મધુરાષ્ટકં May 3, 2008
Posted by pravinash in : ભજનો , add a comment अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं
ह्रदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरं
वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं
चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं
वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरोः पादौमधुरौ
नृत्यं मधुरं सख्यं मधुरं महुराधिपतेरखिलं मधुरं
गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं
रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरं
करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं
वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं
गुंजा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा
सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं
गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरं
ईष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरं
गोपा मधुरा गावो मधुरा यष्टिमधुरा सृष्टिमधुरा
दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं
इति श्रीमद वल्लभाचार्य विरचितं मधुराष्टकं संपूर्णम
શ્રદ્ધા –શંકા March 9, 2008
Posted by pravinash in : વિચાર ના વહેણ, ભજનો , add a commentબંનેની રાશી એક છે.
શ્રદ્ધા તારે છે.
શંકા ડૂબાડે છે.
શ્રદ્ધા આવશ્યક છે.
શંકા અનાવશ્યક છે.
શ્રદ્ધા સહારો છે.
શંકા સિતારો છે.
શ્રદ્ધામાં શંકાને સ્થાન નથી.
શંકા હોય ત્યાં શ્રદ્ધા ઢુંકતી નથી.
શ્રદ્ધા વાતાવરણ પવિત્ર બનાવે છે.
શંકા મલિનતા પ્રસરાવે છે.
શ્રદ્ધા કૃપાપાત્ર બનાવે છે.
શંકા ને અને કૃપાને બાપે માર્યા વેર છે.
શ્રદ્ધાથી દોષ કશો દૂર ભાગે છે.
શંકા દોષોને પોષે છે.
શ્રદ્ધા વિનાનો માનવી પામર છે.
શંકાશીલ માનવી જીવિત મૃત સમાન છે.
શ્રદ્ધા અર્પણ , તર્પણ અને સમર્પણ થી વૈભવ શીલ બને છે.
શંકા ઈર્ષ્યા , નીંદા અને તુલનાથી દુષિત બને છે.
શ્રદ્ધા સર્જનની જનેતા છે.
શંકા વિસર્જનની સાક્ષી છે.
શ્રદ્ધા————- સંતોષ
શંકા ————અસંતોષ
રાધા March 6, 2008
Posted by pravinash in : ભજનો , 1 comment so farરાધા ઝુમી ઉઠી કે નયનોએ કૃષ્ણ નિરખ્યા
હરખે ફૂલી ઉઠી ને ઝાંઝર રણકી ઉઠ્યા
ગોકુળમાં રાધાનો કૃષ્ણ ખોવાણો
ગોપીઓના ઘરમાં જઈને ભરાણો
ગોવાળો સંગે વંઠેલ કે નયનોએ કૃષ્ણ નિરખ્યા
રાધાને માખણ ખાતા કૃષ્ણ દેખાણો
બેઉ હાથે માખણ ચોર મંડાણો
હૈયું હરખી ઊઠ્યું કે નયનોએ કૃષ્ણ નિરખ્યા
રાધાએ કૃષ્ણ વિશ્રામ ઘાટે ભાળ્યા
