30 Years December 30, 2007
Posted by pravinash in : ચિંતન લેખ , 1 comment so far જન્મભૂમિ ત્યજી આ દેશની ધરતી પર પગ મૂક્યો ત્યારે ખબર ન હતી કે
જીવનમાં કેવા કેવા અનુભવોમાંથી પસાર થવું પડશે. હા, પણ તેનું જ નામ
તો જીંદગી છે.
લગ્ન જીવનનો સુહાનો અને યાદગાર સમય પાછળ છોડીને વાસ્તવિક્તા
માં પગરણ માંડ્યા. નાના નાના બે બાળકોને આંગળીએ વળગાડી,નવો દેશ,
નવી સભ્યતા અને નવા વાતાવરણમાં પ્રવેશી. એકજ વાક્યમાં તેનો ચિતાર
આપું. ઘરમાં ગાડી પણ ક્યાં જાંઉ , ઘરમાં ફોન પણ કોને કરું? ૩૦મી ડિસેમ્બરે
શિકાગોની ધરતી પર પગ મૂક્યો. હૈયે હોંશ અને ઉમંગ એટલો કે પ્રિતમનો
સથવારો હતો.
સંતાનોની પ્રગતિ એ જ જાણે જીવનનો ધ્યેય બની ગયો.નસિબદાર કે પતિનો
પ્રેમ અને સહયોગ સાંપડ્યો. આજે બાળકો ખૂબ સુખી છે. ચાર નાના પૌત્ર અને
પૌત્રી છે. જવાની વિતી ગઈ,હાથ ઝાલનારનો હાથ છૂટી ગયો. ખાલીપણાનો
ખાલીપો સંતાનના હર્યાભર્યા સંસારની સુવાસથી ભરાઈ ગયો.
વતનની યાદ અને સંસ્કાર આજે પણ ધબકે છે. આજે છું કાલે શું તેની ખબર
નથી. હરખ, શોક શાના! અંતરે ઉમંગ ભર્યો છે. જીવનમાં ન કોઈ સંતાપ,
ઉરે ઉલ્લાસ, કુટુંબની પ્રગતિ પર હૈયે છે “હાશ”. ઈશ્વર પર છે સંપૂર્ણ વિશ્વાસ.
વૈતરણીમા વહેવા December 28, 2007
Posted by pravinash in : કાવ્યો , 1 comment so far ઉદરેથી અવતરણ માડી
વૈતરણીમાં વહેવા માંડી
ખપેનાં હલેસાં કે હોડી
ભણતરની તરવી ખાડી
જ્ઞાનની ચાલતી ગાડી
જુવાનીની ઓઢી સાડી
કન્યા બની સુહાની લાડી
સાજન સંગે લીલી વાડી
અહંની ઉંચી તાડી
સંસારની નજર્યું બાંડી
જીવજંતુ ખાયે ચાડી
આળસે રોકી પાડી
બધિર કાન ચામડી જાડી
અનુભવની આંખો ફાડી
સંસ્કારથી દીપી ઘડી
સમઝણે સર્જી લીલી વાડી
પરમાર્થની કેડી છાંડી
સ્વાર્થનો છેડો ફાડી
સત્યની ઝાલી નાડી
અંતિમ યાત્રાની ગાડી
અનંતની મીટ માંડી
હસવાની મનlઈ December 25, 2007
Posted by pravinash in : હાસ્ય રસ , add a comment નામ તેનું ‘જુગલ’ પણ જુલી સાથે પરણ્યા પછી
બની ગયો ‘જોલી’.
જોલી, જુલીને લઈને પહેલી વાર ભારત આવ્યો .
તેમાંય પછો ગુજરાતના ગામડામાં .
બાએ સવારના પહોરમાં છાશ વલોવીને માખણ
રોટલા પર મૂકીને આપ્યું. જોલી ને તે ખૂબ ભાવતું.
ગામડામા જોલીની મા હાથે ટીપીને એવા સરસ
રોટલા બનાવે કે સીધા હાથમાં લઈને જ ખવાય.
જુલી આ પધ્ધતિથી તદન અજાણ. જોલીને આવી
રીતે ખાતો જોઈ સ્થળ અને સમયનું ભાન ભૂલી બેઠી.
Jolly dear are you out of your mind.
How can you eat plate also.
