vegi crust April 20, 2008
Posted by pravinash in : ચાલો રસોડામા , add a commentખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી.
સામગ્રી.
૧ પેકેટ મેશ પોટેટો .
૧ ૧૬ ઔંસ વટાણા
૧ ૧૬ ઔંસ ફ્રેન્ચ કટ બીન્સ
૧ કપ ખમણેલી ગાજર
૧ ઝૂડી કોથમરી
વાટેલા લીલા મરચા. વાટેલુ આદુ
લસણની પેસ્ટ લીંબુનો રસ
બ્રેડ ક્રમ્સ ’પેમ’ સ્પ્રે
તલ, રાઈ, વઘાર માટે તેલ, વઘારના મરચા
ગરમ મસાલો વાટેલા મરીનો ભૂકો
બેકિંગ ડીશ ગળી ચટણી, તીખી ચટણી
રીત
પેકેટ ઉપર જણાવ્યા પ્રમાણે મેશ પોટેટો તૈયાર કરો.તેમાં
થોડું મીઠું અને મરીનો ભૂકો નાખવો.
વટાણાનો સાંજો બનાવો. તેમાં થોડુ મીઠું, લીલા વાટેલા આદુ મરચાં
કોથમીર ઝીણી કાપેલી, લીંબુ અને ગરમ મસાલો નાખવો.
ગાજર ખમણી , તેમાં ફ્રેન્ચ કટ બીન નાખી થોડા તેલમાં સાંતળવી.
પછી તેમાં મીઠુ,લીલા આદુ મરચા , વાટેલું લસણ અને કોથમીર નાખવા.
બેકિંગ ડીશમાં પેમ સ્પ્રે કરી મેશ પોટેટોનું પૂરણ પાથરવું. લગભગ અડધો
ઈંચ જાડું . તેના પર વટાણાનું પૂરણ પાથરી , ઉપર તીખી ચટણીનું પડ કરવું.
ફરીથી બટાકાના પૂરણનુ પડ કરવું તેનાપર ગળી ચટણી અને ગાજર અને
ફણસીનું પડ કરવું.
અંતે ઉપર પાછું બટાકાનું પૂરણ પાથરવું. સહેજ રાઈનો વઘાર અને લાલ
મરચા મૂકવા. દેખાવ ખૂબ સુંદર આવશે. થોડા તલ ભભરાવવા.
ઓવનને ૩૫૦ ડીગ્રી ગરમ કરી ૨૦ મિનિટ માટે બેક કરવું. જરાક ઠંડુ થાય
પછી કાપા પાડવા.
વાનગી ખૂબ સ્વાદિષ્ટ લાગશે. ખૂબ શાકભાજી છે તેથી ખાવાની મોજ માણો.
મનગમતા શાકભાજી ઉમેરવાની છૂટ છે.
૨૧ મી સદીમાં ‘એલર્જી’ અને ‘ન ભાવતા’
હોવાને કારણે શાક સામાન્ય રોજ વપરાશના
મૂક્યા છે.
ખજૂરની બરફી February 25, 2008
Posted by pravinash in : ચાલો રસોડામા , add a commentખાંડ નહી ખાવાની. મધુપ્રમેહ નો રોગ થાય.
ઘી નહી ખાવાનુ જાડા થઈ જવાય.
એક પ્રશ્ન છે? જેનો ઉકેલ આસાન નથી.
કયો?
ગળ્યું ખૂબ ભાવે. ચાલો ત્યારે આજે બનાવીએ ખજૂરની બરફી.
સામગ્રીઃ
૧ રતલ ખજૂર. પીસેલા. જો તે તૈયાર મળે તો વા.
નહીતર મિક્સરમા વાટવા.
૧/૪ રતલ મોળા પિસ્તા
૧/૪ રતલ બદામ
બનાવની રીત.
બદામ અને પિસ્તાને માઈક્રોવેવ ઓવન માં ૧ મિનિટ માટે
ગરમ કરો.
ચપ્પુ વડે તેમના નાના નાના ટુકડા કરવા.
ખજૂરના માવામા તે બધા ભેળવી તના વાટા બનાવવા
દરેક વાટો છૂટો પ્લાસ્ટિકમા વિંટાળી ફ્રીજમાં રાતભર રાખવો.
બીજે દિવસે તેના નાના ટુકડા કરી ખાવાના ઉપયોગમા લેવા.
ખૂબજ સ્વાદિષ્ટ લાગશે. આરોગ્ય પ્રદાન કરનાર પણ છે.
આશા છે બનાવીને ખાશો ત્યારે મારી યાદ આવશે.
