Archive for March 14th, 2007

સત્ય

March 14th, 2007

images32.jpg 

 અંધકારની પછેડી જેને ઢાંકવાનોને અસમર્થ બને.
  સૂર્યપ્રકાશમાં  સારા  જગમાંહી જે  ઝળહળી  રહે.
 
  ધૂળના  ગોટેગોટા  જેને  ઉડાડવા  અશક્ત  બને.
  વર્ષાની રિમઝિમ જેને પલાળવા નાકામયાબ રહે.

  વાદળોની  વણઝાર  તળે   છુપાઈ  ના  શકે .
  સ્વચ્છ   નિલાંબર ની  નીચે  પ્રકાશી  રહે .

  કાયાના   કામણ જેને  ડગમગાવી  ના  શકે.
  સંજોગોની  થાપટ  ઝીલે  છતાં અડીખમ રહે.

  હિમાલય જેવી  સ્થિરતા  જેનો  જોટો ના જડે.
  નદીના ઘોડાપૂર  નીર જેને વહાવી  ના  શકે.

  બાળપણ જુવાની ઘડપણ ચલિત કરી ના શકે.
  તેનું એકચક્રી સામ્રાજ્ય  સમસ્ત જગે છાઈ રહે.

  ડગલે પગલે આવતી કઠીનાઈ નો સામનો કરે.
  જીવન પથપર દિવાદાંડીની જેમ ઝળહળી રહે.

  હર્ષમાં કે  શોકમાં  તેનું તેજ સદા  પ્રકાશી રહે .
  આશાકે નિરાશાની  હોડીમાં તે સદા તરતું રહે.

  ચડતીમા સ્વયં તેની આભા તેજોમય બની રહે.
  પડતીમાં તેનો આશ્રય વધુ ને વધુ  ગાઢ બને.

  સંસારી કે વૈરાગી તેનું એક સરખું પાલન કરે.
  વિલાસી, વેપારી તેના મોલ મૂલવી ના શકે.

  સમસ્ત સૃષ્ટિ હોય કે  પરિવાર તેનું  પ્રાંગણ.
  તે હંમેશ તટસ્થ  રહેવાનું કદી  ન  ઝુકવાનું.

  સત્યને  અસત્ય  હાની  પહોંચાડી  ના  શકે.
  સત્યના પ્રભાવનો અસત્ય સામનો કરી ના શકે.
 

સ્ત્રી-પુરૂષ

March 14th, 2007

images48.jpg

  સ્ત્રી  સ્ત્રી  જ  રહેવાની
           ઈશ્વર તારી મહેરબાની
            જે  સ્ત્રી  કરી  શકે
            તે પુરૂષ  કરી શકે?
         કાગડો હંસની ચાલ ન ચાલે
         તે તો કા કા કરવામાં મહાલે
         સ્ત્રી  માતૃત્વ  ધારણ  કરી
         ગૌરવવંતી માતા બની શકે
         સ્ત્રી ભણીગણીને નોકરી કરે
         રાજકારણમાં સ્ત્રીનો  જયજયકાર
         પુરૂષના મનમાં ભલે જાગે વિકાર
         સ્ત્રીની  ઋજુતા  સ્ત્રીનો  પ્રેમ
         પુરૂષ પાંગળો   દાખવે વહેમ 
         સ્ત્રીનું  માધુર્ય અને  સૌમ્યતા
         પુરૂષને સ્પર્શે તેની  મોહકતા
         સ્ત્રી રણચંડી થાય યા માર્દવ
         પુરૂષને  સ્ત્રી બનાવે  આર્જવ
         સ્ત્રી સરજનહાર અને ધર્મરક્ષક
         પુરૂષ તારણહાર બને ના ભક્ષક
         સ્ત્રી માતા બની ગૌરવવંતી થાય
         પુરૂષ સમોવડી સ્ત્રી કદી ન થાય
            સ્ત્રી સ્ત્રી જ રહેવાની
          નારાયણી બની દીપવાની
        સ્ત્રીની સહનશીલતા ને કરૂણા
      પુરૂષ લોખંડી પીરસે પ્યારના ભાણા

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.