શું ખરેખર ૨૦૦૭ વિદાય લેવાનું December 24, 2007
Posted by pravinash in : ચિંતન લેખ , add a comment આંખે દેખ્યું હોય , સાચું હોય અને અનુભવ્યુ હોય તોયે મન ન માને તો શું
કરવું. કાંઈ નહી તો મિત્રો ને જણાવવું. ૨૦૦૭ વિદાય લેવાની તૈયરીમાં છે.
૨૦૦૮ નો ઘોડો બારણે ઉભો થનગની રહ્યો છે.
લગ્ન ઘરઘરની સળગતી સમસ્યા છે. નસિબદાર મબાપના બાળકો
પરણી ગયા છે. પછી ભલે ને તે પ્રેમ લગ્ન હોય કે બીજી રીતે. આજે
સમાજમાં ૩૦ થી ૩૫ વર્ષના યુવાન , યુવતીઓ નજરે ચડશે જેઓ સાથીને
મળવાના પ્રયાસ આદરી રહ્યા છે.
તમે કદાચ નહી માનો કે જે હું લખવા જઈ રહી છું તે સત્ય હકિકત
છે યા મનમાંથી ઉપજાવેલી. કિંતુ ‘ગીતા પર હાથ મૂકીને કહીશ જે પણ લખું
છું તે સત્ય છે અને સત્ય સિવાય બિજું કાંઈ નથી’.
આજે રવીવારની સવાર હતી. મારો પ્રાતઃકર્મ પતાવી ને કામમં પરોવાઈ.
છેલ્લા બાર વર્ષથી રેડિયો પર અમે ચારેક મિત્રો અપીએ છીએ. પછી ત્યાંથી
એક વાગે ખૂબ સુંદર પરિવારમાં ભજન ગાવાનો કાર્યક્રમ હોય ત્યાં જઈએ.
સાચે રવીવારની તેથી હું કાગડોળે રાહ જોતી હોંઉ છું. આ રવીવારે એક સુંદર
સાધારણ દેખાવની યુવતી આવી હતી. તેનું હાસ્ય તો મધુરુ હતુ કિંતુ નામ
મન મોહીલે તેવું. આ વાતમાં તમે કદાચ મારી સાથે સહમત નહી થાવ
તેથી વધુ નહી લખું. એ મારો અંગત અભિપ્રાય છે.
વાતમાંથી વાત નિકળી અને મારાથી ઉમર પૂછાઈ ગઈ. એના જવાબથી
મેં હસીને કહ્યુ ‘એક જમાનામાં વર્ષો પહેલા મારી પણ એ ઉંમર હતી.
વાતમાં ને વતમા મેં તેને પૂછ્યું કેટલા વર્ષ થયા લગ્નને. તો કહે કે સાત.
તે પોતે કમપ્યુટરમા માસ્ટર્સ હતી. તેનો પતિ કેમિકલ એન્જીયર હતો.
જેણે પી.એચ. ડી. કર્યું હતું. જો કે આજકાલ ભણતરની કિંમત ખબર
હવાથી બાળકો મહેનત કરિને તે પામે છે.
વિસ્મય તો ત્યાં થયો કે બંને જણા લગ્ન પહેલાં એકમેકને મળ્યા
પણ ન હતા! લગ્નને દિવસે પ્રથમવાર દર્શન અને સ્પર્શ પામ્યા.હવે તમે
માનશો ને મારા પ્રતિભાવનો ———–
થોડીવાર અમારે વાત થઈ બનવાકાળ સાથે જમ્યા .પરિચય થોડો થયો
એટલે મારાથી રહે વાયુ નહી ને કહ્યુ તમે કઈ સદીમાં વસો છો એ મારા
માનવામાં નથી આવતું? ———————-
વાંકી — વાંકા— વાંકુ December 22, 2007
Posted by pravinash in : હાસ્ય રસ , 1 comment so farકવિ દપતરામ કહે છે
પોપટની ચાંચ વાંકી
કૂતરાની પૂંછડી વાંકી
બગલાની ડોક વાંકી
હાથીની સુંઢ વાંકી
અને
ઉંટના અઢાર વાંકા
આજે ૨૧મી સદીમાં મારી વાત સુણો
બાંકે બિહારી
બાંકેલાલ
બાંકી નજર
વાંકા વેણ
વાંકી છટા
વાંકુ નસીબ
વાંકા રસ્તા
અને
માનવીનું મન વાંકુ
આજુબાજુ ચાલતા અવનવા દ્રશ્યો December 21, 2007
Posted by pravinash in : ચિંતન લેખ , 1 comment so far ૨૦૦૭ નું વર્ષ લગભગ પુરું થવાની અણીપર છે. ૨૦૦૮ દરવાજો
ખટખટાવે છે કે ક્યારે બારણું ખૂલે અને પ્રવેશ પામે. જ્યારે શાળામાં ભણતી
હતીને વર્ષ બદલાય ત્યારે ખૂબ ગમતું. આજે નથી ગમતું એમ ન કહી
શકું કિંતુ તે વખતે બાળપણ હતું , ભોળીભાલી હતી. ગમ્મત મઝામાં દિવસો
ગુજરતા હતા.
