય. તે છતાંય
   દરેક સમસ્યાનો હલ મુમકીન છે. જીવનમા અસંભવ યા અશક્ય બે શબ્દો ને
   શબ્દકોષમાંથી ફારગતિ આપવી જોઇએ તેવા મતની હું છું.
     વહાલા, બોલતાં મોઢું ભરાઈ જાય અને આંખોમા ચમક પ્રસરી જાય. બેશક
   વહાલાના આંચળા નીચે ભેડિયા નથી ને તેની સાવચેતી જરૂરી છે. કોઇ પણ નાની
   યા મોટી વ્યક્તિ તેનો શિકાર બની શકે છે. સજાગતા અને વિવેક બુધ્ધિની ખૂબ
   આવશ્યક્તાનો ત્યાં ખપ પડે છે. ઘડીના છઠ્ઠા ભાગમાં વહાલા વેરી બની શકે છે.
  ત્યારે એવી સ્થિતિનું નિર્માણ થાય છે કે સ્નેહનુ ઝરણું સુકાઈ જાય છે. એવી મૃતઃ
   પ્રાય પરિસ્થિતિ સર્જાય છે જે ફરીથી સજીવ થવા શક્તિમાન બનતી નથી . બધા
   પ્રયત્નો પોકળ નીવડે છે.
     આ ખરેખર વિચાર માગી લે તેવી વાત છે. અણમોલ માનવ જન્મ એળે ન
    જાય તેથીજ તો આ પ્રશ્ન વિશે ચિંતન ચાલુ કરીએ——–            

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help