Archive for February, 2007

અસત્યો માંહેથી

February 27th, 2007

ca9418nu.jpg

 અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા
   ઊંડા અંધારેથી પ્રભુ! પરમ તેજે તું લઈ જા
   મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા
   તું હીણો હું છું તો,તુજ દરસનાં દાન દઈ જા
   પિતા પેલો આઘે જગત વીંટતો સાગર વહે
   અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે
   વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી
   દયાના પુણ્યોના તુજ પ્રભુ મહાસાગર ભણી
   થતું જે કાયાથી ઘડીક ઘડી વાણીથી ઉચ્ચરું
   કૃતિ ઇંન્દ્રિયોની મુજ મન વિષે ભાવજ સ્મરું
   સ્વભાવે બુધ્ધિથી શુભ અશુભ જે કાંઈક કરું
   ક્ષમા દ્રષ્ટિ જોજો તુજ ચરણમાં નાથજી નમું

હેતના હાટડા

February 27th, 2007

camjwh23.jpgca4fg5ej.jpg

  હેત ના હાટડા ના મંડાય
   હેત હાટડે ના વેચાય
   હેત તો હૈયાને હિંડોળે હિંચાય

   હેતે માબાપને હૈયે સમાવાય
   હેતે ભાઈ અને બહેન સોહાય
   હેતે  કુટુંબમાં સુખ  લહેરાય
             હેતતો હૈયાને——

  હેતે બાળપણમાં વિદ્યા સોહાય
   હેતે કુશળતા જીવનમાં લવાય
   હેતે સંસારમાં આનંદ પ્રસરાય
              હેતતો હૈયાને——-

  હેતે શ્વસુરગ્રુહે  પગરણ મંડાય
   હેતે  જીંદગીનો  રાસ  રચાય
   હેતે  જીવન  શુશોભિત થાય
            હેતતો હૈયાને——-

  હેતે  પ્રભુનું  સુમિરન થાય
   હેતે આલોકમાં પરલોક સધાય
   હેતે   ભવસાગર પાર કરાય
        હેતતો હૈયાને——

સલાડ ડ્રેસિંગ

February 27th, 2007

images7.jpgimages80.jpg

     ચિત્રકામ
     ચિત્રકામનો વર્ગ હતો. આજનો વિષય હતો શાકભાજી અને
   ફળ.ટીકલુ નામ પરથી જ ગુણ વરતાઈ ગયા હશે. એક
   નંબરનો તોફાની બારકસ.  એક વાતમાં તમે અને હું બંને
   સંમત થઈશું. ભણવામાં તથા ચિત્રકળામાં પાવરધો.
     સરસ મઝાની કાપેલાં શાકભાજી તથા ફળની રચના
   કરતું ચિત્ર દોર્યું. ચિત્રકળાના શિક્ષકે વર્ગમાં ફરતા તેની
   આંખોથી નોંધ લીધી. તેના ચિત્ર ઉપર મનોમન વારી ગયા.
     દસ મિનિટ પછી ફરી આંટો મારતા હતા ત્યારે આશ્ચર્યમાં
   ગરકાવ થઈ ગયા. અરે ટિકલુ ‘તારા ચિત્રને તેં શું કર્યું?’
  પૂરા આદરભાવથી ટિકલુએ જવાબ આપ્યો. ‘મને થાઊસન્ડ
   આઈલન્ડ   સલાડ ડ્રેસિંગ’ ખૂઉઉઉઉઉઉબ ભાવે છે.
    મેં મારા ચિત્ર ઉપર ભરપૂરથી નાખ્યો. કહેવાની જરૂર
   નથી ટિકલું અમેરિકામાં નાનપણથી મોટો થયો છે.

તુલસી-કબીર

February 24th, 2007

cacpu5f0.jpgca0v2grg.jpg 

બૂરા જો દેખન મૈં ચલા, બૂરા ન મીલીયા કોય
    જબ તન ઢૂંઢા આપકા,  મુઝસે બૂરા ન કોય
        તુલસીદાસ

    કલીકા બ્રાહ્મણ મશ્કરા,  તાકો ન દીજો દાન
    કુટુંબ સો નરક હી ચલા, સાથ ચલા જજમાન
        કબીરજી
    
    તુલસી નીચે જનનસે , બનેન ઉંચો કામ
    મઢત નગારા ન બને, ચૂહા કેરો ચામ
        તુલસીદાસ

    માટી કેરા પૂતલા, માનુષ ધરિયા નામ
    દિન દો ચારકે કારને, ફિર ફિર રોકે કામ
        કબીરજી

    તુલસી પર ઘર જાયકે, દુઃખ ન કહીએ રોય
    માન ગુમાવે આપનો, બાંટ ન લેવે કોય
       તુલસીદાસ

    કબીર થોડા જીવના, માંડા બહુ મંડાન,
   સબહી છોડકે ચલ ગયે,રાવ,રંક,સુલતાન
        કબીરજી

