Archive for September, 2010

प्रर्थना PRAYER

September 30th, 2010

                  PRAYER 

                  

       OM Sahanavavatu, Sahanou bhunaktu

       Saha virym karavavahai

       Tejasvinavadhitamastu, ma vidvisavahai

       OM Santih, Santih, Santih

 

        May he protect us both (teacher & student)

        May he nourish us both.

        May we both work together with great energy

       May our study be enlightening and fruitful

          May we not hate each other.

           Om Peace,  Peace ,  Peace

 

2.          Sarve bhavantu sukhinah

             Sarve santu niramayah

             Sarve bhadrani pashyantu

            Ma kaschi dukhabhagbhavet

              OM Santih, Santih, Santih  

 

          May all be happy

         May all be free from disease

         May all see things auspicious

        May none be subject to misery

        OM  Peace, Peace , Peace        

 

   આપણા બાળકો માટે જેમને ગુજરાતી યા

સંસ્કૃતમા તકલિફ હોય.

જાણી જો

September 27th, 2010

જીવન ખુશીઓથી છલકાયું

 ખુલ્લે દિલે માણી જો

બાળકની ચહલપહલ ઘરમાં

કાન સરવા કરી તો જો

માતાપિતાની આંખેથી અમીની વર્ષા

તે સાવનમાં નાહી જો

પ્રગતિનાં સોપાન સર કર્યા

શ્વાસ લેવા ખમી તો જો

દોડધમમા જીવન ગુજર્યું

ઘડીભર પોરો ખાઈ જો

વિરામ સ્થળ પર ગાડી આવી

ટૂટીની બુટી નથી જાણી જો

વિરમું છું.

September 26th, 2010
  હું કાંઈક છું.
  ઈશ્વરની હાજરી ઉલ્લંઘું છું.
  હું કાંઈક કરું છું
  મારા અહંકારને પોષુ છું
 મને કાંઈક આવડે છે.
  મારી અશક્તિને જાહેર કરું છું
 હું કહું તે સાંભળો.
 મારી નબળાઈનું પ્રદર્શન જગે કરું છું.
હું અંહી છું.
  મારા નાશવંત શરીરની ઘોષણા કરું છું.
 મને કાલે મળજો.
  ઘડીમા હતો ન હતો થઈ જઈશ વિસારું છું.
  હું શું છું ?
 પરમ કૃપાળુ ઈશ્વરની શક્તિ દ્વારા અવતરણ.
પૃથ્વિ પર વિરાજી, વિરમું છું.

સંવાદ વિવાદ વિનાનો

September 24th, 2010

આત્માઃ   

       હા, હા ખબર છે  હું તારો જ અંશ છું.

પરમાત્માઃ

      તેથી જ  તો તારા અને મારામા કોઈ ભેદ નથી.

આત્માઃ

    હું દરેક માનવીના શરીરમા રહું છું અને વ્યક્ત છું.

પરમાત્માઃ

   હું અવ્યક્ત છું  કિંતુ અસ્તિત્વ ધરાવું છું.

આત્માઃ

     નાસ્તિક લોકો તારા અસ્તિત્વની અવહેલના કરે છે.

પરમાત્માઃ

     તેઓ મારા સાકાર સ્વરૂપની અવહેલના કરે છે. કિંતુ——-

આત્માઃ  કિંતુ શું ?

પરમાત્માઃ

                    અનજાણ શક્તિ છે તે સ્વિકારે છે. જેમકે વિજળીના

                    ગોળામાં વિજળીનું હોવા પણું.

આત્માઃ

           તું વ્યાપક છે, હું સીમામા જકડાયેલો છું.

પરમાત્માઃ

           મને સીમાનું બંધન નથી. મારું અસ્તિત્વ શાશ્વત છે.

આત્માઃ

         સુખ અને દુખ મને સ્પર્શતા નથી.

પરમાત્માઃ

           ભલે તું નિર્લેપ છે પણ શરીરને બંધનકર્તા છે.

આત્માઃ

            શામાટે આખી જીંદગી હું તને પામવા માટે પ્રયત્ન કરું છું ?

