Archive for August, 2010

આજનો શુભ દિવસ

August 26th, 2010
    ઓગસ્ટ ૨૬, ૨૦૧૦ અમારા પૌત્ર  “અવિની ૧૪”મી વર્ષગાંઠ નિમિત્તે
શુભ આશિષ.   આજે પણ તે ધન્ય ઘડી યાદ આવે છે ને સારા દિલમાં
રોમાંચનો અનુભવ થાય છે.
    અ.સૌ. નમ્રતા અને ચિ. રૂપિનના આંગણાનું પ્યારનું પુષ્પ. ‘અવિને
અભિનંદન અને ખૂબ ખૂબ પ્યાર.   સંસ્કાર તેમેજ સુંદર પ્રગતિ દ્વારા
અવિ આજે નવા વર્ષમા પગરણ માંડી રહ્યો છે તે બદલ પ્રભુનો
આભાર.
    જન્મદિવસની શુભકામના અને અંતરના આશિર્વાદ. 
Lots of love G’mom 

‘નાનો’ બનાવી દીધો !

August 25th, 2010

                  

ચાર કંપનીના પ્રેસિડન્ટ ચંપકભાઈ સભામા બેઠા હતા. કોઈની તાકાત છે

એમની સામે બોલવાની કે નજર ઉઠાવીને વાત કરવાની.

    એકની એક દિકરીની દિકરી આવી.

  નીમાઃ હેં ‘નાના’ તમે મારા માટે ઢીંગલી ભૂલી ગયા.

             હમણાને હમણા મને અપાવો.

 ચંપકભાઈઃ ડ્રાઇવર બેબીને ગાડીમા આયા સાથે લઈ

                    ને અપાવી આવ.

  નીમાઃ નાના, ડ્રાઈવર નહી અને આયા પણ નહી.

              તમે જ સાથે ચાલો.

  ચંપકભાઈઃ આખા ગામને ધ્રુજાવતો અને સહુ ઠેકાણે

                      મોટો. દિકરીની દિકરીએ ‘નાનો’ બનાવી દીધો !

વિજય દિવસ

August 23rd, 2010

       હમ હિંદુસ્તાની , ભલેને ધરતીના પેટાળમા હોઈ એ કે ચંદ્ર ઉપર.

આજે છે “વિજય દિવસ”. ભારતમાતાના સુપુત્રો જેમણે દેશ ને મહત્વ

 આપી પોતાના પ્રાણનું બલિદાન આપ્યું.

             હશે એ કોઈનો લાડવાયો  યા કોઈનો પ્રેમાળ પતિ. વહાલી

બહેનીનો ભાઈલો, જે આવતીકાલે રક્ષાબંધનને દિવસે રક્ષાને ચૂમી

પોસ પોસ આંસુડા સારશે. નાના નાના ભુલકાઓનો પિતા.

   આપણી ફરજ બને છે તેમને યાદ કરી તેમના બલિદાનને

બિરદાવવાનું.       

     પ્યારા દેશ બાંધવો, મા ભારતીને તમારા પર ગર્વ છે.

 તમને યાદ કરી અશ્રુના પુષપની અંજલી અર્પણ કરીએ છીએ    

જીવનનું સત્ય

August 22nd, 2010

 

       યુવાન બાળકોને સલાહ આપવી એટલે જેલીને ખીલી પર ભીંતે ટાંગવી

      મોઢા પરની કરચલી આવકારો

     કુટુંબ પેંડા જેવું છે કદાચ એકાદ કડવી બદામ પણ હોઈ શકે.

      હાસ્ય જરૂરી, ખુશનુમા તરંગોની  હ્રદયમા દોડા દોડ

     યૌવનનું ધન છે પૌષ્ટિક આહાર નહી કે નિત નવા રમકડા 

     આજની જડ છે ગઈકાલની સ્વસ્થ, સત્યથી સભર જીંદગાની 

   મરવું નથી પણ તેના વગર છૂટકો પણ નથી

 

આજે રજા છે

August 21st, 2010

આજે રજા છે, સોફા પર લાંબા ટાંટિયા ફેલાવી સૂતેલો

અમર વિચારી રહ્યો હતો.

ત્યાં અમી આવી અને કાગળ હાથમા થમાવી કહે

૧. મારે આજે વાળ કપાવવાની અપોઇટમેંટ છે.

