ભૂલી વિસરી યાદોમાં ડૂબી
વર્તમાન વિસારશો મા
જીવનતો છે વહેતી નદીયા
આચમન કરવું ચૂકશો મા
સત્ય અમર છે તે જાણો
અસત્યે ખરડાશો મા
મહોબ્બતની રીત નિરાળી
વેર ઝેરે અથડાશો મા
મીઠીવાણીની ગંગામાં નાહી
કટુવાણીએ ડૂબશો મા
પરિવારમાં પ્રેમ પ્રસરાવો
મન ઉંચા કદી કરશો મા
માબાપના ઋણ વિસારી
અંતર તેમનાં દુભવશો મા
ઠાર્યાં તેવા તમે ઠરશો
કુદરત કદી ક્રમ ચૂકે ના
આજે આવ્યા કાલે જવાના
માયાના પોટલા બાંધશો મા
સરજનહાર નો માનો આભાર
કૃતઘ્ની તમે બનશો મા