પરમાત્માઃ

            તું હંમેશા જે નથી તેની પાછળ દોડે છે.

             જે છે તેને શાંતિથી પહેચાનતો નથી.

આત્માઃ

            શરીર સાથેનો સંબંધ આટલો ગાઢ કેમ છે.

પરમાત્માઃ

              તે તારું રહેવાનું સ્થાન છે.

આત્માઃ

                તો પછી——

પરમાત્માઃ

                તેમાં આસક્તિ નહી રાખ. ગમે ત્યારે તે ઘર ખાલી કરવું પડશે.

આત્માઃ

                  હવે એ તો સમજાયું કે આસક્તિ નહિ રાખવાની. પણ અંતે——-

પરમાત્માઃ

            શાકાજે ચિંતા કરે છે અંતે તું મને જ પામીશ. મારામા ઓતપ્રોત

            થઈ જઈશ.

આત્માઃ

          પૃથ્વિ પરનું જીવન જીવવું એ એક કળા છે.

પરમાત્માઃ

           તને બધું જ સમજાવીને પૃથ્વિ પર મોકલ્યો હતો.

           નવ મહિના મહેનત કરી હતી. પણ——-

આત્માઃ

              પણ શું ?

પરમાત્માઃ

            શ્વાસ લેતાંની સાથે તારો અને મારો નાતો તે બદલી લીધો.

           મોહ માયામાં તું એવો લપેટાયો કે અવતરણની સાથે ઉંવા ઉંવા

           ( તું ત્યાં, તું ત્યાં નો રાગ ગાવા મંડી પડ્યો.)

યોગના પ્રયોગ દ્વારા સ્વાસ્થ્ય——-૪ સાંધાનો દુખાવો

September 23rd, 2010

             યોગના પ્રયોગ દ્વારા સ્વાસ્થ્ય——-૪       

              સાંધાનો દુખાવો

       સાંધાના ઘસારાથી થતા દુખાવાને લીધે થતા દર્દને સંધિવા પણ કહેવાય

છે. સાંધા પર થોડો સોજો પણ જણાય અને હાથ તથ પગના આંગળા જકડાઈ

જાય. હાડકાં તો સખત હોય પણ જ્યાં બે હડકાનું  જોડાણ હોય ત્યાં   જ્યારે દર્દ

થાય ત્યારે તે રોજિંદા કામકાજ્મા દખલ રૂપ જણાય.

      સાંધાના  પ્રકાર

   જેનું હલન ચલન ન થઈ શકે.

  થોડું હલન ચલન થાય

  સરળતાથી હાલી ચાલી શકે.

   મિજાગરાના સાંધા જેવાકે કોણી, આંગળા

   દડાનો સાંધો (ખભામા)

   લપસણો સાંધો (કલાઈનો)

 બે મણકાની વચ્ચેનો સાંધો

સાંધાનું દર્દ થવાના બે કારણ છે.

૧. આધિજ

૨. વ્યાધિજ

    આધિજ ચિંતાને કારણે.

  વ્યાધિજ નું કારણ ચિંતા નથી.

     ચિંતાને કારણે મસલ્સમાં દુખાવો થાય. બદન ટૂટે વિ.

  વધતી જતી ઉમરને કારણે થતું સાંધાનું દરદ એનું મુખ્ય કારણ

છે શરીરને પહોંચેલો ઘસારો. સ્નાયુ   ઘસાયા હોય. મસલ્સ નબળા

થયા હોય વિ. જેને અંગ્રેજીમા ‘ઓસ્ટિયો આરથ્રાઈટીસ” કહેવાય

છે. ઘુંટણ અને થાપામાં થતો દુખાવો મુખ્ય છે. અગત્યનું કારણ છે

વધતી જતી ઉમર અને તેનાથી થયેલો ઘસારો.

             ‘સંધિવા’ જેનથી સાંધામાં દુખાવો રહે છે. જો તેની સારવાર

સમયસર ન થાય તો સાંધા પર સોજો આવે અને  એકદમ નબળા

કરી નાખે. સ્ત્રીઓમાં આનું પ્રમાણ પુરુષો કરતાં વધારે જણાય છે.