બહારથી ખસખસ યા કોપરાના છીણથી શણગારી શકાય
ખાટી મીઠી જીંદગી October 21, 2007
Posted by pravinash in : ચાલો રસોડામા , 2 comments યાદ છે ત્યાં સુધી તમને દિલખુશ બરફી ભાવી હતી.
આજે દશેરા છે, ઘરે પધારશો તો જરૂરથી આરોગવા મળશે.
કદાચ આવવાનું શક્ય ન બને તો જીંદગી કેવી રીતે
‘ખાટી મીઠી’ બને તેની તમને રીત જણાવું.
સામગ્રી
૧ કપ હાસ્ય ૩/૪ કપ દિલગીરી
૧ ચમચી આંસુ ૧ ચમચો અહંકાર
૧ ચમચ ગુસ્સો ૧ ચમચી આત્મ સમ્માન
૧/૨ કપ ખુશી ૧/૨ કપ ડહાપણ
૧/૨ કપ આભાર ૧ કપ નમ્રતા
૧/૨ ચમચ અદેખાઈ ૧ ચમચ આવડત
૧ કપ સ્પર્ધા ૧/૨ કપ સુઘડતા
૪ ચમચા ઘી
લગભગ ૧૦ જણાને માટેનું પ્રમાણ છે.
માટીના મોટા ઘડાની અંદર ઘી ચોપડો. પછી બીજું
પડ આંસુ અને હાસ્યનું હળવે હાથે કરો. બધી સામગ્રી
તેમાં નાખી રવૈયાથી દસ મિનિટ ભેળવો.
ઓવન ૩૫૦ ફે.પર રાખી ૧૦ મિનિટ ગરમ કરો. પછી
તેમાં બરાબર ૪૦ મિનિટ બેક કરો.
એકદમ ઠંડુ થાય પછી, શરદ પૂર્ણિમાની રાતે દુધપૌંઆની
જોડે તેની મોજ પરિવાર સાથે માણવી.
એક શરત છે , દુધપૌંઆ વાટકીમાં લઈ ચમચીથી ખાવા પ્ણ
‘ ખાટી મીઠી’ જીંદગીની મજા સહુએ જમણે હાથેથી લઈ જમણા હાથમાં
આપીને માણવી. યાદ રહે પ્રમાણ બરાબર જળવાઈ રહે.
ખાટી મીઠી જીંદગી
ચાલો રસોડામા October 3, 2007
Posted by pravinash in : ચાલો રસોડામા , add a commentદિલ ખુશ બરફી
સામગ્રીઃ ૨ કપ મધુરું હાસ્ય.
૨ કપ પ્યાર
૧ કપ સત્ય વાણી
૧ કપ નિર્મળ દ્રષ્ટિ
૨ ચમચી ગુણગાન
૧/૨ ચમચી ભાવના
૧/૨ ચમચી સદવર્તન
૧ કપ ભક્તિ
ચપટી ભર પ્રભુ નામ
રીતઃ મધુરું હાસ્ય, પ્યાર, સત્યવાણી અને નિર્મળદ્રષ્ટિ ને મોટા ત્રાંસમા
ભેગા કરી તેમાં બે કપ ઠંડુ પાણી નાંખી બરાબર હલાવી તાપમા
કપડુ ઢાકી ને રાખો. બે કલાક પછી પ્રભુ નામ સિવાય સઘળી
વસ્તુ ભેળવી આખી રાત ફ્રીઝમાં ઢાંકી ને રહેવા દો.
સંધ્યા ટાણે ચાદો ઉગે ત્યારે સર્વ કુટુંબી જનોની સાથે
બેસી પ્રભુ નામ ભભરાવી દરેક સભ્ય સરખે ભાગે માણો. ચંદ્રની
ચાંદની તેમાં ઔર મધુરતા ઉમેરશે.
છે ને ‘ દિલ ખુશ બરફી ‘
ચાલો રસોડામા
મગ અને બટાટા ના વડા September 20, 2007
Posted by pravinash in : ચાલો રસોડામા , add a comment યાદ રહે , ખાવામાં સ્વાદિષ્ટ
પચવામાં હલકા
સામગ્રી
૧ વાટકી મગ પલાળવા અને શણગાવવા.
૧ રતલ બટાકા
લીલા આદુ મરચાં વાટેલા,
ગરમ મસાલો
કોથમીર ઝીણી કાપેલી
લીંબુ યા લીબુના ફૂલ
મીઠું સ્વાદ પ્રમાણે
આરારાનો લોટ
તેલ ( તળી પણ શકાય, યા તવી પર પણ કરાય.)
