Archive for May, 2007

સહજ

May 5th, 2007

creatures_021.gif

     જિવન  સરળ  સહજ  છે મુક્તિ
     સંયમી  જિવનની  છ  યુક્તિ

     જિવને હળવે પ્રસરે ધાર્મિક્તા
     જીવો જિવન ન બનો  ભોક્તા

    સદાય જિવને રેલાય ન્યાયયુક્તા
    કોમળ હ્રદયે છલોછલ  દયાળુતા

    કપટ અન્યાયથી  જોજન  દૂરતા
    વિષાદ  ઘમંડથી  કરે  ધ્રુષ્ટતા

   પંકમાં નિપજે પંકજ નિષ્કપટતા
    કરૂણા  સભર  નયને  ભાવુકતા

    વર્તને  વિનય સંયમ સૌમ્યતા
    નમ્રતા પ્રવેશે પામે સૌજન્યતા

    પુરૂષાર્થ કરી પામે સર્વશ્રેષ્ઠતા
    ધન્યઘડી પળ લાધે માનવતા
   

દહીનું ડ્રેસિંગ

May 5th, 2007

images12.jpg

        ચાર જણાંના કુટુંબ માટે. જો થોડી કેલરી જોઈતી હોય તો
        ઓછી ચરબી વાળું દુધ મેરવી દહીં બનાવવું. ઘરે દહી કેમ
         બનાવવું તે આપણને બધાને ખબર છે.
     

      સામગ્રીઃ            ૨     કપ દહી, મીઠું, વાટેલા મરી, વાટેલુ
                                    આદુ, તિખુ જોઈતું હોય તો વાટેલા લીલા
                                    મરચા.
                                   જો જાડુ  ડ્રેસિંગ જોઈતું હોય તો દહીને બે કલાક 
                                    કપડામાં બાંધી પાણી કાઢી લેવું.
      રીતઃ                      દહી ને વલોવી અંદર સ્વાદ પ્રમાણે મીઠુ નાખવું.
                                   મરી નો ભૂક્કો, આદુ, વાટેલું મરચું, તિખાશ
                                   ખાતા હોય તે પ્રમાણે નાખવું.
                                  જો જરાક ગળપણ જોઈતુમ હોય તો થોડી સાકર
                                  યા ક્રુત્રિમ ગળપણ પણ નખાય.મધ પણ વાપરી
                                  શકાય.
                      
       પરીણામઃ               સ્વાદિષ્ટ ઘરનું બનાવેલ ડ્રેસિંગ દસ મિનિટમા
                                      તૈયાર થઈ જશે.             
                             
 

   

બિરાજે છે

May 3rd, 2007

images17.jpg

       મારે  અંતરે  શ્રીજી  બિરાજે  છે
       મુજને જિવનનો રાહ દર્શાવે છે

      મારગમાં આવતા  અંતરાયોને
      શ્રીજી શ્રધ્ધાથી પાર  કરાવે છે

      મનડાને શ્રીજી પ્રેમ મનાવે છે
      તેની   ભ્રમણાઓને  ભાંગે  છે

      જીવન પથને શ્રીજી ઉજાળે છે
      કંટક વીણી ફૂલડા  બિછાવે છે

     દયાનો  સાગર  છલકાવે  છે
     પ્રેમે શ્રીજી  તેને  પખાળે  છે

      કર્મ  નિઃષ્કામ  કરાવે  છે
      વાણીથી શીખ વરસાવે છે

     જીવનની ગહનતા દર્શાવે છે
     શરણે   તેને   સ્વિકારે  છે

ગાંધી આ રહ્યા

May 3rd, 2007

images1.jpg

 આલમમાં વારંવાર  કહેવાતું કે ગાંધી ના રહ્યા
  તો પણ મને ક્યારેક દેખાતું કે ગાંધી આ રહ્યા

  ગોરા અને  કાળાની શત્રુતામાં  ખીલ્યું  પદ્મ એક
  એમ.એલ.કિંગના ડ્રીમે વર્તાતું કે ગાંધી આ રહ્યા

  દક્ષિણ આફ્રિકાની  પ્રજાનો  છેદે જે  રંગભેદ  તે
  માંડેલાની  વાતોથી  સમજાતું કે ગાંધી આ  રહ્યા

  ના ઘૂસ મારે લાઈનમાં બસસ્ટોપ,સ્ટેશન પર કોઈ
  ત્યારે  મને  એ  જોઈને  થાતું કે  ગાંધી  આ રહ્યા

  લે લાંચ  મિનિસ્ટર,રિક્ષાવાળો ભાડું માગે વ્યાજબી
  ન્હાનાની  મોટાઈથી  પરખાતું કે  ગાંધી આ  રહ્યા

