મન અને માનવી વચ્ચે અતૂટ સંબંધ છે
લોહી અને લાગણી વચ્ચે ગાઢ સંબંધ છે
વાણી અને વર્તન પર જીવન નિર્ભર છે.
પ્રેમ અને લાગણી અરસપરસ છે.
શરમ અને મલાજો આવશ્યક છે.
અહં અને સ્વમાન વચ્ચે બારીક રેખા છે.
ટીકુઃ પાપા, ગુજરતી સાહિત્ય સરિતાએ ૧૦ વર્ષનો જે સમારંભ
યોજ્યો તેમાં તમને શું ગમ્યું.
પાપાઃ બેટા, આવો અઘરો સવાલ ન પૂછ, મહેરબાની કરીને.
ટીકુઃ કેમ પાપા?
પાપાઃ બેટા ‘હું ગુજરાતી સાહિત્ય સરિતામાં દસ વર્ષથી
નિયમિત જાંઉ છું. મારી માત્ર ઈચ્છા , માતૃભાષા
પ્રત્યે નો પ્રેમ સતત વહેતો રાખવાની છે.
ટીકુઃ પાપા આજે શાળામાંથી પર્યટન પર જવાનાં છીએ.
પાપાઃ બેટા ક્યાં જવાનાં છો?
ટીકુઃ પાપા, ‘સુગર પ્લાન્ટ’માં.
પણ, મમ્મી તો કહેતી હતી
ટીંડોળા અને રીંગણા પ્લાન્ટ પર ઉગે——-
લોટરી લાગી, એ શબ્દો કેટલા રોમાંચક છે. પછી ભલેને સો રૂપિયાની લાગે
કે લાખ રૂપિયાની. સ્ત્ય ઘટનાને આધારિત આ વાત વાંચવાનું ચૂકશો નહી.
ગંગા, મારી સહેલીને ત્યાં છેલ્લા ૪૫ વર્ષથી કામ કરે છે. હવે તો તેને “નોકરાણી”
કહેવી તે અપમાન જનક શબ્દ લાગે છે. ઘરની પ્રતિભા જાળવનાર ગંગા, આખા
ઘરને ચલાવનાર ગંગા, રસોડાની રાણી ગંગા, બાળકોની દેખરેખ પણ ગંગા નિત્ય
કરે. અરે વખત આવે ઘરનાને ખખડાવે પણ ખરી.
વર્ષો થયા અમેરિકા આવ્યે. એ ગંગાને છેલ્લે હું દસેક વર્ષ પર મળી
હતી. આ વખતે ભારત ગઈ ત્યારે મને ફરી મળવાનો મોકો મળ્યો. પુરાણા
દિવસોની યાદ તાજી થઈ. જ્યારે હું મારા બે બાલકો વખતે ગર્ભવતી હતી
ત્યારે હંમેશ કહે ‘હેં નીના બહેન અંહી રોજ જમવા આવતા હો તો તમને રોજ
ગરમ ગરમ રોટલી જમાડું. આજે જ્યારે યાદ આવે છે ત્યારે આંખના ખૂણા
તગતગી ઉઠે છે. નિર્મળ પ્યાર હવે તો જાણે સ્વપનું થઈ ગયું.
આ વખતે ગંગા મળી.ખુબ ખુશ હતી. મારી સહેલીતો દસ વર્ષ થવા
આવ્યા “કેન્સર” તેને ભરખી ગયો. પણ ગંગા હજુ તેના પરિવારની દેખરેખ
રાખે છે. નામ તેવા ગુણ. એ જ નિષ્ઠાપૂર્વક રસોઈ પાણીનું કામકાજ સંભાળે
છે. ઘરમા શું છે ને શું લાવવાનું છે તે બધી વાતની ગંગાને ખબર. અરે તેના
હાથ નીચે બે માનસો પણ કામ કરે છે. એવી આ ગંગા મને પાછી મળી.
નીના બહેન, હરખ જતાવતી આવી અને મને ખુશીના સમાચાર દેવા અધુરી
કહે મને “લોટરી લાગી”. હું તો ખુશખુશાલ થઈ ગઈ.
