Archive for July, 2007

ધીરેથી હસજો

July 31st, 2007

images6.jpg 

  સુમતિઃ     અરે પ્રતિભા પાટિલ રાષ્ટ્રપતિ થયા.
                આપણને જલસા.
  સુનિતાઃ   કેવી રીતે?
  સુમતિઃ    એ સોનિયા ગાંધી કહે તે પ્રમાણે
                રાષ્ટ્ર ચલાવશે.આપણે સોનિયા ગાંધી
                ચલાવે છે એમ ઘર ચલાવશું.
  

  મીતાઃ     આખરે આપણા ભારતમાં સ્ત્રી રાષ્ટ્રપતિ બની.
   નીતાઃ      હા, પહેલાં ઘર અને વરની ખેર ન હતી. હવે
                 રાષ્ટ્રની ખેર નથી.
 

  કલગીઃ     પ્રતિભા પાટિલ ઝીંદાબાદ.
   કજરીઃ       નિતા અંબાણી ઝીંદાબાદ.
                   ટીના અંબાણી  ઝીંદાબાદ.
   કલગીઃ     જયા બચ્ચન  ઝીંદાબાદ.
                  ઐશ્વર્યા બચ્ચન ઝીંદાબાદ.
   કલગીઃ    ઓપરા વીંફ્રી ઝીંદાબાદ.
   કજરીઃ      અરે આ કોણ છે?
   કલગીઃ    એને ઝીંદાબાદ કહીશું તો
                  હિલરી ક્લિન્ટન રાષ્ટ્રપતિ
                 બનવામાં કદાચ સફળ થાય.

મઝા આવી

July 31st, 2007

images9.jpg  

            આ  જિંદગી  દીધી  પ્રભુએ  પ્રશ્ન આવીને  ઉભો
             તેને સફળ કરવી કે નિષ્ફળ ઉત્તર તેનો ના દીધો
    બસ મઝા કરુ છું. તો આ મઝાની વ્યાખ્યા શું છે? મઝા એટલે શું ખાવું,
   પીવું, ભણવું, સિનેમા જોવા જવું કે પછી ખરીદી કરીને ઘરમાં ન જોઈતી
     વસ્તુઓનો ખડકેલો કરવો. જિવન મેળવવા પાછળ જરૂર કોઈ ઉદેશ તો હશે.
   વળી પાછું અમુકને સાધરણ ઘરમાં તો વળી કોઈકને ખૂબ ધનાઢ્ય કુટુંબમાં યા
     તો વળી ફકંફક્કા વાળા ઝુંપડામાં.
     કૉઈ પૂછે કે કેમ છો? અનાયાસે નિકળી જાય , મઝામાં છું.મઝા કોણ માણે
    છે? તન યા મન. મઝા શેનાથી પ્રાપ્ત થાય છે. પૈસાથી કે આત્મસંતોષથી.
  એક સામાન્ય વાક્ય, પણ તેની પાછળ ખૂબ વિચાર માગી લે તેવું તથ્ય. જો
    આપણે એમ માનીએ કે મઝા કરવા માટે માત્ર પૈસાની જરૂરિયાત છે તો એ ભૂલ
    ભરેલી માન્યતા છે. કરોડપતિ ને અનિદ્રા નો રોગ ન હોય, ૬ મણ રૂની તળાઈ
    પર તે પાસા ઘસતો ન હોય. બે ઓરડીમાં રહેતો એરકન્ડિશન વગર ઘસઘસાટ
   ઉંઘતો હોય.
    મઝા માત્ર બાહ્ય રીતે પ્રદર્શિત થાય તો તે બની જાય છે આડંબર. મઝા આવવી
   એની અનુભૂતી સારા બદન માં થાય છે. કદી નિહાળ્યું છે નાનું બાળક વરસાદમાં
   છબછબિયા કરતું હોય. દરિયા કિનારે મોજામાં મોટાઓ પગ પલાળતા હોય. તે
   સમયે તે વિસરી જાય છે કે તેની વય કેટલી છે. આઈસક્રીમ ખાવાની મઝા આવે છે.
  એક ખાવ બે ખાવ પછી તેની મઝા ઓસરવા માંડે છે. સૂર્યાસ્ત જોતાં કદી થાય છે કે
   સૂર્ય જલ્દી ઢળે તો સારું? એ નયનરમ્ય દ્રશ્ય નિરખતાં આંખલડી મટકું મારવું પણ
   વિસરી જાય છે.
    આજે શરૂ થાય છે, ‘મઝા આવી’. સાહિત્ય રસિકો તમારો પ્રતિભાવ મોકલશો.
  જોઈએ આપણે અવનવી કેવી રીતે મઝા માણી શકીએ છીએ.      

