Archive for February, 2008

ફેબ્રુઆરી ૨૯

February 29th, 2008

અરે, આજે કયો દિવસ છે. યાદ છે ને? જે માત્ર ઈશ્વર કૃપા એ દર ચાર
વર્ષે નજરે પડે છે. આપણા મોરારજી દેસાઈએ ભલેને ૧૦૦ દિવાળી ઉજવી
પણ વર્ષગાંઠ તો ખાલી ૨૫. બોલો મારી વાત ખરી છે કે ખોટી.
લીપયર દર ચાર વર્ષે આવે છે . પણ હિલરી ક્લિન્ટનને અને ઓબામાને
વધારે અનૂકુળ. કેવી રીતે તમને આશ્ચર્ય થશે. અરે ભાઈ આટલી સાદી વાત
ન સમજ્યા. એક દિવસ વધારે એકબીજા સામે કાદવ ઉછાળવા મળ્યો. ૪થી
માર્ચ, ટેક્સાસમા હિલરીએ ઓબામાને જબ્બર લડત આપવાની છે. જોઈએ કોનું
નસિબ જોર કરે છે?
પહેલી તારિખે આપણને વધારે આનંદ થાય. કેમ? પગાર આવવાનો ને એટલે.
પેલું કિશોરકુમારનું ગાયન યાદ હશે. નાનપણમાં મને મોઢે હતુ. હવે થોડી ઘણી
અડધી પડધી લીટીઓ યાદ છે. શામકો પિયાજી જરા જલ્દીસે આના, હમકો પિક્ચર
દિખાના. આજે આવુ સાંભળીને અમેરિકામા આવ્યા પછી ભલે હસવુ આવતુ હોય.
પણ આપણા ભારતમા આ હાલ હોય તો નવાઈ પામવા જેવું તેમા કાંઈ નથી.
હવે આપણને આ દિવસ પાછો ચાર વર્ષ પછી દેખવા મળશે. જોઈએ તે
સમયે આપણા મુખ પર હાસ્ય હશે કે ગાલ પર સુકાયેલા આંસુ? સમય બલવાન
છે. માણસ નહી. ચાલો ત્યારે તમારો સમય વધારે નહી લંઉ. આશા છે ચાર વર્ષ
પછી આપાણા હાલ આજ જેવાજ હોય.
૨૯મી ફેબ્રુઆરીને વિદાય આપિએ.

February 29

February 29th, 2008

નજર

February 28th, 2008

picture.jpg

નજરથી નજર મળીને વાત બની ગઈ

નજરથી નજર ચુરાવી વાત કહી ગઈ

નજરના જામ છલક્યાને પ્યાસ બુઝી ગઈ

નજરના તીર વાગ્યાને હાય નિકળી ગઈ

નજરના અમીની વર્ષા ચુંદડી ભિંજાઈ ગઈ

નજરના નજરાણાં ધર્યા બાજી પલટાઈ ગઈ

નજર ન લાગે તને ભાલે અંકાઈ ગઈ

નજર નજરમાં ફેર દિલે દસ્તક દઈ ગઈ

નજરના ખેલાયા ખેલ દુલ્હન બની ગઈ

નજર મારી નિરખે ભીંતે ટિંગાઈ ગઈ

 નજર  તારી  વાલમ  હૈયે  જડાઈ  ગઈ

આજનો દિવસ

February 26th, 2008

   

                                                     images51.jpg

       હા, આજનો દિવસ મારે માટે ખૂબ મહત્વનો છે. હા, હવે તો તે ભૂતકાળ થઈ ગયો

તેથી હતો કહીશ.બાળપણની નિર્દોષ દોસ્તી. એ બાબતમા હું ખૂબ ભાગ્યશાળી છું.