હવે વાત એમ હતી કે તે વર્ષો થયા ઝુપડપટ્ટીમા રહેતી હતી. મુંબઈમાં ત્યાં ટાવર
બનાવવાનું સરકારે નક્કી કર્યું. રાજા, વાજા અને વાંદરા સરખા.બધા ત્યાંનારહેવાસીઓને
કહે કે જગ્યા ખાલી કરો. બિચારી ગરીબ પ્રજા ક્યાં જાય. જેના નામના ઝુંપડા હતા તે
બધાને પૈસા આપવાનું નક્કી થયું .ગંગાએ આખી જીંદગી નહોતું ભાડું ભર્યું કે કોઈ પણ
વાર પાણી અને વિજળીનાપૈસા ભર્યા. માત્ર તેના નામ પર એ સરનામાનું રેશન કાર્ડ
હતું.
ભલું થજો રેશન કાર્ડનું કે જેને લીધે આખી જીંદગી સસ્તી ખાંડ, ચોખા અને ઘંઉ તે
લાવતી. આ રેશન કાર્ડે તો તેને સાબિતી પૂરી પાડી કે ‘ગંગા ‘ આ સરનામા પર છેલ્લા
૩૦ વર્ષથી રહે છે.
પછી તો તેના શેઠે તેને પીઠબળ પુરું પાડ્યું. તેની સાથે બધી સભામા ગયા અને
મકાન બાંધવાવાળા પાસેથી પૂરા “૨૫ લાખ” રૂપિયા મેળવ્યા. ગંગા જેણે આખી જીંદગી
એક જ શેઠની નોકરી કરી હતી. અરે એ કુટુંબની જે એક મોભાદાર સદસ્ય બની ગઈ હતી
તેને આજે પોતાનું કહી શકાય તેવું સુંદર ઘર છે.
તેના શેઠે તેને આખું ઘર વસાવી આપ્યું . તેના મુખ પરની સંતોષની લકીર જોઈ
મારું મન પણ પ્રફુલ્લિત થઈ ઉઠ્યું અને ‘ગંગાને લોટરી’ લાગી તેનો આનંદ સર્વત્ર હવામાં
ઘુમરાઈ રહ્યો.
કેવું સુંદર જોડું. કેટલો પ્રેમ ભાવ બંને વચ્ચે. એક વગર બીજુ ખોડું લાગે.
અ બંનેનો સહયોગ હોય અને તેમા જો ઉમેરાય ગરમાગરમ મસાલા વાળી
ચા. બસ પછી તો પુછવું જ શું?
આ ત્રિવેણી સંગમ જ્યારે જઈ પડે કોઈ ‘ચા’ના રસિયાના હાથમા તો ‘ચુસકી’
સાંભળવાની આવે મઝા.
આજે કપ રકાબીના દર્શન દુર્લભ છે. તેની જગ્યા લીધી છે ‘વિધુર’ યા ‘વાંઢા’ મગે.
અને અમેરિકામા તો વળી ‘પેપર કપે’. શોધ્ધ ગુજરાતીમા કહું તો કાગળના પ્યાલાએ.
આ બિચારા કપ અને રકાબીનો વાંક શું હતો? જાણે અસ્તિત્વ તેમનું ભુંસાઈ જવા આવ્યું.
પ્ણ ના એમ નથી જ્યાં હજુ’ જુનું તે સોનું’ એ ચલણમા છે ત્યાં કપ અને રકાબી હજુ વપરાય
છે. ગુજરાતમા જાવ કપ અને રકાબીના મિલનની ઘંટડી હજુ કાને સંભળાય છે. તેમાંય વળી
અમદાવાદમા જો કોઈ ધંધાના સ્થળે મુલાકાતી આવે તો દુકાનદાર કહેશે ‘એક કપ ચા, બે રકાબી’
તેમાં વળી જો આવનાર મુલાકાતી અણગમતો હોય તો બે રકાબી વાળી આંગળીઓ એવી રીતે
હલાવે કે એ ચાના દર્શન જ દુર્લભ હોય. તો પછી ન ચા દેખાય કે બે રકાબી તેમેની સાથે આવે.
