jump to navigation

જીવનનો નાટ્યમંચ June 2, 2008

Posted by pravinash in : કાવ્યો , add a comment

         જીવન  જીવવું કેમે કરીને  મન  માંહી મુંઝાતી

          જીવન  વીતી  ગયું  જીવન  જીવવા  મથતી

        જીવનના  રંગમંચ  ઉપર  ભાગ  ભજવતી
        ભાનભૂલીને  રાચી  ઉઠી  પાત્રને  લજવતી
       જીવન  ખેલ  સમજી  ખેલદિલીથી   રમજે
       હાર મળે યા જીત ‘અંચાઈ’ વગર  ખેલજે
      જીવન વાટ વાંકી  ચૂકી ખાડાટેકરાવાળી
      સાચવીને  ડગ દે આંગળી ઈશની  ઝાલી

      પાછળ  તારી ચાલે ઈશ ધ્યાન તારું ધરતો
      મુશ્કેલીમાં સહાય કરતો ઉંચકી ઉરે  ચાંપતો

       જીવનમા  જાગૃતિ  ને હૈયે  ધરે  આકૃતિ
       મારગ  પ્રકૃતિ  કેરો ગ્રહે  વિરામે  વિકૃતિ

      નાટક  ભજવાયું, પડદો પડ્યો ગડગડાટ તાળીઓનો
      જીવન વિરમ્યું, શબ  બન્યું,  કિલોલ લાગણીઓનો             

આ ટાણે કોણ ? May 4, 2008

Posted by pravinash in : કાવ્યો , add a comment

            
       બારણે  ટકોરા  પડ્યા  આ  ટાણે  કોણ ?
 
       ન  કાગળ  ન પત્તર  આ  ટાણે ો ણ ?

       વહેલી  પરોઢ થઈ  આ  ટાણે  કોણ ?

       હ્રદયામા  ફાળ  પડી  આ  ટાણે  કોણ ?

       દિલ  ધક  ધક  કરે  આ  ટાણે  કોણ ?

       શંકા  કુશંકા  ઉભરે  આ  ટાણે  કોણ ?

       પાનીએ  પાણી  નિતરે  આ  ટાણે  કોણ ?

       હથેલીએ ખુજલી  ઉઠે  આ  ટાણે  કોણ ?

       કાંગરે  કાગ  બોલે  આ  ટાણે  કોણ ?

       મનનો  માનેલ  મિતવા  બારણું  ખોલ.                 

દર્દ તો દર્દ છે ! May 2, 2008

Posted by pravinash in : કાવ્યો , add a comment

  

                          દિલમા  દિમાગમા  બદનમા  દર્દ  તો  દર્દ  છે

                        સવારના  સાજે  મધરાતે   દર્દ  તો  દર્દ  છે

                        દિલમા  ફેલાવે  દિવાનગી  દર્દ  તો  દર્દ  છે

                         દિમાગે  વ્યાપેલ  અણકહ્યું  દર્દ  તો  દર્દ  છે

                         વદને  નિતરતી  નારાજગી  દર્દ  તો  દર્દ  છે

                         વહાલાના  હોય  અસહ્ય  દર્દ  તો  દર્દ  છે

                          “ગીતા”  બનાવે  સહ્ય  દર્દ  તો  દર્દ  છે

                           જીવતરની  સગે  જોડાયું  દર્દ  તો દર્દ  છે

                           હસતે  મુખે  જીરવાયું   દર્દ  તો  દર્દ  છે

                           સર્વે  દર્દની  દવા ચંપી,પપ્પી, યા  કુપ્પી
                            કુપ્પી =  શરાબ          