૨. એના ઉઠે એટલે ડાઈપર બદલી દૂધ અાપજે.

૩. ગાર્બેજ પિકઅપ છે બહાર મૂકજે.

૪. મારી ગાડીમા ગેસ ભરાવી સાફ કરાવજે.

૫. હું તારી ગાડી લઈ જાંઉ છું.

૬. મારા માટે પ્લિઝ, ચા બનાવી રાખજે.

૭. લોન કાપવાવાળાએ ‘એજીંગ’ સરખું નથી કર્યું તે —

 ૮. ૯.—

       અમર આગળ ન વાચી શક્યો. 

પવિત્ર ઍકાદશી

August 19th, 2010
  આજે શ્રાવણ સુદ એકાદશી જે “પવિત્ર એકાદશી” ના નામે પંકાય છે. પુષ્ટિમાર્ગના
પ્રણેતા શ્રી વલ્લભાચાર્યજી એ આ માર્ગની સ્થાપના કરી. શુધ્ધ અદ્વૈત બ્રહ્મવાદમા
તેમને અખંડ વિશ્વાસ.
      જગત અને આત્મા એ પરમાત્માના અંશ છે. જેમ તણખો અગ્નિમાંથી પ્રગટ
થાય છે તેમ જીવ અને જગત પરમાત્મામાંથી ઉદભવેલ છે.
            શ્રીવલ્લભાચાર્ય જે પૂજ્ય શ્રી મહાપ્રભુજીના નામે ઓળખાય છે તેમણે
પુષ્ટિસંપ્રદાયની સ્થાપના શ્રાવણ, સુદ ૧૧ ના દિવસે કરી જે ‘પવિત્ર એકાદશી’
ના નામે ઓળખાય છે. “બ્રહ્મ સંબંધ” મંત્ર દ્વારા આત્માનો સંબંધ શ્રીનાથજી સાથે
જોડી આપ્યો.
                    ૧૫૪૯, શ્રાવણ સુદ એકાદશી, મધ્યરાત્રી એ શ્રીજીબાવા પ્રગટ થયા.
બ્રહ્મ સંબંધ મંત્રની પવિત્રતા જાળવવા આ મંત્ર હંમેશા સ્નાન કર્યા પછી ચોખ્ખા
કપડા પહેરી જ બોલવો.
            કોઈ પણ જાતની અપેક્ષા વગર શ્રીનાથજીનું શરણ સ્વિકારવું.
           શ્રીનાથજીમા દૃઢ વિશ્વાસ
           શ્રીનાથજીની સેવા બાલ ભાવે કરવી.
          શ્રીમહાપ્રભુજી પ્રત્યે આદર્ભાવ.
           શ્રીમહાપ્રભુજી ગુરૂ તરીકે બિરાજે.
     સાક્ષાત પ્રભુ પ્રગટ થયા દૈવી જીવોના ઉધ્ધાર માટે. એ આ પવિત્ર એકાદશી.

શું કામ ?

August 19th, 2010
  જેને આપણે પ્રેમ કરીએ છીએ તેને સહુથી વધુ દુખ આપીએ છીએ.
જેનાથી મનને આનંદ થાય છે તેનાથી ખૂબ દૂર રહીએ છીએ
જેમના વગર ચાલી શકે તેઓ આજુબાજુ આંટા મારતા હોય છે
જેમના વગર જીવવુ શક્ય નથી છતાં જીવન સરે છે
જીવન વન ગીચ યા પાંખુ, લીલુ યા સુકુ ગહરું છે

‘નો’ ને બદલે ‘છો’

August 17th, 2010
      
Go to fullsize image
     નોકરી વગરનો બેકાર માણસ કરે તો પણ શું કરે. ભગવાનને ફરિયાદ કરી.
હે ભગવાન તું કેટલો દયાળુ છે. તારી સેવાપૂજા હું નિયમિત કરું છું. તું કહે તે ભેટ
ધરીશ. બસ, એક નોકરી આપને.
             ભગવાને વિનંતિ સાંભળી ને બીજે દિવસે છોકરી મળી. બેકાર માણસ કહે મેં
છોકરી નહી નોકરી માગી હતી. હવે તારી પણ ઉમર થઈ છે ભગવાન, તું સાંભળી
શકતો નથી.
    ભગવાન કહે તે મને એસ. એમ. એસ. મોકલ્યો હતો.’ નો’ ને બદલે ‘છો’ ટાઇપ કર્યું હતું.

