મારે હોય તો?

    ત્રણે દિકરાઓમા સહુથી નાનો અને સહુથી વહાલો અંકુર જ્યારે ચાઇનીઝને

 પરણીને માને પગે લાગવા આવ્યો ત્યારે અનિતા ખૂબ દુઃખી થઈ. તેને થયું

 સિંગાપોરમા જન્મેલો, ભારતીય સંસ્કૃતિથી રંગાયેલા મારા અંકુરે આવું પગલું

  ભર્યું કેવી રીતે?  મોટા બંને દિકરાઓ ભારતીય છોકરીઓને પરણી તેમની ઘર

 ગૃહસ્થી પ્રેમથી સંભાળતા હતા. પાંચ વર્ષ પહેલાં પતિને ગુમાવ્યા. કહેવાય છે

 કે ‘ભીંત અને કરો બે સાથે પડતા નથી’. કો ઈ પહેલું જાય અને બીજું પાછળ

 તેની યાદમા આંસુ સારે.

      અનિતાએ અંકુરને ત્યાં જવા આવવાનું ઓછું કરી નાખ્યું. પોતાના દિલની

 વાત પણ કરવાની બંધ કરી દીધી. મનમા ને મનમા મુંઝાતી જીવનના દિવસો

 પૂરા કરતી હતી. ત્રણ દિકરા અને બે દિકરીઓ છતાંય એકલતા. મોટા બંને

 દિકરાઓ પ્રસંગોપાત મા પાસે જતા. દિકરીઓ પોતાના ઘર સંસારમા ડૂબેલી

 હતી. ચાઈનીઝ ચીંકાઈને સારા દિવસો રહ્યા. અનિતાને આનંદ થયો. ગમે

 તેમ  તોયે અંકુર બાપ બનવાનો હતો તેથી મને કે કમને સુવાવડના સમય

 સાચવીને વહુને ઘરે જઈ પહોંચી.   ચીંકાઈની મા પણ આવી હતી,  બંનેએ

 સારી સરભરા કરી અને ગોદમા રમી રહેલ બાળકના કલબલાટથી આખું

 ઘર ગુંજી ઉઠયું. સમય સાચવીને અનિતા ઘર ભેગી થઈ ગઈ.

    પૌત્ર સુંદર હતો પણ કેમ અનિતાને ચાઈનીઝ પ્રત્યે અભાવ હતો તે

 સમજાતુ ન હતું. દિવસો વિતતા ગયા. ચીંકાઈને ફરીથી સારા દિવસો

 રહ્યા. અંકુરે પણ માને ન જ્ણાવ્યું. ચીંકાઈના મનમા કાંઈક જુદા વિચારો

 આકાર લઈ ચૂક્યા હતા. અચાનક સાત મહિના પૂરા થવા આવ્યા ત્યારે

 ઓચિંતી અનિતાના ઘરના આંગણે આવી ઉભી. અનિતા દીકરો વહુ અને

 પૌત્રને જોઈને અચરજમાં પડી ગઈ. ચીંકાઈ લગ્ન પછીના પાંચ વર્ષમા

 થોડું ગુજરાતી શીખી હતી. અંગ્રેજી તેને આવડતું હતુ. આવીને અનિતાને

 પગે લાગીને કહે ‘મારી બીજી ડીલીવરી અંહી કરવી છે. લાસ્ટ ટાઈમ તમે

 મસાજ , મને ગમતું હતું’. અંકુર મદદ કરીને બધું મા ને સમજાવતો  હતો.

 અનિતા અવાચક બનીને બધું સાંભળતી હતી.

    ચીંકાઈ ડીલીવરીની બધી તૈયારી કરીન્રને આવી હતી. અમરનો રૂમ તૈયાર

 કર્યો. આવનાર બેબીનો બધો સામાન લઈને આવી હતી. ઘરમા ની જરૂરિયાતની

  બધી ચીજ વસ્તુ અંકુરની સાથે જઈને લઈ આવી. આવનાર બાળકની તેમજ ઘરમા

  કોઈ વસ્તુની કમી ન રાખી. અનિતાને થયું આ અંકુરની વહુ જેને મેં પ્રેમ નથી

 દાખવ્યો તે આટલી બધી સમઝણ વાળી છે.

       હોંશે હોંશે તેના માટે બધી તૈયારી કરવામા મશગુલ થઈ ગઈ. અંકુર પણ

  મા નુ આચરણ આનંદ પૂર્વક નિરખી રહ્યો હતો.  મનમા ખુશ થતો હતો કે ચીકાઈ

 ખૂબ સમઝણ વાળી પૂરવાર થઈ. અનિતાએ ખૂબ સરસ રીતે આવનાર બાળકની

 તથા ચીંકાઈનું ધ્યાન રાખી તેમને પ્રેમ પૂર્વક સાચવ્યા. બે મહિના ચીંકાઈ માની

 સારવાર પામી.  પહેલો દિકરો હતો અને બીજી આવી અમી અનિતા ખૂબ ખુશ હતી.

     બસ હવે છેલા દસ દિવસ હતા. ચીકાઈ શનિવારે ચહા પીતા પીતા અંકુરને કહેવા

   લાગી આજે રજા છે.  તું હેન્ડીમેન છે. ગો ટુ હોમ ડીપો, મેક અ લીસ્ટ , બાય એવરીથીંગ

  વોટેવર ઈઝ રીક્વાયરડ ટુ ફીક્સ મધર’સ હાઉસ’. મેક ઈટ જસ્ટ લાઈક બ્રાન્ડ ન્યૂ.’ 

       બે બાળકનો બાપ અંકૂર એકદમ કહ્યાગરા કંથની જેમ કામે વળગ્યો. અનિતાતો

  મુઢ બનીને જોઈ રહી હતી. તેને મનમા ખૂબ પસ્તાવો થયો આવી ગુણિયલ મારી વહુ

  તેને મેં શાકાજે દુભવી હશે? માત્ર કારણ એટલું કે તે હિંદુસ્તાની ન હતી.  અરે આ તો

  મારી બે મોટી વહુ કરતા વધારે સંસ્કારી છે.  અંકુરે માનું આખું ઘર નવા જેવું કર્યું.

  ચીંકાઈ અનિતાનો ખૂબ આભાર માનતી રહી. કેવું સુંદર દ્ર્શ્ય અંકુર નિહાળી રહ્યો.

 માને પાછી મેળવી તે ખુબ ખુશખુશાલ જણાતો હતો. છેલ્લી રાત માના ઘરમા

 હતી. અંકુર ચીકાઈની બુધ્ધીને દાદ આપી આલિંગનમા જકડીને આભાર માની

 રહ્યો હતો. વધુ જોવાની ચાંદમા હિંમત નહતી તે વાદળ પાછળ સંતાઈ ગયો.

        અનિતા તન અને મનથી પ્રભુનો આભાર માની ભજન ગાઈ રહી હતી.

     મારા આંગણિયામા કુમ કુમના પગલાં પાડતી વહુ———

4 comments

  1. Anil says:

    very good

  2. Varta chhe ke Swanubhav te samjaayu nahi.Abhar !

  3. Amishi Vakharia says:

    I always feels ‘Wahoo ane warsad ne kyarey jash na hoy’ but aanth bhala to sab bhala’

  4. Kavita Chauhan says:

    Very nice!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.