      ઘણા દુખાવા અત્યંત અસહ્ય પણ હોય છે. કરોડરજ્જુમાં એક

જાતનો દુખાવો થાય છે જેને ‘સ્પોન્ડીલીટીસ” કહે છે.

  લક્ષણઃ

  સાંધામાં દુખાવો જેથી હલનચલનમાં પડતી તકલીફ.

  સાંધાના હલનચન મર્યાદિત.

  સોજો સાંધા ઉપર.

  ઠંડીમા અને વહેલી સવારે અસહ્ય વેદના.

  સાંધો  પાસે લાલાશ યા તાવનો અનુભવ.

  સાંધાના દુખાવા પર ઋતુની અસર.

  ચકાસણીઃ

  લોહીની તપાસ.

    એક્સ રે દ્વારા તપાસ

  આરથ્રોસ્કોપી 

  ટીશ્યુ ટેસ્ટ

દવાદારૂથી ઈલાજઃ

 દાક્તરની સલાહ મુજબ દવા અને આરામ.

  જેનાથી દર્દ દબાય છે,

  એન્ટીબાયોટિક્સ.

  તેલનું માલિશ.

  અલટ્રાસાઉન્ડ

  કુદરતીઉપચાર દ્વારા

  યોગ દ્વારા.

 અન્નમય કોષઃ

 સિથિલકરણી વ્યાયામ

સાંધાને ઢીલા કરી સ્થિતિસ્થાપક બનાવે છે. 

 શક્તિવિકાસક સૂક્ષ્મ વ્યાયામ

સાંધાની આજુબાજુની પેશીઓ મજબૂત કરે છે.

લોહીનું ભ્રમણ નિયમિત કરે છે.

યોગના આસન, ક્રિયા અને ખાવાની નિયૈતતા.

પ્રાણમય કોષઃ

પ્રાણનું સંચાલન નિયમમા ન હોય ત્યારે શ્વાસની આવન જાવન

પર અંકુશ નથી રહેતો. પ્રાણાયામ તેને તાલ બધ્ધ ચલાવે છે.

“પ્રાણિક  એનરજાઈઝેશન ટેકનિક” ખૂબ લાભદાયી છે. સૂર્ય અણુ

લોમ વિલોમ, ચંદ્ર અણુલોમ વિલોમ,  યોગિક શ્વાસ, કપાલાભાંતિ

વિ. રાહત આપે છે. શિતકારી, શિતલી અને સદંતા પ્રાણાયામ.

મનોમય કોષઃ

ૐ સાધના, સાયકલિક સાધના, મગજને ખૂબ શાતિ અર્પે છે.

ભક્તિ આનંદની દાતા છે. ધારણા અને ધ્યાન ખૂબ ઉપયોગી

સાબિત થયા છે. જલતા દીવા સમક્ષ યા ‘ૐ’ ની સમક્ષ બેસીને

ધારણા અને ધ્યાન કરવું. શરણાગતિ નો રસ્તો અપનાવવો. જેનાથી

ઘણો ફરક મહેસૂસ થાય છે.

વિજ્ઞાનમય કોષ;

  સંસાર અને ભૌતિકતા પાછળની આંધળી દોટ ધીરી કરવી.

ખુશનુમા વાતાવરણ સારા શરિર ઉપર ચમત્કારિક અસર

ઉપજાવે છે. સંતોષ અને આનંદ જીવનમા સુંદર સ્વાસ્થ્યની

ગુપ્ત ચાવી છે.

આનંદમય કોષઃ

  કર્મયોગ એ ખૂબ અકસીર પૂરવાર થયો છે..

कर्मण्यवाधिकारस्ते मा फलेषुकदाचन

યોગના આસન સંધિવા માટે.

૧. પગના આંગળા એક પછી એક બંને દિશામા ફેરવવા

૨. પાંચેય આંગળા આગળ પાછળ વાળવા.

૩. આખા પગ ગોળ ગોળ ફેરવવા, વાળવા (પંજો)

૪. ઘુંટણમાંથી વાળવા.

૫. ઘુંટણની ઢાંકણી ડાબી અને જંમણી ફેરવવી.

