આ અમેરીકાની બલિહારી
ઘરમાં દીઠાં કૂતરા બિલાડી
વફાદારી જેની વખણાતી
વહાલમાં હરદમ પોરસાતી
સત્ય કહીશ નથી ભીતિ
ઘરમા દીઠાં કૂતરા બિલાડી
જીવદયાના તેઓ હિમાયતી
માનવથી ચડિયાતી જાતિ
દીઠી નજરોએ પરોણાગતિ
તેમને ના કહેશો અનાડી
ઘરમાં દીઠાં કૂતરા બિલાડી
ભોજન તેમના મનભાવન
દ્ર્શ્ય તેમના અતિ સુહાવન
અંગોપાંગ જેના લુભાવન
આ અમેરિકાની બલિહારી
ઘરમા દીઠા કૂતરા બિલાડી
પથારી તેમની ખૂબ સુંવાળી
ખાય પીએને ઘર દે ખરડી
માવજત તેમની રજવાડી
જાનવર છતાં ઠાઠભારી
ઘરમાં દીટાં કૂતરા બિલાડી
આવક જાવકના બે છેડાં
બાર સાંધતા તેર ટૂટતાં
છતાં પ્રેમે સત્કાર પામતા
વાત કરી આજે ભાઈ ન્યારી
ઘરમાં દીઠાં કૂતરા બિલાડી