મારો સ્વ્ભાવ સારો કહી શકાય કે નહીતે ખબર નથી. પણ હા ઘણી વ્યક્તિઓ મને

પસંદ નથી કરતા. એ તેમની મારા પ્રત્યેની નારાજગી પરથી સ્પષ્ટ જણાઈ આવે. ખેર

એ વાતમા ન પડતા જે કહેવું છે તે કહેવા દો. આજે બસ મને રોકો મા.
શુક્રવાર, ૨૨મી ફેબ્રુઆરી રાતના ૧૧ વાગે હું એરપોર્ટ જતી હતી. શામાટે? આટલું

બધું મોડું? મારી શાળાની બે સહેલી ન્યુજર્સીથી ખાસ મને મળવા આવી રહી હતી.

અમે છેલ્લા ૫૦ વર્ષોથી એકબીજાના પરિચયમા છીએ. બસ આ જ વાત તો મારે

તમને કહેવી હતી. કે આજનો દિવસ મારે માટે કેટલો મંગલહતો. કદી દિલમાં ખટકો

નહી. કદી એકબીજા પ્રત્યે કભાવ નહી. કદી મારુ તારુ નહી. કદી સ્વાર્થ નહી.કદી કોની

પાસે કેટલા પૈસા છે તેની પરવા નહી. બધાનો પરિવાર સુખી છે. તે અમારા સહુના
જીવનનો ઉત્સાહ હતો.

વાચક મિત્રો, મારા હ્રદયના ભાવ તમારી સમક્ષ મૂકવા માટે મારું હૈયું તલસી

રહ્યું હતું . કહેવાય છેદુઃખ વહેંચો તો અડધું થાય, આનંદ વહેંચો તો બમણો થાય.

ખૂબ મઝા કરી. ઘણે બધે ઠેકાણે હ્યુસ્ટનમાં ફર્યા,એ બધી ગૌણ વાતો છે. કિંતુ

મળ્યા, બાળપણના સુંદર દિવસો યાદ કર્યા. આટલા બધા વર્ષો સુધી એ પ્રેમ
અકબંધ છે તેનો ઉત્સવ મનાવ્યો. એ નિર્મળ પ્રેમની ગંગામાં ડુબકી મારી. ઘડીભર

સંસારના આરોહ અનેઅવરોહ વિસારે પાડ્યા. બસ પ્રભુ આવો પ્યાર મેળવવા હું

સદભાગી બની એ તારી કૃપા નહી તો બીજું શું?

ખજૂરની બરફી

February 25th, 2008

                                    images1.jpg

  ખાંડ નહી ખાવાની. મધુપ્રમેહ નો રોગ થાય.

ઘી નહી ખાવાનુ જાડા થઈ જવાય.

એક પ્રશ્ન છે? જેનો ઉકેલ આસાન નથી.
કયો?
ગળ્યું ખૂબ ભાવે. ચાલો ત્યારે આજે બનાવીએ ખજૂરની બરફી.

સામગ્રીઃ

૧ રતલ ખજૂર. પીસેલા. જો તે તૈયાર મળે તો વા.
નહીતર મિક્સરમા વાટવા.
૧/૪ રતલ મોળા પિસ્તા

૧/૪ રતલ બદામ

બનાવની રીત.

બદામ અને પિસ્તાને માઈક્રોવેવ ઓવન માં ૧ મિનિટ માટે
ગરમ કરો.

ચપ્પુ વડે તેમના નાના નાના ટુકડા કરવા.

ખજૂરના માવામા તે બધા ભેળવી તના વાટા બનાવવા

દરેક વાટો છૂટો પ્લાસ્ટિકમા વિંટાળી ફ્રીજમાં રાતભર રાખવો.

બીજે દિવસે તેના નાના ટુકડા કરી ખાવાના ઉપયોગમા લેવા.

ખૂબજ સ્વાદિષ્ટ લાગશે. આરોગ્ય પ્રદાન કરનાર પણ છે.

આશા છે બનાવીને ખાશો ત્યારે મારી યાદ આવશે.

