Archive for March, 2007

કહો તો

March 8th, 2007

images33.jpg  વાણીનો  વિલાસ છે કે  વિલાસી વાણી છે

         વાદળામાં વરસાદ છે કે  વરસી રહ્યાં વાદળા છે

         કેરીમાં  ગોટલો છે કે  ગોટલામાં  કેરી  છે
 
         તનમાં અહંકાર છે કે  અહંકાર  તનનો  છે
 
         સમતા સહજ છે  કે  સહજતામાં  સમતા છે

         માધુર્યભરી  વાણી  છે કે  વાણીમાં મધુરતા  છે

         અજવાળાં વ્યાપ્યા છે કે વ્યાપકતામાં અજવાળું  છે

         રાગમાં   અનુરાગ છે  કે  અનુરાગનો રાગ   છે

         ઈર્ષ્યામાં  દ્વેષ  છે  કે  દ્વેષમાં  ઈર્ષ્યા  છે

          અસંતોષ  જીવનમાં  છે કે  જીવનનો  અસંતોષ છે

          હાજરીમાં  ગેરહાજરી  છે કે  ગેરહાજરીમાં  હાજરી  છે

          ટેટામાં વડ  છે કે  વડ પર ટેટા  છે

          ઉંઘમાં જાગે  છે કે  જાગતો  ઉંઘે  છે

          વહાલ  વરસે  છે કે  વરસી  રહ્યું  વહાલ  છે

          અંતરનાં  અંતર  છે કે  અંતર  અંતરમાં છે

           ખુશી  મિલનમાં છે કે  મિલનથી  ખુશી  છે

           માનવી  માનવ  બને કે હર માનવી  માનવ છે 

અનેરી

March 7th, 2007

images93.jpg

સૃષ્ટિ  તારી ખૂબ અનેરી
      અદભૂત  છે  કારીગરી
      ઓ જીવનના દાતા તારી
       આંખલડી છે અમીભરી
       ઉંચ નીચનો ફરક ન રાખે
       સહુની ઉપર મમતા દાખે
       ગરીબ તવંગર તારે દ્વારે
       ભેદ ન  તું  રાખે લગારે
       કીડી ને કણ હાથી ને મણ
       ગૌરવ  ભરી છે  સમઝણ
     સાતત્ય ભરેલા તારા પ્રાંગણમાં
       શિસ્તથી બને મધુરું જીવન
  

સુંદર નામ

March 7th, 2007

images1.jpg

 શ્રીજીનું   નામ  છે સુંદર  નામ
   ભજીલે  પ્યારા  શ્રીજી નું  નામ
   શ્રીજી નું  નામ છે ભગવદ નામ
   ભજીલે  પ્યારા  શ્રીજી નું   નામ 
   દુનિયાનાં લોકોથી   રિશ્તો  તોડ
   શ્રીજી  ના  નામથી  નાતો  જોડ
   શ્રીજીનું  નામ   નિરંતર    બોલ
   ભજીલે   પ્યારા  શ્રીજી નું  નામ
   શ્રીજીનું  નામ  છે  ખૂબ  પાવન
   શ્રીજીનું  નામ  છે  મન  ભાવન
   શ્રીજી   કરે   તારું   દુઃખ  હરણ
   ભજીલે  પ્યારા  શ્રીજી  નું  નામ
   શ્રીજીની   છે   કૃપા   અપાર
    શ્રીજી  કરે  તારો  બેડો  પાર
    શ્રીજી  દયાથી  સુખી  સંસાર
    ભજીલે  પ્યારા  શ્રીજી નું નામ
     શ્રીજી  વિના  પળ  ના  રહેવું
     શ્રીજી  નું નામ સુંદર  ઘરેણું
     શ્રીજી ના  નામની  માળા પહેરું
      શ્રીજીનું નામ  છે   ખૂબ ગહેરું
      શ્રીજીનું  નામ છે સુંદર નામ
      ભજીલે પ્યારા  શ્રીજી નું  નામ