આલુ મસાલા

July 30th, 2007

images30.jpg

     સામગ્રીઃ    ૧ રતલ આલુ(બટાકા) નાના નાના લાલ
                 કાશ્મીરી મરચું (સ્વાદ પ્રમાણે)
           મીઠું, લીંબુનો રસ, ઝીણી સમારેલી કોથ્મીર
                  ટુથપીક ,તેલ, મેથીયાનો મસાલો,તલ
 
     બનાવવાની રીતઃ
                    બટાકાને બાફવા.
             તેલમાં સાંતળીન્જરાક કડક કરવા,
             સહેજ ઠંડા પડે એટલે તેમાં પ્રમાણસર મીઠું ઉમેરી
                      મેથીનો મસાલો ભભરાવવો.
              લીંબુ નીચોવી સર્વીંગ ડીશ માં ગોઠવવા.
              જ્યારે મહેમાનોને આપવું હોય ત્યારે કોથમરી
                       ભભરાવવી, દરેક બટાકા ઉપર ટુથપીક ખોસવી.
              તીખું ભાવતું હોયતો ઉપર કાશ્મીરી મરચુ પણ
                       ભભરાવવું.ઉપર તલ પણ
                જમતાં પહેલા ડ્રીંક્સ સાથે બહુજ સ્વાદિષ્ટ લાગશે.
 

એ વાતમા માલ છે

July 28th, 2007

  શું બાળકને સુખ સુવિધા મળે તો જ પ્રગતિ સાધી શકે?
    એ વાતમા શું માલ છે?
  બધી મુશ્કેલી માંથી મારગ કાઢે અને આગળ ધપે
      એ વાતમાં માલ છે.
  ભલે ને ઘરમા ખાવાના ફાંફા હોય અને મુખ પર હાસ્ય
     એ વાત માં માલ છે.
  રાતના ઘરમાં વિજળીના દીવા ન હોય અને અભ્યાસ
     એ વાતમાં માલ છે.
  ખમીર ડોકિયા કરતું હોય અને આંખોંમાં હોય ખુમારી
     એ વાતમાં માલ છે.
   આત્મવિશ્વાસ ટપકતૉ હોય અને અધિકારની જાણ હોય
      એ વાતમાં માલ છે.
   વિકટ પરિસ્થિતિ હોય છતાંય શાળામાં જવાનો નિર્ધાર હોય
      એ વાતમાં માલ છે.
   

જમાનો બદલાયો છે

July 16th, 2007

images37.jpg

     અરે સાંભળી સાંભળીને થાક્યા નથી કે
        જમાનો બદલાયો છે!
 
  શું સૂરજ પૂર્વને બદલે પશ્ચિમ થી ઉગે છે?
   શું નદી સમુદ્રને મળતી નથી?
     શું વરસાદ ધરતી પર નથી વરસતો?
       શું હર માતા બાળકને નવ મહિના ઉદરે નથી ધરતી?
         ભરતી અને ઓટ સમુદ્રમાં જ ઉદભવે છે કે નહીં?
          પિતા બાળકને દૂધ પિવડાવવા અસમર્થ જ છે.
          
      Where do you find change?

હવે તો વિરમ

July 13th, 2007

images3.jpg  

  અરે કાલે  શું  વરસ્યો   છે  વરસાદ
  બસ  થમવાનુ  નામ ન લે વરસાદ
  ઘર અને ગામ લીધું  માથે  વરસાદ
  પાણીથી તરબોળ કીધું આવે વરસાદ
  પાણી ચોગરદમ ન  પીવા   ઘુંટભર
  પાણીનું તાંડવ ખેલ્યો ગાંડૉ વરસાદ
  રસ્તાઓ  બંધ  સહુને  મેલ્યા   રસ્તે
  સઘળું ખેરવાયુ ક્યારે વિરમશે વરસાદ   

ધીમેથી હસજો

July 12th, 2007

images14.jpg   

 ચંપાઃ    પોતાના પતિ ને. અરે આજે શાળાએ નથી જવુ?
                ઉઠો સવાર ના ૭ વાગી ગયા.
    ચંપકઃ    સૂવા દેને મને આજે કંટાળો આવે છે.
    ચંપાઃ     તમે નહી જાવતો શાળાનો ઘંટ કોણ વગાડશે?
    ચંપકઃ    હા, તંયે પેલા મહેતા માસ્તરને ખબર પડશે.
                 મને આખો દી’ ધમકાવતો ફરે છે. ભલે ને
                આજે ઈ જ વગાડે.