    જો કુલમેં જો ઉપજે, સો કુલ પર વો જાય
    મચ્છ કચ્છ જલમેં તીરે, પંછી ગગન ઉડાય
         તુલસીદાસ

     કાહે ચુનાવે મેડિયાં, કરતે દોડા દોડ
     ચિઠ્ઠી આઈ રામકી, ગયે પલકમેં છોડ
           કબીરજી

     તુલસી યે સંસારમેં, પંચ રત્ન હૈ સાર
     હરિભજન ઔર સંતમિલન,દયા,દાન,ઉપકાર
         તુલસીદાસ

      જિન ઘર નૌબત બાજતી,હોતેં છત્તીસોં રાગ
      સો ઘર હી ખાલી પડે, બૈઠન લાગે કાગ
      જિન ઘર નૌબત બાજતી, મંગળ બાંધે દ્વાર
      એક હરીકે નામ બીન,જનમ ગયા સબ હાર
          કબીરજી

      તુલસી ધિરજ મન ધરો,હાથી મણભર ખાય
      ટુકડા અન્નકે કારણે, શ્વાન ઘરો  ઘર જાય
           તુલસીદાસ

     મન મૈલા તન ઉજલા, ઉપર સાધુ વેશ,
    તાતેં તો કૌઆ ભલા,આંદર બાહિર એક
           કબીરજી

     તુલસી મીઠે બચનસે,સુખ ઉપજત ચહુ ઔર
     યે હી બશીકરણ મંત્ર હૈ,તજીએ બચન કઠોર
          તુલસીદાસ
          

શું થઈ ગયું

February 24th, 2007

images85.jpg

શું  થવાનું  હતું  ને  શું  થઈ  ગયું
   શું  મેળવવું  હતું ને શું  મળી ગયું
   કેડી પર ચાલવું હતું વગડે જઈ ચડી
   ભોમિયા વિણ ભમવું હતું ભૂલી પડી ગઈ
   ઝરણાં સમ વહેવું હતું વેરાન થઈ ગઈ
   વૃક્ષ બની ઝુમવું હતું પાનખર આભડી ગઈ 
   હિમાચ્છાદિત શિખરે થીજવું હતું ઓગળી ગઈ
   મહાસાગરે મહાલવું હતું કિનારે જઈ ચડી
   આભલે ઉડવું હતું ધરતી પર પટકાઈ પડી
   ભ્રમર ગીત ગાવું હતું ફૂલે બિડાઈ ગઈ
   ગુલાબ થઈ નિખરવું હતું ગજરે ગુંથાઈ ગઈ
   નિર્દોષ બાળા રહેવું હતું જુવાન થઈ ગઈ

रुकमी– रजमा

February 23rd, 2007

caa3c58f.jpgcaraxb1l.jpg 

 रजमा व्यथित हुई
    बांवरी दौड के आई
    आंसु रोक ना पाई
    मेरा दर्द कीसे दिखाउं
    दास्तां मेरी कीसे सुनउं
    मेरा पती सिर्फ नामका है
    मेरे न कुछ कामका है
    नहीं देखता घरसंसार
    उठत बैठत जागत सोवत
    एक ही नाम की है पुकार
    क्रुष्ण पांडुंरंग विठ्ठला   
    क्रुष्ण पांडुरंग विठ्ठला
    रुक्मी के पास जा पहोंची
    रुक्मी तू कर मेरा न्याय
    उलज़नमें हुं  मैं परेशान
    रजमा तेरी बात निराली
    तेरी मेरी एक  कहानी
    सहमी सिकुडी और बोली
    क्या तेरी सुलझाऊं पहेली
    नंगे पैर दौडे गिरिधर
    जब सुने तूकाकी बानी
    मैं उनके पीछे भागुं
    हरिवरको पहोंच न पाऊं
    रजमाकी आंखे  खुली
    हरख से बोली घेली
    क्रुष्णा पांडुरग़ विठ्ठला
    क्रुष्णा पांडुरंग विठ्ठला  