દુખે દિલડુ

August 16th, 2010
         
        વાત જાણે એમ હતી કે આજે ઝરણાનો પિત્તો સાતમા આસમાને
પહોંચી ગયો હતો.રાતની નિંદર પણ વેરણ થઈ ગઈ હતી. ગઈ કાલે
ખુદની માતા ઉપર ગુસ્સો આવ્યો હતો.
       મા તે મા બીજા વગડાના વાની ઉક્તિ મુજબ મા તે કડવો ઘુંટડો
ગળી ગઈ. માને થયું હશે બાળક છે કામકાજમા ચોવિસ કલાક ઉલઝાયેલું
હોય તો કોઇક વખત ભાન ન રહે કોને શું કહે છે.
           ઝરણા ઓફિસેથી આવી હતી. આવતાની સાથે તેને રસોઈ તૈયાર જોઈએ.
નિરવ અને તે બંને સાથે આવતા. આજે નિરવને બોર્ડ મિટીંગમા જવાનું હતું. તેથી
રાતનું જમવાનું તે બહાર લેવાનો હતો.
           ઘણા વખતથી ઝરણાને કચોરીવાળી દાળ ઢોકળી ખાવી હતી. સવારે મમ્મીને 
કહીને ગઈ હતી. પણ કોને ખબર કેમ મમ્મીને ખિચડી ખાવી હતી તેથી તેમણે ખિચડી
બનાવી હતી. તેમને યાદ ન રહ્યું કે ઝરણા સવારે કચોરીવાળી દાળઢોકળી બનાવવાનું
 કહી ને ગઈ હતી.
        થાકેલી ઝરણા ઘરે આવી. ભૂખનો માર્યો તેનો જીવ નિકળી રહ્યો હતો. ભાણામા
મમ્મીએ મૂકી ખિચડી. જોઈને તેનો પિત્તો ગયો. મા તે આજે આ શું બનાવ્યું ? જાનકી
અચંબામા પડી ગઈ કેમ આમ. પછી તેને યાદ આવ્યું અરે, બેટા હું તો ભૂલી જ ગઈ.
               થાળી ને હડસેલી ઝરણા ઉભી થઈ ગઈ. જમ્યા વગર સૂવા જતી રહી. રાંધ્યા
ધાન રઝળી પડ્યા. જાનકી રસોડામા ઢાંકો ઢૂબો પતાવી માળા લઈને બેસી ગઈ. તેને
થયું ભૂલી ગઈ એ એવો ગુનો તો નથી કે આમ રિસાઈ જવું અને ભુખ્યા પેટે મા પર
ગુસ્સો કરવો.
             જાનકીને તો ભગવાનનું નામ લેતા ક્યારે ઉંઘ આવી તે ખબર પણ ન પડી.
ઝરણાની નિંદ વેરણ થઈ ગઈ. આખી રાત પેટમા ગલુડિયા બોલ્યા અને ઉપરથી ‘મા’
પર ગુસ્સો કર્યો.
         હવે આમા સજા કોને થઈ જાનકીને કે ઝરણાને ? ભલે અપમાન જાનકીનું થયું.
આખી રાત ઝરણા પડખા ફેરવતી રહી!
           દિલડુ દુખ્યુ. દુનિયાનો ધારો છે જે ભોગવે તેની ભૂલ. જે ભૂલ કર્યા પછી દુખ
જેને થાય તે ભોગવે.

એકમેકના

August 13th, 2010

        પાબલો અને પેમ બંને પ્રેમ લગ્નથી પરણ્યા. હસતા નહી, અમેરિકામા તો પ્રેમ લગ્ન જ હોય.

હંમેશા હસમુખો પાબલો અને ખૂબ સુહાની લાગતી પેમ. જાણે પ્રભુએ બંનેને એકબીજા માટે જ ન 

સર્જ્યા હોય?

                જ્યારે પણ વાળ કપાવવા જાંઉ ત્યારે પાબલો ખૂબ હસતા મુખે સ્વાગત કરે અને ખૂબ

 ચીવટ પૂર્વક વાળ કાપે. તેના પ્રેમની ઉષ્મા માણતા હંમેશા બે ડોલર બક્ષિસના વધારે આપવાની

એક બૂરી કહો તો બૂરી અને સારી કહો તો સારી આદત મને પડી ગઈ હતી.

