Archive for June, 2008

ચિંથરે વીંટ્યુ રતન

June 25th, 2008

સારા ગુણાંક મેળવવા અને કોલેજોમા ભણી આગળ જીવનમા કશું કરી દેખાડવાની

તમન્ના માત્ર તવંગરોના બાળકની જાગીરદારી નથી. મારા આશ્ચર્યનો અવધિ કાબૂમા ન

રહ્યો જ્યારે જાણવા પામી કે જ્યારે એક સાંધતા તેર ટૂટે એવા પરિવારની નેહા ૧૨મા

ધોરણમા ૮૯ ૦/૦ ગુણાંક મેળવી ગાંધીનગરમા ૧૦મા નંબરે પાસ થઈ છે. ડોક્ટર

બનવાની તમન્ના ધરાવતી નેહાના પિતાજી એમ.કોમ ભણેલા છે. માતા પણ પોતાની

હેસિયત પ્રમાણે ઘર ચલાવવામા ટેકો કરે છે.

નેહા, પોતાના માતા પિતાનું ઋણ કઈ રીતે ચૂકવી શકશે તેની મુંઝવણમા છે.

પરિવારમા પુષ્કળ પ્રેમ વહે છે. તેના પિતાનું માનવું છે કે ‘ પરિસ્થિતિ કોઈને કાયમ

એક સરખી રહેતી નથી. ‘ તેમના ભાઈ અવારનવાર ટેકો કરે છે. કોઈને કોઈ રસ્તો

રસ્તો નિકળશે એવી તેમને શ્રધ્ધા છે. પૈસાના અભાવે બાળકોની પ્રગતિ રુંધાય એ

તેમને માન્ય નથી. માસિક ૫૦૦૦રૂ.ની આવક ધરાવતું કુટુંબના વડા કહે છે ‘બનશે

તો વધારે કરકસર કરીને પણ નેહાને ભણાવીશ.’ ક્યાં અને કઈ રીતે એનો તો હું

વિચાર પણ કરી શકતી નથી.

પૈસાદાર કુટુંબના બાળકોજ કાયમ મેદાન મારી જતા હોય છે. છતાંય ખૂબ મહેનત

કરીને નેહા ૧૦મો ક્રમ મેળવી શકી એ નાની સૂની વાત નથી. તેની આ સફળતામા

કલોલની સંત આન્ના હાઈસ્કૂલે ઘણોજ મહત્વનો ભાગ ભજવ્યો છે. નેહાને ખૂબ ખૂબ

ધન્યવાદ. તે પોતાનું સ્વપ્ન સફળ કરી શકે તેવી પ્રભુને અંતરથી પ્રાર્થના

કભી અલવિદા ના કહના

June 15th, 2008

    

  દોસ્તો, લગભગ છેલ્લા દોઢ વર્ષથી મળવાની મોજ માણું છું

  આજ પછી  મળીશ પણ તેમા નિયમિતતા કેટલી હશે તેનો

  અંદાઝ નથી. જ્યારે પણ અવસર સાંપડશે તો એ તક  વહેલી

   ઝડપી લેવામા પાછી પાની નહી કરુ.

  ‘અલવિદા’ નથી કહેતી. કારણ હું આપણા ભારતમા એકથી દોઢ

  વર્ષ માટે સ્થાયી થવાનો નિર્ણય લઈ ચૂકી છું. ત્યાં કેવી રીતે

  અનૂકુળતા સાંપડશે એનો કોઈ અંદાઝ મને નથી. લગભગ ૩૧

  વર્ષના લાંબા ગાળા પછી ભરેલું પગલું કેવા રંગ બતાવશે તે

  ખબર નથી. હૈયે ઉમંગ અને શક્તિનો પુંજ છે. ઈશ્વરમા શ્રઢ્ઢા છે.

  હવે ટુંક સમયમા મળીશું તેવી આશા સાથે વિરમું છું.

સીતા વનમા શામાટે ગઈ?

June 13th, 2008

    આ બનેલી ઘટના છે. શબ્દભાર અતિશયોક્તિનો નથી. ૨૦૦૩ની સાલ હતી . મિત્ર મંડળી

 જામેલી હતી. વાતમાંથી વાત નિકળતા એક ભાઈને તુકો સુઝ્યો. કહે કે મારા વિચારમા ‘સીતા

  વનમા ગઈ કારણ તેને “ત્રણ” સાસુઓ હતી. સીતાને થયું કે ત્રણ ત્રણ સાસુઓ સાથે

   રહેવું તેના કરતાં તો ‘વનવાસ અને વલ્કલ સારા

   મારા તો કાન સરવા થઈ ગયા. જગજાહેર હતું  કે તેમના પત્નીએ સાસુમાને અડધી રાતે ઘરમાંથી કાઢી

  મૂક્યા હતા ને”બિચારા” ભાઈ કાંઈ કરી શક્યા ન હતા.

  આ મંડળી સાહિત્ય રસિક હતી. મેં એ પડકાર ઉપાડી લીધો અને જાહેર કર્યું કે

  આવતા મહિનાની બેઠકમા હું આ વાતનો જવાબ આપીશ.

  તો હવે મારી વાત સાંભળો. હું જ્યારે આવેશમા આવી જાંઉ છું ત્યારે હિંદી સરી પડેછે.

    

          कैकेयी के बहकावे में आकर जब राजा दशरथ बोले “रामको वनवास चौदह सालके

  लिए और भरतको गादी अयोध्याकी”. पछतावेकी पवित्र गंगामें नहाकर कैकेयी पावन हुई.

  मगर तीर कमानसे निकल चूका था. होनी अनहोनी नही होने वाली थी.

