Archive for May 11th, 2007

છીંપલા

May 11th, 2007

images5.jpg 

    આ વાનગી નાસ્તા માટેની છે. ઘરમા મિજબાની હોય અને
    શરૂઆતમાં મહેમાનોને ખુશ કરવા પીણા સાથે મૂકી શકાય.
    

   સામગ્રીઃ      ૨         વાટકી મેંદાનો લોટ.
            ૧/૪      વાટકી તેલ
                    ૨         નાની ચમચી વાટેલા મરી.
                   મીઠું સ્વાદ પ્રમાણે.
                   તળવા માટે તેલ
                   (મોટા દાંતાનો કાંસકો)
 
   રીતઃ             લોટમાં  તેલ  ઉમેરી  બરાબર  ભૅળવવું.પછી
                             તેમા મીઠું , મરી નાખી  પાણીથી લોટ બાંધવો.
                  લોટ બહુ ઢીલો કે  કઠણ  નહીં. પરોઠા જેવો ચાલે.
                  નાના ના ગોયણા કરવા. પાણીપૂરીની પૂરી કરતાં
                             સહેજ મોટા. એક  ગોયણું  લઈને મોટા  દાંતાના
                            કાંસકા પર દબાવવું. તેના પર કાંસકાના આરકા
                             પડશે. બે છેડા ભેગા કરીને દબાવવુ. પછી પેણીમાં
                             તેલ મૂકીને આછાં ગુલાબી  તળવા.

                              દેખાવમાં અને સ્વાદ મા ખૂબ સરસ લાગે છે .

કઈ જાતિ

May 11th, 2007

images43.jpg

  મગન ;      અરે યાર હમણાંથી આસપાસમાં પુ.મચ્છર બહુ વધી
                        ગયા હોય એમ લાગે છે.
  
   છગનઃ        કેમ એવું કહે છે. તું શું મચ્છરનો ડોક્ટર થઈ ગયો
                        કે શું? તને તેની જાતિ પણ ખબર પડવા લાગી.
  
   મગનઃ        શું વાત કરું યાર, હું જ્યારે બિયર પીતો હોંઉ ત્યારે
                       તેના ગ્લાસ ઉપર અચૂક બેસે છે. માલતી પાર્લેનું
                       મેંગોલા પીએ તેના ઉપર પુ.મચ્છર નથી બેસતો.
  
   છગન;       એક દાખલા ઉપરથી તું કેમ માની શકે.

   મગન;     તું પણ ઉતાવળો છે. હું અને માલતી વરંડામાં પાના
                       રમીએ ત્યારે એ માલતીને છંછેડે અને તેનેજ ચટકા ભરે.
                    બોલ હવે તો તું માનીશ ને? 

નવો નિશાળીયો

May 11th, 2007

images17.jpg

       અરે વિદ્યાલયમાં પ્રથમ આવેલો નીશ જ્યારે નોકરી શોધવા નિકળ્યો
   ત્યારે તેને  ખબર  પડી’ કેટલી  વીસે સો  થાય.’ હા,  શરૂમા  તેને  લાગ્યું
   કે નોકરી મળવામાં વાંધો નહી આવે. કિંતુ સાધારણ કુટુંબમાંથી આવતો
   નીશ કોઈ લાગતા વળગતાની ભલામણ  ચિઠ્ઠી લાવવામા  નાકામયાબ
   નિવડ્યો. માતાપિતાને તેન ઉપર ખૂબ મદાર હતો. અને તેમની વાત
   ખોટી પણ ન હતી. નાના ગામમાંથી આવેલો, મહેનતે તેને યારી આપી
   હતી. મોટા શહેરમાં રહેવા ખાવાની સગવડ માંડ માંડ તે કરી શક્યો.
    છાપામાં જાહેબર જોઈ તે અરજી નાખતો. કોઈક હરીના લાલે તેને
   ઇંટરવ્યુ માટે બોલાવ્યો. ભણવામાં રચ્યોપચ્યો રહેનાર નીશ દેખાવમાં
   સાધારણ લાગે, કિંતુ જો તેને બોલતો સાંભળે તો તેની છટા અનેરી દર્શાય.
  પ્રથમ ગ્રાસે મક્ષિકા, તેને પસંદ કરવામાં ન આવ્યો. નીશ નિરાશ ન થતા
   પ્રયત્ન ચાલુ રાખ્યો. આખરે કોઈક દિવસતો એના નસિબ આડે નું પાંદડું
  હટવાનું જ છે. તેને પોતાની જાતમાં ખૂબ વિશ્વાસ હતો. કેમ ન હોય?
 માતાપિતાની પ્યાર ભરી માવજત, પોતાની તનતોડ મહેનત અને પ્રભુમાં
  અપાર શ્રધ્ધા.
        બીજો ઇંટરવ્યુ આવ્યો, નીશ ખૂબ ખુશ જણાતો હતો. આ વખતે જરા
   તૈયાર પણ સરખો થયો હતો. તેની બહેનપણીનો અભિપ્રાય અને સલાહ
   લીધાં. જેની  સાથે ભવિષ્યના રંગીન સ્વપના તે જોતો હતો. સમય આવ્યો
  બધું જા બરાબર ચાલતું હતું. તેની હોંશિયારી, આવડત અને ડીગ્રી બધું જ
   અનુકૂળ જણાતું હતું. અચાનક એક સવાલ તેની તરફ ફેંકાયો. તમને અનુભવ
   કેટલો છે?
         નીશ એક પળ ખચકાયો. પોતાની જાત ઉપર કાબૂ જાળવી, અભય થઈને
   બોલ્યો,’ અરે, મહિના પહેલાં પરિણામ આવ્યું છે અનુભવ તો તમે નોકરી આપો
   પછી આપોઆપ મળી જશે.’ હવે વારો હતો સવાલ પૂછનારનૉ, તે પળવાર
   ઝંખવાણા પડી ગયા. જાત ઉપર કાબૂ લાવી બોલી ઉઠ્યા , શાબાશ નવયુવાન
   હું તારા જવાબ ઉપર વારી ગયો.
        નીશ તે નોકરી મેળવવા સફળ થયો. આજે પણ તેનો ઇંટરવ્યુ લેનાર ભગવાનનો
   આભાર માને છે કે તેણે પસંદગી નીશ ઉપર ઉતારી હતી.        
    
   

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.