હૈયામાંથી ચીસ નિકળી પણ ગળામાં થી અવાજ
બહાર ન આવ્યો. ટી. વી. ની સામેજ બેઠી હતી.
પાંચ બાળકોની હત્યા કરનાર સ્ત્રી નિર્દોષ છૂટી ગઈ.
કારણ તો કહે કે તેની માનસિક સમતુલા ગુમાવી
બેઠી હતી. સર્વે દલીલોમાં તથ્ય હોય કે પછી –
ઉપજાવી કાઢેલી હોય. પાંચ બાળકોએ જાન ખોયા
તે હકિકત છે. તેનું કારણ તેમની જનેતા. ઠંડે-
કલેજે પાંચ માસૂમ બાળકોને ટબ માં ડૂબાડી ને
ખાટલા પર તૈયાર કરી સૂવડાવ્યા.
અરે આ લખતાં મારી આંગળીઓ કંપે છે. મારું
હ્રદય વલવલે છે. પાંચેય બાળકોને ગર્ભમાં નવ
મહિના ધારણ કરનાર મા જ તેમના મૃત્યુનું કારણ?
જેણે પ્રસુતિની તીવ્ર વેદના ભોગવી હતી. માતા
તરીકે જન્મ પામી માતૃત્વનો આસ્વાદ માણ્યો હતો.
પ્રાણ રેડીને જેમનું સિંચન કર્યું હતું.અંતરમાંથી
નીકળતા લાગણીના સ્રોતમાં જેમને નવડાવ્યા હતા.
તેમને એ મા કેવી રીતે ભરખી ગઈ. તેના મન પર
શેતાને ચડી કેવું અઘોર કૃત્ય કરાવ્યું.
હે, પ્રભુ શું એ માનું રૂંવાડું પણ ફરક્યું નહી હોય?
આપણે પણ જિંદગીમાં ઘણા પાપ આચર્યા છે. પણ
આ તો બસ હદ થઈ ગઈ. જૂદા જૂદા ઝ્નૂનના નેજા
હેઠળ માનવી પાપ કરવા પ્રેરાય છે. ધર્મનું ઝનૂન,
સત્તાનો નશો, પૈસાનું ગુમાન, જુવાનીનું ગાંડપણ
વિ. વિ.
માનસિક બિમારી ગમે તેટલી ભયંકર કેમ ન હોય.
શું બિમારે પોતાને હાની પંહોચાડી? કુંટુબી ને ત્રાસ
આપ્યો? અરે માબાપને પણ વાત ન થાય.માસૂમ
બાળકોજ મળ્યા, જેમની તે જનેતા હતી.
ભલે તે નિર્દોષ પૂરવાર થઈ. તેનો અંતરઆત્મા
તેને ચેન પડવા દેશે? બાકીની જિંદગી કેમ વિતાવશે?
સમાજનું,પોતાનું કે પછી કોઈનું પણ તેમાં શું ભલું
થવાનું. સમાજને માથે શું તે બોજારુપ નથી? ડોકટરો
કે વકીલોએ મહેનતાણું ન લીધું. તેના પ્ર્ત્યે સહાનુભૂતી
દર્શાવી.
આ નશવંત સંસારમાં દરેકને આજે નહીંતો કાલે
જવાનું છે. એ બાળકો આજે હોત તો———?
Archive for March 27th, 2007
ખમોશ ચીસ
March 27th, 2007શિખવી દે
March 27th, 2007 જિવનને પામ્યા હે પ્રભુ બસ જિવન જીવતાં શિખવી દે
આ જિવન છે અણમોલ પ્રભુ તેનું મૂલ્ય મને સમજાવી દે
વણમાગ્યે તેં દીધુ ઘણું સંતોષ પ્રભુ પ્રસરાવી દે
મારૂ મારૂ સહુ કોઈ કહે તારુ કહેતા તું શિખવી દે
સૌંદર્ય સઘળે વેર્યું તે માણી શકું તેવી દૃષ્ટિ દે
તારા ઉપકારના ભાર તળે ટકી શકું તેવી શ્રધ્ધા દે
માતા પિતા ના ઋણને હું હૈયે ધરું તેવી હામ તું દે
સંસારમાં સહુને પ્યાર કરું એવું વિશાળ તું હૈયું દે
કર્મ ધર્મ અને ભક્તિથી જિવનનો જામ છલકાવી દે
કાર્ય એવા જગે કરું તારી આંખ થી આંખ મિલાવી દે
માનવ થઈને માનવ બનું એવી મનોહર મતિ તું દે
જ્યારે અંત સમય આવે પ્રભુ ચહેરે સ્મિત રેલાવી દે