        પાબલો અને પેમ વચ્ચે એક જ ગાડી હતી તેથી જો મારો સમય  સાંજનો હોય તો કોઈક

વાર પેમ ને મળવાની તક સાંપડતી.  બંને પ્રેમ પંખીડાને સાથે ગાડીમા ઘરે જતા જોઈ મારું

મન પણ ભૂતકાળમા સરી પડતું.

       સાંજના જવા ટાણે પાબલો ખૂબ અધીરો થતો. ડે કેરમાંથી જોડિયા બાળકને લેવાના હોય.

ભગવાન પણ તેમેના પર ખુશ હતા દિકરો અને દિકરી. એક ફટકામા બે રન મેળવીને પતિપત્ની

ખુશ હોય એ સ્વાભાવિક છે.

          ઘણી વખત ઈચ્છા થતી પાબલો ને પૂછવાની કે તારા સફળ અને પ્રેમાળ દાંમત્યનું રહસ્ય

શું છે. આજે હું ખૂબ સમય કાઢીને આવી હતી. વાળ રંગવાથી માંડીને બધી જ સૌંદર્યની પ્રક્રિયા

કરાવવાની હતી.

       જો કે આમ હું બહુ ખોટા પૈસા વેડફવાવાળી નથી. પણ આજે કોણ જાણે મન થયું. મન અને

બુધ્ધિ વચ્ચે રસાકસી પણ જામી. મોટે ભાગે બુધ્ધિ જીતે પણ મનુષ્ય સહજ સ્વભાવ આજે મન

જીતી ગયું.  કહે કે મનખા અવતાર મળ્યો છે. કાયાની માયા સારી નહી. પણ કોક દિવસતો તારી

જાતને પ્યાર કરી તેને ખુશ કર!

                 લગભગ પાંચ કલાક સૌંદર્ય પાછળ ખરચવા અને ૨૦૦ ડોલરનો ધુમાડૉ કરવો એ સારી

તેમજ સાચી વાત ન હતી. વાત જોકે એમ હતી કે મોટો દિકરો ઘરે આવ્યો હતો ને કહે મમ્મી તું તારું

જરાય ધ્યાન નથી રાખતી. લે ૨૦૦ ડોલ્રર અને જરાક તારા પોતાના પર ખર્ચ કર!

        રહસ્ય છતું કરી દીધું.  પાબલોની સામે ખુરશીમા બેઠી કલાક ઝાઝા હતા તેથી વાત ની શરૂઆત કરી.

અરે એને તો મે અકબર, બીરબલ અને હજામ વાળી વાર્તા પણ કરી. એતો ફિદા થઈ ગયો.

                 પછી ધીરે રહીને મે પૂછ્યું પાબલો તારા સંસારની વાત કર. તું હંમેશા ખુશ રહે છે અને તારી

પત્ની પણ ખૂબ પ્રેમાળ અને સુંદર છે.

            પાબલો એક મિનિટ તો ખચકાયો  પછી કહે મારી સુખી જીંદગીની ચાવી સોનાની છે. મારી પત્ની

મસાજ પાર્લર ચલાવે છે અને હું વાળ કાપવામા અને નવી નવી રચનાઓ કરવામા પાવરધો. મારી પત્નીના

વાળ કાપવાથી માંડીને તેને કઈ હેર સ્ટાઈલ સરસ લાગે તે હુ બતાવું છું અને તેને સજાવું છું.

                   મારી પત્ની દરરોજ સાંજે સૂતા પહેલા મને પંદર મિનિટ તેના કોમલ આંગળાથી મસાજ આપે છે.

ભલેને અમારે ગમે તેટલા વિરોધી મત કેમ ન હોય . આ અમારો નિત્યનો ક્રમ છે.

             જેથી અમે કદી પણ ઝઘડીને   યા મોઢું ચડાવીને સૂતા નથી. બસ આગળ પાબલો કાંઇ પણ કહે તે 

પહેલા હું બોલી ઉઠી અરે તમે બંને તો આદર્શ પતિપત્ની છે. મારી ભાષામા કહું તો એકમેકના————

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.