૬. બંને પગ વાળીને પતંગિયાની જેમ ઉપર નીચે કરવા,

૭. કલાઈમાંથી હાથ ઉપર નીચે કરવા અને બંને બાજુ ફેરવવા.

૮. ગળાની બધી કસરત કરવી, ફેરવવાની આગળ અને પાછળ

૯. હાથના આંગળા છૂટા તેમજ સાથે ફેરવવા અને વાળવા.

૧૦. કોણીમાંથી વાળીને ગોળ ફેરવવા.

૧૧. કમર પર બે હાથ રાખી પાછળ વળવું.

૧૨. ખુરશી વગર હવામા ખુરશી પર બેસીએ તેમ બેસવું.

૧૩. બે પગ જમીન પર રાખી બેસવું. વગર ટેકે

૧૪. અર્ધ કટિ ચક્રાસન

૧૫. પાદ હસ્તાસન

૧૬. અર્ધ ચક્રાસન

૧૭. ભુજંગાસન

૧૮. સલભાસન

૧૯. ધનુરાસન

૨૦. સર્વાંગાસન

૨૧. મત્સ્યાસન

૨૨. હલાસન

૨૩. વિપરિત કરણી

૨૪. શશાંક આસન

૨૫. અર્ધમત્સેન્દ્રિયાસન

૨૬; ઉષ્ટ્રાસન

૨૭;  કપાલભાંતિ

૨૮’  વિભાગિય શ્વસન

૨૯ઃચંદ્ર અણુલોમ

૩૦ઃ ૐ ધ્યાન

૩૧ઃ શિતલી, શિતકારી પ્રાણાયમ

૩૨ઃ સદંતા પ્રાણાયામ

૩૩ઃ નાદ અનુસંધાન

૩૪ઃ નાડી શુધ્ધિ પ્રાણાયામ

અનંત ચતુર્દશી

September 23rd, 2010

     વૈભવ અને આનંદમા બિરાજમાન ગણેશ આજે વિદાય થયા.

મંગલતા સર્વે દિશામા વ્યાપી હતી. સુનું સુનું લાગતું હશે. પરંતુ

ગણપતિ કાયમ બિરાજમાન છે. 

      પ્રતિક રૂપે આપણે તેમનું વિસર્જન કરીએ છીએ.  હા, તેમની

હસ્તી સ્થૂળ યા સુક્ષ્મ રૂપે સદા પ્રવર્તવાની.

     શુભકર્તા, વિઘ્નહર્તા કદી વિદાય લઈ શકે? ચાલો ત્યારે હવે તેમને

( ગણપતિ બાપાને) દિલમાં સ્થાપી આવી રહેલ શ્રાધ્ધના દિવસોમાં

આપણાથી વિજોગ પામેલાં સ્નેહીજનોને યાદ કરી તેમને અશ્રુના

યા સાચા બે ફુલ અર્પણ કરીએ.

       ઈશ્વર તેમને જ્યાં પણ હોય ત્યાં ક્ષેમકુશળ રાખે.

સુંદર સ્વાસ્થ્ય

September 22nd, 2010
સુંદર સ્વાસ્થ્ય એ અઘરું કાર્ય નથી.
તે અતિ સરળ છે.
૧.     જે કાચું ખાઈ શકાય તેને રાંધવું નહી.
           ગાજર ,ટામેટાં, કાકડી, મૂળો
 ૨.    જે રાંધીને ખવાય તેને તળવું નહી.
         રોટલી, શાક, ઢોકળાં, ખાખરા
 ૩. જે તળીને ખવાય તે ખાવું નહી.
       પૂરી, વડા, સમોસા, ગાંઠીયા

हरि राखे हरि तारे

September 20th, 2010

 हरि राखे हरि तारे

 हरि राखे हरि तारे

हरि राखे तो   डर काहेको

काहे तू शोर मचावे

हरि राखे हरि तारे

हरि शरणमे जाके देखो

बाल न होंगे  बांको

हरि राखे हरि तारे

भक्तकी लाज हरिकी चिंता

वो है  पालक जगतका पिता

हरख हरख गुण गावे

हरि राखे हरि तारे

અનુભવની એરણ પર

September 17th, 2010

  ૧.   ભવિષ્યની ચિંતા છોડી વર્તમાનની પળમાં જીવો.