નિર્દોષ આનંદ

February 22nd, 2007

ca9lffiw.jpg

   શિક્ષકની બદલે નોકરી કરવા જવાનો અનુભવ ઘણો મઝાનો છે.
  શરત એટલી કે તમને બાળકો ગમવા જોઈએ અને તેમની પાસેથી
   કામ  કઢાવતાં  આવડવું જોઈએ. મને કોઈ પણ વયના બાળકો
   હોય ખૂબજ ગમે.
    ભલે હું દેખાવમાં નાની હોઈશ પણ સારો કડપ જમાવી શકું છું.
  અમેરીકાના ઉપલા વર્ગમાં ભણતા વિદ્યાર્થી કોઈક વાર મારા કરતાં
   ૧૨ ઈંચ ઉંચા હોય. નથી મને તેમનો ડર કે ભય.
    આજે એવી શાળામાં હતી જ્યાં નહી નહી તો ૨૫ થી ૩૦ દેશનાં
   બાળકો અભ્યાસ કરે છે. જવાકે મેક્સીકો,ગ્વોટામાલા, હોન્ડુરસ,
  કોન્ગો, ફીજી, એલ્સાલવાડોર, હિંન્દુસ્તાન, પાકિસ્તાન,ક્યુબા,
  બાંગલાદેશ, એલસાલ્વાડોર, નાઈજીરિયા, દક્ષિણ અમેરિકા
   વિ. વિ.  આજનો અનુભવ ખૂબ સુંદર હતો. એમની વાતો
   સાંભળવાની , મારી વાતો સંભળાવવાની. છોકરાઓ તથા છોકરીઓ
   હતાં તો ૧૫ થી ૧૯ વર્ષની ઉંમરના પણ ખૂબ ભોળાભાલાં.
    નાની નાની વાતો પર હસે. નવા નવા તેમનાં દેશમાંથી આવેલાં.
  ભાષાની તકલીફ, સમઝવાની મર્યાદા,હસી હસીને મારું પેટ દુખાડી
  દીધું. કહેવું કાંઈ હોય અને લખૅ કાંઈ. શબ્દની જોડણીમાં અનેરો રંગ.
 એક એક પંક્તિમાં ચારથી પાંચ ભૂલો. મને મારું બાળપણ યાદ આવી ગયું.
 જ્યારે હું નાની બાળા હતી. ગુજરાતી માધ્યમમાં ભણતી હતી અને અંગ્રેજી
 લખવાનું શીખી રહી હતી. ઘણાં વખત પછી નિર્દોષ આનંદ માણ્યો જે મારા
  પ્રિય વાચકો સમક્ષ રજૂ કર્યો. આશા છે તમે આવકારશો.

ગગરી-ગાગરડી

February 22nd, 2007

images41.jpg

   ગગરી  આનંદે ભરી મેં તો  આજ
      કાના ઝટપટ આવ લગાવ તું હાથ
      ગગરી આનંદે  છલકી ઉઠી  આજ
      કાના ઝટપટ આવ લગાવતું હાથ

    
     આનંદ  ભર્યો મેં તો હૈયું  નિચોવી
     લગાવ તું  હાથ  પરમાનંદ  હોઈ
     ગગરી  નાં ખીલી  ઉઠયાં  ભાગ્ય
     કાના ઝટપટ આવ લગાવ તું હાથ

     ભરેલ ગગરી પણ તે છે ફૂલ શી
     આનંદે ગગરીની આભા  નિખરી
     ખોબે  ખોબે ભરું  ને  ઉભરાય
     કાના ઝટપટ આવ લગાવ તું હાથ

    કાના નાં કામણ ગગરી માં સમાણાં
    લ્હાણી કરી આનંદના પીરસ્યા ભાણા
    છતાં  ખૂટે ન આનંદ  તસુ  ભાર
    કાના ઝટપટ આવ લગાવ તું હાથ    

રાધા ઝુમી ઉઠી

February 21st, 2007

images50.jpg

 રાધા ઢૂંઢી રહી કીસીને મેરા કાન દેખા
           મારી રાધા
       પ્યારમાં પાગલ રાધા
    રાધા ઝુમી ઊઠી કે નયનોંએ કાન નિરખ્યા
    હરખે ફૂલી ઊઠી ને ઝાંઝર રણકી ઉઠ્યાં

     ગોકુળમાં રાધાનો કાનજી ખોવાણો
     ગોપીઓના ઘરમાં જઈ તે ભરાણો
     ગોવાળો સંગે વંઠેલ —-કે નયનોએ કાન નિરખ્યા

     રાધાને માખણ ખાતો કાન દેખાણો
     બેઉ હાથે માખણ ચોર મંડાણો
     હૈયું હરખી ઉઠ્યું——-કે નયનોએ કાન નિરખ્યા

     રાધાએ કાન વિશ્રામઘાટે ભાળ્યા
     પાણીની હેલ ચઢાવતાં માણ્યા
     અંગ અંગ ભીંજાઈ ઊઠી—-કે નયનોએ કાન નિરખ્યા

     રાધા કાના સંગે રાસ રમંતી
     મધુવનમાંહી હસી ઘેલી ખેલતી
     ચાંદનીમાં ભાન ભૂલી—–કે નયનોએ કાન નિરખ્યા

સાંભળો

February 20th, 2007

images66.jpg કાન દઈને સાંભળો કોનો છે આ સાદ
      મૌસમ સુહાની આજે વરસે છે વરસાદ
 
      સૂરજ છૂપાયો વાદળે પ્રકાશને કર યાદ
      વિજળીનો ચમકારને ગડગડાટનો નાદ

      છબછબિયા બાળુડા કરે હરખે હૈયું આજ
      સ્મિત ફરક્યું વદને ઉમંગ દિલમાં આજ

      વનરાજી ઝુમે લહેરાયે હરખે ઝુલે ડાળ
      ફૂલે ભમરા ગુંજે સુણાવે લાગણીનો સાદ

      કુદરત ફૂલેફાલે ત્યારે છોડ સઘળાં વાદ
      કારણ જડે સત્ય લાધશે ના રહે ફરિયાદ

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.