Archive for March, 2007

પરિસ્થિતિ મનઃસ્થિતિ

March 31st, 2007

images10.jpg       

        પરિસ્થિતિ પડકાર છે
         મનઃસ્થિતિ અભિસાત છે

        પરિસ્થિતિ પ્રતિપળ બદલાય છે
        મનઃસ્થિતિનો પ્રતિદોષ મનમાં છે

        પરિસ્થિતિ સુવિધા દુવિધાનો સંગમ છે
         મનઃસ્થિતિ મનની અવસ્થા છે

         પરિસ્થિતિનું બીજ ભૌતિક છે
         મનઃસ્થિતિનું બીજ વાસનામાં છે

         પરિસ્થિતિ બાહ્ય આવરણ છે
         મનઃસ્થિતિ આંતરિક સંઘર્ષ છે

          પરિસ્થિતિ પ્રકટ છે
           મનઃસ્થિતિ અપ્રકટ છે

          પરિસ્થિતિ હમણા અને અંહી
          મનઃસ્થિતિ મનમાં અને મંહી

          પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાધના અસાધ્ય
           અનૂકુળ મનઃસ્થિતિમાં સાધના સાધ્ય

           પરિસ્થિતિ વણે શંકાની જાળ
           મનઃસ્થિતિની નિત્ય નવલી ચાલ

           પરિસ્થિતિ ભૂલાવે ભાન
           મનઃસ્થિતિ વધારે શાન

           પરિસ્થિતિનું આરોપણ બહાનું છે
            મનઃસ્થિતિ મનનું મધુરું ગાણું છે

            પરિસ્થિતિ નિંદ્રા અવસ્થા છે
            મનઃસ્થિતિ જાગ્રત અવસ્થા છે

            પરિસ્થિતિ ઉલઝન વધારે છે
             મનઃસ્થિતિ ઉલઝન સુલઝાવે છે

             માનવ પરિસ્થિતિનો ગુલામ છે
             મનઃસ્થિતિ મુક્તિનો અહેસાસ છે

             સંયમ પરિસ્થિતિની ચાવી છે
             મનઃસ્થિતિ મનનો રાજા છે 

નમક

March 31st, 2007

images3.jpg

  કાનો નહીં
   માત્રા નહીં
   ર્હ્સ્વ ઇ ની હસ્તિ નહી
   દીર્ઘ ઈ દેખાય નહીં
   કોઈ ઝંઝટ નહીં
   સાવ સરળ
   તેના વિના ભોજનમાં નહીં ચમક
                             =====
  હલાલ સાથે હાથ મિલાવે
          તો
   ગુલાલ ઉડાવે
    હરામ સાથે હસે
         તો
    નિંદર ઉડાડે
    છોડું છું નિર્ણય તમારી ઉપર
    જાણી ને અણજાણ બનશો તો પડશે ખબર.
   વધુ ખાશો તો વધશે લોહીનું દબાણ
    ઓછું ખાશો તો આ જિવન બનશે પરમાણ
    રસાયણ શાસ્ત્ર તેને કહે સોડિયમ ક્લોરાઈડ
    ત્રણ અક્ષર નું બનેલું આ નમક
    સમતોલ ઉપયોગ જિવનમાં દમક
    
      
    

‘ ક્યાં છુપાયું’

March 30th, 2007

images65.jpg

      સુંદરતા  છુપાઈ            આંખોમાં

     નિર્દોષતા છુપાઈ           બાળકમાં

     પાવનતા છુપાઈ           વિચારોમાં

     ઉત્સુક્તા છુપાઈ            ઇંતજારીમાં

     ભાવુકતા છુપાઈ            હૈયામાં

     બાલિશતા છુપાઈ          વર્તનમાં

     વિશાળતા છુપાઈ          અંતરિક્ષમાં

     દરિદ્રતા છુપાઈ            વાણીમાં

      ધનિકતા છુપાઈ         અભિગમમાં

      લજ્જા છુપાઈ           શરમમાં

      માર્મિકતા છુપાઈ       શબ્દમાં

      વાસ્તવિક્તા છુપાઈ     દંભમાં

      ઉચ્છ્રંખલતા છુપાઈ     હાવભાવમાં

      કાર્યક્ષમતા છુપાઈ     આવડતમાં

      સમયસૂચકતા         અવઢવમાં

      પરિપક્વતા          ઉંમરમાં

      સમતા છુપાઈ       સમઝણમાં
   
      શાંતિ છુપાઈ         અંતઃસ્તલમાં
 

હરિ તારાં—-

March 30th, 2007

images17.jpg

  હરિ તારાં છે હજાર નામ, કયે નામે લખવી કંકોતરી
     રોજ રોજ બદલે મુકામ  કયે  ગામે  લખવી  કંકોતરી

     મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળીઓ
                                    દ્વારિકાનો રાય રણછોડ
                                    કયે ગામે લખવી—-
   કોઈ સીતારામ કહે કોઈ રાધે શ્યામ કહે
                                    કોઈ કહે નંદનોકિશોર
                                    કયે ગામે લખવી—-
   ભક્તોની રાખી ટેક રૂપ ધર્યા  તે  અનેક
                                    અંતે તો એકનો એક
                                    કયે ગામે લખવી—-
   ભક્તો તારા અપર ગણતાં ન આવે પાર
                                    પહોંચે ન પૂરો વિચાર
                                    કયે ગમે લખવી—-
   ‘નરસિંહ મહેતા’નો સ્વામી  શામળીઓ
                                  મીરાનો ગિરીધર ગોપાળ
                                  કયે ગામે લખવી—-

        ભક્ત નરસિંહ મહેતા નું સુંદર ભજન
             ========================     

ચમવમ

March 29th, 2007

images11.jpg

ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી
     =====================

 બનાવવા માટેની સામગ્રી
  
૧. કપ કઠોળના ચણા
૧. કપ સૂકા વટાણા
૧. કપ લીલા મગ
૧. કપ કઠોળના મઠ
૨. કાંદા ઝીણા સમારેલા
૨. ટામેટા ઝીણા સમારેલા
૧.કાચી કેરી ઝીણી સમારેલી
૧.ઝૂડો કોથમરી બારીક સમારેલી
૪. કપ   મીઠું દહીં
ગળી ચટણી,  તીખી ચટણી, લસણની ચટણી, ઝીણી સેવ, બાફેલા બટાટા ઝીણા કાપેલા. આદુ’ લીલા મરચા વાટેલા.હળદર, ધાણાજીરૂ.
બનાવવાની રીત.
બધા કઠોળ અલગ અલગ પલાળવા. અલગ ચડાવવા. (કારણ દરેકને ચડવા માટે અલગ સમય લાગે છે.)બધા કઠૉળ ચડી જાય પછી એક મોટા તપેલા મા ભેગા કરી માપસરનું મીઠું નાખવું. હળદર, ધાણાજીરૂ, આદુ, મરચા નાખી ઉકાળવુ. આમા તેલ નાખવું કે નહી યા વઘાર કરવો કે ન્હી એ તમારી મનસૂબી ઉપર છોડું છું. આજકાલ બધા કેલરી ખૂબ ગણે છે. તેના વગર પણ સ્વાદ સારો—–  પિરસતી વખતે. ખૂબ ગરમ ન હોય તેનો ખ્યાલ રાખવો.

એક કચોળામાં પહેલાં’ ચમવમ’   ભરી ઉપર કાંદા’ટામેટા,કેરી, બટાકા, દહીં , ગળી ચટણી, તીખી ચટણી, લસણની ચટણી(ભાવતી હોય તો)ઝીણી સેવ,દહી નાખીને ખાવું.
ઊનાળામાં આ વાનગી ખૂબ ભાવે, બનાવી રખાય અને તંદુરસ્તી માટે પણ અનૂકુળ છે.
          
                     

બલિહારી

March 28th, 2007

33388384461.jpg    

    

       આ  અમેરીકાની  બલિહારી
       ઘરમાં દીઠાં કૂતરા બિલાડી
       વફાદારી  જેની  વખણાતી
       વહાલમાં હરદમ પોરસાતી