કૃષ્ણ નામ

March 7th, 2007

krishna.jpg

  કૃષ્ણ  નામ મને  બહુ  ભાવન છે
   હરિ  નામ  ઘણું  અતિ પાવન છે
   શ્રીજી  નામ હ્રદયમાં  સ્થાપન છે
   પ્રભુ નામનું અહર્નિશ સુમિરન છે

   કૃષ્ણ નામ વિના મ્ને ચેન નથી
   હરિ નામ વિના સુખશાંતિ નથી
   શ્રીજી નામ વિના આરામ  નથી
   પ્રભુ નામ વિનાની  ભક્તિ નથી

    કૃષ્ણ નામનો  છે  મહિમા અપાર
    હરિ નામ હરે તારી ચીંતાનો ભાર
    શ્રીજી  કૃપા  કરે  તો  બેડો  પાર
     પ્રભુ નામ પ્રતાપે સુખી  સંસાર

     કૃષ્ણ  ને  શરણે  નિર્વિઘ્ને જા
     શ્રીજી ની દયા ને નિરંતર પામ

સાથ

March 7th, 2007

 images64.jpg

ડગ ભર્યું છે આગળ ધપવાને
     પ્રભુ સાથ મારો સદા નિભાવ
     અજ્ઞાન નું  ધુમ્મસ છાયું  છે
     તું  જ્ઞાનનો  પ્રકાશ  ફેલાવ
      હાથ  પ્રસાર્યા  મૈત્રી  પૂર્વક
      પ્રભુ ઝાલીને તું સાથ નિભાવ
      સત્કર્મમાં   પ્રવૃત્ત  બનાવી
      સદભાવનાનાં મહલ ચણાવ
      વાણી  વહાવી  છે  મુખેથી
      પ્રભુ વિવેકની સુગંધ મિલાવ
      સ્નેહ  સભર  મધુરી  બનાવી
      અસ્મિતા સંવારી સાથ નિભાવ
      આંખડી  ખુલ્લી  જગ  નિહાળે
      પ્રભુ  સ્વાર્થનાં  પડળ  હટાવ
      પ્રેમ  નિતરતી  દ્રષ્ટિ  અર્પિ
      અવલોકન  તું  જગનું  કરાવ
      જીવન  સુંદર  સોહાવવા
      તું સજ્જનોનો સંગ લગાવ
      તારા  દુર્લભ  દર્શન  પામી
      ધન્યાતાનો તું લહાવો લુંટાવ    

તું ક્યાં નથી

March 7th, 2007

images4.jpg

   જ્યાં જ્યાં નજર હું ઠેરવું
     બસ તારી ભવ્યતા દેખું
     તું ક્યાં નથી તું ક્યાં નથી
     એ  જાણવાને  હું  મથું
     સૃષ્ટિના  કણ   કણમાં
     તારું અસ્તિત્વ છાઈ રહ્યું
     પત્રમાં   ફળ  ફૂલમાં
     કુદરત બની છવાઈ ગયું
     તું ક્યાં નથી તું ક્યાં નથી
     એ   જાણવાને  હું  મથું
     સિંધુમાં  બિંદુ  બની તું
     આભને પામવા મથી રહ્યું
     મસ્તી પૂર્વક મોજાં માંહી
     પ્રચંડ  રૂપે  છાઈ  રહ્યું
     તું ક્યાં નથી તું ક્યાં નથી
     એ  જાણવાને  હું  મથું
      ઉન્નત મસ્તકે પર્વત રૂપે
      સ્થિર  થઈ  ઉભો  રહ્યો
      ઉર્ધ્વગામી થઈ જીવનમાં
       હાથ હલાવી  કહી  રહ્યો
       તું ક્યાં નથી તું ક્યાંનથી
       એ  જાણવાને  હું  મથું
       શક્તિ તારી અણકલ્પ્યને
       અમાપ  રૂપે  પ્રવર્તતી
       અકળ તું  અણમોલ  તું
       અજોડ તું  અવિનાશી તું

