મહોબ્બત શું માત્ર દિલની ધડકનનું નામ છે
અરે દિલ ધડકે યા ન ધડકે એ તો સદા આબાદ છે
કોણ મારું છે અને કોણ તમારું છે
આ જગે સઘળું અંહી નુ અંહી છે
જિવ્યા સુધી ભોગવો આપણું છે
મર્યા પછી ક્યાં શું ઠેકાણું છે
લખી લખી કાગળ મોકળ્યો છે
સરનામું મંદિરનું લખ્યું છે
સિક્કા સાથે પાછો આવ્યો છે
શું ઈશ્વર તેં ઘર બદલ્યું છે?
મતલબની આ દુનિયામાં તારી નાવ હંકારી જા
ભેખડે આથડે કે ભૂકંપ તારી મસ્તીમાં જીવ્યે જા
યાદ રહે દિલ સાફ રહે નેકી હરદમ કરતો જા
સરતી જતી આજિંદગાની રેતમાં પગલાં પાડતો જા
બેફામ જવાનીમાં બહેકવા દે
મને તેની અડફટે ચડવા દે
ઉગતી કુંપળોને હસવા દે
થાપટે ભાનસાન આવવા દે