હેતના હાટડા February 27, 2007
Posted by pravinash in : કાવ્યો , trackback હેત ના હાટડા ના મંડાય
હેત હાટડે ના વેચાય
હેત તો હૈયાને હિંડોળે હિંચાય
હેતે માબાપને હૈયે સમાવાય
હેતે ભાઈ અને બહેન સોહાય
હેતે કુટુંબમાં સુખ લહેરાય
હેતતો હૈયાને——
હેતે બાળપણમાં વિદ્યા સોહાય
હેતે કુશળતા જીવનમાં લવાય
હેતે સંસારમાં આનંદ પ્રસરાય
હેતતો હૈયાને——-
હેતે શ્વસુરગ્રુહે પગરણ મંડાય
હેતે જીંદગીનો રાસ રચાય
હેતે જીવન શુશોભિત થાય
હેતતો હૈયાને——-
હેતે પ્રભુનું સુમિરન થાય
હેતે આલોકમાં પરલોક સધાય
હેતે ભવસાગર પાર કરાય
હેતતો હૈયાને——


Powered By
Comments»
hete bhavasaagar paar karaay
te hetane bhakti prabhunee kahevaay
હેત , હૈયા અને હાટડી હેલ ભરી ને હાલીયા,
ચાલો સખી સૈયારા, સુખ-દુઃખ સાથે માણીએ….
ખરી વાત છે હેતનાં તે હાટડા થોડા હોય?????????