જાણે એક આદમી તેબની બે પત્નીને લઈને ન આવવાનો હોય. જો કે તે કાયદેસર નથી પણ—
કપ અને રકાબી ભલે રોજિંદા વપરાશમાંથી વિદાય થયા હોય પણ ‘ફાઈવ સ્ટાર’ હોટલમાં
તેમનું બહુમાન થાય છે. વેઈટર હાથમાં ટ્રે લઈને આવે, સાથે કપ રકાબી અને ચાની કિટલી
પણ સોહાવે. પછી ભલેને એક કપ ચાનો ‘ઓર્ડર’ કર્યો હોય બે કપ કરતાં વધારે ચા નિકળે.
એક વખત મીના તેના વેવાઈને ત્યાં ગઈ હતી. જમાઈની મા એ સરસ મઝાના ચાઈનાના
કપ રકાબીમા તેને ચા આપી. હવે મીના બેનને જોઈએ મગ ભરીને ચા. જેમાં લગભગ દોઢથી
બે કપ ચા સમાય. એક તો ચામા ખાંડ ઓછી અને તે પણ કપ ભરીને. કપ છલકાય નહી તેથી
થોડો ઉંડો ભર્યો હોય. મીના બેનની હાલત વિચારી જુઓ. ત્યાર પછી મીના બેને નક્કી કર્યું જ્યારે
વેવાઈને ત્યાંકે કોઈને પણ ત્યાં જઈએ ત્યારે ઘરેથી ચા પીને જ જવું.
મોંઘવારી સહુને નડે છે. તેમાંય વળી મુંબઈ જેવા પચરંગી શહેરમા. ચા પીવાનો આગ્રહ કરશે
પણ પછી કહેશે અડધો કપ પીશો ને? કપ તો બિચારો આવો પ્રશ્ન સાંભળીને જ ઠરી જાય. જેને આ
સવાલ પૂછવામાં આવ્યો હોય તે તો જડબે સલાક જવાબ આપે ‘ભાઈ પિવડાવવી હોય તો આખો
કપ, નહી તો નથી પીવી! જો લહાવો મળે તો જરૂર જો જો કપ કેટલા બધા નાના થતા જાય છે.
જાણે ડાયેટીંગ ન કરતા હોય ?
કાચના સામનનું ( શો કેસ) ગોઠવતાં મને કોઈના ડુસકાં સંભળાયા. જોયું તો મગની હાર પાછળ
ઢગલો વાળી મુકેલા કપ રડતા હતા. રકાબીઓ બિચારી તેમને છાના રહેવા સમજાવી રહી હતી. એક
રકાબીને મારો હાથ અડકી ગયો મારા બદનમા કંપન ફેલાઈ ગયું. ધીરે રહીને કપ અને રકાબીને નિરખી
રહી. જાણે તે અબોલની ભાષા હું સમજી ગઈ હોંઉ તેમ બધાને ત્યાંથી બહાર કાઢ્યા. વર્ષો થયા વાપર્યા
ન હતા તેથી સાબુથી ધોયા અને ‘મગની જે એક હાર હતી તેને બદલે આગળ પાછળ ગોઠવી કપ અને
રકાબી સરસ રીતે ગોઠવ્યા.
મારા પોતાને માટે ચાંદીની કિટલીમા ચા કાઢી. ટ્રે માં લઈ વરંડામા જઈને બેઠી. બહારનું નૈસર્ગીક
સૌંદર્યનું અવલોકન કરતાં ચા પીવા લાગી. જો કે રકાબીમા ચા રેડીને પીવાની આદત છૂટી ગઈ છે. ત્યાં
અચાનક બાજુવાળા ગોમતી માસી આવી ચડ્યા. ચા નો વિવેક કર્યો. તેમણે હા પાડી. રકાબીમા ચા રેડીને
પીતા હતા તે મધુરો અવાજ મારા કાનને પણ સારો લાગ્યો અને કપ તથા રકાબી બંને ઝુમી ઉઠ્યા.—–
ટીકલુઃ હેં પાપા તમે ઓફિસથી મોડા આવો પછી થાકી
નથી જતા ?
પાપાઃ હા બેટા થાકી તો જવાય છે પણ શું કરું, તું કહે.
ટીકલુઃ તમે પણ મમ્મીની જેમ માથુ દુખે છે તેમ કેમ
નથી કહેતા.
પાપાઃ કારણ હું મમ્મી નથી ,પાપા છું.
વાંચો અને વિચારો
પૈસાવાળાને કહો કફનને ખિસા હોતા નથી.