પાણીની હેલ ચઢાવતા માણ્યા
અંગ અંગ ભિંજાઈ ઉઠી કે નયનોએ કૃષ્ણ નિરખ્યા
રાધા કૃષ્ણ સંગે રાસ રમંતી
મધુવનમાંહી હસી ઘેલી ખલતી
ચાંદનીમાં ભાન ભૂલી કે નયનો એ કૃષણ નિરખ્યા
તુલસીદાસ December 1, 2007
Posted by pravinash in : ભજનો , add a comment તુલસી યે સંસારમેં પંચ રત્ન હૈ સાર
હરિભજન અરૂ સંતમિલન, દયા દાન ઉપકાર
તુલસી પર ઘર જાય કે દુઃખ ન કહીયે રોય
માન ગુમાવે આપનો બાંટ ન લેવે કોય
તુલસી નીચે જનનસે બનેન ઉંચો કામ
મઢત નગારા ના બને ચૂહા કેરો ચામ
એક મૃગકે કારને ભરત ધરી તીન દેહ
તુલસી ઉનકી ક્યા ગતિ ઘરઘર કરત સ્નેહ
આવત હી હરખે નહી નૈનન નહી સ્નેહ
તુલસી વહાં ન જાઈએ કંચન બરસત મેહ
પાપપુણ્ય છુપછુપ કરો સોવત કરો કે જાગ
તુલસી કબ લગ છુપ રહે ઘાસ ઘુસાઈ આગ
તુલસી વહાં ન જાઈએ જહાં ન કહે કે ‘આવ’
ઘાસ બરાબર જાનીએ ક્યા રાજા ક્યા રાવ
તુલસી ઉનકી કોન ગત બોલત બિના બિચાર
કટત પરાઈ આતમા કટ જિહવા તલવાર
તુલસી યહિ તીન લોકમેં કો જાને તન પીડ
હ્રદય જાને આપકા કો જાને રઘુવીર
કંચન તજવો સુલભ હૈ સુલભ ત્રિયાકો નેહ
નિંદા સ્તુતિ ત્યાગવો તુલસી દુર્લભ એહ
તુલસી નિજ કીર્તિ ધરે પરકી કીર્તિ ધોય
તીનકે મુખ મસી લાગહી મીટે ન મરીએ ધોય
તુલસી જગમેં યું રહો જ્યું જિહવા મુખમાંહિ
ઘી ઘણા ભક્ષણ કરે તો ભી ચીકની નાહિ
નીચ નીચાઈ ના તજે જો પાવે સતસંગ
તુલસી ચંદન લપટકે વિષ નહિ તજે ભુજંગ
તુલસી કહે કે રામ ધન નહિ ખરચે નહિ ખાય
માખી મધ ભેગું કરી ઉડકે જાય
વાહ વાહ
તુલસી તેરી બાત પઢી લીખી સોહાય
જો તલભર આચરું મેરો જનમ સફલ હો જાય
રામજીસે
માંગુ કૃપા તુલસી તેરી બાત મોકો ભાય
બસ હૈ એક પ્રાર્થના મોકી નિંદર ઉડાય
બિરાજે છે September 26, 2007
Posted by pravinash in : ભજનો , add a comment મારે અંતરે શ્રીજી બિરાજે છે
મુજને જિવનનો રાહ દર્શાવે છે
મારગમાં આવતા અંતરાયોને
શ્રીજી શ્રધ્ધાથી પાર કરાવે છે
મનડાને શ્રીજી પ્રેમ મનાવે છે
તેની ભ્રમણાઓને ભાંગે છે
જીવન પથને શ્રીજી ઉજાળે છે
કંટક વીણી ફૂલડા બિછાવે છે
દયાનો સાગર છલકાવે છે
પ્રેમે શ્રીજી તેને પખાળે છે
કર્મ નિઃષ્કામ કરાવે છે
વાણીથી શીખ વરસાવે છે
જીવનની ગહનતા દર્શાવે છે
શરણે તેને સ્વિકારે છે
હાથ ઝાલો September 22, 2007
Posted by pravinash in : ભજનો , add a comment શ્રીજીબાવા મારો હાથ તમે ઝાલો
સહારા વિના હું ભટકી ન જાંઉ
હાથ તમે ઝાલો ને મારગડો બતાવો
દિશા શૂન્ય છું ભટકી ન જાંઉ
તમારે સહારે આ જીવન ઉજાળું
હાથ ઝાલીને મંઝીલ પામું
લક્ષ ચોર્યાસીના ફેરાફરીને
પામી છું આ જીવન રૂપાળું
સત્ય સમજાવોને ભક્તિ બઢાવો
તમારાવીના ભટકી ન જાંઉ