હું તો એકની એક હતી તેથી ખૂબ સરળ જીંદગી જીવી. મારી ખાસ સહેલી
માલતી. માતા પિતા અને ચાર ભઈ બહેન . પૈસા વાળાની દિકરી પણ કુટુંબમા
જમેલા ચાલતા તેની અમે બંને ઘણીવાર ચર્ચા કરતા. બાળમાનસ પર તેની છાપ
પડેલી તે આજે રહી રહી ને ઉભરી આવે છે.
કુટુંબમાં ઉભરાતા પ્રશ્નો, કોઈના લગ્ન લેવાના હોય. કોઈને દવાખાને દાખલ
કરવાના હોય. મામા કે માસીનો દીકરો ગામથી મુંબઈ ભણવા આવ્યો હોય. પાડોશીને
ત્યાં દીકરાની બાધા ઉતારવાની હોય કે પછી મૂળા કે મૂઠા ધોવાના હોય. સાંભળીને
ત્યારે તો હસવુ આવતુ. દાદીમા ગુજરી જાય તો તેમનું બારમું ને તેર્મું થરું હોય.
બા, દાદા ,વડીલ ઘરમાં તેમની આમન્યા જળવાતી. તેમના આદર થતા. આવું
ઘણું બધુ મનના ભંડારામાં ભરાયું હતું.
જ્યારે અજે ૨૧મી સદીમા, અને એમાંય પાછા અમેરિકામા. વાત જ ન પૂછશો.
એ જ છે માત્ર વાઘાં બદલાયા છે. સાડી ને બદલે પંજાબી એ પ્રવેશ કર્યો છે. માથે
ઓઢીને ફરનાર આજે સ્કર્ટ અને બ્લાઊઝમાં છે.
હા, આજે પ્રેમ લગ્નો વધ્યા છે તેમ ઈન્ટરનેટ પર પણ લગ્નો લેવાય છે. ઓળખીતા
પાળખીતાના છોકરા છોકરી આપસમાં મળીને લગ્ન સંબંધ બંધાય છે.
અવસાનના પ્રસ્ંગે બ્રાહ્મણોને તડાકો પણ પડે છે. હિંદુસ્તાનમાં વર્ષો પહેલા
ચાલતા રિતરિવાજો પ્રમાણે લગ્નો લેવાય છે. અમુક બાળકો માબાપની પસંદ નાપસંદની
કોઈ પરવા કરતા નથી. આજ કાલની યુવા પેઢી ભણતર મેળવીને કમાય છે તેથી
કશાની પરવા શાકાજે કરે. દીકરીઓ ૨૫ ,૩૦ અરે ૩૫ વર્ષની થાય યોગ્ય પાત્ર
મેળવી શકતા નથી. અને જે પરણેલી છે તેઓને કોઈના બાપની સાડાબારી નથી.
કોલેજકાળમાં અમે બહેનપણીઓ માબાપને રૂઢી ચુસ્ત માનતા હતા. કિંતુ
તેમની આમન્યા તોડવાનો સ્વપ્ને પણ વિચાર ન કરતાં. કહેવાય છે કે
‘દિકરી ને ગાય દોરે ત્યાં જાય.’ કિંતુ આજે ગાયની વસ્તિ પણ દેશમાં ખૂબ
વધી ગઈ છે. તેથી ‘દિકરીને ગાય ફાવે ત્યાં જાય;’ ઉચીત લાગે છે.