રાજકરણીઓને કહો ખુરશી છે તેથી તમને માન છે.
ગરીબોને કહો ‘વચને કિં દરિદ્રતા’
પ્રેમ ભલે આંધળો હોય, પ્રેમીની આંખે નિહાળો.
જીભ અંકુશમા જગત વશમા
મૌનનું સંગીત બધિરને પણ સંભળાય
અભિમાનથી પડતી, અસ્મિતાથી ચડતી
આધેડ ઉંમરે ગાંઠો છોડો નવી વાળો નહી.
સગા પસંદગીથી નહી ઇશ્વર કૃપાથી પ્રાપ્ત થાય છે
“મા” જીવતા જાગતા ઈશ્વરની પ્રતિકૃતિ
ભારતનો પ્રજાસત્તાક દિવસ, ૨૬મી જન્યુઆરી. આજકાલ કરતા
૬૨મી વર્ષગાંઠ આવી ગઈ. બાળપણ વિત્યું , જવાની ગઈ અને
પ્રૌઢાવસ્થાને આરે આવીને ઉભા છીએ.
પ્રગતિ ઘણી કરી. ખૂબ લાંબી મજલ કાપી. છતાંય સામાન્ય
માનવીની હાલત જોતા આંખમા ઝળઝળિયા આવી જાય છે. દરેક
ક્ષેત્રે આપણે લાંબી મઝલ કાપી છે. જેવાકે આધુનિકતા, વિજ્ઞાન,
ખેતીવાડી, નિકાસ, વિ.વિ.
કિંતુ આપણા દેશમા પ્રસરેલી લાંચરુશ્વતની બદી જોઈને હૈયે
અરેરાટી વ્યાપી જાય છે. દેશનો વસ્તી વધારો, દેશમા ગરીબોની
કરૂણાજનક પરિસ્થિતી, સામાન્ય નાગરિકમા, નાગરિકતાનો અભાવ.
હા, પ્રજાસત્તાક દિવસની ઉજવણી થશે. સારા ભારતમા આજે રજા
હશે. આનંદની હેલીમા લોકો ગાંડા થશે. કિંતુ ‘ખોખલું ‘ તંત્ર જોઈને નિંદ
હરામ થઈ જાય છે. કાંદા ૬૦ રૂ. કિલો. એક લાખ એંસી હજાર પોલિસ
મુંબઈ શહેરમા છે. એક લાખને રહેવા ઘર નથી. આવા સમાચાર વાંચીને
થાય કે પછી એ હવાલદાર પૈસા ન ખાય તો શું ઈમાનદાર હોઈ શકે?
સારાય દેશમા જગ્યાના ભાવ આસ્માનને છૂએ છે. સરકાર જ્યારે મકાન
બાંધે છે ત્યારે કોના માટે હોય છે અને ખુરશીની શેહમા કોણ ખરીદે છે? વગર
પરવાનગીએ મોટા મોટા તોતિંગ નજર સમક્ષ દેખાય છે. બસ પૈસા ખવડાવ્યા
નથી અને કામ થાય છે.
‘પૈસો ‘ જીવન જરૂરિયાત માટે છે. હવે તો પૈસો છે તો જીવન છે. અબજો રૂ.ના
કૌભાંડો , રોજ નવા પ્રકરણ, ખુલ્લેઆમ લોકોના ખૂન કરી સમાજમા ફરતા વરૂ.
૨૬મી જાન્યુ. કશું જ ન બને તો માત્ર થોડો આત્મા ઢંઢોળી અંતરમા નજર
નાખી તેનું વરવું દર્શન કરીએ તો પણ ઘણું છે. બાળપણમા શાળાનો ગણવેશ
પહેરી, સફેદ બુટ અને મોજા, માથામા સફેદ રીબીન બે ચોટલા વાળી ધ્વજ્વંદન્મા
ભાગ લેવા જતી એ દૃશ્ય આજે પણ નજર સમક્ષ તરવરે છે.
૬૨મો પ્રજા સ્ત્તાક દિન સહુને મુબારક.
દેદી હમે આઝાદી બિના ખડગ બીના ઢાલ
સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ.
જય હિંદ
Following is a quick typing help. View Detailed Help
Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.