બિરાજે છે May 3, 2007
Posted by pravinash in : ભજનો , trackback મારે અંતરે શ્રીજી બિરાજે છે
મુજને જિવનનો રાહ દર્શાવે છે
મારગમાં આવતા અંતરાયોને
શ્રીજી શ્રધ્ધાથી પાર કરાવે છે
મનડાને શ્રીજી પ્રેમ મનાવે છે
તેની ભ્રમણાઓને ભાંગે છે
જીવન પથને શ્રીજી ઉજાળે છે
કંટક વીણી ફૂલડા બિછાવે છે
દયાનો સાગર છલકાવે છે
પ્રેમે શ્રીજી તેને પખાળે છે
કર્મ નિઃષ્કામ કરાવે છે
વાણીથી શીખ વરસાવે છે
જીવનની ગહનતા દર્શાવે છે
શરણે તેને સ્વિકારે છે



Powered By
Comments»
જીવનની ગહનતા દર્શાવે છે
શરણે તેને સ્વિકારે છે..સુંદર ભજન છે.