       સત્ય   કહીશ  નથી  ભીતિ
       ઘરમા દીઠાં કૂતરા બિલાડી

       જીવદયાના તેઓ હિમાયતી
       માનવથી  ચડિયાતી જાતિ
       દીઠી નજરોએ પરોણાગતિ
      
       તેમને ના  કહેશો  અનાડી
       ઘરમાં દીઠાં કૂતરા બિલાડી
      
        ભોજન તેમના મનભાવન
        દ્ર્શ્ય તેમના અતિ સુહાવન
        અંગોપાંગ  જેના લુભાવન
   
       આ અમેરિકાની  બલિહારી
       ઘરમા દીઠા કૂતરા બિલાડી

       પથારી તેમની ખૂબ સુંવાળી
       ખાય પીએને ઘર દે  ખરડી
       માવજત  તેમની  રજવાડી

       જાનવર  છતાં  ઠાઠભારી
       ઘરમાં દીટાં કૂતરા બિલાડી

       આવક  જાવકના બે  છેડાં
       બાર  સાંધતા  તેર ટૂટતાં
       છતાં પ્રેમે સત્કાર  પામતા

       વાત કરી આજે ભાઈ ન્યારી
       ઘરમાં દીઠાં કૂતરા બિલાડી       

ગુમાન

March 28th, 2007

41870201491.jpg

      જોયો તમારો ઠાઠ ને વળી ભળ્યું તેમાં ગુમાન
       આવડો   ભારે   શું   લટકો   જરા   રાખજો ભાન

       આતો છે અમારી નજર્યું આપીએ  તમને માન
       હવે   સમજો   સાનમાં  તેમાં  છે તમારી    શાન

       ઓરા આવો તો મહેકી ઊઠે તમારો ભીનો વાન
       ઝલક અને પ્રતિભાનો સંગમ કરીશું અમે પાન

       પ્રેમ અને  મહોબ્બતનું  ગુંજી રહ્યું  મધુરું  ગાન
       દિલથી દિલ મળ્યા તમ પર ન્યોછાવર  જાન

આગગાડી માં—–

March 28th, 2007

images1.jpg 

   આગગાડીનિ મુસાફરી ઘણી રોમાંચક હોય છે.
  
   એક વાર ધંધાના કામ અંગે મારે જવાનું થયું  જાણી જોઈને
   ઉપરનું પાટિયું લીધું હતું તેથી આરામથી સૂવા મળે. ગાડી
   ચાલે ત્યારે બંદાને મઝાની ઉંઘ આવે. ખબર હોયને સાથે
   સંગીત અને વાજીંત્ર હશે.
    અચાનક મારી આંખ ખૂલી કયું સ્ટેશન આવ્યું ખબર ન હતી.
  ઉપર સૂતા સૂતા પૂછ્યું, કયું સ્ટેશન આવ્યું. ભાઈ  ત્યાંથી જ
   ગાડીમાં ચડ્યા હતા. કહે ૧ રૂ. આપો તો કહું.
    તરતજ વળતો જવાબ મેં આપ્યો. સમજી ગયો અમદાવાદ
   આવ્યું છે.
   -+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+

  

એક વખત એક સરદારજી મુંબઈથી લુધિયાના જતા હતા.
  તેમને પણ ઉપરનું જ પાટિયું મળ્યું હતું. વાતાનૂકુળ ડબ્બામાં
   ઠંડી લાગતી હતી. તેથી ચારેક વાર ઉપર નીચે કરવું પડ્યું.
    ઘરે પહોંચીને બીબીજી પાસે ઢીલા ઢસ થઈ ગયા. અરે
   ક્યા બાત કરૂં, સારી રાત સો નહીં પાયા. ચાર બાર ઉપર
   નીચે કરકે મૈં તો થક ગયા.
    બીબીકો બહોત દયા આયી. કહેને લગી, જો નીચે સો
    રહાથા ઉસીસે જગહ બદલી ક્યોં નહી કી.
    સરદાર બોલે, અરે ક્યા બતાઊ, બીબી નીચે કોઈ મુસાફિર
    હી નહી થા. કીસસે મૈં બદલી કરતા?  

