સુંદર નામ March 7, 2007
Posted by pravinash in : ગમતા કાવ્યો, ભજનો , trackback શ્રીજીનું નામ છે સુંદર નામ
ભજીલે પ્યારા શ્રીજી નું નામ
શ્રીજી નું નામ છે ભગવદ નામ
ભજીલે પ્યારા શ્રીજી નું નામ
દુનિયાનાં લોકોથી રિશ્તો તોડ
શ્રીજી ના નામથી નાતો જોડ
શ્રીજીનું નામ નિરંતર બોલ
ભજીલે પ્યારા શ્રીજી નું નામ
શ્રીજીનું નામ છે ખૂબ પાવન
શ્રીજીનું નામ છે મન ભાવન
શ્રીજી કરે તારું દુઃખ હરણ
ભજીલે પ્યારા શ્રીજી નું નામ
શ્રીજીની છે કૃપા અપાર
શ્રીજી કરે તારો બેડો પાર
શ્રીજી દયાથી સુખી સંસાર
ભજીલે પ્યારા શ્રીજી નું નામ
શ્રીજી વિના પળ ના રહેવું
શ્રીજી નું નામ સુંદર ઘરેણું
શ્રીજી ના નામની માળા પહેરું
શ્રીજીનું નામ છે ખૂબ ગહેરું
શ્રીજીનું નામ છે સુંદર નામ
ભજીલે પ્યારા શ્રીજી નું નામ


Powered By
Comments»
good bhajan.
શ્રીજી વિના થાય નહિ કામ ..!