રીતઃ
પહેલાં બટાકા ને બાફી તેનો માવો તૈયાર કરો.
શણગાવેલા મગ ને તેમામ ઉમેરો, સાથે બધો
મસાલો પણ કરી લેવો. જેથી બટાકાને વારં વાર
હલાવવા નપડે.
તવામાં તેલ ગરમ મૂકવું તળ્યા પછી ગળી
અને તીખી ચટણી સાથે ખૂબ મજેથી માણવા.
આપણે બધા વજનનુ ખ્યાલ રાખતા થઈ ગયા
છીએ તેથી તવી પર કરેલાં પણ સારા લાગે છે.
બનાવો, ખાવ અને માણો.
છીંપલા May 11, 2007
Posted by pravinash in : ચાલો રસોડામા , 3 comments આ વાનગી નાસ્તા માટેની છે. ઘરમા મિજબાની હોય અને
શરૂઆતમાં મહેમાનોને ખુશ કરવા પીણા સાથે મૂકી શકાય.
સામગ્રીઃ ૨ વાટકી મેંદાનો લોટ.
૧/૪ વાટકી તેલ
૨ નાની ચમચી વાટેલા મરી.
મીઠું સ્વાદ પ્રમાણે.
તળવા માટે તેલ
(મોટા દાંતાનો કાંસકો)
રીતઃ લોટમાં તેલ ઉમેરી બરાબર ભૅળવવું.પછી
તેમા મીઠું , મરી નાખી પાણીથી લોટ બાંધવો.
લોટ બહુ ઢીલો કે કઠણ નહીં. પરોઠા જેવો ચાલે.
નાના ના ગોયણા કરવા. પાણીપૂરીની પૂરી કરતાં
સહેજ મોટા. એક ગોયણું લઈને મોટા દાંતાના
કાંસકા પર દબાવવું. તેના પર કાંસકાના આરકા
પડશે. બે છેડા ભેગા કરીને દબાવવુ. પછી પેણીમાં
તેલ મૂકીને આછાં ગુલાબી તળવા.
દેખાવમાં અને સ્વાદ મા ખૂબ સરસ લાગે છે .
દહીનું ડ્રેસિંગ May 5, 2007
Posted by pravinash in : ચાલો રસોડામા , 1 comment so far ચાર જણાંના કુટુંબ માટે. જો થોડી કેલરી જોઈતી હોય તો
ઓછી ચરબી વાળું દુધ મેરવી દહીં બનાવવું. ઘરે દહી કેમ
બનાવવું તે આપણને બધાને ખબર છે.
સામગ્રીઃ ૨ કપ દહી, મીઠું, વાટેલા મરી, વાટેલુ
આદુ, તિખુ જોઈતું હોય તો વાટેલા લીલા
મરચા.
જો જાડુ ડ્રેસિંગ જોઈતું હોય તો દહીને બે કલાક
કપડામાં બાંધી પાણી કાઢી લેવું.
રીતઃ દહી ને વલોવી અંદર સ્વાદ પ્રમાણે મીઠુ નાખવું.
મરી નો ભૂક્કો, આદુ, વાટેલું મરચું, તિખાશ
ખાતા હોય તે પ્રમાણે નાખવું.
જો જરાક ગળપણ જોઈતુમ હોય તો થોડી સાકર
યા ક્રુત્રિમ ગળપણ પણ નખાય.મધ પણ વાપરી
શકાય.
પરીણામઃ સ્વાદિષ્ટ ઘરનું બનાવેલ ડ્રેસિંગ દસ મિનિટમા
તૈયાર થઈ જશે.
ચટપટુ April 24, 2007
Posted by pravinash in : ચાલો રસોડામા , add a comment સામગ્રીઃ ૧ કચી કેરી
૧/૪ કપ મેથીના કુરિયા
૧ નાની ચમચિ મીઠું
૧ નાની ચમચી લાલ કાશ્મિરી મરચું
૧/૪ નાની ચમચી હળદર
હિંગ સ્વાદ પ્રમાણે
૨ ચમચા તેલ
બનાવવાની રીતઃ
કાચી કેરીને ધોઈ તેના ચાર કટકા કરી લેવા.
વચમાંથી ગોટલી કાઢી નાના નાના એક સરખા
કટકા કરી એક નાના વાસણમા ભરવા.
ઉપર જણાવેલ બધુ ભેગુ કરવું. તેલને જરા
હુંફાળુ કરી હિંગ નાખી મસાલામા નાખવું. બે મિનિટ
ઢાંકી. કાપેલી કેરી તેમાં ઉમેરી હલાવવું.
નાના કચોળામાં કાઢી રેફ્રિજરેટરમા મૂકવું.
