ન કાનો ન માત્રા સરળ સમય
પાણીના રેલાની જેમ સરતો સમય
એકલતામા કદી ન મુંઝાતો સમય
ભીડમા ન અટવાતૉ અથડાતો સમય
અંધારે દિશા શોધી શકતો સમય
અજવાળે આલિંગતો સ્પષ્ટ સમય
સુખમા ભાસે ટૂંકો ઝડપી સમય
દુઃખમાં કદી ન ખૂટતો કપરો સમય
બાંધ્યો ન બંધાતો આઝાદ સમય
જવાનીમા ભાનભૂલેલ ઉછંગ સમય
પુખ્તવયે ખોડંગાતો ઠોંસાખાતો સમય
જન્મટાણે પોંખાતો અધીરો સમય
પ્રથમમિલનની યાદનો મધુરો સમય
રજાની મઝા માણતો રંગીલો સમય
કદી સમજદાર
કદી મઝેદાર
કદી યાદગાર
જિવનની હરપળ, હરઘડી, હરશ્વાસે
સાથ નિભાવતો કિંમતી સમય