ગાંધી આ રહ્યા

May 3rd, 2007 by pravinash Leave a reply »

images1.jpg

 આલમમાં વારંવાર  કહેવાતું કે ગાંધી ના રહ્યા
  તો પણ મને ક્યારેક દેખાતું કે ગાંધી આ રહ્યા

  ગોરા અને  કાળાની શત્રુતામાં  ખીલ્યું  પદ્મ એક
  એમ.એલ.કિંગના ડ્રીમે વર્તાતું કે ગાંધી આ રહ્યા

  દક્ષિણ આફ્રિકાની  પ્રજાનો  છેદે જે  રંગભેદ  તે
  માંડેલાની  વાતોથી  સમજાતું કે ગાંધી આ  રહ્યા

  ના ઘૂસ મારે લાઈનમાં બસસ્ટોપ,સ્ટેશન પર કોઈ
  ત્યારે  મને  એ  જોઈને  થાતું કે  ગાંધી  આ રહ્યા

  લે લાંચ  મિનિસ્ટર,રિક્ષાવાળો ભાડું માગે વ્યાજબી
  ન્હાનાની  મોટાઈથી  પરખાતું કે  ગાંધી આ  રહ્યા

  રાવણ ભલે પજવે  છતાં પણ કંઈક જીવે  રામમય
  અભિનવ વિભીષણ ભાળીને થાતું કે ગાંધી આ રહ્યા

  મુ. ચંદ્રકાંત દેસાઈના ‘ગઝલ વિશેષ’ સંગ્રહમાંથી
           પ્રસ્તુત છે.
     ‘ ગાંધી આ રહ્યા’                          

Advertisement

1 comment

  1. says:

    રાવણ ભલે પજવે છતાં પણ કંઈક જીવે રામમય
    અભિનવ વિભીષણ ભાળીને થાતું કે ગાંધી આ રહ્યા…
    સરસ ગઝલ છે…..

    ગાંધીજી વિષે મારી કવિતા…

    ‘વેષ,વાણી, વર્તને હસતી હતી જે સાદગી,
    રમતી રહી છે આજ પણા, ક્યાંક સંતો સંગસી !

    આંધીઓ છો ઉમટૅ, અંધતા આભે અડે,
    સત્યની પદ-પંક્તિને ક્યાં કોઈ વંટોળો નડે. ..વિશ્વદીપ..

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.