તેલ ઓછું પણ નાખશો તો પણ ચાલશે.
ફ્રીઝમાં પાંચેક દિવસ પણ રહેશે. વાંધો નહી આવે.
ખૂબ સ્વાદિષ્ટ લાગશે.
ટોર્ટીલા રોલ April 13, 2007
Posted by pravinash in : ચાલો રસોડામા , 1 comment so farસામગ્રી:
૧ પેકેટ મેઁદાના ટોર્ટિલાનુઁ પેકેટ
૧ પિકાનટે સોસ ની બોટલ
૧ સાવરક્રિમ નો ડબ્બો
૧ પેકેટ ફ્રોઝન પાલક
લીલા વાટેલા મરચા, ટુકડો આદુ, મીઠુ, ઝીણા સમારેલા કાઁદા.
થોડુ તેલ
બનાવવાની રીત :
પાલકની ભાજીને વાતવરણના ઉષ્ણતામાન પર લાવી , કડાઈમા
તેલ મુકી પહેલા કાઁદા સાતળી ઉમેરવી. ચડી જવા આવે એટલે તેમા
આદુ, મરચા વાટેલા ઉમેરી હલાવવુ. ઠઁડુ થાય એટલે સાવર ક્રીમ
ઉમેરવુઁ.
ટોર્ટિલા પર પહેલા પિકાનટે સોસ ચોપડવો, ઉપર બીજો ટોર્ટિલા
મુકી તેના પર પાલકની ભાજીનુ તૈયાર કરેલુ મિશ્રણ પાથરવુ.
ત્રણેય નો સાથે વીટો વાળવો. આખો વીટો પ્લાસ્ટિકના પડમાઁ વિઁટાળી
રેફ્રીજરેટરમા મુકવો. બધા વીટા આજ પ્રમાણે તૈયાર કરવા.
બીજે દિવસે બહાર કાઢી મન પ્રમાણે તેના કટકા કરવા.
સરસ મઝાની શુશોભિત થાળીમા ગોઠવી મહેમાનોને ખુશ કરવા.
ખાવામા ખુબ જ સ્વાદિષ્ટ વાનગી છે.
‘ખાંડવી’ April 2, 2007
Posted by pravinash in : ચાલો રસોડામા , 4 commentsઘણાં બધાની ફરિયાદ સાંભળી છે કે ખાંડવી ખૂઊઊઊઊઊઊઊઊઊઊઊબ અઘરી છે.
જો આમાં દર્શાવેલી રીત અજમાવશો તો ૧૦૦ ૦/૦ ખાંડવી સરસ થશે. તેની હું તમને ખાત્રી આપું છું.
સામગ્રીઃ
૧. કપ ચણાનો લોટ
૧/૨. કપ ખાટું દહીં
૧/૨. ચમચી મીઠું ( સ્વાદ પ્રમાણે)
૧ ૧/૨ કપ પાણી
૨. લીલા મરચા,
નાનો કટકો આદુ, વઘાર માટે રાઈ, તેલ ઝીણી સમારેલી કોથમરી. હીંગ વઘાર માટે જો ભાવતી હોય તો.
બનાવવાની રીતઃ
1. પ્રેશર કુકરમા, પાણી મુકી કાંઠો મૂકવો.
2. અંદર સમાય એવી તપેલીમાં ચણાનો લોટ,દહીં ,૧ ૧/૨ કપ પાણી(દોઢ કપ પાણી) મીઠું, વાટેલા આદુ મરચા બધુ ભેગુ કરી રવૈયા થી એકરસ કરવું.
3. તૈયાર કરેલું મિશ્રણ કુકર માં ઢાંકીને ત્રણ સીટી વાગવા દેવી.
4. કુકર ઠંડુ થાય એટલે ચાર સ્ટીલની થાળી માં ચમચા વડે ખાંડવી નો લોટ પાથરવો. ચાર થાળીમાં નાખશો ત્યારે જેમાં પહેલું નાખ્યુ હશે તેને હાથે થી ફેલાવવું જેથી ખાડવી પતળી પથરાશે.
5. અંદર બહાર બંને બાજુ પાથરી પાંચ મિનિટ ઠંડુ થવા દેવું . આખો વિટો વાળી એક સરખા ટૂકડા કરવા.
6.પછી સરસ પીરસવાના કચોળા માં ગોઠવી ઉપર વઘાર પાથરી કોથમરી ભભરાવવી.
ફક્ત ૨૦ મિનિટમાં ખાંડવી તૈયાર થઈ જશે. ખૂબ સ્વાદિષ્ટ અને પચવામાં હલકી.