 ૨.   જીંદગી ગુંચવણભરી કરતા સરળ જીવો.

૩.  મનગમતી વસ્તુ વિના સંકોચે કરો. 

૪.  જે મફત છે તેની છૂટે હાથે લ્હાણી કરો. પ્રેમ અને હાસ્ય.

૫.  તમે જ તમર સાચા મિત્ર છો.

૬.  એક ‘જીભ’ને આરામ આપો.

૭.  બે કાન હંમેશા વાપરો.

૮.  આપ્યાથી આનંદ મળે છે લેવા કરતાં. (અનુભવો)

૯.  શું ખાવ છો એના કરતા કેટલું ખાવ છો તે જુઓ.

૧૦.  દિલ કદી જુઠું નથી બોલતું,તેનો અવાજ સાંભળો.

પૂર્વજો

September 17th, 2010

         વર્ષોનો તફાવત જો માણસને હોંશિયાર બતાવવાનું થર્મોમિટર

હોય તો આ વિધાન મા કેટલુ તથ્ય છે. હંમેશા યુવા પેઢીનો દાવો

રહ્યો છે કે તેઓ ઘણું બધુ વધારે જાણે છે તેમેના માતા પિતા કરતાં.

                 નાનપણની વાત યાદ આવે છે. મારી મમ્મી હંમેશા કહેતી

ભગવાનનું નામ લઈને જો રસોઈ કરીએ તો ‘ સરસ અને સ્વાદિષ્ટ’ જ 

હોય. હકિકતમા એ સત્ય હતું કારણ તેમાં શ્રધ્ધાનો રણકો સ્પષ્ટ હતો.

      “નજર નીચી રાખો વિચાર ઉંચા રખો’. આ યુક્તિ શિલાલેખની જેમ

હૈયા પર કોતરાયેલી છે. તેથી કદીય ભારતથી પાછા આવતા પગ

મોચવાયો નથી. હા, ઘણીવાર થતું ‘મમ્મી, તું ભણી નથી તેથી તને

ખબર નથી પડતી’. હા, કબૂલ કરું છું તે ભણી હતી ચાર ચોપડી,

પણ તમને અને મને શરમાવે તેવી તેની જીવન જીવવાની

રીત રસમ હતી.

     અરે, મારી દાદી અને નાની પણ તેઓ જે કરતા તેમા ઘણી

કુશલતા દાખવતા. હવે તો એ વાતો ભૂતકાળ બની ગઈ છે. ટુંક

સમયમા મારું અસ્તિત્વ પણ ભૂતકાળ થઈ જશે.

   ખેર, વાત માત્ર એટલીજ કહેવી છે નવી પધ્ધતિ, અધુનિકતા,

 અને સફળતાનું વિજ્ઞાન ખૂબ પ્રગતિ કરી રહ્યું છે અને કરશે.

               તેના પાયામા સિમેન્ટતો ‘જૂનો’ જ છે. જે ઇમારત ખૂબ

મજબૂત બનાવે છે. ‘કેલ્ક્યુલેટર’ આવ્યા ને માણસે ‘ગણિત’ ને

વિસારે પાડ્યું. તેના મગજની આંકડા સાથેની રમત  ધીરી થઈ.

‘કમપ્યુટર અને એસેમેસ’ આવ્યા માણસની શબ્દ અને લેખન-

વૃત્તિ નરમ પડી. હવે પછી શું——?

          જો પૂર્વજોની રીત રસમ પર નાક ચડતુમ હોય તો વડિલોપાર્જિત

ધનનું શું કરીશું ?

.    જો કે આ વાત બધાને લાગુ પડતી નથી એમાંય જે અમેરિકા આવીને

વસ્યા છે તેમેને ખાસ. તેઓ તો પોતાના વડિલોની ઇજ્જત કરી તેમનો આભાર

માને છે આ દેશમા આવ્યા બદલ. વિદ્યા પ્રાપ્તિએ તેમને જિવનમા ઘણી સારી

સ્થિતિએ પહોંચાડ્યા છે.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.