આક્રમણ——?
મિત્રો તમારી ઈંતજારીનો અંત મારે લાવવો પડશે એવું લાગે છે.
દરવાજાથી ઘરના સૂવાના ઓરડા સુધી કોઈ પણ કનડગત વગર, ઘુસી
જાય અને પછી જવાનું નામ ન લે તે મહેમાનને “ટેલિવિઝન” કહીએ તો
તમે જરૂરથી સંમત થશો એ વાતની મને સો ટકાની ખાત્રી છે.
હવે આ ટેલિવિઝન લગ્નની પવિત્ર ગાંઠથી બંધાયું કોની સાથે તો તેનો
જવાબ સાંભળીને મોઢું મલકી જશે. હા, એસ્તો “કમ્પ્યુટર”. ચાર ફેરા ફરવાના તો
બાજુએ રહ્યા વાજા પણ ન વગડાવ્યા. ઘરની વ્યક્તિની હાજરી પણ ગૌણ થઈ
ગઈ. જો શ્રીમતીજી યા શ્રીમાન ટી.વી. ન જોતા હોય તો કમ્પ્યુટર પર બેઠા બેઠા
કાંતો ‘ચેટ’ કરતા હોય ક્યાં ‘સર્ફીંગ’. સમાચાર યા છાપા પણ કમ્પ્યુટર પર વાંચી
લેવાના.
થોડા વર્ષો પહેલાની વાત છે જો ઘરમા ગ્રામોફોન હોય તો રેકર્ડ સાંભળવાની
મઝા માણતા હતા અને હવે સીધી કમ્પ્યુટરમાં ‘ડાઉનલોડ’ કરીને મોજ માણીએ છીએ.
પગથિયા રમવા, કુકા રમવા ,દોરડા કુદવા કે કેરમ રમવું એ બધી ભૂતકાળની વાતો
થઈ ગઈ. હવે કમ્પ્યુટર પર રમત રમવાની.
ખેર, હું આ બેમાથી એકેયની વિરૂધ્ધમાં નથી માત્ર તેનો અતિશયોક્તિ ભરેલો
ઉપયોગ ગેરવ્યાજબી છે. ( મારા મતે.)
લગ્ન થાય પછી આવે બાળકો તો રાહ જોજો આવતા અંકે તમને તેના પરિવારની
પહેચાન કરાવીશ. જો જવાબ સાંપડે તો મને જરૂર ઈ-મેઈલથી જણાવશો———–