  રાવણ ભલે પજવે  છતાં પણ કંઈક જીવે  રામમય
  અભિનવ વિભીષણ ભાળીને થાતું કે ગાંધી આ રહ્યા

  મુ. ચંદ્રકાંત દેસાઈના ‘ગઝલ વિશેષ’ સંગ્રહમાંથી
           પ્રસ્તુત છે.
     ‘ ગાંધી આ રહ્યા’                          

સમય

May 2nd, 2007

0ckkocacr254sca60enk6caoybbs1cagd6hixcaw6jwjvca0bcz3hca8qx2oeca9cp5decap810v6caqm7jajcakh8n2bcagot2nica26ianmca7z6yiicay88qd4caz2q2pmcaeiijpqcakhjnzl.jpg  

  ન  કાનો  ન  માત્રા   સરળ  સમય
    પાણીના રેલાની જેમ  સરતો  સમય
    એકલતામા કદી ન  મુંઝાતો   સમય
    ભીડમા ન અટવાતૉ અથડાતો સમય
    અંધારે  દિશા  શોધી  શકતો  સમય
    અજવાળે   આલિંગતો સ્પષ્ટ  સમય
    સુખમા  ભાસે  ટૂંકો  ઝડપી   સમય
    દુઃખમાં કદી ન ખૂટતો કપરો  સમય
    બાંધ્યો ન  બંધાતો  આઝાદ  સમય
    જવાનીમા ભાનભૂલેલ ઉછંગ  સમય
    પુખ્તવયે ખોડંગાતો ઠોંસાખાતો સમય
    જન્મટાણે પોંખાતો અધીરો     સમય
    પ્રથમમિલનની યાદનો મધુરો સમય
    રજાની મઝા માણતો રંગીલો  સમય
       કદી સમજદાર
            કદી મઝેદાર
                 કદી યાદગાર
      જિવનની હરપળ, હરઘડી, હરશ્વાસે
       સાથ નિભાવતો કિંમતી સમય
                                   

શાળા

May 1st, 2007

images8.jpg

  આજે શાળાનો છેલ્લો દિવસ હતો. દરેક વિદ્યાર્થિ ખૂબ ખુશ જણાતા હતા.
 પૈસાદારનો નબીરો રોહન આજે કંઈક વધારે પડતા સારા મિજાજમાં હતો.
 રાત્રે પિતાજી સાથે વાત કરી હતી. નવીનકોર મારૂતિ તેને ભેટમા મળશે
  એવી આશા હતી. મિત્રો સાથે મઝા માણી ઘરે આવ્યો. માતા પિતાને
  પગે લાગ્યો. પિતાએ પ્રેમથી આલિંગન આપ્યું. રોહન ને આશા હતી કે
  પિતાજી તેને ગાડીની ચાવી આપશે. તેના બદલામા કરમચંદ શેઠે તેને
  સુંદર પૂ.ગાંધીબાપુની લખેલી ગીતા આપી.
    રોહન નારાજ થયો. ઘર છોડીને જતો રહ્યો. કોલેજનો અભ્યાસ પૂરો
   થયો. માતાને પિતાની ગેરહાજરીમા મળતો. પૈસાની ચિંતા હતી નહી.
  પિતાએ તેના નામ પર ઘણા પૈસા મૂક્યા હતા. પુત્રની નાદાનિયત પર
   પિતાએ આંખ આડા કાન કર્યા. મનમા ને મનમા મુંઝાતા કરમચંદ શેઠ
   હ્રદયરોગના ભોગ બન્યા. દિલની વ્યથાની વાત કોઈને કરતા નહીં.
    એક રાત્રીએ સૂઈ ગયા તે સવારના ઉઠી ન શક્યા. રોહન સમાચાર
    સાંભળી દોડી આવ્યો. માતાને સાચવી, પોતાની નાદાનિયત પર ઘણો
    અફસોસ થયો. પિતાજીના ક્રિયાપાણી પતાવ્યા. ખૂબ ઓછું બોલતો.
  ઘરનો કારોબાર સંભાળતો. અબ પછતાયે ક્યા બને જબ ચિડીયા ચૂગ ગઈ
   ખેત.
    એક દિવસ પિતાજીની ખુરશી પર બેઠો હતો. મેજનું નાનું ખાનું ખોલ્યું.
   પિતાજીનું આપેલું ગીતાનું પુસ્તક હાથ લાગ્યું. ખોલવાની ઇંતજારી ન રોકી
     શક્યો. ખોલ્યું તો અંદર પરબિડિયામાં જોઈ ગાડીની ચાવી, તારિખ હતી
    જે દિવસ તેનો  શાળાનો આખરી દિવસ હતો.   

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.