કવિની કથની——— April 19, 2008

Posted by pravinash in : કાવ્યો , add a comment

કવિથી ડરે બધા કવિતાનો ભારે ચસકો

કવિતાની વહે ગંગા તો બજુએ ખિસકો

કવિ દેખીને ભાગે સહુ નાના મોટ લોકો

દેવી હોય તો દો સજા કવિતાને પૂળો મૂકો

કવિ શેર મારે જાણી શેરને પહોંચ્યો ધક્કો

બાળા કાજે માતા લેતી કવિતાનો તુક્કો

તલવારના ઘા રુઝે રહે ના તેનો સિક્કો

કલમના ઘા દુઝતા રહે દેશોના ધોખો

જનમધરતા એ કાવ્યનો જોયો છે લહેકો

કયામત ટાણે કરે ગઝલ કોઈ તેને રોકો

સૂરજ કેરા કેસરી દડાને માર્યો ફટકો

સહેલણીસા ચાંદતારે માર્યો નદીમા ભૂસકો

નજર February 28, 2008

Posted by pravinash in : કાવ્યો , 1 comment so far

picture.jpg

નજરથી નજર મળીને વાત બની ગઈ

નજરથી નજર ચુરાવી વાત કહી ગઈ

નજરના જામ છલક્યાને પ્યાસ બુઝી ગઈ

નજરના તીર વાગ્યાને હાય નિકળી ગઈ

નજરના અમીની વર્ષા ચુંદડી ભિંજાઈ ગઈ

નજરના નજરાણાં ધર્યા બાજી પલટાઈ ગઈ

નજર ન લાગે તને ભાલે અંકાઈ ગઈ

નજર નજરમાં ફેર દિલે દસ્તક દઈ ગઈ

નજરના ખેલાયા ખેલ દુલ્હન બની ગઈ

નજર મારી નિરખે ભીંતે ટિંગાઈ ગઈ

 નજર  તારી  વાલમ  હૈયે  જડાઈ  ગઈ

હવે કશું કહેવું નથી February 20, 2008

Posted by pravinash in : કાવ્યો , add a comment

સાનમાં સમજાવશું આજ હવે કશું કહેવું નથી

વિયોગનું જુઓ પરિણામ હવે કશું કહેવું નથી

પ્રિતડીના દીઠાં અંજામ હવે કશું કહેવું નથી

ખૂબ સહ્યું દીલેઆમ હવે કશું કહેવું નથી

જીવન બન્યું નાકામ હવે કશું કહેવું નથી

એકઠો કર્યો સરંજામ હવે કશું કહેવું નથી

શ્વાસોને મળશે આરામ હવે કશું કહેવું નથી

ક્યારે પામીશ વિરામ હવે કશું કહેવું નથી

આવી પરમને ધામ હવે કશું કહેવું નથી

તમારે શરણે મુકામ હવે કશું કહેવું નથી

વાદા February 12, 2008

Posted by pravinash in : કાવ્યો , add a comment

images5.jpg 

જીવન છે નદિયાની ધારા
  ખળ ખળ વહેતું જાયે
  પ્રેમ ધિક્કાર માન અપમાન
  તેની ધારા ના અટકાવે

જો માંદગી સતત સતાવે
  મુસ્કુરાઓ ના ગણકારો
  મોટું મનને ઉદાર દિલ
  તેની અકસીર ઔષધ જાણો

ઇચ્છીત પામો આ જીવનમાં
  ઈશ્વરને કદી મંઝુર નથી
  ન ભાવતાને ભાવતું કરો
  પ્રયત્નથી કશું મુશ્કેલ નથી

હિંમતે મર્દા તો મદદે ખુદા
  એ ઉક્તિ પર દિલ ફીદા
  આનંદો આ જીવનમાં સદા
  કિરતારના છે મૂક વાદા

વનરાજી February 9, 2008

Posted by pravinash in : કાવ્યો , 1 comment so far

images9.jpg

વનરાજી વચ્ચે
કૅડી કંગારે
ઝરણાનું મોહક
ખળખળ વહેવું
વૃક્ષોને ભેદી
સૂર્યના કિરણો
અલપઝલપ થાતા
રાહ બતાવે
મંદમંદ પવન
લટને સંવારે
શીળી છાયા
મનડું લોભાવે
કોયલનું કુંજન
ભમરાનું ગુંજન
ખીસકોલી છાની
પકડદાવ દેતી
ધુળની ડમરી
ગગને ચડતી
કંકર સંગે
રીસાઈ જાતી
કલા કુદરતની
અનોખી અનેરી
સૌંદર્ય વેરી
શુશોભિત થાતી

એ તો એમ જ થાય January 21, 2008

Posted by pravinash in : કાવ્યો , add a comment

            છોડે    છૂટતું     નથી
            આપોઆપ  છૂટી જાય
            જોડે  જોડાતું    નથી
            સાંધો  રહી     જાય

            વા  વાય ને પાન  ખરે
            વાયરે    ઉડી    જાય
            વા  ખેરવે  વા  ઉડાડે
            વાયરો    વેરી   થાય

            નદી  વેગે   વહે
            ચંચળતા  ઉર  ધરે
            અટકાવી   ના  અટકે
             ઉદધિ  ઉરે    સમાય

    
            બાળકને   જન્મ  દે
            પ્રાણ   રેડી    ઉછેરે
            પાંખ  આવતા  ઉડે
            જનની  વિસરી  જાય

લક્ષ્મી  સંઘરો  નહી
              ખર્ચે  બમણી  થાય
               કૂવે  પાણી  ઉલેચો
               નવિન  જલે  છલકાય

            બાળકને   જન્મ  દે
            પ્રાણ   રેડી    ઉછેરે
            પાંખ  આવતા  ઉડે
            જનની  વિસરી  જાય
 

 
 

વૈતરણીમા વહેવા December 28, 2007

Posted by pravinash in : કાવ્યો , 1 comment so far

         ઉદરેથી અવતરણ  માડી
        વૈતરણીમાં વહેવા માંડી
        ખપેનાં  હલેસાં કે હોડી
        ભણતરની તરવી  ખાડી
        જ્ઞાનની ચાલતી  ગાડી
        જુવાનીની ઓઢી  સાડી  
        કન્યા બની સુહાની લાડી
        સાજન સંગે લીલી  વાડી
        અહંની  ઉંચી  તાડી
        સંસારની  નજર્યું  બાંડી
        જીવજંતુ  ખાયે  ચાડી
         આળસે  રોકી  પાડી
         બધિર કાન ચામડી જાડી
         અનુભવની આંખો ફાડી
         સંસ્કારથી  દીપી ઘડી
         સમઝણે સર્જી લીલી વાડી
         પરમાર્થની કેડી છાંડી
         સ્વાર્થનો  છેડો  ફાડી
         સત્યની  ઝાલી  નાડી
         અંતિમ  યાત્રાની  ગાડી
         અનંતની  મીટ  માંડી