સુધારવાનો ધીકતો ધંધો છોડ
સુધરવા ની ધુણી ધખાવ
પાણીમાં થી પોરા ન કાઢ
ખુદની ત્રુટીઓ શોધવા માંડ
પારકાંના દોષ જોવાનું છોડ
શુધ્ધ ઈરાદામાં ન કર બાંધછોડ
પર નહીં પણ સ્વને શોધ
કિંમતી સમયનો વહે ધોધ
ક્ષણે ક્ષણે બદલાતું આ જિવન
રહસ્ય છતું થતાં બને તેજોમય