આયના

March 6th, 2007

images6.jpg

images6.jpgઆયના તુ સચ બતાદે
દિલકે ઝરોંખે સે દિખાદે
પ્યારકા પૈગામ સુનાદે
નિંદસે તુ મુઝકો જગાદે
સચ બતાદે — નિંદસે જગાદે
આયના તુ સચ બતાદે
જીવનમેં તુ ફૂલ ખિલાદે
રાહસે કંટક હટાદે
મનકે મંદિરમેં બસકર
જ્ઞાનકે દિયેકો જલાદે
સચ બતાદે–નિંદસે જગાદે
આયના તુ સચ બતાદે
તુજમેં ઝાંકુ મુજકો ઢુંઢુ
મુજસે મેરી પહેચાન કરાદે
જીવનકે યે કઠીન મોડપર
હાથ થામકે રાહ દિખાદે
સચ બતાદે–નિંદસે જગાદે
આયના તુ સચ બતાદે

વિસ્મય

March 6th, 2007

images23.jpg

  મન  બુધ્ધિ  અહંકાર ને
                 હું
     વિસ્મય પૂર્વક નિરખું છું
     તેના કદ આકાર સ્વરૂપને
               હું
     તન્મય થઈને વિચારું છું
     અસ્તિત્વ જેનું જડ ચેતનમાં
     મરજીવા થઈને શોધું છું
     વનવગડે દિનભર ભટકીને
             હું
     સૂર્ય  કિરણને પૂછુ છું
     રણની બાલુ ઉની ઉની
     પૂનમના ચાંદની શિતળતા
     દિશા વગર મારગ ભૂલી
            હું
     ઝાંઝવાના જળને પૂછું છું
     હિમાલય પર જઈ અટવાણી
     યાદોની એ હુંફ પામીને
     બરફ બનીને પીગળું છું
              હું
     તેના કદ આકાર સ્વરૂપને
     હું તન્મય થઈને વિચારું છું
 
     