બહારથી ખસખસ યા કોપરાના છીણથી શણગારી શકાય

ચાલો જમવા

February 22nd, 2008

                                      images49.jpg

  શિખાએ આજે ખૂબ મોટી મિજબાની રાખી હતી. નવુ ઘર, ઘરમા લક્ષમી સમાન દીકરીનું આગમન.
તેના આનંદનો પાર ન હતો. નામ પણ કેવું સુંદર રાખ્યું હતુ. ‘ખુશી’ ઘરમા બસ આનંદ મંગલ છવાયો હતો.
સપનના માતા પિતા પણ રાજીના રેડ થઈ ગયા હતા. એમની અંતરની અભિલાષા શિખાએ પૂરી હતી.
ચારે તરફ આનંદનું વાતાવરણ છવાયું હતું. મહેમાનો આવી પહોંચ્યા હતા. ખુશીએ ઘર પણ ખૂબ સુંદર
સજાવ્યું હતું. ખાવાનામાં પાંચ પકવાન બનવડાવ્યા હતા. ખુશી તો જાણે આસમાનમાંથી ઉતરી હોય તેવી
સુંદર લાગતી હતી. શિખા ખૂબ સંસ્કારી માતાપિતાની દિકરી હતી. સપનને પ્રાણથી પણ અધિક ચાહતી હતી.
સપનને માત્ર એક નાનો ભાઈ હતો જે હજુ ભણવામાં મશગુલ રહેતો. સપનના માતાપિતા ભલે ખૂબ પૈસાદાર
ન હતા પણ શિખાએ તેમને પ્યાર આપી માલામાલ કરી દીધા હતા. સપન ‘હ્રદયનો ડોક્ટર’ હતો. શિખાએ
તેના સાસુ સસરા માટે સરસ મજાનું નાનુ ઘર બાજુમાં જ બંધાવ્યું હતુ. એકબીજા અંદરથી આવજા ખૂબ આસાનીથી
કરી શકતા. શિખાનું દિલ ખુબ વિશાળ હતું. તેને ખબર હતી, ઘર મોટા હોવાથી સાથે નથી રહેવાતુ, દિલ મોટા જોઈએ.
શિખા રસોઈપાણી ઘરે બનાવી તેમના માટે ખુદ આપવા જતી, નહીકે નોકરો મારફત મોકલાવતી.
ખેર, ગાડી પાટા પરથી ઉતરી ગઈ. બસ ધમાલ ચાલતી હતી. દરેક જણા એ મિજબાનીની ખૂબ મઝા માણી. ખુશીને
સાચવવા વાળી આયાને જમવાનો સમય પણ પ્રાપ્ત ન થયો. આટલી બધી ધમાલમા શિખાને પણ યાદ ન રહ્યું. રાત પડી
ગઈ હતી. થાકના બોજા હેઠળ ક્યારે બધા જંપી ગયા તેનો ખ્યાલ પણ ન રહ્યો.
સવાર થઈને જ્યારે આયા ઉઠી નહી ત્યારે શિખા તેને બોલાવવા આવી. આયા બહુ અશક્ત જણાતી હતી. શિખાએ પ્રેમથી
પૂછ્યું કેમ આમ? આયા કહે બહેન મેં કાલથી કાંઈ ખાધું નથી. ત્યારે શિખાને યાદ આવ્યું અરે આટલી બધી ધમાલમા આવું
કેવી રીતે થયું. ખુશીની, ખુશીમાં અંતરાય નપડે તેનું આણે કેટલા જતનથી પાલન કર્યું. શિખા પોતાના હાથે ચહા અને નાસ્તો
તૈયાર કરીને લઈ આવી. તેને પ્રેમથી ખવડાવી બોલી, આજે તું રજા પાડ અને તારા પરિવાર માટે બાંધી આપું તે બધું લઈ જા.
ખુશીની, ખુશી તું તારા પરિવારની સાથે જમીને મનાવજે.——–

હવે કશું કહેવું નથી

February 20th, 2008

સાનમાં સમજાવશું આજ હવે કશું કહેવું નથી

વિયોગનું જુઓ પરિણામ હવે કશું કહેવું નથી

પ્રિતડીના દીઠાં અંજામ હવે કશું કહેવું નથી

ખૂબ સહ્યું દીલેઆમ હવે કશું કહેવું નથી

જીવન બન્યું નાકામ હવે કશું કહેવું નથી

એકઠો કર્યો સરંજામ હવે કશું કહેવું નથી

શ્વાસોને મળશે આરામ હવે કશું કહેવું નથી

ક્યારે પામીશ વિરામ હવે કશું કહેવું નથી

આવી પરમને ધામ હવે કશું કહેવું નથી

તમારે શરણે મુકામ હવે કશું કહેવું નથી

વિશ્રાંતિ લેવી ક્યાં?

