Archive for March 15th, 2007

આમ કેમ?

March 15th, 2007

images64.jpg

  જ્યાં જુઓ ત્યાં એકજ વાત
            આમ કેમ?
    નિર્દોષ માસૂમ બાળકોને પાગલ
      ગોળી મારી મોતને ઘાટ ઉતારે
             આમ કેમ ?
     નાના નાના બાળકોના માબાપ
       ઘરોમાં કરે  છૂટાછેડાની  વાત
            આમ કેમ ?
     પિતા થઈ પુત્રીનું રક્ષણ કરવાને
       બદલે  તેનું  શિયળ  ભંગ  કરે
             આમ કેમ ?
     દિકરી માબાપની આંતરડી ઠારવાને
        બદલે ઘરમાં લોહી ઉકાળા કરાવે
              આમ કેમ ?
     પુત્ર  માબાપને સહારો દેવાને બાજુ
        પર રાખી ઘર  બહાર  કાઢી  મૂકે
               આમ કેમ ?
      પુત્રવધુ  ઘરની આબરૂનું છડેચોક
         લિલામ કરતાં જરાકે ન ખચકાય
                 આમ કેમ ?
       પુખ્ત ઉંમરે સંસારી થવાને બદલે
          નિત્ય નવીન સંગે મોઝ મઝા માણે
                 આમ કેમ ?
       સજાતીય સંગે લગ્ન તથા સમાગમ
          ભોગવી  જાહેરમાં  પ્રદર્શન  કરે
              આમ કેમ ?
       ધર્મના નામે પ્રજાને ગુમરાહ કરી
          તેમના પૈસે ધર્મગુરૂ જલસા કરે
                 આમ કેમ ?
       બાળા હજુ કન્યામાં  રૂપાંતર પામે
          તે પહેલાં કુંવારી માતામાં પરિણમે
                 આમ કેમ ?
       માથા ફરેલ ત્રાસવાદીઓના આતંકથી
          કેટલાય નિર્દોષ કિંમતી જાન ગુમાવે
                  આમ કેમ ?
       લગ્ન પહેલાં સહજીવનનાં ચસકા
           માણી  ખતરાને  આમંત્રે
                 આમ કેમ ?
        જમાનો બદલાયો છે એવા બોદા
          કારણો દર્શાવી સમાજમાં ભેડિયા ફરે
                  આમ કેમ ?
              

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.