ધીમેથી હસજો

July 12th, 2007

images14.jpg 

   શાલિનીઃ    અરે આ તારો યશ કોના જેવો દેખાય છે?
   માલિનીઃ    મારા જેવો કે એના પાપા જેવો. બીજા
                  કોના જેવો દેખાય.
   શાલિનીઃ    સાચું કહું, મને તો ઉપરવાળા મિલન જેવો
                  લાગે છે.         

તાજ કે સરતાજ

July 8th, 2007

images15.jpg  

    ૭-૭-૭- ના દિવસે

    તાજમહેલ આજે બન્યો દુનિયાનો સરતાજ
    તાજ તુ  તાજ છે  તારે શીરે  સોહે  તાજ

    શાહજહાં મુમતાઝના  તારા  પ્યારની  જીત
    પ્યારનો બેતાજ બાદશાહ અનેરી તારી પ્રીત 

   આગ્રા શહેરનું ભવ્ય આકર્ષણ તું સુંદર  તાજ
  રોશન કર્યું ભારતનું નામ આજ જગે તેં તાજ

  તાજ તારે કાજ આજ હિંદમાં સિતારોંની બારાત
  ધન્યવાદ જેણે આજે બક્ષ્યું પ્રેમને ઉચ્ચ  સ્થાન

   તાજતેં ઉજાળ્યું અર્પ્યું ભારતને જગે સન્માન
   તાજ  પર નાઝ આજે પ્રસર્યો ગગને આવાઝ

   તાજના પાયામાં ને કારીગરીમાં લાખોં અંદાઝ
  સહુને ધન્યવાદ જેણે પહેરાવ્યો તાજ્ને સરતાજ  
  

૭-૭-૭-૭- અદભૂત

July 6th, 2007

images7.jpg       આજે ૭મી તારીખ, ૭મી જુલાઈ, વર્ષ ૨૦૦૭
       જેઠ વદ ૭

    સાત દિવસઃ       સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર
                        શુક્રવાર, શનિવાર.

  સાત દેવઃ          ગણપતિ, ગુરૂ, સૂર્ય, બ્રહ્મ, વિષ્ણુ,
               મહાદેવ, સરસ્વતિ.

  સાત સ્વરઃ         સા, રે, ગ, મ, પ, ધ, ની.
 
  સાત જતિઃ        હનુમાનજી, લક્ષમણ, ભૈરવનાથ, ગણપતિ,
              ગોરખનાથ, શનિશ્વર, સૂર્યનારાયણ.

  સાત રંગઃ        લાલ, નારંગી, પીળો. લીલો. ભુરો,
             જાંબલી, વાદળી.

  સાત પુષ્પઃ      ગુલાબ, મોગરો, ચમેલી,જાસવંતિ,
             કમળ, સોનચમ્પો, ગલગોટો.

  સાત ચક્રઃ       મુલાધાર, સ્વાધિષ્ઠાન, હ્રદય, નાભિ,
             વિશુધ્ધિ, આજ્ઞા, સહસ્ત્રાચાર.

  સાત તત્વઃ     પૃથ્વી, જળ, વાયુ, આકાશ,અગ્નિ,
            પ્રકાશ, અવકાશ.
 
  સાત ચોઘડિયાઃ  ચલ ,લાભ, અમૃત, શુભ, રોગ,
             કાળ, ઉદ્વેગ.

  સાત વાદ્યઃ      ઢોલ, ત્રાંસ, પખવાજ, દાંડિયા,
             ડમરું, કરતાલ, મંજીરા.

  સાત નદીઃ    ગંગા, જમુના, સરસ્વતી, કાવેરી,
            ગોદાવરી, કાવેરી, નર્મદા.

  સાત તારવાળાઃ સારંગી, વિણા, સિતાર, તંબૂરો,સંતૂર,
             દિલરૂબા, એકતારો.

  સાત વૃક્ષઃ    વડ, પિપળો, ઔદુબંર, બીલી, લીમડો,
           ચંદન, નાળિયેરી.

  સાત અજાયબીઃ    તાજમહાલ
                        એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ
                         એફિલ ટાવર
                         ગ્રેટવોલ ઓફ ચાઈના
                         પિઝાનો મિનારો
                          કોલેશિયમ રોમ
                         વોક્ટોરિયા ધોધ

  સાત વેદઃ
              ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ, આયુર્વેદ,
          ધનુર્વેદ, ગંધર્વવેદ

  સાત ગ્રહઃ  મંગળ, બુધ, શની, ગુરૂ, શુક્ર, સોમ, સૂર્ય.
 
 સાધનાના સાત
   રસ્તાઃ          મંત્ર, તંત્ર, યંત્ર, સ્તુતિ, ધ્યાન, મુદ્રા.
               આહવાન. 
                   

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.