      

ખમોશ ચીસ

March 27th, 2007

scream2.jpg

 હૈયામાંથી ચીસ નિકળી પણ ગળામાં થી અવાજ
   બહાર ન આવ્યો. ટી. વી. ની સામેજ બેઠી હતી.
  પાંચ બાળકોની હત્યા કરનાર સ્ત્રી નિર્દોષ છૂટી ગઈ.
  કારણ તો કહે કે તેની માનસિક સમતુલા ગુમાવી
   બેઠી હતી. સર્વે દલીલોમાં તથ્ય હોય કે પછી –
  ઉપજાવી કાઢેલી હોય. પાંચ બાળકોએ જાન ખોયા
   તે હકિકત છે. તેનું કારણ તેમની જનેતા. ઠંડે-
  કલેજે પાંચ માસૂમ બાળકોને ટબ માં ડૂબાડી ને
   ખાટલા પર તૈયાર કરી સૂવડાવ્યા.
    અરે આ લખતાં મારી આંગળીઓ કંપે છે. મારું
   હ્રદય વલવલે છે. પાંચેય બાળકોને ગર્ભમાં નવ
   મહિના ધારણ કરનાર મા જ તેમના મૃત્યુનું કારણ?
  જેણે પ્રસુતિની તીવ્ર વેદના ભોગવી હતી. માતા
   તરીકે જન્મ પામી માતૃત્વનો આસ્વાદ માણ્યો હતો.
  પ્રાણ રેડીને જેમનું સિંચન કર્યું હતું.અંતરમાંથી
   નીકળતા લાગણીના સ્રોતમાં જેમને નવડાવ્યા હતા.
  તેમને એ મા કેવી રીતે ભરખી ગઈ. તેના મન પર
   શેતાને ચડી કેવું અઘોર કૃત્ય કરાવ્યું.
    હે, પ્રભુ શું એ માનું રૂંવાડું પણ ફરક્યું નહી હોય?
  આપણે પણ જિંદગીમાં ઘણા પાપ આચર્યા છે. પણ
   આ તો બસ હદ થઈ ગઈ. જૂદા જૂદા ઝ્નૂનના નેજા
   હેઠળ માનવી પાપ કરવા પ્રેરાય છે. ધર્મનું ઝનૂન,
  સત્તાનો નશો, પૈસાનું ગુમાન, જુવાનીનું ગાંડપણ
   વિ. વિ.
    માનસિક બિમારી ગમે તેટલી ભયંકર કેમ ન હોય.
  શું બિમારે પોતાને હાની પંહોચાડી? કુંટુબી ને ત્રાસ
   આપ્યો? અરે માબાપને પણ વાત ન થાય.માસૂમ
   બાળકોજ મળ્યા, જેમની તે જનેતા હતી.
    ભલે તે નિર્દોષ પૂરવાર થઈ. તેનો અંતરઆત્મા
   તેને ચેન પડવા દેશે? બાકીની જિંદગી કેમ વિતાવશે?
  સમાજનું,પોતાનું કે પછી કોઈનું પણ તેમાં શું ભલું
   થવાનું. સમાજને માથે શું તે બોજારુપ નથી? ડોકટરો
   કે વકીલોએ મહેનતાણું ન લીધું. તેના પ્ર્ત્યે સહાનુભૂતી
   દર્શાવી.
    આ નશવંત સંસારમાં દરેકને આજે  નહીંતો  કાલે
   જવાનું છે. એ બાળકો આજે હોત તો———?

શિખવી દે

March 27th, 2007

images27.jpg

 જિવનને પામ્યા હે પ્રભુ બસ જિવન  જીવતાં  શિખવી દે
 આ જિવન છે અણમોલ પ્રભુ તેનું મૂલ્ય મને સમજાવી દે

 વણમાગ્યે  તેં  દીધુ ઘણું  સંતોષ  પ્રભુ  પ્રસરાવી  દે
 મારૂ  મારૂ   સહુ કોઈ  કહે  તારુ  કહેતા તું શિખવી દે

 સૌંદર્ય સઘળે  વેર્યું  તે  માણી  શકું  તેવી  દૃષ્ટિ  દે
 તારા  ઉપકારના  ભાર તળે ટકી શકું તેવી  શ્રધ્ધા દે

  માતા પિતા ના ઋણને હું  હૈયે ધરું તેવી  હામ તું દે
  સંસારમાં સહુને પ્યાર કરું   એવું  વિશાળ તું  હૈયું   દે

  કર્મ  ધર્મ અને  ભક્તિથી   જિવનનો જામ છલકાવી દે 
  કાર્ય એવા જગે કરું તારી આંખ થી આંખ  મિલાવી દે

  માનવ થઈને માનવ બનું  એવી મનોહર મતિ તું  દે
  જ્યારે અંત સમય આવે પ્રભુ ચહેરે  સ્મિત રેલાવી  દે

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.