February 18th, 2008

                             images8.jpg

    ક્યાંક શબ્દોના ઘોર જંગલો છે

ક્યાંક અર્થોના અલૌકિક સૂર્યોદય છે

ક્યાંક વિચારોના ઘૂઘવતા દરિયા છે

ક્યાંક મૌનનાં એકલવાયા શિખરો છે

ક્યાંક રહસ્યોની અંધકારભરી વસાહતો છે

ક્યાંક અનુભૂતિનાં વૃક્ષોથી લથપથ ખીણો છે

ક્યાંક જીવન સાધનાનો નિર્જન કાંઠો છે

“ટાગોર”

માનવામા આવે છે?

February 17th, 2008

 

 

 

 

images16.jpg 

જીભ લસલસતા ઘીનો બનાવેલો શીરો ખાય પણ કદી ચીકણી નથી હોતી

.
ગગનેથી બારેમેઘ ખાંગા થાય પણ તે તો કોરુધકોર હોય.

બોટલમાં શરાબ હોય પણ બોટલ કદી નાચતી નથી કે હોશ ગુમાવતી નથી.

હીરાને કદી પોતાના મૂલ્યની ખબર નથ અને તેની તેને દરકાર પણ હોતી નથી.
જીવતા માણસની કદર ન કરે મર્યા પછી તેના ગુણગાન પુણ્ય સ્મૃતિ અને સન્માન કર્યા શું કામનાં?.

પેન લખે સડસડાટ પણ તેનામા જ્ઞાન કેટલું.

નમ્રતા એતો માનવનું અલંકાર છે.

મુજથી હું અભિન્ન છું પણ હું મુજમાં સમાયેલ છે.

અહંકારને ડુબવા માટે સાગર નહી અશ્રુનુ ટીપુ પણ ચાલે.

ઈશ્વર ગાડીનું ‘સ્પેર વ્હીલ” નથી “સ્ટિયરીંગ વ્હીલ” છે.

પ્રાર્થના જીવનનો જાન નથી ગાન છે.તે ઉપર જાય છે જ્યારે આશિર્વાદ નીચે ઉતરે છે

ઘડપણમાં હસાય નહી એના કરતા હસીએ નહી તેથી ઘડપણ ઢુંકડુ જણાય.

જીવનમા જે આવે છે તે જવા માટે.

સુખની કિંમત ત્યારે જણાય જ્યારે દુખ પડે ત્યારે.

સુખદુખ સંજોગો પર આધારિત છે તેના કરતા તેના પ્રત્યેના અભિગમ પર નિર્ભર છે.

જીવનમા કશુ શાશ્વત નથી. સઘળું અનિત્ય છે.

સર્વનું મંગલ હો. સર્વનું મંગલ હો.

હસવાની મનાઈ છે

February 15th, 2008

   પ્રભુ  કૃપાથી  મને કશાની એલર્જી  નથી.
 શાળામા છોકરાઓને ભણાવવા એ  ચાહે  ભારત હોયકે  અમેરિકા બધે
  સરખું હોય.
    શાળામાઃ બાળકોને શાંત પાડી મેં ધીરેથી કહ્યું.
          સાંભળો  બાળકો મારું નામ પ્રવિણા છે.
          મને અવાજની એલર્જી છે.

     બાળકોઃ  ચોથા ધોરણમા  હતા. મારી સામે જોઈ
                  રહ્યા. એક ચપળ વિદ્યાર્થિ બોલ્યો, પ્રવિણા
                  મેડમ તમને શું થાય.

    પ્રવિણાઃ   મારો ગુસ્સો જાય.

        

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.