વસંત પૂર બહારમા વરતાઈ રહી છે. ઉનાળો બસ આવી જ પહોંચ્યો. ઠંડા પીણાની મઝા માણવી કોને ન ગમે?
ચાલો બનાવીએ સ્ટ્રોબેરી અને કેળાં ની ‘ સ્મુધિ’ 5 વ્યક્તિ માટે.
સ્મુધિ માટે ની ચીજો
૫ : કેળાં
૧૫ : સ્ટ્રોબેરી
૧૦ : ચમચા વેનિલા આઈસક્રીમ
૪ : પ્યાલા દૂધ
ખાંડ : સ્વાદ પ્રમાણે ખાંડને બદલે નકલી ખાંડ ( સ્વીટનર) પણ ચાલે કારણ આપણે તબિયતનો ખ્યાલ રાખવાનાં આગ્રહી છીએ.
વિજળીથી ચાલતુ યંત્ર.(મિક્સર)
જો સ્વાદિષ્ટ સ્મુધિ પીવી હોય તો દરેક માટે અલગ અલગ બનાવવી.
રીતઃ મિક્સર માં પહેલા કાપેલું કેળુ અને સ્ટ્રોબેરીના કટકા નાખવા.૧/૨ પ્યાલો દૂધ ઉમેરી હલાવવું. એકરસ થઈ જાય પછી આઈસક્રીમ નાખી ફરી હલાવવું. ખાંડ જોઈતા પ્રમાણમાં ઉમેરવી.
જો એકદમ સરસ સ્મુધિ પીવી હોય તો દૂધનું પ્રમાણ ઓછુ કરી આઈસક્રીમ વધારે લેવો. તેથી કદાચ ખાંડની જરૂર ન પણ પડે.
ચાલો ત્યારે કરો તૈયારી.