વિશ્વાસ તમારો અહર્નિશ મુજને
દ્રઢતા મારી તમમાં વધારો
શરણે તમારે આવી છે દાસી
હાથ ઝાલીને તેને સ્વિકારો
શ્રી કૃષ્ણઃ શરણં મમ્ September 20, 2007
Posted by pravinash in : ભજનો , add a comment શ્રી કૃષ્ણઃ શરણં મમ્ શ્રી કૃષ્ણઃ શરણં મમ્
શ્રી મહાપ્રભુજી એ આપ્યો મંત્ર શ્રી કૃષ્ણઃ શરણં મમ્
શ્રી કૃષ્ણમાં સ્થાપ્યું મન શ્રી કૃષ્ણઃ શરણં મમ્
દિલના તાપ સમાવે મંત્ર શ્રી કૃષ્ણઃ શરણં મમ્
વૈષ્ણવ જનને વહાલો મંત્ર શ્રી કૃષ્ણઃ શરણં મમ્
સર્વ જગતમાં વ્યાપક મત્ર શ્રી કૃષ્ણઃ શરણં મમ્
દૂર કરે મનડાના ભ્રમ શ્રી કૃષ્ણઃ શરણં મમ્
શંકા ના કર તેમાં ક્ષણ શ્રી કૃષ્ણઃ શરણં મમ્
તું પામીશ કૃષ્ણ કેરું ધન શ્રી કૃષ્ણઃ શરણં મમ્
કૃષ્ણનું સ્વિકાર શરણ શ્રી કૃષ્ણઃ શરણં મમ્
શ્રી મહાપ્રભુજી એ આપ્યો મંત્ર શ્રી કૃષ્ણઃ શરણં મમ્
આલુ મસાલા July 30, 2007
Posted by pravinash in : ભજનો , 2 comments સામગ્રીઃ ૧ રતલ આલુ(બટાકા) નાના નાના લાલ
કાશ્મીરી મરચું (સ્વાદ પ્રમાણે)
મીઠું, લીંબુનો રસ, ઝીણી સમારેલી કોથ્મીર
ટુથપીક ,તેલ, મેથીયાનો મસાલો,તલ
બનાવવાની રીતઃ
બટાકાને બાફવા.
તેલમાં સાંતળીન્જરાક કડક કરવા,
સહેજ ઠંડા પડે એટલે તેમાં પ્રમાણસર મીઠું ઉમેરી
મેથીનો મસાલો ભભરાવવો.
લીંબુ નીચોવી સર્વીંગ ડીશ માં ગોઠવવા.
જ્યારે મહેમાનોને આપવું હોય ત્યારે કોથમરી
ભભરાવવી, દરેક બટાકા ઉપર ટુથપીક ખોસવી.
તીખું ભાવતું હોયતો ઉપર કાશ્મીરી મરચુ પણ
ભભરાવવું.ઉપર તલ પણ
જમતાં પહેલા ડ્રીંક્સ સાથે બહુજ સ્વાદિષ્ટ લાગશે.
દગો દેશે June 8, 2007
Posted by pravinash in : ભજનો , 2 comments જીવન સંધ્યાનું ટાણું
પ્યારું ઘરનું આંગણું
સહુ સાથ છૂટી જશે
તન પણ દગો દેશે
આ પિંજર પડી જશે
તિમિર ગયું ને પ્હો થયો
મળસ્કાનું મધ્યાહન થયું
સંધ્યાના સુહાના રંગ
રાત્રિમાં થયે પરિવર્તન
બાળપણાનું ભોળપણ
શૈશવનું મધુરું જિવન
જુવાની આવે ઘોડાપૂર
ઢળતી ઉમરનું શાણપણ
સઘળાં કર્મોનું નિરાકરણ
જિંદગી ના બને ભારણ
મૌન સેવી નિરખ ગગન
શાતા પામ બન મગન
જમણો હાથ May 23, 2007
Posted by pravinash in : ભજનો , 2 comments ઝાલો જમણો હાથ જો જો છૂટે ના સંગાથ
શ્રીજી હાથમાં લો હાથ
જગને દીધો હાથ છોડ્યો અધવચ્ચે સંગાથ
શ્રીજી હાથમાં લો હાથ
તમ પર છે વિશ્વાસ તેનો કરશો ના કદી ઘાત
શ્રીજી હાથમાં લો હાથ
અનેરો તારો હાથ ઝાલ્યો બન્યો ઘનેરો સંગાથ
શ્રીજી હાથ માં લો હાથ
લાંબી જગની વાટ તેમાં કાંટાની છે વાડ
શ્રીજી હાથમાં લો હાથ
હૈયે મૂકો હાથ શ્વાસે શ્વાસે છે સંગાથ
શ્રીજી હાથ માં લો હાથ
હાથોનો મિલાપ હ્રદયે ના રહ્યો વિલાપ
શ્રીજી હાથ માં લો હાથ