આજે હાથ જોનારા ભવિષ્ય ભાખનારાને તો લોટરી લાગી ગઈ છે. હિંદથી
ભણવા આવેલો બુધ્ધિશાળી યુવા વર્ગ બેફામ પૈસા અમેરિકામાં કમાય છે. આજે
રોકડાને ઉધાર કાલેની માફક ‘ આજે લગ્ન ને છૂટાછેડા કાલે’. અરે કાલે શું કામ
બે ચારબાળકો થયા પછી પણ.
શું આ આપણી સંસ્કૃતિ છે?
કમપ્યુટર શીખો December 20, 2007
Posted by pravinash in : હાસ્ય રસ , add a comment ચાલો ત્યારે થાવ તૈયાર.
સહુથી પહેલા કમપુટરની બધી ચાવી સમજવી પડશે.
તૈયાર
જો જીવનમાં હોય
ખુશી SAVE
ગમ DELETE
સંબંધ DOWNLAD
દોસ્તી FAVORITE
દુશ્મની ERASE
સત્ય KEY BOARD
જૂઠ SWITCH OFF
ચીંતા BACK SPACE
પ્યાર INCOMING ON
નફરત OUTGOING OFF
વાણી CONTROL
હંસી HOME PAGE
ગુસ્સો HOLD
મુસ્કાન SEND
દિલ WEB-SITE
આંસુ ALT
ધિક્કાર SPAM
શરૂઆત માં આટલું પૂરતું છે. જો આમાં તમે પાકા
થઈ જાવ તો બીજો અંક ફરી મળીએ ત્યારે.
ચાલો ત્યારે યાદ રાખવા બેસી જાવ.
વિદ્યાર્થિની ભાષામાં કહું તો ‘ગોખવા’ માંડો.
જય જય ગરવી ગુજરાત December 18, 2007
Posted by pravinash in : ચિંતન લેખ , add a comment ગુજરાત હિંદનો છે એક ભાગ
જય હિંદ જય હિંદ બોલો સાથ
ગુજરાત વિશે જાણવા લાયક સત્ય.
૧. આપણા ભારતનુ સહુથી પ્રગતિકારક રાજ્ય.
જેની પર કેપીટા જી.ડી.પી. ૩.૨ X સરેરાશ.
૨. જો ગુજરાત પ્રાંતને બદલે દેશ હોત તો દુનિયામાં
તેઓ ક્રમ ૬૭ મો આવત્.
૩. પ્રગતિના સોપાન.
અ. ૨૦ ૦/૦ ભારતની ઔદ્યોગિક પેદાશ.
બ. ૯ ૦/૦ ખનિજની ઉત્પત્તિ.
ક. ૨૨ ૦/૦ નિકાસ.
ડ. ૨૪ ૦/૦ કાપડ ઉદ્યોગ.
ઈ. ૩૫ ૦/૦ દવાના ક્ષેત્રે ઉત્પાદન.
ઉ. ૫૧ ૦/૦ પેટ્રોકેમિકલ ક્ષેત્રે ઉત્પાદન.
૪. દુનિયનો સહુથી મોટો વહાણ તોડવાનો ઉદ્યોગ.
ભાવનગરના ‘અલંગ’ વિસ્તારમાં.
૫. ‘રીલાયન્સ એનર્જી ‘ ઉદ્યોગપતિ શ્રી ધીરૂભાઈ
અંબાણીની પાયાનિ રીફાઈનરી ‘જામાગરમાં.’
૬. ગેસ પર આધારિત વિજળીનું ઉત્પાદન ૮ ૦/૦.
અણુ-પરમાણુ વીજનું ઉત્પાદન અને તેનો ખપભોગ
૧ ૦/૦.
૭. એસ. & પી. ૨૦ ૦/૦ અને સી. એન.એક્સ્ ૫૦૦
કોર્પોરેટ ઓફિસ ગુજરાતમાં.
૮. શેરબજારની ૩૫ ૦/૦ પકડ ‘ગુજરાતી’ઓના હાથમાં.
૯. ઉત્તર અમેરિકાની ૬૦ ૦/૦ વસ્તી ગુજરાતીઓની.
૧૦. અમેરિકાના વતની કરતાં સરેરાશ આવક ત્રણ ગણી.
કોની? ગુજરાતીઓની.
૧૧. ભારતમાં સહુથી લાંબો દરિયા કિનારો ગુજરાતને ફાળે.
