સુંદરતા છુપાઈ આંખોમાં
નિર્દોષતા છુપાઈ બાળકમાં
પાવનતા છુપાઈ વિચારોમાં
ઉત્સુક્તા છુપાઈ ઇંતજારીમાં
ભાવુકતા છુપાઈ હૈયામાં
બાલિશતા છુપાઈ વર્તનમાં
વિશાળતા છુપાઈ અંતરિક્ષમાં
દરિદ્રતા છુપાઈ વાણીમાં
ધનિકતા છુપાઈ અભિગમમાં
લજ્જા છુપાઈ શરમમાં
માર્મિકતા છુપાઈ શબ્દમાં
વાસ્તવિક્તા છુપાઈ દંભમાં
ઉચ્છ્રંખલતા છુપાઈ હાવભાવમાં
કાર્યક્ષમતા છુપાઈ આવડતમાં
સમયસૂચકતા અવઢવમાં
પરિપક્વતા ઉંમરમાં
સમતા છુપાઈ સમઝણમાં
શાંતિ છુપાઈ અંતઃસ્તલમાં