  अब मेरीभी बात सुनिये.        

         सास क्या मा नही होती है?

   जिसने जनम दिया उसने घरसे बिदा किया.

  जान ना पहचान प्यारसे गले लगा लिया.

  सास को बहुकी क्या पहचान थी. बेटे ने कहा और वो मान गई.

        ये कभी मत भुलना “सास” अपने प्यारसेभी प्यारे पति की ‘मा’ है.

  सती सिता के लिए बदनामी वाली बात कर रहेथे वो भाई के मुंह पे ‘गोदरेज’का

  ताला लग गया. 

   

પુત્રી —પિતા

June 10th, 2008

    

  જગતપિતા વિષે માત્ર સાંભળ્યું છે.

  પિતાજી તમને તો હરપળે પામી છું

  તમારી આંખોમાંથી છલકાતો પ્યાર —-

  તમારી વાણીમાંથી નિતરતો સ્નેહ——

  તમારા સ્પર્શથી ઉતપન્ન થતાં સ્પંદનો——–

  તમારા વર્તનદ્વારા અનુભવાતી લાગણીઓ——-

                                 કઈ વાત પર લખું.

  પિતાજી જેવો ભારે ભરખમ શબ્દ ન વાપરતા

  ‘મોટાભાઈ’નું હુલામણું સંબોધન કરતી. તેમની

  પાસેથી પ્યાર પુર્વક કામ કઢાવવામાં ‘પાવરધી’.

  ‘ગાડીમા’ રોજ કોલેજ ઉતારતા. ઉતરતા રોજ

  ‘બે’ યા’ત્રણ’ રૂપિયા પડાવતી. કદી હિસાબ ન

    આપતી. લગ્ન ટાણે તેમની આંખોમાંથી સરેલ

  એ બે અશ્રુબિંદુ. પિયર આવતી ત્યારે ફેલાતી

  સંતોષની રેખાઓ. દોહિત્રને ભાળી મુખપરનો

  ગૌરવ.

  આજે    FATHER”S DAY ના દિવસે મોટાભાઇ

  તમોને શત શત પ્રણામ.

પુત્ર– પિતા

June 6th, 2008

   

જગત પિતા વિષે સાંભળ્યું છે.

આપતો સાક્ષાત અનુભવાયા છો.

આજે ગેરહાજરીમા પણ તમે હાજર છો.

નજરોંથી નજર મળેને મુખ પર આનંદ પ્રસરતો હતો.

તમારી આંગળી ઝાલી ચાલ્યો હતો.

તમારા જેવા થવાના સ્વપના સેવ્યા હતા.

મારી કેળવણીમા તમારો ફાળો અતિ મહત્વનો હતો.

મારી શાળાની પ્રગતિથી તમે પોરસાતા હતા.

તમારી સંગે ગોલ્ફ રમવાની મિજલસ માણી હતી.

મારી સ્નાતકની પદવીનો સમારંભ આજે પણ યાદ છે

તમારા ડોક્ટર થવાના સ્વપનાને સાકાર જાણી તમારો હર્ષ——

પાપા, તમારી પુત્રવધુને ભાળી તમારા મુખ પરનો આનંદ—-

બસ પાપા, જ્યાં હો ત્યાંથી આશિર્વાદની ઝડી વરસાવજો.

તમે જ તો મારા જીવનના સુકાની છો. અટવાંઉ તો રાહ દર્શાવજો.

પાપા, તમને કોટિ પ્રણામ .

અંતમા પાપા, આજે હું ત્રણ ‘બાળકોનો’ પાપા છું

સારું— નરસું

June 4th, 2008

     સારું  શું  ને  નરસુ  શું
  
     એ  બંનેમાં  વચલું શું

     સારુ, સારુ  ત્યાં સુધી

     જ્યાં  બને મન માન્યું

     સારુ  બને  નરસુ  જ્યારે

     જ્યાં  અણમાન્યું પિરસ્યું

     સારુ  નરસુ  કશું નથી

     સંજોગોનું  છે  માર્યું

      આંખો  ખોલે ભ્રમ ભાંગે

       વાદળ  પ્રેમનું  વરસ્યું

       સારા  નરસાની  ઉલઝનમા

      અણમોલ જીવન જાયે  સરયું

જીવનનો નાટ્યમંચ

June 2nd, 2008

         જીવન  જીવવું કેમે કરીને  મન  માંહી મુંઝાતી

          જીવન  વીતી  ગયું  જીવન  જીવવા  મથતી

        જીવનના  રંગમંચ  ઉપર  ભાગ  ભજવતી
        ભાનભૂલીને  રાચી  ઉઠી  પાત્રને  લજવતી
       જીવન  ખેલ  સમજી  ખેલદિલીથી   રમજે
       હાર મળે યા જીત ‘અંચાઈ’ વગર  ખેલજે
      જીવન વાટ વાંકી  ચૂકી ખાડાટેકરાવાળી
      સાચવીને  ડગ દે આંગળી ઈશની  ઝાલી

      પાછળ  તારી ચાલે ઈશ ધ્યાન તારું ધરતો
      મુશ્કેલીમાં સહાય કરતો ઉંચકી ઉરે  ચાંપતો

       જીવનમા  જાગૃતિ  ને હૈયે  ધરે  આકૃતિ
       મારગ  પ્રકૃતિ  કેરો ગ્રહે  વિરામે  વિકૃતિ

      નાટક  ભજવાયું, પડદો પડ્યો ગડગડાટ તાળીઓનો
      જીવન વિરમ્યું, શબ  બન્યું,  કિલોલ લાગણીઓનો             

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.