૧૨. સહુથી વધુ ચાલુ વિમાન ઘર ગુજરાતમાં ‘૧૨”.
૧૩. સમગ્ર ભારતમાં ઉદ્યોગોમાં ૧૬ ૦/૦ મૂડી રોકાણ.
૧૪. શાકાહારી નુ પ્રમાણ ગુજરાતમાં સહુથી વધુ.
૧૫. ૭માં ક્રમે ‘અમદાવાદનું ‘ નામ. મોટું શહેર.
૧૬. સહુથી પહેલો ‘શાકાહારિ પિઝ્ઝાહટ’ અમદાવાદમા
ખૂલ્યો.
૧૭. સમગ્ર એશિયામાં ‘ગાંધીનગર ને’ મળેલું બિરૂદ.
હરિયાળું પાટનગર.
૧૮. ગુજરાતનુ ‘સુરત ‘ શહેર દુનિયામાં ઝડપી પ્રગતિઆરક.
૧૯. ‘ઇન્ડિયન ઈનસ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ’ એશિયાનુ પહેલું અને
દુનિયામાં ૪૫ મા ક્રમે આવે છે.
૨૦. ખુબજ સુરક્ષિત રાજ્યમાં જેની ગણના થાય છે.
‘૨૦૦૨’ નો શરમજનક ગોધરાકાંડ બાદ કરતાં.
૨૧. ગુજરાતમાં સ્ત્રીઓ વિરૂધ્ધ ઓછા ગુન્હા દાખલ થાય છે.
એ.પી., દિલ્હી, બિહાર, ઝારખંડ અને યુ.પી. કરતા.
૨૨. ‘નેશનલ ક્રાઈમ રેકર્ડસ બ્યુરો’ના મત પ્રમાણે ગુજરાતમાં
ટીયર ૧ અને ટીયર ૨ ના ગુન્હા ખુબ ઝૂઝ છે
૨૩. ‘ સ્થાવર જંગમ’ મિલકતના રોકાણમાં અમદવાદનો
ક્રમ બીજો છે.
બેંગ્લોર, ચેન્નાઈ , હૈદ્રાબાદ, મુંબઈ અને દિલ્હી.
નવા કાયદાની શરૂઆત કરવામાં ૩જો ક્રમ.
માનવ શક્તિમાં ૪થો ક્રમ છે.
આ છે આપણા ગૌરવવંતા ગુજરાતનો હેવાલ.
need proof December 17, 2007
Posted by pravinash in : ચિંતન લેખ , add a commentશાનો પુરાવો જોઈએ છે
અસ્તિત્વનો હાજરીનો કે ગેર હાજરીનો
પુરાવો અપનાર અને લેનાર આપણે કોણ
શું હું સમક્ષ છું તે પૂરતું નથી
અસ્તિત્વનો ઉદય અને અસ્ત હોય
હાજર, ગેરહાજરીમાં પણ હાજર હોય
ગેરહાજર પરિસ્થિતિ પર અવલંબિત છે
આંખે દેખ્યું પણ ખોટું હોઈ શકે
કાને સાંભળ્યું પણ વાહિયાત હોય
પુરાવો પુરાવો પુરાવો
બૂમો ના પાડો
ના ઠુકરાવો
અહિં જ છે
સમક્ષ છે
શ્વાસમાં છે
ઉછવાસમાં છે
હમણાં છે
ક્ષણમાં છે
સંગીતમાં છે
લયમાં છે
આંગણમાં છે
ચોતરફ છે
અણુ અણુમાં છે
ધડકનમાં છે
ઈશની કૃપામાં છે
મુજથી રિસાણા December 15, 2007
Posted by pravinash in : કાવ્યો , add a commentમનડાની મધ્યે
હૈયામાં હલચલ
પુરાની પાવન
પ્રિત્યુના સાવન
આવો સજાવો
યાદો એ માળો
દિલમાં દીવાઓ
પ્રેમે પેટાવો
વાલમ તમારી
ખુમારી છે પ્યારી
નયનોની બારી
જુએ વાટ તારી
જીવનની ગલીઓમાં
વાટે તું મળીઓ
અંતરથી પુછું
ક્યાં તું ખોવાણો
જીવનની નૈયા
ન છો ખેવૈયા
શા કાજે તમે
મુજથી રિસાણા