શ્રવણ

March 5th, 2007

images20.jpg    

  મને નથી લાગતું આપણામાંથી કોઈ પણ શ્રવણના નામથી
   અજાણ્યું હોય. માતાપિતા પ્રત્યેનો તેનો પ્યારતો અમર થઈ
   ગયો. વૃધ્ધ માતાપિતાને કાવડમાં બેસાડી જાત્રા કરાવવા
   નિકળ્યો હતો. રાજા દશરથના બાણથી તેઓ વિંધાયા હતા.
      વાત એ મહત્વની નથી. એતો વાત હતી રામરાજ્યના
   સમયની. આજે મારે તમને કરવી છે એ વાત ૨૧મી સદીના
   શ્રવણની છે.
    સાવન, માતાપિતાના પ્રેમથી ભિંજાયેલો હતો. બંને જણા
   ૭૦ વરસ વટાવી ચૂક્યા હતા. થયું લાવને તેમને ડાકોરના
  રણછોડરાયના દર્શન કરાવી આવું. અમદાવાદ પૂજ્ય મહાત્મા
  ગાંધીજીના આશ્રમમા ચાલતી વિધવિધ પ્રવૃત્તિઓ તેમને બતાવું.
      સૂરતથી તેમને લઈને ડાકોર પહોંચ્યો. ત્યાં મંદિરમા રાજ-
  ભોગ કરાવ્યો. ડાકોરના પ્રખ્યાત દૂધના ગોટા સાથે આદુ અને
   ઈલાયચી વાળી ચા પિવડાવી. થયું ચલો હવે અમ્દાવાદ જઈએ.
   ગાડીમાં બેઠા, વાતાનુકૂળ ડબ્બામાં મુસાફરી કરવાની હતી.
  ખૂબ ધ્યાન રાખતો હતો. અમદાવાદ આવ્યું,ગાડીમાંથી ઉતર્યા
   ટેક્સીમાં સામાન મૂકાવ્યો. માતાપિતાને ચાની તલપ લાગી હતી.
  સરસ મઝાની ગરમાગરમ આદુ અને મરી વાળી ચા આવી. જેવી
   ચા પિવાઈ રહી કે તરતજ સાવન બોલ્યો બા તારે અને બાપુજી
   તમારે ચા ના ૪ રૂપિયા આપવાના. બંને જણા સડક થઈ ગયા.
  બાપુજી ખૂબ શાણા હતા. પૈસા કાઢીને આપી દીધાં. કાંઈ પણ
   બોલ્યા ચાલ્યા વગર. ચૂપકીદીથી થોડી અમદાવાદની ધૂળ એક
   કોથળીમાં ભરી દીધી. અમદાવાદ ફર્યા પૂજ્યબાપુનો આશ્રમ જોઈ
   ખૂબ ખુશ થયા.
    પાછા રેલગાડીમાં બેઠા. અમદાવાદથી ગાડી ઉપડી. નડિયાદ
    આવ્યું. ચા લઈને ફેરિયો ગાડીમાં ચડ્યો. બધાને ચા પીવાનું મન
    થયું. ચા લીધી બાપુજીએ પૈસા આપવા માંડ્યા, સાવન વિચારમાં
    ગરકાવ થઈ ગયો. બાપુજીને કહે શામાટે તમે પૈસા કાઢો છો?
   બાપુજી કહે તેં અમદાવાદમાં માંગ્યા હતા એટલે આ વખતે તારા માંગતા
    પહેલાં આપું છું. સાવન માની ન શક્યો. બાપુજી કહે અંહી આવ, તેમણે
    અમદાવાદની ધૂળ કોથળીમાંથી કાઢીને તેને કહ્યું આ નાનીસી ઢગલી પર
    ઉભો રહે. તરતજ સાવન બોલી ઉઠ્યો બે રૂપિયા અમદાવાદની ચા ના,
   બે નડિયાદના એટલે ૪રૂપિયા અને તમારા તથા બાના મળીને ૮ રૂપિયા-
   —————— 

આ સાવન ને તેના બા બાપુજી તેના સારા જીવન માટે અમેરીકા લાવ્યા
અમેરીકાની ધરતી પર પગ મુકતાં તે બોલ્યો
બાપુજી બા હજી તમારા હાથ પગ ચાલે છે તો “અસેમ્બલી” કામ શરુ કરો જેથી રીટાયરમેંટ ભેગુ થાય.
        આ થઈ આધુનિક શ્રવણની વાત.

કરશો મા

March 1st, 2007

images13.jpg

ભૂલી વિસરી યાદોમાં ડૂબી
             વર્તમાન  વિસારશો  મા

             જીવનતો છે વહેતી નદીયા
             આચમન કરવું ચૂકશો મા

             સત્ય અમર છે તે જાણો
             અસત્યે  ખરડાશો  મા

              મહોબ્બતની રીત નિરાળી
               વેર ઝેરે અથડાશો  મા

               મીઠીવાણીની ગંગામાં નાહી
               કટુવાણીએ   ડૂબશો  મા

                પરિવારમાં પ્રેમ પ્રસરાવો
                મન ઉંચા કદી કરશો મા

                માબાપના ઋણ  વિસારી
                અંતર તેમનાં દુભવશો મા

                ઠાર્યાં તેવા  તમે ઠરશો
                કુદરત કદી ક્રમ ચૂકે ના

                આજે આવ્યા કાલે  જવાના
                માયાના પોટલા બાંધશો મા

                 સરજનહાર નો માનો આભાર
                  કૃતઘ્ની  તમે બનશો  મા

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.